15 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : બનાસકાંઠા કોંગ્રેસમાં ભડકો, ગુલાબસિંહ રાજપૂતે કોંગ્રેસ પ્રદેશ સમક્ષ દર્શાવી નારાજગી, તો બનાસકાંઠા યુથ કોંગ્રેસ પ્રમુખે રાજીનામું આપતા ખળભળાટ
આજે 15 સપ્ટેમ્બરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે 15 સપ્ટેમ્બરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
સુરત: મોડી રાત્રે 84 વર્ષીય વૃદ્ધાની હત્યાથી ચકચાર
સુરતના અઠવાગેટ વિસ્તારમાં 84 વર્ષીય વૃદ્ધાની હત્યાથી ચકચાર મચી છે. મોનાલિસા એપાર્ટમેન્ટમાં એકલા રહેતા વૃદ્ધાની મોડી રાત્રે હત્યા કરવામાં આવી હતી. વૃદ્ધાના માથામાં ઈસ્ત્રી મારીને હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ વાયરથી ટૂંપો આપી વૃદ્ધાને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોવાની માહિતી છે. ઘટનાને પગલે વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક તપાસમાં જાણભેદુએ હત્યાને અંજામ આપ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બનાવની જાણ થતાં પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે હત્યા મામલે તપાસ હાથ ધરી છે અને આરોપી સુધી પહોંચવા માટે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે.
-
સુરત: વરાછામાં મંદિરમાં ફરી વળ્યા ગટરના પાણી
સુરતના વરાછામાં જગદીશ્વર મહાદેવ મંદિર પરિસરમાં ગટરના પાણી ફરી વળતાં ભક્તોમાં રોષ ફેલાયો છે. ડ્રેનેજ ઓવરફ્લો થતાં ગંદા પાણી મંદિર પરિસરમાં ભરાયા હતા અને શિવલિંગ સુધી પાણી પહોંચતાં દર્શન પણ બંધ કરવાની ફરજ પડી હતી. સ્થાનિકોનો દાવો છે કે વારંવાર રજૂઆત છતાં ગટરની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. ભક્તોએ મનપાની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ મેયર, ધારાસભ્ય સહિતના આગેવાનો મંદિર પરિસરમાં પૂજા-પાઠ માટે આવે છે. થોડા દિવસ પહેલાં મેયર માયાબેન અને ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી સહિતના આગેવાનો મંદિર પરિસરમાં સફાઈ માટે આવ્યા હતા, પરંતુ ડ્રેનેજની સમસ્યા ઉકેલાઈ ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. વહેલી તકે ગટરની સમસ્યાનું નિરાકરણ લાવવાની માગ ઉઠી છે.
-
-
વડોદરા શહેરમાં પડેલા અઢી ઇંચ વરસાદમાં ફરી રસ્તા ધોવાયા
-
વડોદરાઃ કબીરધામ નગરમાં મારામારી કરનારા ઝડપાયા
વડોદરાના કબીરધામ નગરમાં મારામારી અને તોડફોડ કરનારા ત્રણ આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. આરોપીઓએ એક પરિવાર પર હુમલો કરી મહિલાઓને અપશબ્દો કહ્યા હોવાનો આક્ષેપ છે. આ દરમિયાન રિક્ષામાં પણ તોડફોડ કરવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે મારામારી, તોડફોડ અને મહિલાઓ સાથે ગેરવર્તન બદલ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. કબીરધામ નગરમાં દાદાગીરી કરી મારામારી કરનારા આ જ આરોપીઓ બાદમાં માફી માંગતા નજરે પડ્યા હતા. પોલીસની ઝડપી કાર્યવાહીને પગલે વિસ્તારમાં ભયનો માહોલ દૂર થયો છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ ચકચાર મચી હતી.
-
તાપી: છૂટાછવાયા વરસાદથી ડોસવાડા ડેમ છલકાયો
તાપીના ડોસવાડા ડેમમાં છૂટાછવાયા વરસાદથી નવા નીરની આવક થતાં ડેમ છલકાયો છે. ચાલુ સિઝનમાં ડોસવાડા ડેમ ત્રીજી વખત ઓવરફ્લો થયો છે. ડેમ તેની પૂર્ણ સપાટીથી એક ઈંચ ઓવરટોપ થતાં પાણી છલકાઈ રહ્યું છે. ડેમ ઓવરફ્લો થવાના રમણીય દૃશ્યો જોવા માટે સહેલાણીઓ પણ ઉમટી રહ્યા છે. વરસાદ બાદ ડેમ વિસ્તારમાં આહલાદક અને રમણીય આકાશી દૃશ્યો સર્જાયા છે. ડોસવાડા ડેમમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ થતાં સોનગઢ અને વ્યારા તાલુકાના 17 ગામો માટે આગામી એક વર્ષ સુધીના પાણીની જરૂરિયાત પૂરી થઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. ડેમ છલકાતા આસપાસના વિસ્તારમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
-
-
જામનગરઃ ધ્રોલમાં સોસાયટીમાં નીલગાય ઘૂસી જતા અફરાતફરી
-
માછીમાર સમાજ દ્વારા પાણીની અંદર મંચ બનાવી ગણેશજીની મૂર્તિનું કરાયુ સ્થાપન
સુરતની તાપી નદીના મધ્યમાં માછીમાર સમાજ દ્વારા ગણેશજીની અનોખી મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરા મુજબ નદીની વચ્ચે પાણીમાં જ મંચ બનાવી શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. વર્ષ 2007થી તાપી નદીમાં ગણેશજીની સ્થાપના કરવાની પરંપરા ચાલી આવે છે. માછીમાર સમાજની માન્યતા છે કે વિઘ્નહર્તા તેમને નદીના પૂરના સંકટથી સુરક્ષા આપે છે. તાપી નદીના મધ્યમાં બિરાજમાન ગણેશજી ભક્તો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આયોજકોના જણાવ્યા મુજબ માછીમાર સમાજ માટે નદી રોજીરોટીનું મુખ્ય સાધન છે અને તેમના અનેક પ્રસંગો નદી સાથે જોડાયેલા છે. નદીમાં ગણેશજીની સ્થાપના સાથે પર્યાવરણ જાળવણીનો સંદેશ પણ આપવામાં આવે છે.
-
ભરૂચઃ અંકલેશ્વરના લેકવ્યુ પાર્કમાં પ્રોટેક્શન વોલ ફરી ધરાશાયી
-
વડોદરા: ડભોઇ તાલુકા સીતપુર ગામે પસાર થતી હેરણ નદી બે કાંઠે વહેતી થઈ
વડોદરાના ડભોઈ તાલુકાના સીતાપુર ગામે પસાર થતી હેરણ નદી બે કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસ અને છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને પગલે હેરણ નદીમાં નવા નીરની આવક થઈ છે. શ્રાવણ માસ કોરો ગયા બાદ ભાદરવાના પ્રારંભ સાથે જ મેઘરાજાએ મહેર કરી છે. નદીમાં પાણીની આવક થતાં આસપાસના વિસ્તારોમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. હેરણ નદી બે કાંઠે વહેતી થતાં ખેડૂતો સહિત પંથકવાસીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. વરસાદના કારણે ખેતી માટે પણ ફાયદો થવાની આશા છે. લાંબા વિરામ બાદ વરસાદ થતાં ગ્રામ્ય વિસ્તારમાં ખુશીનો માહોલ છવાયો છે.
-
અમદાવાદ: શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં યુવકનો આપઘાત
-
ગાંધીધામ-આદિપુરમાં ભારે વરસાદથી વાહનો ફસાયા
કચ્છના ગાંધીધામ-આદિપુરમાં ભારે વરસાદને પગલે મનપાના રોડ-રસ્તાની કામગીરીની પોલ ખુલી છે. ગાંધીધામ અને આદિપુરના મુખ્ય માર્ગો બેસી જતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. વરસાદી પાણી વચ્ચે અનેક વાહનચાલકો અટવાયા હતા. ગાંધીધામ મનપા વિસ્તારમાં ઠેકઠેકાણે રસ્તાઓ બેસી જતાં લોકોને ભારે હાલાકી પડી રહી છે. આદિપુરના 5-B વિસ્તારમાં રોડ તૂટતાં પાણી ભરાયા છે, જ્યારે 6-C રામબાગ હોસ્પિટલ પાસે પણ રોડ બેસી ગયો છે. મૈત્રી સ્કૂલ પાસે રસ્તા પર મોટો ખાડો પડતાં અકસ્માતનો ભય ઉભો થયો છે. બિસ્માર રસ્તા અને ખાડાઓને કારણે વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસામાં માર્ગોની આવી દુર્દશાને લઈને સ્થાનિકોમાં તંત્ર સામે અસંતોષ ફેલાયો છે.
-
દ્વારકા: મંદિરના શિખર પર ચડતી ધ્વજાજી નીચેના સ્તંભ પર ચડવાઈ
દ્વારકામાં ભારે વરસાદ અને પવનની સંભાવનાને પગલે જગત મંદિરના શિખર પર ચડાવવામાં આવતી ધ્વજાજીને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દ્વારકા જગત મંદિર દેવસ્થાન સમિતિ અને ધ્વજા ચડાવનાર અબોટી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા ધ્વજાજીને શિખરના ઉપરના સ્તંભને બદલે નીચેના સ્તંભ પર ચડાવવાનો નિર્ણય લેવાયો છે. ભારે પવન અને વરસાદને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. વાતાવરણ ચોખ્ખું થયા બાદ ધ્વજાજીને નિત્યક્રમ મુજબ ઉપરના સ્તંભ પર ચડાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે શ્રી દ્વારકાધીશ મંદિરના શિખર પર દરરોજ છ ધ્વજાજી ચડાવવામાં આવે છે. મંદિરની પરંપરા મુજબ ધ્વજાજી ચડાવવાની આ વિધિ નિયમિત રીતે કરવામાં આવે છે.
-
કચ્છ: રાપરમાં વીજળી પડતા 2 દિવસમાં 2 યુવકના મોત
કચ્છના રાપર પંથકમાં વીજળી પડવાની બે અલગ-અલગ ઘટનામાં બે દિવસમાં બે યુવકોના મોત થયા છે. જીલાર વાંઢમાં બકરા ચરાવવા ગયેલા યુવક પર અચાનક વીજળી પડતાં ગંભીર રીતે દાઝી ગયો હતો. કેસાભાઈ તરસી કોળીને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. બીજી તરફ આડેસર ગામે પણ વીજળી પડવાની ઘટના બની હતી. જેમાં જયંતિભાઈ ભવાનભાઈ પરમાર નામના યુવકનું મોત થયું છે. બે દિવસમાં વીજળી પડતાં બે યુવકોના મોતથી રાપર પંથકમાં ચકચાર મચી છે. વરસાદી માહોલ વચ્ચે વીજળી પડવાની ઘટનાઓથી ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં પણ ચિંતા ફેલાઈ છે. -
ભરૂચ: સાયખા GIDCની મોરડિયા કેમિકલ કંપનીમાં આગ
ભરૂચના સાયખા GIDCમાં મોરડિયા કેમિકલ કંપનીમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. ફાર્મા અને કેમિકલ પ્રોડક્ટનું ઉત્પાદન કરતી કંપનીમાં સોલ્વન્ટના જથ્થામાં આગ લાગી હતી. આગના પગલે કંપનીમાંથી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા કામગીરી શરૂ કરી હતી. કંપનીમાં કામ કરતા તમામ કામદારો સલામત હોવાનું જાણવા મળ્યું છે. આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ ચોક્કસ માહિતી સામે આવી નથી. ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાની કામગીરી ચાલી રહી છે. ઘટનાને પગલે સાયખા GIDCમાં થોડા સમય માટે ચકચારનો માહોલ જોવા મળ્યો હતો.
-
અમદાવાદ: શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં યુવકનો આપઘાત
અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં યુવકે આપઘાત કરતા ચકચાર મચી છે. પોલીસ સ્ટેશનના ઇલેક્ટ્રિક રૂમમાં યુવકે આપઘાત કર્યો હોવાની માહિતી સામે આવી છે. મૂળ ઉત્તર પ્રદેશનો યુવક જામનગરથી ઉત્તર પ્રદેશ જતી ટ્રેનમાં સવાર થઈ અમદાવાદ આવ્યો હતો. ગઈકાલે અમદાવાદ પહોંચ્યા બાદ યુવકે કોઈ વ્યક્તિ તેને હેરાન કરતું હોવાની પોલીસને ફરિયાદ કરી હતી. યુવક માનસિક રીતે અસ્થિર હોવાનું પ્રાથમિક અનુમાન છે. દરમિયાન વહેલી સવારે પોલીસ સ્ટેશનના ઇલેક્ટ્રિક રૂમમાં યુવકે આપઘાત કરી લેતા પોલીસ તંત્ર દોડતું થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે અને યુવકના આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
-
વડોદરાઃ સાસુએ પુત્રવધુ પર એસિડ એટેક કર્યાનો આરોપ
વડોદરાના ગોરવામાં પુત્રવધુ પર એસિડ એટેક કર્યાના આક્ષેપથી ચકચાર મચી છે. પુત્રવધુએ સાસુ, પતિ અને નણંદ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ એલર્જીની સમસ્યા હોવાથી મહિલાએ બાથરૂમ સાફ કર્યું ન હતું. જેને લઈને ઉશ્કેરાયેલી સાસુએ વહુ પર એસિડ ફેંકતા તેના ગરદનના ભાગે ઇજા થઈ હતી. મહિલાએ પતિ અને સાસરિયાઓ પર દહેજને લઈને શારીરિક ત્રાસ આપવાનો પણ આરોપ લગાવ્યો છે. ગોરવા પોલીસે ફરિયાદના આધારે પતિ પિયુષ દુધરેજીયાની ધરપકડ કરી જેલહવાલે કર્યો છે. જ્યારે એસિડ ફેંકનાર સાસુની ધરપકડ કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે. તપાસ બાદ અન્ય સાસરિયાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
-
સુરત: ઘરફોડ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો એક આરોપી ઝડપાયો
સુરત ક્રાઈમ બ્રાન્ચે ઘરફોડ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના એક આરોપીને મહારાષ્ટ્રના અંબરનાથ ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપી અજયસિંગ ઠાકુરની ધરપકડ સાથે વરાછાના કુબેરનગર સુંદર એપાર્ટમેન્ટમાંથી થયેલી રૂ. 2.15 લાખની મત્તાની ચોરીનો ભેદ ઉકેલાયો છે. આ ઉપરાંત ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ગુનો પણ ઉકેલવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં ગેંગનો માસ્ટરમાઇન્ડ ત્રિલોક ઉર્ફે રાહુલ ભાટિયા હોવાનું સામે આવ્યું છે. રાહુલ ભાટિયા અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું છે. હાલ સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપાયેલા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે અને ગેંગના માસ્ટરમાઇન્ડ ત્રિલોક ઉર્ફે રાહુલ ભાટિયા સહિત અન્ય સાગરીતોની શોધખોળ શરૂ કરી છે. -
રાજકોટ: શહેરમાં જળસંકટ વચ્ચે રાહતનાં સમાચાર
રાજકોટમાં જળસંકટ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. શહેરમાં પાણીની તંગી વચ્ચે મેયર ડો. નેહલ શુક્લના પત્ર બાદ રાજ્ય સરકારે નર્મદાના નીર આપવાની શરૂઆત કરી છે. આજી-1 ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવાની શરૂઆત કરવામાં આવી છે. મેયરે આજી અને ન્યારી ડેમ માટે કુલ 4,000 MCFT નર્મદાના પાણીની માંગ કરી હતી. શહેરમાં પાણીની સ્થિતિને ધ્યાને લઈને રાજ્ય સરકારે નર્મદાના નીર આપવાનો નિર્ણય કર્યો છે. નર્મદાનું પાણી ડેમમાં પહોંચતા રાજકોટમાં આગામી દિવસોમાં પાણીની સ્થિતિમાં રાહત મળવાની આશા છે. શહેરમાં જળસંકટ વચ્ચે સરકારના આ નિર્ણયથી રાજકોટવાસીઓને મોટી રાહત મળી શકે છે.
-
ભરચોમાસે રાજકોટમાં અલગ-અલગ વિસ્તારોમાં છ દિવસનો પાણીકાપ
રાજકોટમાં ભરચોમાસે અલગ-અલગ વિસ્તારોમાં છ દિવસ પાણીકાપની જાહેરાત કરવામાં આવી છે. નર્મદાની મુખ્ય પાઇપલાઇનના મેન્ટેનન્સને પગલે 16થી 21 સપ્ટેમ્બર દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી વિતરણને અસર થશે. 16 અને 17 સપ્ટેમ્બરે સામાકાંઠા વિસ્તારમાં પાણીકાપ રહેશે. 16મીએ ઈસ્ટ ઝોનના વોર્ડ નંબર 5 અને 17મીએ વોર્ડ નંબર 4માં અસર થશે. 18 અને 19 સપ્ટેમ્બરે ત્રણેય ઝોનના અનેક વિસ્તારોમાં પાણીકાપ રહેશે, જેમાં રૈયાધાર, જ્યુબેલી, જંકશન પ્લોટ, ગોંડલગ્રામ, મવડી, ચંદ્રેશનગર, 150 ફૂટ રિંગરોડ અને બેડીપરાનો સમાવેશ થાય છે. 20 અને 21 સપ્ટેમ્બરે પણ વિવિધ વિસ્તારોમાં પાણીકાપ રહેશે. 18થી 20 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડનું શટડાઉન હોવાથી શહેરની પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાશે.
-
અમદાવાદ: ઇસ્કોન બ્રિજ પર બેફામ કારચાલકે સર્જ્યો અકસ્માત
અમદાવાદમાં ફરી એકવાર રફતારનો કહેર સામે આવ્યો છે. ઇસ્કોન બ્રિજ પર બેફામ કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. 20 વર્ષીય યુવક ગાંધીનગરથી આનંદનગર તરફ જઈ રહ્યો હતો ત્યારે ઓવરસ્પીડના કારણે કાર ડાયવર્ઝન બોર્ડ સાથે અથડાઈ હતી. વહેલી સવારે લગભગ 3 વાગ્યે આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. કર્ણાવતી બ્રિજ પર ચાલી રહેલી કામગીરીના કારણે આ માર્ગ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. અકસ્માતને પગલે ડાયવર્ઝન પર વાહનચાલકોની સુરક્ષા માટે કરવામાં આવેલી વ્યવસ્થા સામે સવાલો ઉઠી રહ્યા છે. બેફામ ઝડપે દોડતી કાર ડાયવર્ઝન સાથે અથડાતા અકસ્માત સર્જાતા ફરી એકવાર તંત્રની સુરક્ષા વ્યવસ્થા અને વાહનચાલકોની બેદરકારી ચર્ચામાં આવી છે.
-
પાટણ: વીજળી પડતા 35 પશુઓના મોત
પાટણના સાંતલપુરના વૌવા ગામમાં વીજળી પડતા 35 પશુઓના મોત થયા છે. ખેતરમાં રાખવામાં આવેલા ઘેટા-બકરા પર અચાનક વીજળી પડતાં મોટી સંખ્યામાં પશુઓના મોત થયા હતા. ઘટનાને પગલે પશુ માલિકને મોટું નુકસાન થયું છે. એકસાથે 35 પશુઓના મોતથી પશુ માલિકમાં ચિંતા અને આઘાતનો માહોલ જોવા મળ્યો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકોમાં પણ ચકચાર મચી ગઈ હતી. ભારે વરસાદી માહોલ વચ્ચે વીજળી પડવાની ઘટનાથી ખેતરમાં રહેલા પશુઓની મોટી સંખ્યામાં ખુવારી થઈ છે. સ્થાનિક સ્તરે ઘટનાની જાણ સંબંધિત તંત્રને કરવામાં આવી છે.
-
સતત ત્રીજા મહિને રિટેલ ફુગાવો વધ્યો, મોંઘવારીનો ડબલ ડોઝ
મોંઘવારીનો ડબલ ડોઝ
દેશમાં મોંઘવારીનો માર યથાવત્ છે. સતત ત્રીજા મહિને રિટેલ ફુગાવો વધ્યો છે. ઓગસ્ટમાં રિટેલ મોંઘવારી જુલાઈના 4.45 ટકાથી વધીને 4.82 ટકા થઈ છે. બીજી તરફ જથ્થાબંધ ફુગાવો પણ વધીને 9.92 ટકાએ પહોંચ્યો છે અને ઓગસ્ટમાં તે 8 મહિનાની ટોચે રહ્યો. ખાદ્યચીજવસ્તુઓ અને શાકભાજીના ભાવમાં વધારો મોંઘવારી વધવાનું મુખ્ય કારણ બન્યો છે. ગલ્ફ યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા વધારાની પણ અસર જોવા મળી રહી છે.
મોંઘવારીના વધતા દબાણ વચ્ચે રિઝર્વ બેન્કની ચિંતા વધી છે. RBIએ નાણાકીય વર્ષ 2027 માટે રિટેલ મોંઘવારીનું અનુમાન 5.1 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યું છે. પ્રથમ ત્રિમાસિક ગાળાનું અનુમાન 4.2થી ઘટાડીને 4.1 ટકા અને બીજા ત્રિમાસિક ગાળાનું અનુમાન 5.1થી ઘટાડીને 4.7 ટકા કરાયું છે. ત્રીજા ત્રિમાસિક ગાળાનું અનુમાન 5.9 ટકા પર યથાવત્ રાખવામાં આવ્યું છે, જ્યારે ચોથા ત્રિમાસિક ગાળાનું અનુમાન 5.4થી વધારીને 5.5 ટકા કરાયું છે. RBIના મતે નજીકના ભવિષ્યમાં મોંઘવારી વધી શકે છે અને ત્રીજા ત્રિમાસિક ગાળામાં ટોચે પહોંચી શકે છે.
-
કચ્છ: ગાંધીધામ મનપાની રસ્તાની કામગીરીની પોલ ખુલી
કચ્છના ગાંધીધામમાં ભારે વરસાદે મનપાની રસ્તાની કામગીરીની પોલ ખોલી નાખી છે. ગાંધીધામ-આદિપુરમાં ધોધમાર વરસાદને પગલે મુખ્ય રોડ બેસી જતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. વરસાદી પાણી વચ્ચે અનેક વાહનચાલકો અટવાયા હતા. આદિપુર અને રામબાગ પાસે રસ્તો બેસી જતાં લોકોની મુશ્કેલી વધી છે. જ્યારે મૈત્રી સ્કૂલ પાસે રસ્તા પર મોટો ખાડો પડી ગયો છે. ઠેકઠેકાણે રસ્તાઓ બેસી જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બિસ્માર રસ્તા અને વરસાદી પાણી વચ્ચે વાહન ચલાવવું મુશ્કેલ બનતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો છે. વરસાદ બાદ રસ્તાની કામગીરીની ગુણવત્તા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
-
ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ
-
બનાસકાંઠા કોંગ્રેસમાં કકળાટ પર પ્રવિણ માળીનું નિવેદન
બનાસકાંઠા કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક કકળાટ વચ્ચે ભાજપ નેતા પ્રવિણ માળીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસનો કકળાટ માત્ર બનાસકાંઠા પૂરતો સીમિત નથી, પરંતુ સમગ્ર રાજ્યમાં આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. કોંગ્રેસમાં નેતા અને યોગ્ય નેતૃત્વનો અભાવ હોવાનો આક્ષેપ કર્યો. પ્રવિણ માળીએ કટાક્ષ કરતાં કહ્યું કે, કોંગ્રેસ પોતાના પરિવારને સાચવી શકતી નથી તો રાજ્ય કેવી રીતે સાચવશે? તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસ પાસે હાલ કોઈ નક્કર મુદ્દો નથી, જેના કારણે પક્ષમાં આંતરિક વિખવાદ અને આક્ષેપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. કોંગ્રેસના સંગઠન અને નેતૃત્વ સામે પણ તેમણે સવાલો ઉઠાવ્યા.
-
બનાસકાંઠામાં રાજકીય ભડકા બાદ કોંગ્રેસ અગ્રણી મુકેશ ચૌહાણના ગંભીર પ્રહાર
બનાસકાંઠામાં કૉંગ્રેસના આંતરિક વિખવાદ વચ્ચે કોંગ્રેસ અગ્રણી મુકેશ ચૌહાણે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે, સ્થાનિક કોંગ્રેસ આગેવાનોની રજૂઆતના કારણે પ્રદેશ કૉંગ્રેસે યાદી રદ કરી હતી. પ્રદેશ કોંગ્રેસમાં વ્હાલા-દવલાની નીતિ અપનાવાતી હોવાનો અને વરિષ્ઠ નેતાઓની ઉપેક્ષા થતી હોવાનો આરોપ લગાવ્યો. ગુલાબસિંહ રાજપૂતના આક્ષેપોને તેમણે વખોડી કાઢ્યા. યુથ કોંગ્રેસ પ્રમુખના રાજીનામાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે તેમ પણ કહ્યું. એક વર્ષ વીતી ગયા છતાં કૉંગ્રેસનું સંગઠન માળખું તૈયાર ન થયું હોવાનો દાવો કર્યો. ગેનીબેન ઠાકોરની જવાબદારી યોગ્ય માળખું બનાવવાની હોવાનું જણાવ્યું. ગુલાબસિંહ બંને જિલ્લાઓ પર ધ્યાન આપી શકતા ન હોવાથી જિલ્લા પ્રમુખો અલગ કરવાની માંગ કરી.
-
બનાસકાંઠા કોંગ્રેસમાં વિવાદ મુદ્દે ભાજપના પ્રહાર પર પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન
બનાસકાંઠા કૉંગ્રેસના આંતરિક વિવાદ મામલે ભાજપના પ્રહારો વચ્ચે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ વળતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, બનાસકાંઠામાં જિલ્લા સંગઠન માટે વાતચીતના અભાવને કારણે પ્રશ્ન ઊભો થયો છે. પ્રદેશ સમિતિ બંને જિલ્લાઓમાં કાર્યકરોને સ્થાન મળે તે માટે પ્રયાસ કરતી હોવાનું તેમણે જણાવ્યું. ક્યાંક ચૂક રહી જતાં સંગઠન સ્થગિત કરવામાં આવ્યું હોવાનો દાવો કર્યો. ભાજપ પર પ્રહાર કરતાં મનીષ દોશીએ કહ્યું કે, ભાજપ લાજવાને બદલે ગાજી રહ્યું છે. તેમણે ભરૂચ, રાજકોટ અને ભાજપના જૂના-નવા નેતાઓ વચ્ચેના મતભેદોનો ઉલ્લેખ કરી સવાલો ઉઠાવ્યા. દારૂ અને બેરોજગારીના મુદ્દે ભાજપ વાત કરવાથી ભાગી રહ્યું હોવાનો આરોપ લગાવ્યો. કોંગ્રેસને સલાહ આપવાને બદલે ભાજપે પોતાના આંતરિક પ્રશ્નો તરફ નજર કરવી જોઈએ તેમ તેમણે કહ્યું.
-
બનાસકાંઠા અને વાવ-થરાદમાં કૉંગ્રેસનો આંતરિક વિખવાદ ચરમસીમાએ
બનાસકાંઠા અને વાવ-થરાદમાં કૉંગ્રેસનો આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. રાંટીલા બેઠકના કોંગ્રેસ સદસ્ય સિદ્ધરાજસિંહ ચૌહાણે પક્ષના નેતૃત્વ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે, કોંગ્રેસ પોતાના એકમાત્ર સાંસદ ગેનીબેન ઠાકોરની છબી ખરડી રહી છે. ગુલાબસિંહ રાજપૂત સહિતના નેતાઓનું મનોબળ તોડવામાં આવી રહ્યું હોવાનો પણ તેમણે દાવો કર્યો. કૉંગ્રેસના વિરોધમાં જઈને ભાજપને સહકાર આપનારા નેતાઓ સામે પણ તેમણે પ્રહાર કર્યા. સ્થાનિક નેતાઓ પક્ષ વિરુદ્ધ કામ કરી રહ્યા હોવાનો આરોપ લગાવી, ગેનીબેન અને ગુલાબસિંહના વિરોધમાં થઈ રહેલી કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી. પ્રદેશ નેતૃત્વના અભાવ અંગે સવાલ ઉઠાવી સિદ્ધરાજસિંહે ચીમકી આપી કે, પ્રદેશ નેતૃત્વમાં બેઠેલા નેતાઓને સાંખી લેવામાં નહીં આવે.
-
બનાસકાંઠા જિલ્લા સંગઠન માળખું રદ થયા બાદ કૉંગ્રેસમાં ભડકો
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસનું સંગઠન માળખું રદ થતાં પક્ષમાં આંતરિક અસંતોષ સામે આવ્યો છે. બે દિવસ અગાઉ જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે સંગઠન માળખું જાહેર કર્યું હતું. જોકે, પ્રદેશ અધ્યક્ષની સૂચનાથી માળખું રદ કરવામાં આવતા ગુલાબસિંહ રાજપૂતે નારાજગી દર્શાવી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમણે આડકતરી રીતે પ્રદેશ અધ્યક્ષને જવાબ આપતા કહ્યું કે, “તમારી લડત અમારી સામે નહીં, પરંતુ ભાજપ સરકાર સામે હોવી જોઈએ.” તેમણે લોકોના પ્રશ્નો અને જનહિતના મુદ્દાઓને લઈને લડત કરવાની વાત કરી. અગાઉ પ્રભારી સાથેની બેઠકમાં પણ માળખું રદ કરવાના મુદ્દે તેમણે સવાલ ઉઠાવ્યો હતો. પક્ષને નુકસાન કરનારાઓને સહન નહીં કરવાની ચીમકી પણ આપી.
-
પાછલા 8 કલાકમાં રાજ્યના 71 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં મેઘમહેર યથાવત્ છે. રાજ્યના કુલ 259 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ કચ્છના અંજારમાં 7.24 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભાવનગરના વલ્લભીપુરમાં 6.10 ઇંચ અને જામનગરમાં 5.59 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 15 તાલુકામાં 4 ઇંચથી વધુ, 40 તાલુકામાં 3 ઇંચથી વધુ અને 80 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 145 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. છેલ્લા 8 કલાકમાં રાજ્યના 71 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છના માંડવીમાં 6.97 ઇંચ, અબડાસામાં 2.09 ઇંચ, મુંદ્રામાં 1.57 ઇંચ, નખત્રાણામાં 1.30 ઇંચ અને ભુજમાં 1.26 ઇંચ વરસાદ નોંધાયો છે.
-
UPI પેમેન્ટ પર ચાર્જ વસુલવા પર કેન્દ્રની સ્પષ્ટતા
ડિજિટલ ભારતમાં શાકભાજીની લારીથી લઈને મોટા મોલ સુધી ચુકવણીનું સૌથી મોટું માધ્યમ UPI બની ગયું છે….ત્યારે UPI પેમેન્ટ પર બેન્ક ચાર્જ ચૂકવવાની અટકળો વચ્ચેકેન્દ્રીય નાણાં મંત્રાલયે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને સ્પષ્ટતા કરી… સરકારે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે બેન્કો અને પેમેન્ટ સિસ્ટમ પ્રોવાઇડર્સ 2 હજાર સુધીના UPI પેમેન્ટ તેમજ RuPay ડેબિટ કાર્ડ પેમેન્ટ પર કોઈ પણ પ્રકારનો ચાર્જ વસૂલી શકશે નહીં…. આ જાહેરાતથી દેશના કરોડો સામાન્ય નાગરિકો અને નાના વેપારીઓને મોટી રાહત મળી….
-
આણંદઃ બોરસદમાં કાંસનો પાળો તૂટતા ખેડૂતોને નુકસાન
આણંદના બોરસદના બોચાસણ-ગોરેલ સીમ વિસ્તારમાં કાંસનો પાળો તૂટતા ખેડૂતોની જમીનમાં પાણી ફરી વળ્યું હતું. પાણી ભરાવાને કારણે ડાંગર, મરચી અને તમાકુના ધરુને નુકસાન થયું છે, જ્યારે પશુઓ માટે વાવેલા ઘાસચારાને પણ અસર પહોંચી છે. ઘટનાની જાણ થતાં અધિકારીઓએ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને ખેડૂતોની રજૂઆતને ધ્યાનમાં લઈ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
-
કચ્છમાં રેડ એલર્ટ, દ્વારકામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે રાજ્યના બે જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. કચ્છમાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ, જ્યારે દ્વારકામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યની આસપાસ હજુ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે. રાજ્યમાં હજુ વરસાદની 10 ટકા ઘટ છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 25 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે.
-
રાજકોટઃ જાહેરમાં લુખ્ખા તત્વોની મારામારી
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આંબેડકરનગર સોસાયટી પાસે બે શખ્સોએ જાહેરમાં છૂટ્ટાહાથની મારામારી કરી રસ્તો બાનમાં લીધો હતો. બંને શખ્સો નશામાં ધૂત થઈને મારામારી કરતા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અજાણ્યા કારણોસર થયેલી મારામારીના દ્રશ્યોમાં આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાનો વીડિયો વાયરલ થતાં જાહેરમાં દારૂબંધીના અમલ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
-
કચ્છઃ માંડવીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
કચ્છના માંડવી પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. સવારે 6થી 10 વાગ્યા સુધીમાં 6 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદને પગલે મુખ્ય માર્ગો અને સોસાયટીઓમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ખેતરો અને નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા છે, જ્યારે નદી-નાળામાં નવા નીરની આવક થઈ છે. માંડવી તાલુકાનો સિઝનનો કુલ વરસાદ સાડા 12 ઈંચે પહોંચ્યો છે. શહેરના બાબાવાડી, પોસ્ટ ઓફિસ રોડ અને નાગનાથ મહાદેવ મંદિર સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર ટીમને એલર્ટ કરવામાં આવી છે.
-
બનાસકાંઠા કોંગ્રેસમાં આંતરિક વિવાદ વચ્ચે યુથ કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસનું સંગઠન માળખું રદ થયા બાદ આંતરિક વિવાદ વકર્યો છે. આ વચ્ચે બનાસકાંઠા યુથ કોંગ્રેસ પ્રમુખ રોહિત પારેગીએ નારાજગી વ્યક્ત કરી રાજીનામું આપી દીધું છે. જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારોની યાદી રદ કરવાના નિર્ણય સામે તેમણે નારાજગી દર્શાવી છે. રાજીનામાના પત્રમાં ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂતના અપમાન તેમજ વરિષ્ઠ નેતાઓનું સન્માન જળવાયું ન હોવાનો ઉલ્લેખ કર્યો છે. કાર્યકરોની લાગણી દુભાઈ હોવાનો પણ તેમણે પત્રમાં ઉલ્લેખ કરી, આત્મસન્માનને ધ્યાનમાં રાખીને પદ પર રહેવું યોગ્ય ન લાગતાં રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે. રોહિત પારેગીના રાજીનામાથી બનાસકાંઠા કોંગ્રેસના રાજકારણમાં વધુ ગરમાવો આવ્યો છે.
-
રાજ્ય સરકારે ‘ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ નીતિ-2026’ જાહેર કરી
ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ‘ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ નીતિ-2026’ જાહેર કરવામાં આવી છે. નીતિનો હેતુ બાળકોને હિંસા, શોષણ, દુર્વ્યવહાર, ઉપેક્ષા અને ભેદભાવથી મુક્ત સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાનો છે. નીતિ તૈયાર કરતી વખતે POCSO નિયમો, જુવેનાઈલ જસ્ટિસ અધિનિયમ, બાળલગ્ન પ્રતિબંધ કાયદો, બાળમજૂરી સંબંધિત કાયદા અને શાળા સલામતી માર્ગદર્શિકા સહિતના કાયદાકીય તથા નીતિગત માળખાઓનો આધાર લેવામાં આવ્યો છે.
-
ઉકાઈ ડેમની જળ સપાટી 337.29 ફૂટ પહોંચી
સુરતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ઉકાઈ ડેમની સપાટી વધીને 337.29 ફૂટે પહોંચી છે. ડેમની સપાટીમાં વધારો થતાં કતારગામ અને રાંદેરને જોડતો વિયર કમ કોઝવે બંધ કરવામાં આવ્યો છે. વિયર કમ કોઝવેની સપાટી પણ વધીને 6.43 મીટરે પહોંચી છે, જેના પગલે વાહનવ્યવહાર માટે માર્ગ બંધ રાખવામાં આવ્યો છે.
-
વડોદરાના ઉદ્યોગપતિને રોહિત ગોદારા ગેંગની ધમકી
વડોદરાના એક ઉદ્યોગપતિને ગેંગસ્ટર રોહિત ગોદારા ગેંગ દ્વારા વોઇસ નોટ મોકલીને 10 કરોડ રૂપિયાની ખંડણી માગવામાં આવતા ચકચાર મચી છે. ગેંગસ્ટરના સાગરીત મહેન્દ્ર ડેલાણાએ ખંડણીની માગ કરી અને પોલીસને જાણ કરાશે તો 10 કરોડની જગ્યાએ 20 કરોડ રૂપિયા આપવા પડશે તેવી ધમકી આપી હોવાની માહિતી છે. આ મામલે વડોદરામાં રોહિત ગોદારા અને મહેન્દ્ર ડેલાણા સામે FIR નોંધાઈ છે, જેને ગોદારા સામે ગુજરાતમાં નોંધાયેલી પ્રથમ ફરિયાદ હોવાનું જણાવાઈ રહ્યું છે. દિલ્લીના એક્ઝિબિશનમાંથી ઉદ્યોગપતિ અંગેની માહિતી લીક થઈ હોવાની શક્યતાને પગલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને દિલ્હી પોલીસે ચાંદનીચોકમાં ઓપરેશન હાથ ધરી વેશપલટો કરીને ગોદારા ગેંગના સાગરીત કુલદીપ સ્વામીને ઝડપી લીધો છે. 18 સપ્ટેમ્બરે રિમાન્ડ પૂર્ણ થયા બાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીને વડોદરા લાવશે.
-
પીએમ મોદીના જન્મદિને અમિત શાહ ગુજરાત આવશે,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 17 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે. અમિત શાહ વડનગર અને અમદાવાદ ખાતે યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. વડનગરથી વારાણસી માટેની રેલીને પ્રસ્થાન કરાવશે, જ્યારે અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે પીએમ મોદીના લાંબા આયુષ્ય માટે આરતી કરશે. આ ઉપરાંત કાંકરિયામાં 1.25 લાખ દીવડા પ્રગટાવવાના કાર્યક્રમમાં પણ અમિત શાહ હાજરી આપશે.
-
અમદાવાદ: શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં યુવકનો આપઘાત
અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં યુવકે આપઘાત કરતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, જામનગરથી ઉત્તરપ્રદેશ જતી ટ્રેનમાંથી મૂળ ઉત્તરપ્રદેશનો યુવક ગઈકાલે અમદાવાદ આવ્યો હતો. કોઈ વ્યક્તિ તેને હેરાન કરતી હોવાની ફરિયાદ યુવકે પોલીસ સમક્ષ કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ યુવક માનસિક રીતે અસ્થિર હોવાનું અનુમાન છે. વહેલી સવારે યુવકે પોલીસ સ્ટેશનના ઈલેક્ટ્રિક રૂમમાં આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
-
જામનગર: ગાંધીનગર વિસ્તારમાં વરસાદ બાદ કાર ફસાઈ
જામનગરના ગાંધીનગર વિસ્તારમાં વરસાદ બાદ રસ્તા પર પાણી ભરાતા એક કાર ફસાઈ ગઈ હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ વિકાસના કામોમાં બેદરકારીનો આક્ષેપ કરી કોન્ટ્રાક્ટરો અને સત્તાધીશો પર મનમાની કરવાનો આરોપ લગાવ્યો હતો. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં હોવાને કારણે આવી સ્થિતિ સર્જાતી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી.
-
મોંઘવારીનો ડબલ ડોઝ, રિટેલ અને જથ્થાબંધ ફુગાવામાં વધારો
દેશમાં મોંઘવારીનો ડબલ ડોઝ જોવા મળી રહ્યો છે. સતત ત્રીજા મહિને રિટેલ ફુગાવામાં વધારો નોંધાયો છે. ઓગસ્ટમાં રિટેલ મોંઘવારી દર જુલાઈના 4.45 ટકાથી વધીને 4.82 ટકા થયો છે, જ્યારે જથ્થાબંધ ફુગાવો પણ વધીને 9.92 ટકાએ પહોંચ્યો છે. ઓગસ્ટમાં જથ્થાબંધ ફુગાવો 8 મહિનાની ટોચે પહોંચતા મોંઘવારીને લઈને ચિંતા વધી છે. ખાદ્યચીજવસ્તુઓ અને શાકભાજીના ભાવમાં વધારો થતાં સામાન્ય લોકોના બજેટ પર સીધી અસર પડી રહી છે. બીજી તરફ ગલ્ફ યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં પણ ભડકો થયો છે, જેની અસર આગામી સમયમાં મોંઘવારી પર પડી શકે છે. વધતી મોંઘવારી વચ્ચે વ્યાજદરમાં વધારો થવાની શક્યતાને પગલે રિઝર્વ બેન્કની પણ ચિંતા વધી છે.
-
જળાશયોમાં પણ ચિંતાજનક સ્થિતિ
ઓછા વરસાદને કારણે દેશના અનેક જળાશયોમાં પાણીનું સ્તર પણ ઘટ્યું છે અને જળસ્તર 10 વર્ષના સૌથી નીચા સ્તરે પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. વરસાદની અછતની અસર ખેતી પર પડતા ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ખરીફ પાકોની વાવણીમાં પણ 21 ટકાનો ઘટાડો નોંધાયો છે. જો ચોમાસાની વહેલી વિદાય થાય તો ખેતી અને જળસંગ્રહની સ્થિતિ પર તેની વધુ અસર થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
-
દેશમાં ચાલુ વર્ષે ચોમાસાની વહેલી વિદાયની શક્યતા
દેશમાં ચાલુ વર્ષે ચોમાસું ટૂંક સમયમાં વિદાય લઈ શકે છે. પશ્ચિમ રાજસ્થાનથી 19 સપ્ટેમ્બરની આસપાસ ચોમાસાની વિદાય શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ ઓછા વરસાદની અસર ખરીફ પાકોની વાવણી પર પણ જોવા મળી રહી છે. દેશમાં 1 જૂનથી 13 સપ્ટેમ્બર દરમિયાન સામાન્ય કરતાં 15 ટકા ઓછો વરસાદ નોંધાયો છે, જ્યારે દક્ષિણ ભારતના વિસ્તારોમાં સામાન્ય કરતાં 28 ટકા અને પૂર્વ તથા પૂર્વોત્તર ભારતમાં 25 ટકા ઓછો વરસાદ પડ્યો છે.
-
કચ્છમાં ધોધમાર વરસાદથી નદીઓ બે કાંઠે, અંજાર-ચંદ્રાણી માર્ગ બંધ
કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે નદીમાં પાણીની આવકમાં વધારો થયો છે. અંજાર-ચંદ્રાણી વચ્ચે આવેલી નદીમાં પાણીની આવક વધતાં નદી બે કાંઠે વહેવા લાગી છે. નદીના પાણી માર્ગ પર ફરી વળતાં અંજાર-ચંદ્રાણી માર્ગ પર વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. માર્ગ પર પાણી ભરાતા બંને તરફનો વાહનવ્યવહાર ખોરવાયો છે અને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન કચ્છ જિલ્લાના અનેક વિસ્તારોમાં હજુ પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે. ગત રાત્રે અંજાર, લખપત, માંડવી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.
-
સચિવાલય, શાળા અને કોર્ટને બોમ્બની ધમકીનો મામલો, બે આરોપીઓની અટકાયત
સચિવાલય, શાળા અને કોર્ટ સહિતના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેઈલ મળવાના મામલે સાયબર સેલે તપાસ હાથ ધરી બે આરોપીઓની અટકાયત કરી છે. પ્રાથમિક તપાસમાં બોમ્બ થ્રેટનું કનેક્શન બાંગ્લાદેશના આતંકી નેટવર્ક સાથે હોવાનું સામે આવ્યું છે. તપાસમાં સામે આવ્યું છે કે બિહારનો આરોપી ઝારખંડના ગુલશન કુમાર સાથે સંડોવાયેલો હતો અને ગુલશન કુમાર બાંગ્લાદેશના આતંકી નેટવર્ક સાથે સંપર્કમાં રહી કામગીરી કરતો હોવાનો ખુલાસો થયો છે.
-
કચ્છ: ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ભભૂકી આગ
-
કચ્છ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
-
કચ્છમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ
આગામી 1 કલાક માટે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે દ્વારકા, જામનગર, મોરબી અને ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના અન્ય તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે. એલર્ટને પગલે તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે, જ્યારે લોકોને પણ જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
-
રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદથી મેઘમહેર
રાજ્યભરમાં મેઘરાજાએ સાર્વત્રિક મહેર વરસાવી છે. રાજ્યના કુલ 259 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છના અંજારમાં 7.24 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે ભાવનગરના વલ્લભીપુરમાં 6.10 ઇંચ અને જામનગરમાં 5.59 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 15 તાલુકામાં 4 ઇંચથી વધુ, 40 તાલુકામાં 3 ઇંચથી વધુ અને 80 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના 145 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. સાર્વત્રિક વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે.
-
સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીની આગાહી
વગર વરસાદે તરસી રહેલા સૌરાષ્ટ્ર-કચ્છમાં હવે મેઘરાજા ઘમરોળે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 20 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત્ રહેવાની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટમાં અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે. આજે પણ સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ અને મહેસાણામાં પણ ભારે વરસાદની વકી છે. અમદાવાદ તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે. વરસાદની આગાહીને પગલે તંત્ર પણ એલર્ટ બન્યું છે.
Published On - Sep 15,2026 7:35 AM
