AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ધ કેરળ સ્ટોરી’ મુદ્દે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર, ફિલ્મને લઈને કહી આ મોટી વાત

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે શનિવારે ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી'ની ટીકા કરવા બદલ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે વિપક્ષી પાર્ટી વોટ બેંક અને તુષ્ટિકરણની રાજનીતિ માટે કોઈપણ સ્તરે જઈ શકે છે. આ ફિલ્મ આતંકવાદીઓની યોજનાનો પર્દાફાશ કરે છે.

'ધ કેરળ સ્ટોરી' મુદ્દે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર, ફિલ્મને લઈને કહી આ મોટી વાત
Attacking the Congress on the issue of The Kerala Story Union Minister
TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2023 | 11:08 AM
Share

આ દિવસોમાં ફિલ્મ “ધ કેરળ સ્ટોરી” દેશભરમાં ઘણી ચર્ચામાં છે. હવે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે શનિવારે ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ની ટીકા કરવા બદલ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે વિપક્ષી પાર્ટી વોટ બેંક અને તુષ્ટિકરણની રાજનીતિ માટે કોઈપણ સ્તરે જઈ શકે છે. આ ફિલ્મ આતંકવાદીઓની યોજનાનો પર્દાફાશ કરે છે. અનુરાગ ઠાકુરે શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મનો વિરોધ કરવા પાછળ કોંગ્રેસના ઈરાદા પર સવાલ ઉઠાવ્યા હતા.

અનુરાગ ઠાકુરે ફિલ્મને લઈને કોંગ્રેસ પર કર્યા પ્રહાર

આ અંગે અનુરાગ ઠાકુરે કહ્યું કે, “કોંગ્રેસ વોટ બેંક અને તુષ્ટિકરણની રાજનીતિ માટે કોઈપણ સ્તરે જઈ શકે છે. ‘કેરળ સ્ટોરી’ આતંકવાદી કાવતરા પર આધારિત છે. તે આતંકવાદનું કદરૂપું સત્ય બતાવે છે અને આતંકવાદીઓની રચનાનો પર્દાફાશ કરે છે. પરંતુ શા માટે કોંગ્રેસ ફિલ્મનો વિરોધ કરી રહી છે અને સત્ય છુપાવવાનો પ્રયાસ કરી રહી છે?

કૉંગ્રેસે ફિલ્મની કરી ટીકા

કૉંગ્રેસ અને CPI(M) જેવા અન્ય વિરોધ પક્ષોએ ફિલ્મની ટીકા કરી આરોપ લગાવ્યો કે તે સમાજમાં સાંપ્રદાયિક ભાગલા પાડવાનો ઈરાદો ધરાવે છે. કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે “આ તમારા કેરળની વાર્તા હોઈ શકે છે, અમારી નહીં”. કેરળ વિધાનસભામાં વિપક્ષના નેતા વી ડી સતીસને જણાવ્યું હતું કે આ ફિલ્મ નફરત અને ધાર્મિક દુશ્મનાવટના બીજ વાવવાના દુષ્ટ એજન્ડાનો ભાગ છે, પરંતુ લોકો આવી શક્તિઓને હરાવવા માટે એક થશે.

પીએમ મોદીએ પણ કેરળ સ્ટોરી પર કહી હતી આ વાત

શુક્રવારે કર્ણાટકમાં એક ચૂંટણી રેલીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો અને કહ્યું કે ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’એ આતંકવાદના પરિણામોને ઉજાગર કર્યા છે. “ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ એક આતંકવાદી કાવતરા પર આધારિત છે. જે આતંકવાદનું કદરૂપું સત્ય બતાવે છે અને આતંકવાદીઓની રચનાને ઉજાગર કરે છે.” પીએમે કહ્યું કે કોંગ્રેસ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓની સાથે ઉભી છે.

સુદીપ્તો સેન દ્વારા દિગ્દર્શિત અને વિપુલ અમૃતલાલ શાહ દ્વારા નિર્મિત, આ ફિલ્મે આગામી ફિલ્મ અંગે વિવિધ રાજકારણીઓની પ્રતિક્રિયાઓ સાથે ભારે રાજકીય વિવાદને જન્મ આપ્યો છે. ફિલ્મમાં અદા શર્મા, યોગિતા બિહાની, સિદ્ધિ ઈદનાની અને સોનિયા બાલાની મુખ્ય ભૂમિકામાં છે. સેનની ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ના ટ્રેલરની ટીકા કરવામાં આવી હતી કારણ કે તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે રાજ્યમાંથી 32,000 છોકરીઓ ગુમ થઈ હતી અને બાદમાં આતંકવાદી જૂથ, ISISમાં જોડાઈ હતી.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">