Gujarati Video : ખેડૂતોને થયેલા નુકશાન અંગે બેથી ત્રણ દિવસમાં થઇ શકે જાહેરાત, રાઘવજી પટેલની જાહેરાત
કમોસમી વરસાદમાં સર્વે બાદ અલગ અલગ ખાતામાંથી ફાઈલ પસાર થાય છે. હાલ 13 જિલ્લાના 60 તાલુકામાં ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું હોવાનું સર્વેમાં સામે આવ્યું છે. 33 ટકાથી વધુ નુકસાન થયું હોય એમને લાભ મળશે તેવું રાઘવજી પટેલે જણાવ્યુ છે.
સતત પડી રહેલો કમોસમી વરસાદ એ ખેડૂતો માટે નુકશાની લઈને આવી રહ્યો છે. ગત સમયમાં પડેલા વરસાદ અંગે ખેડૂતોને થયેલ નુકશાને લઈ રાઘવજી પટેલે ફરી નિવેદન આપ્યું છે. પર્યાવરણમાં ફેરફારના કારણે ઋતુચક્રમાં બદલાવ જોવા મળી રહ્યો હોવાનું તેમણે જણાવ્યુ અને કહ્યું કુદરતી પડકારોને પહોંચી વળવા ખેડૂતોએ સજજ રહેવું જોઈએ. રાજ્ય સરકાર આવી આફતો સમયે ઉદાર હાથે સહાય કરે છે જેમાં છેલ્લા 5 વર્ષમાં સરકારે ખેડૂતોને નુક્સાનીમાં 10 હજાર કરોડથી વધુ સહાય કરી છે.
આ પણ વાંચો : ખેડૂતોને થયેલા પાક નુક્સાન સહાયની પ્રક્રિયા હવે છેલ્લા તબક્કામાં, કૃષિપ્રધાન રાઘવજી પટેલે આપ્યુ નિવેદન
રાઘવજી પટેલે મીડિયા સમક્ષ માવઠાથી થયેલા નુકસાનની સહાય અંગે વાત કરી હતી. જેમાં બેથી ત્રણ દિવસમાં સહાય અંગે જાહેરાત થઇ જશે તેમ જણાવ્યુ હતું. તેમણે કહ્યું મુખ્યપ્રધાન કક્ષાએથી આ સહાયની જાહેરાત થશે. સર્વેની કામગીરી માટેની પ્રક્રિયા ખુબ લાંબી હોવાના કારણથી સહાયમાં થોડો વિલંબ થઇ રહ્યો છે. એટલું જ નહિં તેમણે એ વાત પણ સ્વીકારી કે, 13 જિલ્લાના 60 તાલુકામાં ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે. જો કે, જે પણ ખેડૂતોને 33 ટકાથી વધુ નુકસાન થયું હશે એમને જ આ સહાયનો લાભ મળશે. તેવી વાત પણ રાઘવજી પટેલે કરી છે. આ ઉપરાંત હાલ પડી રહેલા માવઠથી ખેડૂતોને કોઇપણ પ્રકારનું નુકસાન ન થયું હોવાની વાત પણ કૃષિ પ્રધાને કરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…