15 મેના મહત્વના સમાચાર : ખેડૂતોની મૂડી છીનવી લેનારા વ્યાજખોરો સામે સરકારે આરપારની લડાઈ લડવાનું નક્કી કર્યું છે: હર્ષ સંઘવી
આજે 15 ઓક્ટોબરને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે 15 ઓક્ટોબરને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
સુરતના કીમ ચાર રસ્તા નજીક બાઈક અથડાવાની નજીવી બાબતે બે જૂથ વચ્ચે મારામારી
સુરતના કીમ ચાર રસ્તા નજીક બે જૂથ વચ્ચે મારામારી થવા પામી હતી. બાઈક અથડાવાની નજીવી બાબતે બે જૂથમાં થઇ બબાલ. બંને જૂથના યુવકોએ એકબીજા પર છૂટાહાથની મારામારી કરી. અન્ય યુવકોએ વચ્ચે પડી બંને જૂથને છૂટા પાડ્યા. જાહેર રસ્તા પર મારામારી થતાં લોકોનાં ટોળાં એકઠાં થયાં. મારામારીની ઘટનાના લાઇવ વીડિયો સામે આવ્યા.
-
ખેડૂતોની મૂડી છીનવી લેનારા વ્યાજખોરો સામે સરકારે આરપારની લડાઈ લડવાનું નક્કી કર્યું છે: હર્ષ સંઘવી
ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ વ્યાજખોરો સામે સરકારે ચલાવેલ મુહિમનો ઉલ્લેખ કરતા કહ્યું કે, રાજકોટ જિલ્લાના 55 ખેડૂતોને 100 કરોડથી વધારેની જમીન પરત અપાવી છે. દંડાથી જે લોકો સમજે છે તે કાગળની ભાષા સમજતાં નથી. હું વાંકી આંગળીઓથી કામ કરૂ તો વિરોધીઓને તકલીફ પડે છે. વ્યાજખોરો ખેડૂતોની મૂડી છીનવી લે છે. સરકાર આર પારની લડાઇ લડવાનું નક્કી કર્યું છે.
-
-
કચ્છના ભીમાસરમાં SMCના દરોડા, રૂ. 62.95 લાખનો દારૂ ઝડપાયો
કચ્છના ભીમાસરમાં SMCના દરોડા. આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂ. 62.95 લાખનો દારૂ ઝડપાયો. રાપરના ભીમાસર ગામે ભાડાના મકાન અને દુકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. વિદેશી દારૂ અને બિયરની 604 પેટી જપ્ત કરવામાં આવી. દારૂ-બિયરની કુલ 23,729 બોટલો મળી આવી. પૃથ્વીરાજસિંહના ભાડાના મકાન અને દુકાનમાં દરોડાની કાર્યવાહી. દારૂના જથ્થા સાથે રામદેવસિંહ દિલુભા વાઘેલા ઝડપાયો. આડેસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો.
-
સુરતના ઇચ્છાપોરમાં સ્પીકરનો અવાજ ધીમો કરવાનું કહેતા વૃદ્ધને હથોડી મારીને પતાવી દેવાયા
સુરતના ઇચ્છાપોરમાં સ્પીકરનો અવાજ ધીમો કરવાનું કહેતા વૃદ્ધને હથોડી મારીને પતાવી દેવાયાની ઘટના બની છે. સ્પીકરનો અવાજ ધીમો કરવાનું કહેતા વૃદ્ધની હત્યા થઇ હતી. 71 વર્ષીય વૃદ્ધને હથોડીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા. ભટલાઈ ગામે નજીવી બાબતે વૃદ્ધની હત્યાથી ચકચાર મચી જવા પામી છે. હથોડીના ઘા મારી વૃદ્ધની હત્યા કરી ત્રણ આરોપી ફરાર. ઇચ્છાપોર પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેય હત્યારાઓને ઝડપ્યા. ભાગી રહેલા ત્રણેય આરોપીઓ રેલવે સ્ટેશન પરથી ઝડપાયા. પશ્ચિમ બંગાળના ત્રણ મજૂરો સામે વૃદ્ધની હત્યાનો ગુનો નોંધાયો. સુવેન્દુ ગણેશ હોનાગા , શંકરસિંગ સીબુસિંગ અને સંતુ ઉર્ફે સુપ્રિયો નરૂગોપાલ હોનાગાની ધરપકડ કરાઈ.
-
રૂપિયા ભર્યા વગર જ AMCના પ્લોટમાં ગરબા યોજતા ફળિયુ ગરબા ગ્રાઉન્ડ સીલ કરી દેવાયું
અમદાવાદના ગોતા વિસ્તારમાં ખાનગી ગરબા આયોજકનું ગરબા ગ્રાઉન્ડ સીલ કરાયું છે. જગતપુર ગોતામાં આવેલ ફળિયું ગરબા સીલ કરાયુ. ફળિયું નામથી ગરબા કરવામાં આવ્યા હતા. આશિષ પટેલ નામથી અરજી કરવામાં આવી હતી. AMC ના પ્લોટ માં એક પણ રૂપિયો ભર્યા વગર યોજ્યા હતા ગરબા. રૂપિયા 39 લાખ ભર્યા વગર જ યોજ્યા ગરબા.
-
-
સુરતમાં મોબાઈલ ટાવરની બેટરી ચોરતો ચોર 45 બેટરી સાથે ઝડપાયો
સુરત ગ્રામ્યના કડોદરામાંથી મોબાઈલ ટાવરની બેટરીની થઈ રહેલ ચોરીનો ભેદ આખરે પોલીસે ઉકેલી નાખ્યો છે. સુરત ગ્રામ્ય LCB પોલીસે ચોરીની 45 બેટરી સાથે આરોપીને ઝડપ્યો છે. કડોદરા-નિયોલ રોડ પર એક દુકાનમાંથી બેટરીઓ મળી આવી છે. પોલીસે આશીફ સૈયદ નામના આરોપીની કરી ધરપકડ. 45 બેટરીની કિંમત રૂ. 2.14 લાખથી વધુ થવા જાય છે. મોબાઈલ અને રોકડ સહિત રૂ. 2,19,650નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. અલથાણ અને ભેસ્તાન પોલીસ સ્ટેશનના બે ચોરીના ગુના ઉકેલાયા છે.
-
ધારાસભ્ય ચૈતર વસાવાએ, પરીક્ષા આપવા માટે માંગ્યા હંગામી જામીન, 16 ઓકટોબરે હાથ ધરાશે સુનાવણી
આપના દેડીયાપાડા મતવિસ્તારના MLA ચૈતર વસાવાએ પરીક્ષા આપવા માટે માંગ્યા હંગામી જામીન. ધારાસભ્ય ચૈતર વસાવા સરકારી અધિકારીઓ પર હુમલો કરવાના અને તેમની સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરવાના ગુનામાં દોષીત ઠર્યા હોવાથી હાલ કારાવાસ ભોગવી રહ્યાં છે. જો કે ચૈતર વસાવાએ, MSWની પરીક્ષા આપવા માંગ્યા જામીન. 19 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે MSW ની પરીક્ષા. ચૈતર વસાવાની જામીન અરજી પરની સુનાવણી આવતીકાલે હાથ ધરાશે.
-
છત્રાલ GIDC ફેઝ-4માં એસિડાઈઝ કલર બનાવતી કંપનીમાં બોઈલર ફાટવાથી 4 ના મોત
ગાંધીનગરના છત્રાલ GIDC ફેઝ-4માં બોઈલર ફાટવાથી 4 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. એસિડાઈઝ કલર બનાવતી કંપનીમાં ફાટ્યું બોઈલર. બપોરે 12 વાગે બની બ્લાસ્ટની ઘટના. કોવીકાડાઇઝ એન્ડ ઇન્ટરમિડીયા કંપનીમાં બની દુર્ઘટના. SDM, પોલીસ, ફાયર અને આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચ્યા છે. બ્લાસ્ટનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરાઇ છે.
-
અમદાવાદના બહેરામપુરામાંથી ટોમેટો કેચઅપના ભળતાં નામ સાથે સોસ વેચતી ફેક્ટરી પર તપાસ
અમદાવાદના બહેરામપુરામાંથી, ટોમેટો કેચઅપના ભળતાં નામ સાથે સોસ વેચતી ફેક્ટરી પર તપાસ હાથ ધરવામાં આવી છે. સ્નેક ટચ અપના નામથી વેચવામાં આવતો હતો જથ્થો. 2000 કિલો જેટલો જથ્થો ઝડપાયો. મેન્યુફેક્ચરિંગ યુનિટ પર સાફ-સફાઈ ન હોવાનું દેખાયુ. ગંદકીની જગ્યા પર અયોગ્ય રીતે થઈ રહ્યું હતું પેકિંગ. હોલસેલમાં વેચવામાં આવતો હતો આ જથ્થો. ટોમેટો કેચઅપની જગ્યા પર આ ચટણીનું વેચાણ કરવામાં આવતું હતું.
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અડાલજ, ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમોમાં આપશે હાજરી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 16 ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે. અડાલજ, ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમોમાં આપશે હાજરી.
-
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, ડીસામાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું
ગુજરાતમાં હાલ સામાન્ય કરતાં વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે અને આગામી દિવસોમાં પણ ગરમીની સ્થિતિ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સામાન્ય કરતાં 1થી 3 ડિગ્રી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. ઉત્તર-પશ્ચિમ દિશામાંથી ફૂંકાતા ગરમ પવનોને કારણે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ડીસામાં 40.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 3.4 ડિગ્રી વધુ છે. જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 38.4 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 2.3 ડિગ્રી વધુ છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, અમદાવાદમાં આગામી દિવસોમાં પણ તાપમાન 39 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. ગરમીનો પારો ઊંચો રહેવાની સંભાવનાને પગલે બપોરના સમયે બહાર નીકળતા લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે.
-
પાકિસ્તાનમાં સ્કૂલની છત ધરાશાયી થતાં શિક્ષક સહિત 28 બાળકોનાં મોત, રેસ્ક્યૂ ઑપરેશન ચાલુ
પાકિસ્તાનના પેશાવરની દિર કોલોનીમાં એક સ્કૂલની છત ધરાશાયી થતાં શિક્ષક સહિત 28 બાળકોનાં મોત થયાની ઘટના સામે આવી છે. દુર્ઘટના સમયે સ્કૂલમાં હાજર બાળકો કાટમાળ નીચે દટાઈ ગયાં હતાં. મૃતક બાળકોની ઉંમર 13 વર્ષથી ઓછી હોવાનું જણાવાયું છે. ઘટનામાં ઘાયલ થયેલાં કેટલાંક બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે, જ્યારે કાટમાળ નીચે ફસાયેલાં બાળકોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું છે. રાહત અને બચાવ કામગીરીમાં મદદ માટે પાકિસ્તાની સેનાને પણ બોલાવવામાં આવી છે. પ્રાથમિક વિગતો મુજબ, માટી અને લાકડાંથી બનેલી ત્રણ માળની જર્જરિત સ્કૂલની છત તૂટી પડતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાને પગલે પેશાવર પોલીસે સ્કૂલના સંચાલકની ધરપકડ કરી છે અને દુર્ઘટના પાછળનાં કારણો જાણવા તપાસ શરૂ કરી છે.
-
રાજકોટમાં બે વર્ષની બાળકીની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો, નિભાવ ખર્ચથી બચવા માતાએ જ લીધો જીવ
રાજકોટના કુવાડવા રોડ પર આવેલી ઉધમસિંહ ટાઉનશીપમાં બે વર્ષની બાળકીના મોત મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં બાળકીની માતાએ જ કથિત રીતે કાવતરું રચીને તેની હત્યા કરી હોવાની વિગતો સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, માતા છેલ્લા દોઢ વર્ષથી પતિથી અલગ રહેતી હતી. પુત્રીનો નિભાવ ખર્ચ ન ઉઠાવવો પડે અને બીજા લગ્નમાં બાળકી અડચણરૂપ ન બને તે હેતુથી માતાએ આ કૃત્ય કર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. અગાઉ બાળકી પાંચમા અને છઠ્ઠા માળ વચ્ચેના દાદર પરથી પડી ગઈ હોવાનું સામે આવ્યું હતું, પરંતુ પોલીસને શંકા જતાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. જોકે, હત્યા પાછળના તમામ સંજોગો અને હેતુ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
-
પાવાગઢમાં માલવાહક રોપ-વેનો કેબલ તૂટ્યો, ટ્રોલી ટાવર સાથે અથડાઈ
પંચમહાલના પાવાગઢ ખાતે માલસામાન લઈ જતી માલવાહક રોપ-વે ટ્રોલીનો કેબલ તૂટવાની ઘટના સામે આવી છે. કેબલ તૂટતાં માલસામાન લઈ જતી ટ્રોલી ટાવર સાથે અથડાઈ હતી, જેના પગલે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ વ્યક્તિને જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર દ્વારા મામલાની વિગતો મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ, પોલીસે પણ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. રોપ-વેનો કેબલ કયા કારણોસર તૂટ્યો અને ઘટના પાછળ કોઈ ટેકનિકલ ખામી જવાબદાર છે કે કેમ તે સહિતનાં પાસાં તપાસવામાં આવી રહ્યાં છે. ઘટના બાદ રોપ-વેની સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા છે.
-
ધર્મ પરિવર્તન અને અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, ધર્મ બદલ્યા બાદ અનામતનો લાભ નહીં
ધર્મ પરિવર્તન અને અનુસૂચિત જાતિના લોકોને મળતા અનામતના લાભ અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઈને મહત્વની ચર્ચા સામે આવી છે. આપેલી વિગતો મુજબ, અનુસૂચિત જાતિનો વ્યક્તિ એવો ધર્મ અપનાવે છે જે સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ માન્ય નથી, તો તેને અનુસૂચિત જાતિ તરીકે મળતા અનામતના લાભનો હક રહેશે નહીં. આ મામલે સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાને યથાવત્ રાખ્યો હોવાનું જણાવાયું છે. તમિલનાડુ સરકાર દ્વારા મુસ્લિમ ધર્મ અપનાવનારા લોકોને અનામતનો લાભ આપવા સંબંધિત નિર્ણયને પડકારતી અરજી પણ આ કેસનો મુખ્ય મુદ્દો છે.
-
વડોદરાના નવલખી ગરબા ગ્રાઉન્ડમાં ફૂડ વિભાગનું ચેકિંગ, 10થી 12 કિલો પાપડીનો લોટ નષ્ટ કરાયો
વડોદરાના નવલખી પર આવેલા VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન અખાદ્ય સ્થિતિમાં રાખવામાં આવેલા ખાદ્ય પદાર્થોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ વિભાગની ટીમને એક ફ્રિજમાંથી આશરે 10થી 12 કિલો પાપડીનો લોટ મળી આવ્યો હતો, જેનો તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ફૂડ સ્ટોલના સંચાલકોને ખાદ્ય પદાર્થો યોગ્ય સ્થિતિમાં રાખવા અને કન્ટેનર બદલવાની સૂચના આપવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્ટોલ સંચાલકો પાસે જરૂરી લાયસન્સ અને રજિસ્ટ્રેશન છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવી હતી. નવરાત્રિ દરમિયાન ગરબા રમવા આવતા ખેલૈયાઓને સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે તે હેતુથી ફૂડ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.
-
વડોદરાના હાથીખાનામાં ACના આઉટડોર યુનિટમાં બ્લાસ્ટ, સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત
વડોદરાના હાથીખાના વિસ્તારમાં બડી મસ્જિદ પાસે ACના આઉટડોર યુનિટમાં બ્લાસ્ટ થવાની ઘટનામાં સારવાર હેઠળ રહેલા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. ACના આઉટડોર યુનિટમાં બ્લાસ્ટ થયા બાદ ગેસ સિલિન્ડરમાં પણ વિસ્ફોટ થયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં કુલ પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન એક વ્યક્તિએ દમ તોડ્યો હતો. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બ્લાસ્ટ કયા કારણોસર થયો અને ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ કેવી રીતે થયો તે અંગે વધુ વિગતો મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
-
અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન AMCના આરોગ્ય અને ફૂડ વિભાગનો સપાટો, YMCA ક્લબને નોટિસ
અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા AMCના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. શહેરના YMCA ક્લબમાં આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમે તપાસ કરી હતી. તપાસ દરમિયાન AMCના ફૂડ વિભાગે ક્લબને નોટિસ ફટકારી હતી. આ ઉપરાંત, ત્યાંથી વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા, જેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. નમૂનાઓના રિપોર્ટના આધારે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે વધુ કાર્યવાહી કરવામાં આવી શકે છે. નવરાત્રિ દરમિયાન નાગરિકોને સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે તે હેતુથી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
-
અમેરિકામાં H-1B વિઝાધારકોને ઝટકો, વર્ક પરમિટના 540 દિવસના ઓટોમેટિક એક્સટેન્શનનો નિયમ ખતમ
અમેરિકામાં H-1B વિઝાધારકો અને તેમના જીવનસાથીઓ સહિત વર્ક ઑથોરાઇઝેશન ધરાવતા વિદેશી નાગરિકો માટે મહત્વપૂર્ણ ફેરફારના અહેવાલ સામે આવ્યા છે. ટ્રમ્પ સરકારના નવા નિયમ હેઠળ વર્ક ઑથોરાઇઝેશનના રિન્યૂઅલ માટે અરજી કર્યા બાદ મળતી 540 દિવસની ઓટોમેટિક એક્સટેન્શનની સુવિધા સમાપ્ત કરવામાં આવી હોવાનો દાવો છે. અગાઉ, પાત્ર અરજદારોની વર્ક પરમિટ રિન્યૂઅલ અરજી પેન્ડિંગ હોય ત્યારે ચોક્કસ શરતો હેઠળ તેમને કામ કરવાની મંજૂરીનો સમયગાળો આપમેળે લંબાઈ શકતો હતો. નવા ફેરફારથી રિન્યૂઅલ માટે અરજી કરનારા વિદેશી કર્મચારીઓ અને H-1B વિઝાધારકોના જીવનસાથીઓની રોજગાર સંબંધિત સ્થિતિ પર અસર પડી શકે છે.
-
અમદાવાદમાં નવરાત્રિને લઈને મેટ્રોનો મોટો નિર્ણય, રાત્રે 2 વાગ્યા સુધી દોડશે ટ્રેન
અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન ગરબા રમવા જતા ખેલૈયાઓ અને મુસાફરોની સુવિધા માટે મેટ્રો ટ્રેનની સેવા રાત્રે 2 વાગ્યા સુધી લંબાવવામાં આવી છે. 14 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર સુધી મુસાફરોને મોડી રાત સુધી મેટ્રો સેવાનો લાભ મળશે. વસ્ત્રાલ ગામથી થલતેજ ગામના રૂટ પર દર 30 મિનિટે મેટ્રો દોડશે. આ ઉપરાંત APMCથી કોટેશ્વર રોડના રૂટ પર પણ દર 30 મિનિટે મેટ્રો સેવા ઉપલબ્ધ રહેશે, જ્યારે APMCથી સેક્ટર-1ના રૂટ પર દર 60 મિનિટે મેટ્રો દોડશે. મોડી રાત્રે મુસાફરી કરવા માટે મુસાફરોએ ₹50ની સ્પેશિયલ પેપર ટિકિટ લેવી ફરજિયાત રહેશે. આ ટિકિટ માત્ર એક જ મુસાફરી માટે માન્ય રહેશે. નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓને અવરજવરમાં સરળતા રહે અને મોડી રાત્રે ઘરે પહોંચવા માટે પરિવહનની સુવિધા મળી રહે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
-
હોર્મુઝમાં સમુદ્રી સુરંગ સાથે અથડાતાં માલવાહક જહાજ ડૂબ્યું, 2500થી વધુ કન્ટેનર સમુદ્રમાં પડ્યાનો દાવો
હોર્મુઝ જળસંધિમાં માલવાહક જહાજ સમુદ્રી સુરંગ સાથે અથડાતાં મોટો વિસ્ફોટ થયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, સવારે 6:30 વાગ્યે થયેલા વિસ્ફોટને કારણે જહાજમાં મોટું કાણું પડી ગયું હતું અને થોડી જ મિનિટોમાં જહાજ સમુદ્રમાં ડૂબી ગયું હતું. આ ઘટનામાં 2,500થી વધુ કન્ટેનર સમુદ્રમાં પડ્યાનો દાવો કરવામાં આવ્યો છે. માલવાહક જહાજ ગલ્ફ દેશોમાંથી સામાન લઈને એશિયા તરફ જઈ રહ્યું હતું. ઈરાન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે સમુદ્રી સુરંગને કારણે જહાજ ડૂબ્યું હતું. જોકે, ઘટનામાં જાનહાનિ થઈ હોવાના અહેવાલો હજુ સુધી સામે આવ્યા નથી. બીજી તરફ, હોર્મુઝ જળસંધિમાંથી પસાર થતાં જહાજોને લઈને ઈરાને ચેતવણી ઉચ્ચારી છે. હોર્મુઝ જળસંધિ પર નિયંત્રણ જાળવવાના પ્રયાસમાં ઈરાને સમુદ્રમાં સુરંગો પાથરી હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. જોકે, આ ઘટનાની વિગતો અને જહાજને થયેલા નુકસાન અંગે સ્વતંત્ર પુષ્ટિ જરૂરી છે.
-
વડોદરાના ગેંડા સર્કલ પાસે કોમ્પ્લેક્સમાં આગ, ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરાયું
વડોદરાના ગેંડા સર્કલ પાસે આવેલા એક કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતાં જ કોમ્પ્લેક્સમાં અફરાતફરી અને દોડધામના દૃશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબૂ મેળવવાની કામગીરીની સાથે કોમ્પ્લેક્સમાં ફસાયેલા કેટલાક લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે રેસ્ક્યૂ હાથ ધર્યું હતું. આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. સમગ્ર ઘટનાને પગલે ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા સહિતની વધુ વિગતો મેળવવામાં આવી રહી છે.
-
રાજકોટમાં સોનાની દુકાન બહાર લૂંટ સાથે હત્યા, ફાયરિંગમાં લાલજીભાઈ સરધારાનું મોત
રાજકોટના આજી GIDC વિસ્તારમાં લૂંટ સાથે હત્યાની ગંભીર ઘટના સામે આવી છે. તન્વી ગોલ્ડની બહાર આશરે ચાર બુકાનીધારી શખ્સોએ ફાયરિંગ કરીને લૂંટ ચલાવી હતી. લૂંટારૂઓ 800 ગ્રામ સોનું અને 3 કિલો ચાંદીની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ દરમિયાન કરવામાં આવેલા ફાયરિંગમાં લાલજીભાઈ સરધારાનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. લૂંટારૂઓને ઝડપી પાડવા તેમજ ઘટનાના સંજોગો જાણવા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
-
ગુજરાતમાં 19 ઓક્ટોબરે માવઠાની આગાહી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે વરસાદ
ગુજરાતમાં આગામી દિવસોમાં અનેક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે. હવામાન વિભાગે 19 ઓક્ટોબરના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે. અમરેલી, ભાવનગર, વલસાડ અને નવસારી સહિતના વિસ્તારોમાં માવઠાના એંધાણ છે. આ ઉપરાંત દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાનમાં થનારા ફેરફાર અને ટ્રફ સક્રિય થવાના કારણે આ વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. માવઠાની આગાહીને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે, કારણ કે આ સમયે કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકસાન થવાની શક્યતા રહે છે. જોકે, વરસાદની તીવ્રતા અને અસર અંગે હવામાનની આગામી સ્થિતિ પર નજર રાખવી જરૂરી છે.
Published On - Oct 15,2026 7:43 AM
