મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા

04 May, 2024

શુક્રવારે દેશની અગ્રણી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)ને ભારે નુકસાન થયું છે.

પરંતુ બજાર બંધ થયું ત્યાં સુધીમાં કંપનીનો શેર 2.12% ઘટીને રૂપિયા 2,871 પ્રતિ શેર હતો. પ્રોફિટ બુકિંગના કારણે રિલાયન્સના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

રિલાયન્સના શેરમાં મોટા ઘટાડાને કારણે કંપનીના માર્કેટ કેપમાં મોટું નુકસાન થયું છે. રિલાયન્સનું માર્કેટ કેપ સતત બીજા સપ્તાહમાં ઘટ્યું છે.

ગુરુવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ 19,83,768.19 કરોડ રૂપિયા હતું. જે શુક્રવારે ઘટીને 19,40,738.40 કરોડ રૂપિયા થઈ ગયો.

મતલબ કે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માર્કેટ કેપમાં એક જ દિવસમાં 43 હજાર કરોડ રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે.

નિષ્ણાતોનું માનવું છે કે સોમવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં વધારો જોવા મળી શકે છે.

નોંધનીય છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર એક મહિનામાં 1.87% ઘટ્યા છે, જ્યારે છ મહિનામાં 22.74% વધ્યા છે.

છેલ્લા એક વર્ષમાં મુકેશ અંબાણીની કંપનીના શેર 17.28 ટકા વધીને રૂપિયા 2,871 પર પહોંચી ગયા છે.

કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લો.