AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિદેશી રોકાણકારોને ભારતીય શેરબજાર પર વધુ વિશ્વાસ, FPIએ મે મહિનામાં અત્યાર સુધીમાં રૂપિયા 23,152 કરોડનું રોકાણ કર્યું

મહિનાના પ્રથમ પખવાડિયામાં રૂપિયા 23,152 કરોડથી વધુનું રોકાણ કર્યું છે. યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધુ વધારાના અવકાશમાં ઘટાડો, મજબૂત મેક્રોઇકોનોમિક આઉટલૂક અને કંપનીઓના સારા ત્રિમાસિક પરિણામો વચ્ચે ભારતીય શેરબજાર તરફ વિદેશી રોકાણકારોનું આકર્ષણ વધ્યું છે.

વિદેશી રોકાણકારોને ભારતીય શેરબજાર પર વધુ વિશ્વાસ, FPIએ મે મહિનામાં અત્યાર સુધીમાં રૂપિયા 23,152 કરોડનું રોકાણ કર્યું
TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2023 | 6:20 AM
Share

Foreign Portfolio Investors :વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPIs) એ ભારતીય શેરબજાર(Share Market)માં રસ દર્શાવતા મે મહિનાના પ્રથમ પખવાડિયામાં રૂપિયા 23,152 કરોડથી વધુનું રોકાણ કર્યું છે. યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધુ વધારાના અવકાશમાં ઘટાડો, મજબૂત મેક્રોઇકોનોમિક આઉટલૂક અને કંપનીઓના સારા ત્રિમાસિક પરિણામો વચ્ચે ભારતીય શેરબજાર તરફ વિદેશી રોકાણકારોનું આકર્ષણ વધ્યું છે. ડિપોઝિટરી ડેટા અનુસાર FPIs એ વર્ષ 2023માં રૂ. 8,572 કરોડ ના રોકાણ સાથે ચોખ્ખા ખરીદદાર બન્યા છે. FPI ઇનફ્લો મજબૂત રહેવાની ધારણા છે. ” FPI નાણાપ્રવાહ બાકીના મહિના માટે મજબૂત રહેવાની ધારણા છે કારણ કે યુએસ નોન-ફાર્મ પેરોલ્સ અને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફુગાવાના ડેટા અપેક્ષાઓ અનુસાર આવ્યા હતા”  તેમ મનીષ જેલોકા, પ્રોડક્ટ્સ એન્ડ સોલ્યુશન્સના કો-હેડ, સેન્કટમ વેલ્થએ જણાવ્યું છે.

મે2023માં FII-DII રોકાણના આંકડા

Date Gross Purchase / Sale (Rs Cr) Net Inv. (Rs Cr) Gross Purchase / Sale (Rs Cr) Net Inv. (Rs Cr)
12-May-23 7947.13 / 6956.78 990.35 5457.40 / 6379.59 -922.19
11-May-23 8127.78 / 5832.22 2295.56 7026.38 / 7226.47 -200.09
10-May-23 9387.85 / 7387.07 2000.78 5061.73 / 5851.40 -789.67
9-May-23 9385.45 / 6222.93 3162.52 7148.35 / 6743.65 404.7
8-May-23 16826.30 / 12973.69 3852.61 6252.52 / 6007.25 245.27
5-May-23 0.00 / 0.00 0 4956.49 / 7155.26 -2198.77
4-May-23 7537.46 / 6148.04 1389.42 5611.15 / 5169.59 441.56
3-May-23 10113.21 / 7121.48 2991.73 5390.76 / 5974.75 -583.99
2-May-23 16900.08 / 10431.24 6468.84 5649.54 / 6043.59 -394.05

ડૉલર નબળો પડવાની શક્યતા વધુ

જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે “રૂપિયો મજબૂત છે અને નજીકના ભવિષ્યમાં ડૉલરમાં ઘટાડો થવાની શક્યતા છે. આવી સ્થિતિમાં FPIs ભારતમાં ખરીદી ચાલુ રાખશે. ભારતના મેક્રો સૂચકાંકોમાં સુધારાથી અહીં પ્રવાહમાં પણ વધારો થશે.ડિપોઝિટરી ડેટા અનુસાર, FPIsએ મે 2-12 દરમિયાન ભારતીય શેરબજારમાં રૂ. 23,152 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું છે. અગાઉ એપ્રિલમાં તેણે શેરમાં રૂ. 11,630 કરોડ અને માર્ચમાં રૂ. 7,936 કરોડનું રોકાણ કર્યું હતું.

આ પણ વાંચો : Mother’s Day 2023 : માતા તરફ પ્રેમ અને આદરની અભિવ્યક્તિના પર્વે આપો આરોગ્ય વીમાની વિશેષ ભેટ, યોજનાની પસંદગી પહેલા આ બાબતો ધ્યાને લો

ભારતીય બજાર તરફ આકર્ષણ વધ્યું

હિમાંશુ શ્રીવાસ્તવે, એસોસિયેટ ડાયરેક્ટર-મેનેજર રિસર્ચ, મોર્નિંગસ્ટાર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, “ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધુ વધારાની શક્યતામાં ફેડરેશન, મજબૂત સ્થાનિક મેક્રો દૃશ્ય અને સારા ત્રિમાસિક પરિણામોએ FPIsનું ભારતીય બજાર તરફ આકર્ષણ વધાર્યું છે.” મેના પ્રથમ પખવાડિયામાં, શેર સિવાય, FPIsએ ડેટ અથવા બોન્ડ માર્કેટમાં રૂ. 68 કરોડ રોકાણ કર્યું છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">