25 માર્ચના મોટા સમાચાર: કેશોદમાં એક તરફી પ્રેમમાં માસિયાઈ બહેનને છરીના 18 ઘા ઝીંકયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2023 | 11:51 PM

દેશ દુનિયાના તાજા સમાચાર સાથે TV9 Gujarati ના ડિજીટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો અને પેજને રિફ્રેશ કરતા રહો કે જેથી કરીને આપને લેટેસ્ટ એપડેટ મળતી રહે.

25 માર્ચના મોટા સમાચાર: કેશોદમાં એક તરફી પ્રેમમાં માસિયાઈ બહેનને છરીના 18 ઘા ઝીંકયા

સંસદમાં સદસ્યતા જતાની સાથે જ કોંગ્રેસ આક્રમક થવા લાગી છે અને રાહુલ ગાંધી એ પત્રકાર પરિષદ કરીને ઘણા આક્ષેપો કર્યા. આ પત્રકાર પરિષદમાં તેમણે ફરી એકવાર અદાણી પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અદાણી સૌથી ભ્રષ્ટ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંબંધોને લઈ તેમણે જણાવવું પડશે કે અદાણીની શેલ કંપનીમાં 20 હજાર કરોડ રૂપિયા કોના છે તેને લઈને પણ વાત કરી.

દેશ દુનિયાના તાજા સમાચાર સાથે TV9 Gujarati ના ડિજીટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો અને પેજને રિફ્રેશ કરતા રહો કે જેથી કરીને આપને લેટેસ્ટ એપડેટ મળતી રહે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 25 Mar 2023 11:19 PM (IST)

    Gujarat News Live: કેશોદમાં એક તરફી પ્રેમમાં માસિયાઈ બહેનને છરીના 18 ઘા ઝીંકયા

    જુનાગઢ જિલ્લાના કેશોદ ગામની કે જ્યાં એકતરફી પ્રેમમાં પાગલ એક યુવકે પોતાની સગી માસીની દિકરી બહેનને પોતાની સાથે લગ્ન કરવા માટે દબાણ કર્યું અને જ્યારે યુવતી માની ન હતી ત્યારે તેના પર છરી વડે ઉપરાછાપરી 18 જેટલા ઘા ઝીંકી દીધા હતા.ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને કેશોદથી રાજકોટ સિવીલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

  • 25 Mar 2023 10:55 PM (IST)

    Gujarat News Live: ઈમરાન ખાનને આતંકવાદ સંબંધિત ત્રણ કેસમાં મળ્યા જામીન

    પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મોટી રાહત મળી છે. આતંકવાદ વિરોધી કોર્ટે આતંકવાદ સંબંધિત ત્રણ કેસમાં આગોતરા જામીન મંજૂર કર્યા છે. કોર્ટના આ આદેશ બાદ ઈમરાન ખાનને 4 એપ્રિલ સુધી રાહત મળી છે. લાહોર પોલીસે ઈમરાન વિરુદ્ધ આ કેસ નોંધ્યા છે.

  • 25 Mar 2023 10:53 PM (IST)

    Gujarat News Live: માવઠાને કારણે અગરિયાઓ મૂકાયા મુશ્કેલીમાં, મીઠાનું ઉત્પાદન થયું ઓછું

    રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે ધરતીપુત્રોને તો નુકસાન થયું જ છે સાથે સાથે અમરેલી જિલ્લામાં આવેલા દરિયાકાંઠે રાજુલા અને જાફરાબાદ વિસ્તારનો મીઠા ઉદ્યોગને  પણ માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો છે. આ વિસ્તારમાં હજારોની સંખ્યામાં રહેતા અગરિયા મીઠું પકવી ગુજરાન ચલાવે છે, પરંતુ કમોસમી વરસાદને કારણે અગરિયાઓને મોટું આર્થિક નુકસાન થયું છે.

  • 25 Mar 2023 10:09 PM (IST)

    Gujarat News Live: Rajkot: જે.એમ.બિશ્નોઈ આત્મહત્યા કેસ: પરિવારજનોના CBI ઉપર આક્ષેપ,CBIના DIG સુપ્રિયા પાટીલ પહોંચ્યા રાજકોટ

    કેન્દ્ર સરકારના ડાયરેક્ટર જનરલ ફોરેન ટ્રેન્ડના જોઇન્ટ ડાયરેક્ટર જે.એમ.બિશ્નોઈએ આજે સવારે જ પોતાની ઓફિસના ચોથા માળેથી આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો હતો. જે.એમ.બિસન્નોઇ રાજકોટમાં જોઇન્ટ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા સીબીઆઇને બિસન્નોઇ સામે લાંચની ફરિયાદ મળી હતી જેના આધારે શુક્રવારે રાત્રીને સમયે સીબીઆઇએ બિસન્નોઇની ચેમ્બરમાં રેડ કરી હતી અને તેમને 5 લાખ રૂપિયાની લાંચ સાથે રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

    CBIના DIG સુપ્રિયા પાટીલ પહોંચ્યા રાજકોટ

    આ ઘટનામાં CBIના DIG રાજકોટ પહોંચ્યા હતા અને સુપ્રિયા પાટીલે આત્મહત્યા કેસની અધિકારીઓ સાથે વિગતો મેળવી હતી. આ આત્મહત્યા મામલે પોલીસ અધિકારીઓ સાથે સુપ્રિયા પાટીલ ચર્ચા કરી શકે છે , નોંધનીય છે કે અગાઉ રાજસ્થાનના ધારાસભ્ય બિહારીલાલ બિશ્નોઈએ આ મુદ્દે પત્ર લખ્યો હતો. બિહારીલાલ બિશ્નોઈએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ પત્ર લખ્યો હતો.

  • 25 Mar 2023 09:17 PM (IST)

    Gujarat News Live: નીતુ બાદ સ્વીટીએ જીત્યો ગોલ્ડ મેડલ, 81 કિગ્રા કેટેગરીમાં ચીનની Wang Lina સામે મેળવી જીત

    દિલ્હીની છેલ્લા 10 દિવસથી ચાલી રહેલી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયશિપમાં આજે ફાઈનલ મેચ રમાઈ રહી છે. આજે ભારતને સતત બીજો ગોલ્ડ મેડલ મળ્યો છે. 81 કિગ્રા કેટેગરીમાં ભારતીય બોક્સર સ્વીટી બુરાએ બોલ્ડ મેડલ જીત્યો છે. વુમન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની ફાઈલનમાં 81 Kg કેટેગરીમાં ચીનની Wang Lina સામે તેણે 4-3થી જીત મેળવી છે. જણાવી દઈએ કે સ્વીટીની આ પહેલા 2022ની ફાઈનલ મેચમાં હારીને સિલ્વર મેડલ જીતી હતી.

  • 25 Mar 2023 08:53 PM (IST)

    Gujarat News Live: મહારાષ્ટ્રમાં કોરોના વધ્યો, 24 કલાકમાં 437 કેસ આવ્યા, 2ના મોત

    મહારાષ્ટ્રમાં કોરોનાનો ગ્રાફ સતત વધી રહ્યો છે. દરરોજ કોરોનાના આંકડામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યમાં કોરોનાના 437 નવા કેસ નોંધાયા છે જ્યારે બે દર્દીઓના મોત થયા છે.

  • 25 Mar 2023 08:52 PM (IST)

    Gujarat News Live: મહુવાની પ્રખ્યાત જમાદાર કેરીને કમોસમી વરસાદથી નુકસાન

    મહુવાની જમાદાર કેરી ઘણી પ્રખ્યાત છે, પરંતુ કમોસમી વરસાદને કારણે જમાદાર કેરીનો પાક સદંતર નિષ્ફળ જવાની ભીતિ સર્જાઈ છે. તાજેતરમાં જ ગુજરાતના વાતાવરણમાં જે પલટો આવ્યો હતો તેમજ માવઠા થયા હતા, તેના કારણે જમાદાર કેરીનો પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની સંભાવના છે.

  • 25 Mar 2023 07:59 PM (IST)

    Gujarat News Live: ગુજરાતમાં કોરોના વિસ્ફોટ, આજે 402 કોરોના કેસ નોંધાયા

    ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે 25 માર્ચના રોજ ગુજરાતમાં 402 કોરોના કેસ નોંધાયા છે. જ્યારે 2 દર્દીનો કોરોનાને કારણે મોત થયા છે.

  • 25 Mar 2023 07:55 PM (IST)

    Gujarat News Live: કોરોનાના નવા વેરિએન્ટથી ડરવાની નહીં પણ સર્તક રહેવાની જરૂર: મનસુખ માંડવિયા

    કોરોનાના વધતા કેસની વચ્ચે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું છે કે કોરોના હાલમાં દેશમાં વધી રહ્યો છે તેનાથી ડરવાની જરૂર નથી પણ સર્તક રહેવાની જરૂરી છે. આપણા દેશમાં બનેલી વેક્સિન કોરોનાના દરેક પ્રકારના વેરિએન્ટમાં કારગર છે.

  • 25 Mar 2023 07:13 PM (IST)

    કોરોનાથી રહો સાવચેત ! માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને ટેસ્ટ…કોરોનાના વધતા કેસ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયએ એડવાઈઝરી કરી જાહેર

    દેશમાં કોરોના વાયરસની લહેર ફરી એકવાર દસ્તક આપી રહી છે. તાજેતરમાં, કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળ્યો છે. કોરોનાના ખતરા વચ્ચે ફ્લૂના ઘણા કેસો પણ સામે આવી રહ્યા છે, જે ઘાતક બની રહ્યા છે. સામાન્ય માણસના સ્વાસ્થ્ય પર બે તરફી હુમલાની વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરીમાં કોરોના વાયરસ દરમિયાન અનુસરવામાં આવેલા નિયમોનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે.

  • 25 Mar 2023 06:52 PM (IST)

    Gandhinagar: જેલમાં ચાલેલા સર્ચ ઓપરેશનનો રિપોર્ટ મુખ્યપ્રધાનને સોંપવામાં આવ્યો સોંપાયો

    રાજ્યમાં ગત રાત્રિથી જેલમાં શરૂ કરવામાં આવેલા સર્ચ ઓપરેશનનો રિપોર્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપવામાં આવ્યો છે આ રિપોર્ટ સોંપવા માટે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને તમામ અહેવાલ મુખ્યમંત્રીને  સોંપવામાં આવ્યો હતો.

  • 25 Mar 2023 06:44 PM (IST)

    Jamnagar: મેફેડ્રોન ડ્રગ્સ સાથે દંપતીની અટકાયત, 6 લાખની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો

    જામનગરમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે દંપતીની અટકાયત કરવામાં આવી છે. 6 લાખની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે દંપતી ઝડપાયુ છે. મુંબઈમાં નાઈજેરિયન નાગરિક પાસેથી ડ્રગ્સનો જથ્થો મેળવ્યો હોવાની દંપતીએ કબૂલાત કરી છે. પોલીસે ખીજડિયા બાયપાસ પરથી બાતમીને આધારે દંપતીને ઝડપી લીધા હતા. પકડાયેલ દંપતી સલીમ અને રેશમા રાજકોટ તરફથી બસ મારફતે જામનગર ઘુસાડવાની ફિરાકમાં હતા. જો કે એ પહેલા જ ખીજડિયા બાયપાસ પાસેથી SOGએ તેમને ઝડપી લીધા હતા. આ દંપતી સાથે જોડાયેલા અન્ય એક શખ્સનું નામ ખૂલ્યુ છે. સમગ્ર કેસમાં તપાસનો દૌર મુંબઈ સુધી લંબાયો છે.

  • 25 Mar 2023 06:19 PM (IST)

    બનાસકાંઠામાં યુવતીના અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપીને આચર્યું દુષ્કર્મ

    બનાસકાંઠાના લાખણી તાલુકામાં યુવતીના અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપતા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. ઘટનાની પ્રાથમિક વિગતો એવી છે કે ત્રણ વર્ષ અગાઉ યુવક અને યુવતી સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ યુવકે યુવતીના અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો સામે આવી છે.

  • 25 Mar 2023 05:59 PM (IST)

    માવઠાથી પરેશાન ખેડૂતો માટે રાહતના સમાચાર, આવતીકાલથી ઘટશે વરસાદનું જોર, ગરમીનો પારો વધવાની આગાહી

    રાજ્યમાં માવઠાથી પરેશાન ખેડૂતો માટે રાહતના સમાચાર મળી રહ્યાં છે. હવે ગુજરાતમાં હાલ કમોસમી વરસાદ નહીં પડે. આગામી પાંચ દિવસના વાતાવરણને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્ય પરથી માવઠાનું સંકટ દૂર થયું છે. હાલ રાજ્યમાં કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી માવઠાની કોઇ સંભાવના નથી.

    બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં તાપમાન વધવાની આગાહી કરી છે. ઉત્તર પશ્ચિમી પવનને કારણે ફરી ગરમીનો પારો વધશે. આગામી દિવસોમાં ચારથી પાંચ ડિગ્રી તાપમાન વધી શકે છે. આગામી 24 કલાક રાજ્યમાં સૌરાષ્ટ્ર- કચ્છમાં વરસાદની આગાહી છે તો બીજી તરફ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. આવતીકાલથી વરસાદનું જોર ઘટશે.

  • 25 Mar 2023 05:32 PM (IST)

    કોંગ્રેસ પાસે વકીલોની ફોજ, તે ઉપલી અદાલતમાં કેમ ન ગયા? રાહુલ ગાંધી પર ભાજપનો પલટવાર

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. જેના જવાબમાં બીજેપી નેતા રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે જૂઠું બોલવું રાહુલ ગાંધીનો સ્વભાવ છે. રાહુલના ‘તમાશાનો પર્દાફાશ કરવા માટે અમે આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. કારણ કે તેમણે ફરી એકવાર મામલાને વાળવાનો પ્રયાસ કર્યો છે.

  • 25 Mar 2023 04:48 PM (IST)

    વારાણસીમાં બનશે દેશનો પહેલો પબ્લિક ટ્રાન્સપોર્ટ રોપ-વે, તેમાં જોવા મળશે આર્ટ-કલ્ચરની ઝલક

    લોકોના મનમાં સૌ પ્રથમ રોપ-વે એટલે પહાડી વિસ્તારમાં તળેટી ઉપર પહોંચવા માટેની પરિવહન વ્યવસ્થા છે. પણ બોલિવિયા અને મેક્સિકો પછી ભારત વિશ્વનો માત્ર ત્રીજો એવો દેશ બનશે જેમાં શહેરી વિસ્તારમાં પરિવહન માટે રોપ-વે બનાવશે અને ભારતમાં પણ વારાણસી જાહેર પરિવહન માટે રોપ-વેનો ઉપયોગ કરનારું પ્રથમ શહેર બનશે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીને દેશના પ્રથમ જાહેર પરિવહન રોપ-વે ભેટ આપ્યો છે. આ રોપ-વે કેન્ટ રેલ્વે સ્ટેશન (વારાણસી જંકશન) થી ગોદૌલિયા સ્ક્વેર સુધી ચાલશે. તેના નિર્માણ પછી કાશી વિશ્વનાથ મંદિર, દશાશ્વમેધ ઘાટ જવાનું સરળ બનશે. યોજના પાછળ રૂ. 644.49 કરોડનો ખર્ચ થશે. વારાણસીમાં નેશનલ હાઈવે, રિંગરોડ, ફ્લાયઓવર, ROB પછી હવે ભીડભાડવાળા વિસ્તારમાં જાહેર પરિવહન માટે રોપ-વેના નિર્માણથી વારાણસી આવતા દેશ-વિદેશના પ્રવાસીઓની સાથે સ્થાનિક લોકોને પણ ઘણી રાહત મળશે.

  • 25 Mar 2023 04:07 PM (IST)

    રાહુલ ગાંધીની સદસ્યતા રદ થતા જ નેતાઓની ગેરલાયકાતને પડકારતી અરજી Supreme Courtમાં દાખલ

    સુપ્રીમ કોર્ટમાં દોષિત ઠર્યા બાદ ચૂંટાયેલા વિધાનસભા સંસ્થાઓના પ્રતિનિધિઓ (નેતાઓ)ની ગેરલાયકાતને પડકારતી અરજી દાખલ કરવામાં આવી છે. પિટિશન પીપલ્સ રિપ્રેઝન્ટેટિવ ​​એક્ટની કલમ 8(3)ની બંધારણીય માન્યતાને પડકારે છે. આ અરજી એવા સમયે દાખલ કરવામાં આવી છે જ્યારે રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં બે વર્ષની સજા ફટકારવામાં આવ્યા બાદ તેમની સંસદ સભ્યપદ રદ્દ કરવામાં આવી હતી.

    જણાવવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરવાનો હવાલો આપીને કેરળમાં રહેતી એક સામાજિક કાર્યકર્તા આભા મુરલીધરન દ્વારા આ અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. પિટિશનમાં પીપલ રિપ્રેઝન્ટેશન એક્ટની કલમ 8(3)ને ગેરબંધારણીય જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.

  • 25 Mar 2023 03:20 PM (IST)

    રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થયા બાદ પહેલી પ્રેસ કોન્ફરન્સમાં લીગલ સવાલ પર સન્નાટો

    રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સમાં લીગલ સવાલ ચુપ્પી જોવા મળી હતી. તેમણે કહ્યું એક વાર મને ડિસ્કવોલિફાઈ કર્યો પછી મને કોઈ ફરક પડતો નથી મને મારો પીટો પરમેનેન્ટ ડિસ્કવોલિફાઈ કરો કઇ પણ કરો. આ સાથે રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કર્યા તેમણે કહ્યું કે મારો ઈતિહાસ ડરવાનો નથી મેં સંસદમાં પુરાવા આપ્યા છે. અદાણી અને મોદી વચ્ચેના સંબંધો જૂના છે.

  • 25 Mar 2023 02:39 PM (IST)

    નાખી દો અમારા બે CM ને જેલમાં, રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં ભાંગરો વાટ્યો !

    પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે પત્રકાર દ્વારા પૂછવામાં આવ્યુ કે અદાણી સાથે બિઝનેસ તો તમારા બે રાજ્યના સીએમ પણ કરે છે ત્યારે રાહુલ ગાંધીએ જવાબ આપ્યો કે નાખી દો તેમને જેલમાં. તેમજ રાહુલ ગાંધીએ કહ્યું કે દેશની જનતાના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે વડાપ્રધાન મોદી અદાણીને બચાવવામાં કેમ વ્યસ્ત છે? તેમણે આરોપ લગાવ્યો કે આ સરકાર માટે અદાણી એટલે દેશ અને દેશ એટલે અદાણી. રાહુલે કહ્યું કે તેમના ગભરાટમાં વડાપ્રધાને વિપક્ષને મોટો મુદ્દો આપ્યો છે.

  • 25 Mar 2023 02:28 PM (IST)

    “હું સાવરકર નથી, ગાંધી છું, અને ગાંધી કોઈ દિવસ માફી નથી માંગતા”, TV9 ભારતવર્ષના સવાલ પર રાહુલ ગાંધીએ આપ્યો જવાબ

    રાહુલે કહ્યું કે હું ડરતો નથી. હું તેમને પ્રશ્નો પૂછતો રહીશ. હું અદાણી અને 20 હજાર કરોડ પર પ્રશ્નો પૂછતો રહીશ. રાહુલ ગાંધીએ કહ્યું કે મારી સદસ્યતા રદ કરવામાં આવી કારણ કે આ લોકો મારા ભાષણથી ડરી ગયા હતા જે હું આપવાનો હતો. હું અદાણી પર બોલવા માંગતો હતો. TV9 ભારતવર્ષના માફી માંગવાના સવાલ પર રાહુલ ગાંધીએ જવાબ આપ્યો કે, “ગાંધી કોઈની માફી માંગતા નથી. મારું નામ ગાંધી છે સાવરકર નહીં.”

  • 25 Mar 2023 02:07 PM (IST)

    આજે કોંગ્રેસના લોકો મોઢું બંધ કરીને બેઠા છે - સીએમ શિવરાજ સિંહ

    મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે આજે કોંગ્રેસના લોકો મોઢું બંધ કરીને બેઠા છે. જ્યારે મોદી જાતિ માટે અપમાનજનક શબ્દો બોલતા હતા ત્યારે રાહુલ ગાંધીએ મોં પર તાળું કેમ ન લગાવ્યું?

  • 25 Mar 2023 01:35 PM (IST)

    Rahul Gandhi Live: Disqualify કરી દે તો પણ હું કામ કરતો રહીશ

    રાહુલ ગાંધીએ પ્રેસ કોન્સફરન્સમાં કહ્યું હતુ કે મને કોઈ ક્વાલિફિકેશનની જરુરી નથી મને સંસદમાંથી કાઢી પણ મુકશે તો પણ હું કામ કરતો રહીશ. કોન્ફરન્સમા રાહુલ ગાંધીએ બીજેપી અને સહિત અદાણી પર આકરા પ્રહાર કર્યા છે. સાંસદ સભ્ય પદ જતા પહેલી વાર રાહુલે કહ્યું મને મારો પીટો સદસ્યતા રદ કરો મને કોઈ ફર્ક નથી પડતો.

  • 25 Mar 2023 01:34 PM (IST)

    Rahul Gandhi Live: માંરુ નામ સાવરકર નથી ગાંધી છે અને ગાંધી કોઈની માફી નથી માંગતા- રાહુલ ગાંધી

    રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં આક્ષેપ કર્યો કે અદાણીની શેલ કંપનીમાં 20 હજાર કરોડ કોના છે? ભારતમાં લોકતંત્ર પર આક્રમણ, સંસદમાં મને બોલવા દેવામાં નથી આવી રહ્યો. રાહુલ ગાંધીએ અદાણી પર લગાવ્યા ગંભીર આરોપ કહ્યું અદાણી ભ્રષ્ટ વ્યક્તિ છે.

    હું ડરતો નથી- રાહુલ ગાંધી

    રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા સમાપ્ત કરવામાં આવી છે. મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યાં છે. જો તેમને ત્યાંથી રાહત મળે તો તેમના માટે મોટી મુસીબત આવી શકે છે. રાહુલે કહ્યું કે સરકારના મંત્રીઓએ મારા પર ખોટા આરોપો લગાવ્યા છે. તેણે કહ્યું કે મારા પર વિદેશી દળોનો હાથ છે. મેં સ્પીકર સાહેબને કહ્યું કે આ ખોટો આરોપ છે, તમે મને બોલવા કેમ નથી દેતા. રાહુલે કહ્યું કે હું ડરતો નથી. હું તેમને પ્રશ્નો પૂછતો રહીશ. હું અદાણી અને 20 હજાર કરોડ પર પ્રશ્નો પૂછતો રહીશ.

  • 25 Mar 2023 01:32 PM (IST)

    Rahul gandhi Live: સંસદમાં પુરાવા આપ્યા છે. અદાણી અને મોદી વચ્ચેના સંબંધો જૂના છે

    રાહુલ ગાંધીએ ફરી સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે મેં સંસદમાં પુરાવા આપ્યા છે. અદાણી અને મોદી વચ્ચેના સંબંધો જૂના છે. વાયનાડના સાંસદ રાહુલનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. આ પછી હોબાળો મચી ગયો છે. કોંગ્રેસ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. રાહુલે કહ્યું કે આ લોકો મુદ્દા પરથી હટવા માંગે છે. તેઓ મેં પૂછેલા પ્રશ્નોના જવાબ આપવા માંગતા નથી, તેથી મારી સભ્યપદ રદ કરવામાં આવી છે.

  • 25 Mar 2023 01:31 PM (IST)

    Rahul Gandhi Live: OBC અપમાનના પત્રકારના સવાલ પર રાહુલ ગાંધી અકળાયા, પુછ્યુ કે ભાજપ વાળા સવાલ ના પુછો

    રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા સમાપ્ત કરવામાં આવી છે. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. રાહુલે કહ્યું કે સરકારના મંત્રીઓએ મારા પર ખોટા આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે, મેં સ્પીકર સાહેબને કહ્યું કે આ ખોટો આરોપ છે, તમે મને બોલવા કેમ નથી દેતા. રાહુલે કહ્યું કે હું ડરતો નથી. હું તેમને પ્રશ્નો પૂછતો રહીશ. હું અદાણી અને 20 હજાર કરોડ પર પ્રશ્નો પૂછતો રહીશ. આ સાથે તેમને OBC વાળો સવાલ પુછવામાં આવતા સામે સવાલ પુછ્યો કે ભાજપના સવાલ મને ના પુછો

  • 25 Mar 2023 01:26 PM (IST)

    Rahul Gandhi Live: રાહુલ ગાંધીએ કહ્યું કે મારી સદસ્યતા રદ્દ કરીને વિપક્ષને મોટું હથિયાર આપવામાં આવ્યું

    રાહુલ ગાંધીએ કહ્યું કે મારી સદસ્યતા રદ્દ કરીને વિપક્ષને મોટું હથિયાર આપવામાં આવ્યું છે. મારી સદસ્યતા અકબંધ રહે કે ન રહે તેનાથી મને કોઈ ફરક પડતો નથી. હું જાહેરમાં જતો રહીશ. હું મારી તપસ્યા કરતો રહીશ. મને તેનાથી કોઈ રોકી શકશે નહીં.

  • 25 Mar 2023 01:18 PM (IST)

    Rahul Gandhi Live: રાહુલ ગાંધીએ ફરી સરકાર પર પ્રહાર કર્યા, અદાણી અને મોદી વચ્ચે સંબંધો પર ફરી આક્ષેપ

    રાહુલ ગાંધીએ ફરી સરકાર પર પ્રહાર કર્યા છે. તેણે કહ્યું કે મારો ઈતિહાસ ડરવા જેવો નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે મેં સંસદમાં પુરાવા આપ્યા છે. અદાણી અને મોદી વચ્ચેના સંબંધો જૂના છે. વાયનાડના સાંસદ રાહુલનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. આ પછી હોબાળો મચી ગયો છે. કોંગ્રેસ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. રાહુલે કહ્યું કે આ લોકો મુદ્દા પરથી હટવા માંગે છે. તેઓ મેં પૂછેલા પ્રશ્નોના જવાબ આપવા માંગતા નથી, તેથી મારી સભ્યપદ રદ કરવામાં આવી છે.

  • 25 Mar 2023 01:17 PM (IST)

    Rahul Gandhi Live: MP પદ ગયા બાદ રાહુલ ગાંધીએ કહ્યું મારી સાથે જે થાય તે મને કોઈ ફરક નહી પડે

    રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા સમાપ્ત કરવામાં આવી છે. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. જો તેમને ત્યાંથી રાહત મળે તો તેમના માટે મોટી મુસીબત આવી શકે છે. રાહુલે કહ્યું કે સરકારના મંત્રીઓએ મારા પર ખોટા આરોપો લગાવ્યા છે. તેણે કહ્યું કે મારા પર વિદેશી દળોનો હાથ છે. મેં સ્પીકર સાહેબને કહ્યું કે આ ખોટો આરોપ છે, તમે મને બોલવા કેમ નથી દેતા. રાહુલે કહ્યું કે હું ડરતો નથી. હું તેમને પ્રશ્નો પૂછતો રહીશ. હું અદાણી અને 20 હજાર કરોડ પર પ્રશ્નો પૂછતો રહીશ.

  • 25 Mar 2023 12:53 PM (IST)

    મફત વીજળી રોકવા માટેનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે - કેજરીવાલ

    દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને લેફ્ટનન્ટ ગવર્નર વચ્ચે ફરી ઝઘડો થયો છે. કેજરીવાલે ટ્વીટ કર્યું, “પછી કહેવાય છે કે કેજરીવાલ બહુ લડે છે. દિલ્હીની મફત વીજળી રોકવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે, પરંતુ અમે તેમના ષડયંત્રને ક્યારેય સફળ થવા દઈશું નહીં. કેજરીવાલ દિલ્હીના લોકોના અધિકાર માટે ખડકની જેમ ઉભા જોવા મળશે. એલજી સાહેબ, બાદમાં મહેરબાની કરીને એવું ના બોલો કે મર્યાદા તોડાઈ રહી છે.

  • 25 Mar 2023 12:49 PM (IST)

    Gujarat News Live: ધોરણ 12 સંસ્કૃત વિષયની ફરી લેવાશે પરીક્ષા, 29 માર્ચે ફરી લેવાશે પેપર, વાલીઓની ફરિયાદ બાદ નિર્ણય

    ધોરણ 12 સંસ્કૃત માધ્યમનું પેપર  29 માર્ચે ફરી લેવાશે. સંસ્કૃતનું પેપર 20 માર્ચ યોજાયું હતું, જો કે પેપરમાં 90 ટકા કોર્સ બહારના પ્રશ્નો આવતા વિધાર્થીઓ મુકાયા હતા મુશ્કેલીમાં..વિધાર્થી સહિત વાલીઓની ઉઠી હતી ફરિયાદ.બોર્ડ પેપરની કરી હતી ચકાસણી.ચકાસણી દરમિયાન કોર્સ બહારનું પેપરમાં આવતા બોર્ડ કર્યો મહત્વનો નિર્ણય..આગામી 29 માર્ચે ફરી પરીક્ષા લેવાની કરી જાહેરાત પરીક્ષા બપોરે 3 વાગ્યા થી 6 વાગ્યા સુધી લેવાશે ધોરણ 12 સંસ્કૃત માં 580 જેટલા ઉમેદવાર આપી હતી પરીક્ષા

  • 25 Mar 2023 12:00 PM (IST)

    PM ટૂંક સમયમાં શ્રી મધુસૂદન સાંઈ સંસ્થાનનું ઉદ્ઘાટન કરશે

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના ચિક્કાબલ્લાપુરમાં મોક્ષગુંડમ વિશ્વેશ્વરાય સમાધિ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ પણ હાજર હતા. તે જ સમયે પીએમ શ્રી મધુસૂદન સાઈ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચનું ઉદ્ઘાટન કરશે.

  • 25 Mar 2023 11:58 AM (IST)

    મહારાષ્ટ્ર: મહાવિકાસ આઘાડીના ધારાસભ્યો દ્વારા મૌન વિરોધ પ્રગટ કરાયો

    MVA (મહા વિકાસ આઘાડી)ના ધારાસભ્યોએ રાહુલ ગાંધીને સંસદ સભ્ય તરીકે ગેરલાયક ઠેરવવા સામે મહારાષ્ટ્ર વિધાનસભાની બહાર મૌન વિરોધ પ્રદર્શન કર્યું.

  • 25 Mar 2023 11:05 AM (IST)

    રાહુલ ગાંધીનું સભ્યપદ ગુમાવવું નિંદનીય છે - શરદ પવાર

    રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે કહ્યું કે રાહુલ ગાંધીને લોકસભાના સભ્ય તરીકે અયોગ્ય ઠેરવવું બંધારણના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ હતું અને તે "નિંદનીય" પગલું હતું.

  • 25 Mar 2023 11:04 AM (IST)

    કોંગ્રેસ પાસે તક છે, પ્રાદેશિક પક્ષોને આગળ રાખીને ચૂંટણી લડો - અખિલેશ યાદવ

    સપાના વડા અખિલેશ યાદવે કહ્યું કે રાષ્ટ્રીય પક્ષો હંમેશા પ્રાદેશિક પક્ષોનું અપમાન કરે છે. પહેલા કોંગ્રેસ કરતી હતી અને હવે ભાજપ કરી રહી છે. કોંગ્રેસ માટે આ તક છે, તેઓએ પ્રાદેશિક પક્ષને આગળ કરવો જોઈએ અને પછી ચૂંટણી લડવી જોઈએ તો જ તેઓ ભાજપ સામે જીતી શકશે. આ જવાબદારી કોંગ્રેસની છે.

  • 25 Mar 2023 10:59 AM (IST)

    Liquor Scam : મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી સ્થગિત

    દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી આજે મોકૂફ રાખવામાં આવી છે. આ કેસની આગામી સુનાવણી 5 એપ્રિલે રાઉઝ એવન્યુ કોર્ટમાં થશે. સિસોદિયાના વકીલો તરફથી કહેવામાં આવ્યું છે કે હજુ સુધી EDનો જવાબ મળ્યો નથી.

  • 25 Mar 2023 10:53 AM (IST)

    નોકરી માટે જમીનના કેસમાં પૂછપરછ માટે EDએ મીસા ભારતીને સમન્સ પાઠવ્યું

    EDએ RJD પ્રમુખ લાલુ પ્રસાદની પુત્રી મીસા ભારતીને પૂછપરછ માટે સમન્સ મોકલ્યા છે. તેને આજે રજૂ કરવામાં આવશે. જમીનના બદલામાં નોકરીના કેસમાં આ તપાસ થશે.

  • 25 Mar 2023 10:35 AM (IST)

    રાહુલ ગાંધીને લાલુ પ્રસાદ યાદવનો શ્રાપ - ગિરિરાજ સિંહ

    કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે રાહુલ ગાંધી લાલુ પ્રસાદ યાદવ દ્વારા શ્રાપિત છે. જ્યારે ચારા કૌભાંડમાં આદેશ આવ્યો અને લાલુ પ્રસાદની સભ્યતા જતી રહી. તે સમયે રાહુલ ગાંધી તેમને મળ્યા ન હતા… રાહુલ ગાંધીએ પછી આવા કેસમાં અપીલની જોગવાઈને લગતો વટહુકમ ફાડી નાખ્યો હતો. તે સમયે લાલુજીએ રાહુલ ગાંધીને શ્રાપ આપ્યો હતો.

  • 25 Mar 2023 09:30 AM (IST)

    ખાલિસ્તાનને અલગ દેશ બનાવવા માટે અમૃતપાલે કરી હતી પૂરી તૈયારી

    પોલીસે વારિસ પંજાબ દે ચીફ ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ વિશે નવા દાવા કર્યા છે. તેમનું કહેવું છે કે અમૃતપાલે અલગ દેશ ખાલિસ્તાન બનાવવાની પૂરી તૈયારી કરી લીધી હતી. તેની પાસેથી ખાલિસ્તાનનું ચલણ, ધ્વજ અને નકશો પણ મળી આવ્યો છે. કૌંડલ કહે છે કે આ લોકોએ ખાલિસ્તાનનો નવો ધ્વજ, એક અલગ ચલણ અને શીખ રજવાડાઓના ઝંડા પણ બનાવ્યા હતા. ખાનગી સૈન્ય આનંદપુર ખાલસા ફોજ (AKF) ઉપરાંત ક્લોઝ પ્રોટેક્શન ટીમ (CPT) પણ બનાવવામાં આવી હતી. AKFમાં દરેક વ્યક્તિને એક ખાસ નંબર ફાળવવામાં આવ્યો હતો.

  • 25 Mar 2023 09:12 AM (IST)

    Gujarat News Live: રાજ્યની તમામ જેલમાં Search Operation યથાવત, અમદાવાદ, વડોદરા અને સુરત જેલમાંથી મોબાઈલ ફોન, ગાંજા સહિતનો સામાન ઝડપાયો

    રાજ્યભરની તમામ જેલોમાં ગુજરાત પોલીસની ટુકડીઓ દ્વારા ગઈકાલથી બોડી વોર્ન કેમેરા સાથે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી અને તેમના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર પોલીસ ભવન સ્થિત ડીજીપી ઓફિસ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. જે બાદ એક સાથે તમામ જેલમાં પોલીસે દરોડા પાડીને કાર્યવાહી હાથ ઘરી હતી. રાજ્યની 17 જેલમાં 1700 જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીઓ આ ચેકિંગમાં જોતરાયા છે.

  • 25 Mar 2023 09:10 AM (IST)

    Gujarat News Live: જેલમાં સર્ચ ઓપરેશનને લઈ ગૃહ વિભાગની મહત્વપૂર્ણ બેઠક, ગેરકાયદે પ્રવૃતિઓ પર તૈયાર કરાશે રિપોર્ટ

    ગૃહ વિભાગ દ્વારા રાજ્યની તમામ જેલમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. મોડી રાતથી શરૂ થયેલુ સર્ચ ઓપરેશન હજુ પણ યથાવત છે,ત્યારે આજે સાંજે 5 વાગ્યે આ મામલે ગૃહ વિભાગની બેઠક મળશે. જેમાં જેલમા ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃતિઓ પર રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.

  • 25 Mar 2023 09:03 AM (IST)

    CRPFનો 84મો સ્થાપના દિવસ: અમિત શાહે જગદલપુરમાં શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી

    કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે છત્તીસગઢના વિદ્રોહગ્રસ્ત જગદલપુરમાં CRPFના 84મા સ્થાપના દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન ફરજમાં શહીદ થયેલા CRPF જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

  • 25 Mar 2023 09:03 AM (IST)

    કર્ણાટક ચૂંટણી માટે કોંગ્રેસે 124 ઉમેદવારોની જાહેરાત કરી

    કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે તેના 124 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ઉમેદવારોની પ્રથમ યાદીમાં પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારના નામ પણ સામેલ છે.

  • 25 Mar 2023 09:01 AM (IST)

    નાગાલેન્ડમાં AFSPA 6 મહિના માટે લંબાવવામાં આવી છે

    નાગાલેન્ડના 5 જિલ્લાઓમાં 8 જિલ્લાઓ અને 21 પોલીસ સ્ટેશનોને 'વિક્ષેપગ્રસ્ત વિસ્તારો' તરીકે જાહેર કરીને, કેન્દ્ર સરકારે આર્મ્ડ ફોર્સિસ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ 1958ને આ વર્ષે 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધીના છ મહિના માટે લંબાવ્યો છે.

  • 25 Mar 2023 08:59 AM (IST)

    પીએમ મોદી આજે કર્ણાટકના પ્રવાસે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કર્ણાટકની મુલાકાત લેશે. PM મોદી સવારે 10:45 વાગ્યે ચિક્કાબલ્લાપુરમાં શ્રી મધુસુદન સાઈ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચનું ઉદ્ઘાટન કરશે અને લગભગ 1 વાગ્યે બેંગલુરુ મેટ્રોની વ્હાઇટફિલ્ડ (કાડુગોડી) થી કૃષ્ણરાજપુરા મેટ્રો લાઇનનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી પણ મેટ્રોમાં મુસાફરી કરશે.

  • 25 Mar 2023 08:59 AM (IST)

    દિલ્હીમાં ભાગેડુ અમૃતપાલ સિંહની શોધ

    ભાગેડુ અમૃતપાલ સિંહની શોધ હવે દિલ્હીમાં શરૂ કરવામાં આવી છે. પંજાબ પોલીસે ISBT બસ સ્ટેન્ડની તપાસ કરી છે અને બે ડઝનથી વધુ સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા છે. તમામ સરહદો પર તકેદારી પણ વધારી દેવામાં આવી છે.

Published On - Mar 25,2023 8:57 AM

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">