AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

16 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ ગીતાબેન પટેલના પુત્રની ગુજરાત ATSએ કરી ધરપકડ

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2026 | 8:48 PM
Share

આજે 16 સપ્ટેમ્બરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

16 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ ગીતાબેન પટેલના પુત્રની ગુજરાત ATSએ કરી ધરપકડ

આજે 16 સપ્ટેમ્બરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 16 Sep 2026 08:27 PM (IST)

    PM મોદીના જન્મદિવસની આગલી રાત્રે, વડનગરમાં દિવાળી જેવો માહોલ

    મહેસાણાના વડનગરમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની આગલી રાત્રે દિવાળી જેવો માહોલ સર્જાયો છે. વડનગરનું શર્મિષ્ઠા તળાવ રોશનીની ઝળહળી ઊઠ્યું  છે.

  • 16 Sep 2026 07:54 PM (IST)

    ભાવનગરના મહુવામાં સગીરા પર દુષ્કર્મ ગુજારનારને 20 વર્ષની કેદ

    ભાવનગર મહુવામાં સગીરા દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદ સજા ફટકારવામાં આવી છે. મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં બે વર્ષ પહેલા નોંધાયેલા સગીરા દુષ્કર્મ કેસમાં આરોપી કિશોર ગોબરભાઈ મકવાણાને સજા ફટકારવામાં આવી છે. મહુવાની કોર્ટ દ્વારા આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારાઈ. આરોપીએ સગીરાને અમદાવાદ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાનો મામલો હતો. સરકારી વકીલની ધારદાર દલીલો અને 13 મૌખિક તેમજ 37 લેખિત પુરાવાના આધારે ચુકાદો અપાયો છે. કોર્ટ દ્વારા ભોગ બનનાર પીડિતાને રૂ. 4 લાખનું વળતર ચૂકવવા પણ હુકમ કરાયો છે.

  • 16 Sep 2026 07:52 PM (IST)

    ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ ગીતાબેન પટેલના પુત્રની ગુજરાત ATSએ કરી ધરપકડ

    અમદાવાદમાં પાસપોર્ટ ફ્રોડ મામલે ગુજરાત ATSએ કોંગ્રેસના ગુજરાતના મહિલા પ્રમુખના પુત્ર હરિકેશ પ્રણવકુમાર પટેલની ધરપકડ કરી છે. EDના મની લોન્ડરિંગ કેસમાં મૂળ પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવ્યા બાદ આરોપીએ ખોટા દસ્તાવેજોના આધારે બીજો પાસપોર્ટ મેળવ્યો હોવાનો ATSની તપાસમાં ખુલાસો થયો છે. નવા પાસપોર્ટના આધારે આરોપીએ વિદેશ પ્રવાસ પણ કર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

  • 16 Sep 2026 07:30 PM (IST)

    રેતી ચોરી મુદ્દે, અમરેલીના સરંભડા ગામના લોકોએ ખાણ-ખનીજ વિભાગની કચેરીનો કર્યો ઘેરાવ

    અમરેલીના સરંભડા ગામમાં રેતી ચોરી મુદ્દે ગ્રામજનોએ, ખાણ-ખનીજ વિભાગની કચેરીનો ઘેરાવ કર્યો. સારંભડા ગામના લોકોએ ખાણ ખનીજ વિભાગની કચેરીએ રામધૂન કરીને કર્યો અનોખો વિરોધ. ખાણ-ખનીજ વિભાગની ટીમ આવતા રોયલ્ટી પાસ રજૂ કરાયો હોવાનો દાવો. સુરભી કન્સ્ટ્રક્શનના રોયલ્ટી પાસને લઈ ગ્રામજનોએ ઉઠાવ્યા સવાલો. રોયલ્ટી પાસની ચકાસણી માટે સ્થળ પર CCTVથી વેરિફિકેશન કરવાની માંગ કરી. CCTVથી ચકાસણી કરવાની રજૂઆત છતાં ખાણ-ખનીજ વિભાગે જવાબદારી ન હોવાનો જવાબ આપ્યો હોવાનો ગ્રામજનોનો દાવો. છેલ્લા ત્રણ મહિનાથી સતત રજૂઆત કરવા છતા યોગ્ય કાર્યવાહી નહી થયાની રજુઆત. રોયલ્ટી પાસ ઈશ્યુ કરતી સ્ટોક રજિસ્ટરવાળી એજન્સીઓ સામે તપાસની માંગ કરાય. રેતી ચોરીને પ્રોત્સાહન આપનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરાય. ખાણ ખનીજ અધિકારીએ યોગ્ય કાર્યવાહી કરવા માટેની ખાત્રી આપી

  • 16 Sep 2026 07:14 PM (IST)

    કન્નડ સિનેમાના દિગ્ગજ અભિનેતા અનંત નાગને 22 સપ્ટેમ્બરે 2024નો દાદાસાહેબ ફાળકે પુરસ્કાર એનાયત કરાશે

    કેન્દ્ર સરકારે વર્ષ 2024 માટે દાદાસાહેબ ફાળકે પુરસ્કારના વિજેતાની જાહેરાત કરી છે. પસંદગી સમિતિની ભલામણના આધારે, સરકારે જાહેર કર્યું છે કે કન્નડ સિનેમાના દિગ્ગજ અભિનેતા અનંત નાગને આ પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. ભારતીય સિનેમામાં તેમના લાંબા અને શાનદાર યોગદાન બદલ તેમને આ સન્માન આપવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનંત નાગને આ પુરસ્કાર મળવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

  • 16 Sep 2026 06:11 PM (IST)

    છત્તીસગઢના ઝીરામ ઘાટી નક્સલ હુમલાના કેસમાં 10 દોષિતને ફાંસીની સજા, 29ના થયા હતા મોત

    છત્તીસગઢની ઝીરામ ઘાટીમાં 2013માં થયેલા નક્સલ હુમલાના લગભગ 13 વર્ષ બાદ એનઆઈએ (NIA) કોર્ટે આ કેસના તમામ 10 દોષિતને ફાંસીની સજા સંભળાવી હતી. નક્સલીઓએ કરેલા હુમલામાં 29 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

  • 16 Sep 2026 05:45 PM (IST)

    ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા અને છાયા નગરપાલિકાની 11 ઓક્ટોબરે ચૂંટણી, 13મીએ પરિણામ

    રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકા સહિત રાજ્યની વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા અને છાયા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તેમજ ખેરાલુ, છોટાઉદેપુર અને બાયડ નગરપાલિકાની એક-એક બેઠકની પેટાચૂંટણી યોજાશે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત, પાદરા તાલુકા પંચાયત, સત્તલાસણા તાલુકા પંચાયત અને હારીજ તાલુકા પંચાયતની એક-એક બેઠકની પેટાચૂંટણી પણ યોજાશે. આમ કુલ 9 બેઠકોની પેટાચૂંટણી માટે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

  • 16 Sep 2026 04:10 PM (IST)

    અંબાજી ભાદરવી પૂનમને લઈને દાંતા, ડીસા, પાલનપુર, મહેસાણા, હિંમતનગર અને અમદાવાદના રૂટ પર વિશેષ ST દોડશે

    અંબાજી ભાદરવી પૂનમ મહામેળા 2026 માટે ST તંત્રની વિશેષ તૈયારીઓ શરૂ કરી દીધી છે. 20થી 26 સપ્ટેમ્બર દરમિયાન 6,000 એક્સ્ટ્રા બસો દોડાવાશે. 6 હજાર બસો મારફતે અંદાજે 30 હજાર એક્સ્ટ્રા ટ્રિપનું આયોજન કરાયું છે. આશરે 15 લાખ શ્રદ્ધાળુઓને પરિવહન સુવિધાનો લાભ મળશે. પાલનપુર, હિંમતનગર, મહેસાણા અને અમદાવાદ વિભાગના 4 હજાર કર્મચારીઓ 24×7 ફરજ પર રહેશે. અંબાજીથી ગબ્બર, આબુ રોડ સહિત દાંતા, ડીસા, પાલનપુર, મહેસાણા, હિંમતનગર અને અમદાવાદના રૂટ પર વિશેષ બસ સેવા રહેશે.

  • 16 Sep 2026 03:57 PM (IST)

    શીલજ કેનાલ રોડ ઉપર અકસ્માતમાં નવપરિણીત મહિલાને મોતને ઘાટ ઉતારનાર બાઈક ચાલક ઘરઘાટી રાજસ્થાનથી પકડાયો

    શીલજ કેનાલ રોડ અકસ્માતમાં નવપરિણીત મહિલા નિશીનું કરૂણ મોત નિપજ્યું હતું. અકસ્માત કરનાર બાઈક ચાલક સુનિલ પરમારની બોપલ પોલીસ કરી ધરપકડ. રાજસ્થાનના ડુંગરપુરથી સુનિલ પરમારની કરી ધરપકડ. આરોપી સુનિલ પરમાર અકસ્માત કરી રાજસ્થાન ભાગી ગયો હતો. આરોપી ન પકડતા પતિ હાર્દિક દરજી સોશિયલ મીડિયા પર વિડ્યો પોસ્ટ કર્યો. મૃતકના પતિ હાર્દિક આક્રંદ જોવા મળ્યો. રોઈ ને પોતાની પત્ની ને ન્યાય અપાવવા આજીજી કરી હતી.. અકસ્માતના ચાર દિવસ બાદ પોલીસે આરોપીની કરી ધરપકડ. સમગ્ર અકસ્માતના હચમચાવી દે તેવા સીસીટીવી સામે આવ્યા હતા. અકસ્માત કરનાર આરોપી સુનિલ પરમાર ઘરઘાટી તરીકે નોકરી કરતો હતો. આરોપી સુનિલ પરમાર મિત્ર સાથે મળીને બાઈક પુરઝડપે ચલાવી અસ્કમાત સર્જાયો હતો.. બોપલ પોલીસે વધુ તપાસ શરૂ કરી..

  • 16 Sep 2026 03:37 PM (IST)

    PM મોદીના જન્મદિવસે વડનગરમાં ગૃહ પ્રધાન અમિત શાહ ઉતારશે મહાઆરતી

    PM મોદીના જન્મદિવસ નિમિત્તે વડનગરમાં સેવા સંકલ્પ અભિયાન યોજાશે. આવતીકાલે વડનગરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ રહેશે ઉપસ્થિત. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલ શર્મિષ્ઠા તળાવે મહાઆરતી કરશે. વડનગરથી વારાણસી જતી ભવ્ય બાઈક રેલીને લીલી ઝંડી અપાશે. શર્મિષ્ઠા તળાવથી પ્રસિદ્ધ હાટકેશ્વર મંદિર સુધી પદયાત્રા પણ યોજાશે. શર્મિષ્ઠા તળાવનું પવિત્ર જળ બાઇકર્સ વારાણસી સુધી લઈ જશે. વડનગર રેલવે સ્ટેશન ખાતે મહાનુભાવો દ્વારા સ્વચ્છતા અભિયાન યોજાશે. જન સેવાથી રાષ્ટ્ર સેવાના પચીસ વર્ષની ભવ્ય ઉજવણી થશે.

  • 16 Sep 2026 02:56 PM (IST)

    મહેસાણા: વાણી IVF સેન્ટરમાં IVF કરાવવા આવેલ મહિલાનું મોત

    મહેસાણાના વાણી IVF સેન્ટરમાં IVF સારવાર માટે આવેલી 33 વર્ષીય મહિલાનું મોત થતાં પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો છે. ગત 10 સપ્ટેમ્બરે રમીલાબેન ચાવડા IVFની સારવાર માટે સેન્ટર પર ગયા હતા. પરિવારજનોના જણાવ્યા મુજબ, એનેસ્થેસિયા આપ્યા બાદ તેઓ ભાનમાં આવ્યા નહોતા. ત્યારબાદ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મહિલાના મોત બાદ પરિવારજનો વાણી IVF સેન્ટરની બહાર એકત્ર થયા હતા અને ડોક્ટરની બેદરકારીના કારણે મોત થયું હોવાનો આક્ષેપ કર્યો છે. ઘટનાને લઈને તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

  • 16 Sep 2026 01:47 PM (IST)

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ

    “સેવાનો સંકલ્પ જ્યારે સંસ્કારો સાથે જોડાય છે, ત્યારે એક નાનકડો પ્રયાસ પણ અનેક પરિવારોના જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે”, આ ભાવનાને સાકાર કરતાં સીતાવન ગીર ગૌશાળા દ્વારા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાતની 76 જરૂરિયાતમંદ મહિલાઓને ૭૬ સ્વસ્થ દેશી ગીર ગૌમાતાનું નિઃશુલ્ક ગૌદાન કરવાનો વિશેષ સેવાસંકલ્પ લેવામાં આવ્યો છે.

  • 16 Sep 2026 12:12 PM (IST)

    સુરતઃ સરોલી વિસ્તારમાં આવેલી ટેક્સ્ટાઇલ માર્કેટમાં આગ

    સુરતના સરોલી વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. સરોલી વિસ્તારમાં આવેલા સાલાના માર્કેટમાં આગ લાગવાની ઘટનાને પગલે માર્કેટમાં હાજર લોકોમાં દોડધામ મચી હતી. જોકે, આગ કયા કારણોસર લાગી અને તેમાં કેટલું નુકસાન થયું તે અંગેની વિગતો હજી સામે આવી નથી.

  • 16 Sep 2026 11:25 AM (IST)

    સુરતઃ સચિનના હોજીવાલા વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત

    સુરતના સચિનના હોજીવાલા વિસ્તારમાં હોજીવાલા રોડ નંબર-11ના ચાર રસ્તા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બેફામ ઝડપે આવેલા ટેમ્પાએ કારને જોરદાર ટક્કર મારતાં ટેમ્પામાં સવાર એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતમાં અન્ય બે લોકો પણ ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ કાર ચાલક પોતાની કાર સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

  • 16 Sep 2026 10:52 AM (IST)

    સુરતઃ શહેરના ડેપ્યુટી મેયર ફરી આવ્યા વિવાદમાં

    સુરત શહેરના ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરી ફરી વિવાદમાં આવ્યા છે. તેઓ પાલિકાની સરકારી ગાડી લઈને મહારાષ્ટ્રના શાહપુર ગામે પહોંચ્યા હોવાની માહિતી સામે આવી છે. આ દરમિયાન સરકારી ગાડીમાં સાયરન વગાડતા ગામમાં પહોંચ્યા હોવાનો પણ આક્ષેપ છે. ડેપ્યુટી મેયર દ્વારા પાલિકાની સરકારી ગાડીનો કથિત રીતે વ્યક્તિગત કામ માટે ઉપયોગ કરાતા આ મામલે સવાલો ઉઠ્યા છે. ઘટનાને લઈને સરકારી વાહનના ઉપયોગ અંગે ચર્ચા શરૂ થઈ છે.

  • 16 Sep 2026 10:25 AM (IST)

    અમદાવાદઃ સાણંદના મોટી દેવતી પાસે ફરી દીપડાના ફૂટ માર્ક મળ્યા

    અમદાવાદના સાણંદમાં મોટી દેવતી પાસે ફરી એકવાર દીપડાની હાજરીના પુરાવા મળતાં સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઈંટોના ભઠ્ઠા પાસે દીપડાના પંજાના નિશાન મળી આવતા વન વિભાગે સ્થળ પર પાંજરા ગોઠવ્યા છે. આ અગાઉ પણ 18 ઓગસ્ટે આ જ સ્થળે દીપડાના ફૂટ માર્ક મળ્યા હતા. જ્યારે 19 જુલાઈએ શરણદીપ શેલા સોસાયટીમાં પ્રથમવાર દીપડો દેખાયો હતો. સાણંદ-શેલા વચ્ચે અત્યાર સુધીમાં ચાર વખત દીપડાની હાજરીના પુરાવા મળ્યા છે. છેલ્લા સાત અઠવાડિયાથી દીપડાની હાજરીને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે, જોકે દીપડો હજુ સુધી વન વિભાગની પકડથી દૂર છે.

  • 16 Sep 2026 10:10 AM (IST)

    ખેડાઃ નડિયાદના માતૃછાયા અનાથ આશ્રમના ગેટ પાસેથી નવજાત શિશુ મળ્યું

    ખેડાના નડિયાદમાં માતૃછાયા અનાથ આશ્રમના ગેટ પાસેથી નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી છે. વહેલી સવારે વરસાદી માહોલ વચ્ચે અજાણી વ્યક્તિ નવજાત બાળકને આશ્રમના ગેટ પાસે મૂકીને જતી રહી હતી. દરમિયાન બાળકના રડવાનો અવાજ સિક્યુરિટી ગાર્ડે સાંભળતા તાત્કાલિક આશ્રમ મેનેજમેન્ટને જાણ કરી હતી. મેનેજમેન્ટે બાળકને તાત્કાલિક સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યું હતું, જ્યાં હાલ બાળકની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં પોલીસે પણ તપાસ હાથ ધરી છે.

  • 16 Sep 2026 09:55 AM (IST)

    મોરબીઃ મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાતા એક દરવાજો ખોલાયો

    મોરબીના મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાઈ જતા ડેમનો એક દરવાજો ખોલી 311 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા મોરબી અને માળિયા તાલુકાના કુલ 21 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં મોરબી તાલુકાના 13 અને માળિયા તાલુકાના 8 ગામોનો સમાવેશ થાય છે. ગોર ખીજડીયા, વનાળીયા, દેરાળા, મેધપર અને નવાગામ સહિતના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા મચ્છુ નદીના પટમાં અવરજવર ન કરવા અને નદીથી દૂર રહેવા લોકોને સૂચના આપવામાં આવી છે.

  • 16 Sep 2026 09:45 AM (IST)

    ખુલ્લી ગટરમાં પડી જતા 2 વર્ષીય બાળકનું મોત

    ભરૂચના આમોદ તાલુકાના મછાસરા ગામે દુઃખદ ઘટના બની છે. રાત્રિના સમયે રમતા રમતા 2 વર્ષીય બાળક ખુલ્લી ગટરમાં પડી ગયો હતો. બાળક ગટરમાં પડી જતાં પરિવારજનો અને સ્થાનિકોએ તેની શોધખોળ શરૂ કરી હતી. કલાકો સુધી શોધખોળ કર્યા બાદ બાળકનો મૃતદેહ ગટરમાંથી મળી આવ્યો હતો. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.

  • 16 Sep 2026 09:34 AM (IST)

    હુતીએ સાઉદી અરેબિયા પર વરસાવ્યા બોમ્બ

    સાઉદી અરેબિયાના ત્રણ શહેરોમાં હુતી જૂથે બેલિસ્ટિક મિસાઈલ અને ડ્રોનથી હુમલા કર્યા હતા. ખામિસ મુશૈત, અભા અને તૈફ શહેરોને નિશાન બનાવી કરવામાં આવેલા આ હુમલામાં 13 નાગરિકો ઘાયલ થયા હતા. હુમલામાં 7 રહેણાંક મકાનો અને 2 વાહનોને નુકસાન થયું હોવાનું સાઉદી આગેવાની હેઠળના ગઠબંધને જણાવ્યું છે. હુમલાની વચ્ચે સાઉદી સત્તાવાળાઓએ કેટલાક શહેરોમાં પ્રારંભિક ચેતવણી એલર્ટ જાહેર કરી લોકોને સુરક્ષા સૂચનાઓનું પાલન કરવા અને ભીડવાળા સ્થળો તથા ઊંચી ઇમારતોથી દૂર રહેવા અપીલ કરી હતી.

  • 16 Sep 2026 08:42 AM (IST)

    અમદાવાદ: તહેવારો પહેલા પોલીસ દ્વારા કોમ્બિંગ

    અમદાવાદમાં તહેવારો પહેલા શહેર પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે કોમ્બિંગ હાથ ધર્યું છે. પોલીસે 20થી વધુ ટીમો બનાવી શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. તહેવારો દરમિયાન શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસે તમામ ગુનેગારોના ઘરે જઈ યોગ્ય તપાસ કરી હતી. કોમ્બિંગ દરમિયાન શંકાસ્પદ પ્રવૃત્તિઓ અને ગુનાહિત તત્વો પર નજર રાખવામાં આવી હતી.

  • 16 Sep 2026 07:54 AM (IST)

    ગીર સોમનાથ: વરસાદી પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ

    ગીર સોમનાથમાં નળીયા માડવી નજીક વરસાદી પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારમાં કોડીનારથી દીવ જઈ રહેલા ચાર મિત્રો સવાર હતા. પાણીનો ભારે પ્રવાહ હોવાથી કાર પાણીમાં ગરકાવ થવાની સ્થિતિ સર્જાઈ હતી. જોકે, ચારેય મિત્રોએ સમયસૂચકતા દાખવી કારમાંથી બહાર નીકળી પોતાનો બચાવ કર્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને ટ્રેક્ટરની મદદથી કારને ખાડીમાંથી બહાર કાઢી હતી. સદનસીબે આ ઘટનામાં ચારેય મિત્રોનો આબાદ બચાવ થયો હતો.

  • 16 Sep 2026 07:41 AM (IST)

    સુરેન્દ્રનગર: તરણેતરના મેળામાં મોતના કૂવાનું સ્ટેજ તૂટી પડ્યું

    સુરેન્દ્રનગરના તરણેતર મેળામાં મોતના કૂવાના આગળના ભાગમાં બનાવેલું સ્ટેજ અચાનક તૂટી પડતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્ટેજ તૂટવાની સાથે લોખંડની એંગલ પણ નમી પડતાં પાંચ લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. જોકે, મેળો માણવા આવેલા લોકોએ તાત્કાલિક એંગલને ટેકો આપી પકડી રાખતાં મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

  • 16 Sep 2026 07:36 AM (IST)

    24 કલાકમાં સૌથી વધુ કચ્છના માંડવીમાં વરસ્યો 6.97 ઇંચ વરસાદ

    છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 110 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છના માંડવીમાં 6.97 ઇંચ નોંધાયો છે. કચ્છના અબડાસામાં 2.13 ઇંચ, મુંદ્રામાં 1.69 ઇંચ, નખત્રાણામાં 1.30 ઇંચ, ભુજમાં 1.26 ઇંચ અને લખપતમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકાના ઓખા અને ખંભાળિયામાં પણ 1-1 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના અન્ય 16 તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.

Published On - Sep 16,2026 7:35 AM

Follow Us
દિવાળી પહેલા જ અમદાવાદ રાજકોટની હવા બની ઝેરીલી, AQI 200 ને પાર
દિવાળી પહેલા જ અમદાવાદ રાજકોટની હવા બની ઝેરીલી, AQI 200 ને પાર
દિવાળી પર્વે જામનગરી મુખવાસની 150થી વધુ વેરાયટીએ જમાવ્યુ આકર્ષણ
દિવાળી પર્વે જામનગરી મુખવાસની 150થી વધુ વેરાયટીએ જમાવ્યુ આકર્ષણ
અમરેલીના લાઠી ખીજડિયા નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના
અમરેલીના લાઠી ખીજડિયા નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના
અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા
અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">