Gir Somnath : માવઠાએ કેસર કેરીનો સફાયો કરી નાખ્યો, માત્ર 25 ટકા જ પાક બચ્યો, જુઓ Video
ગીર સોમનાથ જિલ્લામાં કેસર કેરીના ગઢ ગણાતા તાલાળા ગીર પંથકમાં કેસર કેરીના પાકનો સફાયો કર્યો 25 ટકા જ પાક બચ્યો હતો તેમાં પણ પાણી ઢોળ અને કરા પડતા કેરી બજારમાં આવવી અઘરી છે ભારે માત્રામાં કેરીઓ ખરી પડતા તમામ કેરી પર કાળા ચાંદા પડી ગયા કેસર કેરીના બગીચાઓ ધરાવનારા ખેડૂતો સરકારને યોગ્ય મદદ કરવાની માંગ કરી રહ્યા છે
ગીર સોમનાથ જિલ્લામાં કેસર કેરીના ગઢ ગણાતા તાલાળા ગીર પંથકમાં કેસર કેરીના પાકનો સફાયો કર્યો 25 ટકા જ પાક બચ્યો હતો તેમાં પણ પાણી ઢોળ અને કરા પડતા કેરી બજારમાં આવવી અઘરી છે ભારે માત્રામાં કેરીઓ ખરી પડતા તમામ કેરી પર કાળા ચાંદા પડી ગયા કેસર કેરીના બગીચાઓ ધરાવનારા ખેડૂતો સરકારને યોગ્ય મદદ કરવાની માંગ કરી રહ્યા છે. ગીરમાં આ વખતે ત્રણ ચાર તબક્કે ફ્લાવરિંગ આવ્યું હતું અને ક્રમશઃ કેરી વિવિધ વાતાવરણના કારણે ખરી પડતી હતી આમ છતાં 25 થી 30 ટકા કેસર કેરી બગીચાઓમાં રહી હતી પરંતુ માવઠું અને સાથે કરા પડતા કેરીના ફળને ટકરાતા કેસર કેરી ખરી અને કાળી પડી ગઈ છે.
ગીર સોમનાથમાં માવઠાએ કેસર કેરીનો સફાયો કરી નાખ્યો#GirSomnath #Gujarat #GujaratRains #Rains #TV9News pic.twitter.com/LPn6e4QWdg
— Tv9 Gujarati (@tv9gujarati) March 23, 2023
ખેડૂતોને મોઢે આવેલો કોળિયો માવઠાએ ઝૂટવી લીધો
જે નાની કેરીના બજારમાં અઠવાડીયા પહેલા કિલોના સો રૂપિયા હતા તે કેરીમા કાળા ચાંદા પડવાના કારણે આજે બજારમાં બે રૂપિયામાં કિલો કોઈ ખરીદવા તૈયાર નથી આમ ખેડૂતોને મોઢે આવેલો કોળિયો માવઠાએ ઝૂટવી લીધો છે.ખેડૂતોની વાત માનીએ તો છેલ્લા પાંચેક વર્ષથી સતત કેરીના પાકમાં વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે.
80 ટકાથી વધુ કેરી માવઠા અને કરા પડવાના કારણે ખરી પડી છે
ત્યારે આ કેરીની સીઝન ભારે સંકટ વાળી સાબિત થઈ છે કારણ કે 80 ટકાથી વધુ કેરી માવઠા અને કરા પડવાના કારણે ખરી પડી છે અને હવે જેટલી ઝાડ પર છે તેને પણ પાણી અડવાથી બગડી જવાનો પૂરો સંભવ છે જેથી ખેડૂતો ભારે નુકસાનીમાં જઈ રહ્યા છે અને સરકાર પાસે મદદની આશા રાખી રહ્યા છે.
ગીરસોમનાથ જિલ્લાના ગીર ગઢડા અને જંગલ બોર્ડર વિસ્તારમાં વાતાવરણે કેરીના પાકને નુકસાન પહોંચાડ્યું છે. જેના કારણે કેરી બજારમાં 15થી 20 દિવસ મોડી પહોંચશે. 50 ટકા જેટલો પાક નાક થતાં કેરીના બજાર ભાવ પણ ઊંચા રહેશે. આ વખતે માવઠામાં ભારે પવન જ નહીં, પરંતુ કરાં પણ પડા છે. જેના કારણે આંબા પરના ફ્લાવરિંગને નુકસાન થયુ છે. ઠંડા અને ભેજવાળા વાતાવરણને કારણે મોર ખરી પડ્યા છે. નાની કેરી પણ ખરી ગઈ છે
(With Input, Yogesh Joshi, Gir Somnath )
આ પણ વાંચો : Gujarat માં વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ 6.23 લાખ લાભાર્થીઓને રૂપિયા 1970 કરોડની લોન અપાઈ