Congress vs Bjp : રાહુલ ગાંધીએ અદાણીના 20 હજાર કરોડ સાથે ચાઈનીઝ સંબંધોને જોડ્યા, વાંચો શું પુછ્યા સવાલ ?
લોકસભામાંથી સદસ્યતા ગુમાવ્યા બાદ રાહુલ ગાંધીની પહેલી પ્રેસ કોન્ફરન્સ, કહ્યું- અદાણી ડીફેન્સ સિસ્ટમ સાથે કામ કરી રહ્યા છે, કેમ કોઈ કાંઈ જાણતુ નથી, તે કોના પૈસા છે, તેમા ચાઈનીઝ નેશનલ જોડાયેલા છે, આ ચાઈનીઝ કોણ છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, મેં ઘણી વખત કહ્યું છે કે, ભારતમાં લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે. આપણને રોજ નવા દાખલા મળે છે. મેં એક જ પ્રશ્ન પૂછ્યો હતો કે, અદાણીજી પાસે શેલ કંપનીઓ છે, તેમાં કોઈએ 20,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. અદાણી જી પાસે પૈસા નથી. તે તેમનો ઈન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસ છે, પૈસા બીજા કોઈના છે. સવાલ એ છે કે આ 20 હજાર કરોડ રૂપિયા કોના છે? આમાં એક ચીની સંડોવાયેલ છે, કેમ કોઈ સવાલ નથી પૂછતું?
આ પણ વાચો: લોકશાહી બચાવવા માટે વિદેશની મદદ લીધી હતી ? લંડનમાં રાહુલ ગાંધીએ શું કહ્યુ હતું જુઓ Video
મેં સંસદમાં પુરાવા આપીને અદાણીજી અને મોદીજી વચ્ચેના સંબંધો વિશે વાત કરી હતી, જે મેં મીડિયા રિપોર્ટ્સમાંથી કાઢી હતી. આ પછી રાહુલે લંડનમાં પોતાના નિવેદનના વિવાદ પર ભાજપ પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, મંત્રીઓએ જૂઠું બોલ્યું કે મેં વિદેશી દળોની મદદ માંગી છે, આ બિલકુલ ખોટું અને જુઠ્ઠાણું છે. તેમણે કહ્યું કે પીએમ મોદીને બચાવવા માટે આ આખું ડ્રામા રચવામાં આવ્યું છે. તેણે કહ્યું કે આ લોકો હજુ સમજી શક્યા નથી, હું જેલ જવાથી ડરતો નથી.
સરકારના મંત્રીઓએ મારા પર ખોટા આરોપો લગાવ્યા
રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા સમાપ્ત કરવામાં આવી છે. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. જો તેમને ત્યાંથી રાહત મળે તો તેમના માટે મોટી મુસીબત આવી શકે છે. રાહુલે કહ્યું કે, સરકારના મંત્રીઓએ મારા પર ખોટા આરોપો લગાવ્યા છે. તેણે કહ્યું કે, મારા પર વિદેશી તાકતોનો હાથ છે. મેં સ્પીકર સાહેબને કહ્યું કે, આ ખોટો આરોપ છે, તમે મને બોલવા કેમ નથી દેતા. રાહુલે કહ્યું કે હું ડરતો નથી. હું તેમને પ્રશ્નો પૂછતો રહીશ. હું અદાણી અને 20 હજાર કરોડ પર પ્રશ્નો પૂછતો રહીશ.
કોંગ્રેસ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે
રાહુલ ગાંધીએ ફરી સરકાર પર પ્રહાર કર્યા છે. તેણે કહ્યું કે, મારો ઈતિહાસ ડરવા જેવો નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે, મેં સંસદમાં પુરાવા આપ્યા છે. અદાણી અને મોદી વચ્ચેના સંબંધો જૂના છે. વાયનાડના સાંસદ રાહુલનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. આ પછી હોબાળો મચી ગયો છે. કોંગ્રેસ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. રાહુલે કહ્યું કે આ લોકો મુદ્દા પરથી હટવા માંગે છે. તેઓ મેં પૂછેલા પ્રશ્નોના જવાબ આપવા માંગતા નથી, તેથી મારી સભ્યપદ રદ કરવામાં આવી છે.