મગફળી ફરાળમાં ખાઈ શકાય તેવી વસ્તુ છે. મગફળી માંથી ઘણી વાનગી પણ બનાવવામાં આવે છે.
મગફળી
આજકાલ મોટાભાગના લોકો તેમના વધતા વજનને લઈને ચિંતિત હોય છે. વજન વધવાથી બચવા માટે તે ડાયટિંગથી લઈને વર્કઆઉટ સુધીની ઘણી બાબતોને ફોલો કરે છે.
વજન વધવું
ઘણા લોકો એવું પણ માને છે કે મગફળી ખાવાથી વજન પણ વધે છે. પરંતુ શું ખરેખર આવું છે, ચાલો જાણીએ નિષ્ણાત પાસેથી
મગફળીથી વધે છે વજન
સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ નમામી અગ્રવાલનું કહેવું છે કે મગફળીમાં પ્રોટીન, ફાઈબર, પોટેશિયમ, હેલ્ધી ફેટ, કેલ્શિયમ અને આયર્ન મોટી માત્રામાં જોવા મળે છે.
જાણીએ એક્સપર્ટથી
મગફળીમાં કોપર પણ જોવા મળે છે, જે વાળને અકાળે સફેદ થતા અટકાવવામાં મદદ કરે છે.
સફેદ વાળ
આ સિવાય તેમાં જોવા મળતાં મેગ્નેશિયમ અને ફોસ્ફરસ હોર્મોન્સનું નિયમન કરે છે. આ શરીરમાં નબળાઈ આવવા દેતા નથી.
વીકનેસ સામે લડે છે
નિષ્ણાતો કહે છે કે મગફળીમાં ઘણા પોષક તત્વો હોય છે પરંતુ તેનાથી વજન નથી વધતું. વજન વધવા માટે કેલરીનું સેવન અને લાઈફસ્ટાઈલ સંબંધિત અન્ય બાબતો જવાબદાર છે.
વજન નથી વધતું
તમને જણાવી દઈએ કે મગફળી ખાવી એ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. તેનાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે
બ્લડ સુગર
(Disclaimer : સ્વાસ્થ્ય સંબંધિત કંઇ પણ અનુસરતાં પહેલા આપે આપના તબીબ અથવા એક્સપર્ટની સલાહ ખાસ લેવી.)