AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

12 એપ્રિલના મહત્વના સમાચાર : ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભીષણ ગરમીની આગાહી… સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્જાઇ શકે છે હીટ વેવ, અનેક શહેરોમાં 42 ડિગ્રી સુધી પહોંચશે તાપમાન

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2026 | 9:34 PM
Share

Gujarat Live Updates આજ 12 એપ્રિલના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

12 એપ્રિલના મહત્વના સમાચાર : ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભીષણ ગરમીની આગાહી... સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્જાઇ શકે છે હીટ વેવ, અનેક શહેરોમાં 42 ડિગ્રી સુધી પહોંચશે તાપમાન

આજે 12 એપ્રિલને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 12 Apr 2026 09:00 PM (IST)

    અમદાવાદ: બનેવીએ સગીર સાળી પર આચર્યુ દુષ્કર્મ

    અમદાવાદમાં અમરાઈવાડી વિસ્તારમાં બનેવીએ જ પોતાની સગીર વયની સાળી પર દુષ્કર્મ આચર્યું અને સગીરાને માતા પણ બનાવી દીધી. જીજા અને સાળીના સંબંધોને કલંકીત કરતી ઘટના સામે આવતા ચકચાર મચી છે. આરોપી છેલ્લા 10 મહિનાથી પોતાની સગીર સાળી પર દુષ્કર્મ ગુજારતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે સાળીના ઘરે જ્યારે કોઈ ન હોય તેવા સમયે આરોપી બનેવી અવાર-નવાર સાળી પર દુષ્કર્મ આચરતો. જોકે સગીરાને પેટમાં દુખાવો થતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવી અને સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે સગીરવયની સાળીએ બાળકને જન્મ પણ આપ્યો હતો.. પરંતું 9 માસ પહેલા જ બાળકનો જન્મ થવાના કારણે તેનું મોત થયું. ત્યારે હાલ સમગ્ર મામલે પોલીસે આરોપી સામે ગુનો નોંધીને તેની અટકાયત કરી છે.

  • 12 Apr 2026 08:45 PM (IST)

    વડોદરાઃ ચાંદોદમાં નર્મદા નદીમાં ડૂબી જતા કિશોરનું મોત

    વડોદરાઃ ચાંદોદમાં નર્મદા નદીમાં ડૂબી જતા કિશોરનું મોત થયુ છે. ચાંદોદમાં પિતૃ શ્રાદ્ધ વિધિ પછી સ્નાન કરતી વખતે આ દુર્ઘટના બનીં. જીવણનાથ ઘાટ પર સ્નાન કરતા સમયે અચાનક 2 યુવાન તણાયા. નાવિકોએ વાંસ લંબાવી 1ને બચાવ્યો, બીજા યુવાનનું સારવાર પૂર્વે મોત. મોડાસાના ચારણ પરિવારના 15 વર્ષીય કિશોરનું નીપજ્યું મોત. ચાંદોદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો. ધોરણ-10માં ભણતા આશાસ્પદ પુત્રના મોતથી પરિવારમાં આક્રંદ કરી રહ્યો છે.

  • 12 Apr 2026 08:30 PM (IST)

    સુરત: ઉત્રાણમાં આવેલી સોસાયટીમાં રસ્તા મામલે ચૂંટણીનો બહિષ્કાર

    સુરત: ઉત્રાણમાં આવેલી સોસાયટીમાં રસ્તા મામલે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ગોકુળ પાર્ક 2ના રહીશો દ્રારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો.  સોસાયટીમાં છેલ્લા ત્રણ વર્ષથી રોડની સમસ્યાના લીધે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. વોર્ડ નં-2માં આવતી સોસાયટીના રહીશોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો. આઈ.સીના નાણાં ન ભર્યા હોવાના લીધે રોડ ન બન્યો હોવાનું તંત્રનું રટણ. આજુબાજુની સોસાયટીમાં નાણાં ભર્યા વગર રોડ બની જતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. સ્થાનિકોએ રસ્તાની સમસ્યાના લીધે તમામ પક્ષોનો કર્યો વિરોધ. સ્થાનિકોનો આરોપ છે કે છેલ્લા 3 વર્ષથી રસ્તો ન બનતાં તેમને હાલાકી ભોગવાવનો વારો આવી રહ્યો છે.. ત્યારે તમામ પાર્ટીએ પ્રચાર માટે સોસાયટીમાં ન આવવું તેવા બેનરો મારીને ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.. સાથે જ વહેલીતકે નવો રોડ બને તેવી માગ કરી છે.

  • 12 Apr 2026 08:30 PM (IST)

    આણંદઃ આંકલાવના ઉમેટા નજીક ફાર્મ હાઉસમાં પોલીસના દરોડા

    આણંદઃ આંકલાવના ઉમેટા નજીક ફાર્મ હાઉસમાં પોલીસના દરોડા. ફાર્મ હાઉસમાં ચાલી રહેલી દારૂની મહેફિલ પર પોલીસની કાર્યવાહી. દારૂની મહેફિલ માણતી 3 મહિલાઓ સહિત 18 લોકોની ધરપકડ. ઝડપાયેલા તમામ લોકો વડોદરાના બિલ્ડર્સ, ડૉક્ટર અને વેપારી હોવાનો ખુલાસો. ફાર્મહાઉસ ધર્મેશ મિસ્ત્રી અને પરિક્ષિત મિસ્ત્રીનું હોવાનું સામે આવ્યું. અનીકેત બમલાણી દ્વારા બિયર મંગાવવામાં આવી હોવાનો ખુલાસો. પોલીસે સ્થળ પરથી 8 કાર અને 22 મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો. કુલ રૂ.1.04 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે. ફાર્મ માલિક સહિત કુલ 20 શખસ સામે ગુનો નોંધાયો. સમગ્ર મામલે આંકલાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી

  • 12 Apr 2026 07:58 PM (IST)

    દ્વારકાઃ SOGની ગેરકાયદે માછીમારી કરતી બોટ સામે કાર્યવાહી

    દ્વારકાઃ SOGની ગેરકાયદે માછીમારી કરતી બોટ સામે કાર્યવાહી કરવામાં આવી છે.  નિયમોનું ઉલ્લંઘન કરી લાઈન ફિશિંગ કરતી 55 બોટ ઝડપાઈ છે. ખાનગી બોટથી દરિયામાં 8 નોટિકલ માઈલ સુધી તપાસ કરાઈ છે. વધુ નફો કમાવવાની લાલચે સમુદ્રી જીવસૃષ્ટિને પહોંચાડાતું નુકસાન હતું. માછીમારો 4 જેટલાં ગ્રુપ બનાવીને દરિયામાં ગેરકાયદે ફિશિંગ કરતા બોટ માલિક, ટંડેલો સામે ફિશરીઝ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે.

  • 12 Apr 2026 07:30 PM (IST)

    સુરત: મોબાઈલ મુદ્દે પતિએ ઠપકો આપતા પત્નીનો આપઘાત

    સુરત: મોબાઈલ મુદ્દે પતિએ ઠપકો આપતા પત્નીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. કામરેજમાં પરિણિતાએ ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. અનાજમાં નાખવાની દવા પીને પરિણીતાએ આપઘાત કર્યો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તબીબે મહિલાને મૃત જાહેર કરી. મૃતક મહિલા 3 સંતાનની માતા હોવાની પ્રાથમિક વિગત સામે આવી છે. કામરેજ પોલીસે આપઘાતને લઈ વધુ તપાસ હાથ ધરી છે.

  • 12 Apr 2026 07:00 PM (IST)

    સાણંદમાં પતિ પત્ની ઔર વોમાં યુવકની હત્યા

    અમદાવાદમાં સાણંદના ગણાસર ગામે રહેતા એક યુવકનો તેના ઘરમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. મૃતદેહ પર ઈજાના કોઈ નિશાન ન હતા. જે બાદ યુવકના મોતનું રહસ્ય ઘેરાયું હતું. સમગ્ર મામલે પોલીસને જાણ થતા મૃતકનો પીએમ રિપોર્ટ કરાવાયો,, અને છેવટે યુવકનું ગળું દબાવીને તેની હત્યા કરાઈ હોવાનો ઘટસ્ફોટ થતાં પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ.. પોલીસે હરકતમાં આવીને ડોગ સ્ક્વોડની મદદથી હત્યાનો ભેદ ઉકેલ્યો. યુવકની હત્યા અન્ય કોઈએ નહીં પરંતું તેની જ પત્નીએ કરી હોવાનું સામે આવ્યું. આરોપી પત્નીએ પોતાના 7 મહિનાના પ્રેમ સંબંધને લઈને 10 વર્ષના લગ્નજીવનનો અંત કરી દીધો. આરોપી પત્ની છેલ્લા 7 મહિનાથી પ્રેમસંબંધમાં હતી. જેની જાણ તેના પતિને થતાં ઘરમાં અવાર-નવાર કંકાસ થતો હતો. છેવટે પત્નીએ તેના પ્રેમીને બોલાવીને પોતાના જ પતિનું રૂમાલથી ગળું દબાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધો. ઘટના બાદ બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જે બાદ પોલીસે ટેકનિકલ એનાલિસિસથી ચોટીલાના થાનગઢ પાસેના ગામમાંથી બંને આરોપીઓની ધરપકડ કરી…

  • 12 Apr 2026 06:23 PM (IST)

    અમદાવાદમાં યુપીથી ઠગાઈ કરવા આવતી ‘સાયકલ ગેંગ’નો પર્દાફાશ,

    અમદાવાદમાં યુપીથી ઠગાઈ કરવા આવતી ‘સાયકલ ગેંગ’નો પર્દાફાશ થયો છે. માસ્ટર માઇન્ડ મુશહિદ સહિત 5ની ધરપકડ. જો કોઈ વ્યક્તિ સાયકલથી ટક્કર મારે તો સાવધાન થઈ જજો. કેમ કે અમદાવાદના કાલુપુરમાં સાયકલ અથડાવી ચોરી કરતી આંતરરાજ્ય ટોળકીનો પર્દાફાશ થયો છે. આ ટોળકી ઉત્તર પ્રદેશના મુરાદાબાદથી ટ્રેનમાં બેસી અમદાવાદ આવતી. અને બેન્કની આસપાસ કે રૂપિયા લઈ જતા લોકોની રેકી કરતા.  ભીડનો લાભ લઈ ચોરીને અંજામ આપતા. ત્યારે પોલીસે ટોળકીના માસ્ટર માઇન્ડ મુશહિદ સહિત 5 આરોપીઓની ધરપકડ કરી 87 હજાર નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

  • 12 Apr 2026 06:19 PM (IST)

    આણંદઃ આંકલાવના ઉમેટા નજીક ફાર્મ હાઉસમાં પોલીસના દરોડા

    આણંદઃ આંકલાવના ઉમેટા નજીક ફાર્મ હાઉસમાં પોલીસે દરોડા કર્યા. ફાર્મ હાઉસમાં ચાલી રહેલી દારૂની મહેફિલ પર પોલીસની કાર્યવાહી કરાઈ છે. દારૂની મહેફિલ માણતી 3 મહિલાઓ સહિત 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા તમામ લોકો વડોદરાના બિલ્ડર્સ, ડૉક્ટર અને વેપારી હોવાનો ખુલાસો થયો છે. ફાર્મહાઉસ ધર્મેશ મિસ્ત્રી અને પરિક્ષિત મિસ્ત્રીનું હોવાનું સામે આવ્યું છે. અનીકેત બમલાણી દ્વારા બિયર મંગાવવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે સ્થળ પરથી 8 કાર અને 22 મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કુલ રૂ.1.04 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે ફાર્મ માલિક સહિત કુલ 20 શખસ સામે ગુનો નોંધાયો. સમગ્ર મામલે આંકલાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી

  • 12 Apr 2026 06:14 PM (IST)

    દ્વારકાઃ SOGની ગેરકાયદે માછીમારી કરતી બોટ સામે કાર્યવાહી

    દ્વારકાઃ SOGની ગેરકાયદે માછીમારી કરતી બોટ સામે કાર્યવાહી કરવામાં આવી છે. નિયમોનું ઉલ્લંઘન કરી લાઈન ફિશિંગ કરતી 55 બોટ ઝડપાઈ છે. ખાનગી બોટથી દરિયામાં 8 નોટિકલ માઈલ સુધી તપાસ કરાઈ છે. વધુ નફો કમાવવાની લાલચે સમુદ્રી જીવસૃષ્ટિને નુકસાન પહોંચાડાતું હતું. માછીમારો 4 જેટલાં ગ્રુપ બનાવીને દરિયામાં ગેરકાયદે ફિશિંગ કરતા હતા. બોટ માલિક, ટંડેલો સામે ફિશરીઝ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે.

  • 12 Apr 2026 06:12 PM (IST)

    સુરતઃ રિક્વરી એજન્ટોના ત્રાસથી યુવતીએ ટૂંકાવ્યું જીવન

    સુરતઃ રિક્વરી એજન્ટોના ત્રાસથી યુવતીએ જીવન ટૂંકાવ્યુ છે. બેંક લોનની રિકવરી માટે એજન્ટો ત્રાસ આપતા હોવાનો આરોપ છે. ડિંડોલીમાં 25 વર્ષિય સંજનાએ ફ્લેટ પરથી કૂદીને જીવન ટૂંકાવ્યું. મૃતક સંજનાના નામે ચાલતી હતી હોમ અને બે કારની લોન. રિકવરી એજન્ટો અવારનવાર ઘરે આવીને ધમકી આપતા હોવાનો આરોપ છે. રિકવરી એજન્ટોના ત્રાસથી કંટાળીને સંજનાએ આ પગલું ભર્યુ હોવાનો આરોપ છે.

  • 12 Apr 2026 06:10 PM (IST)

    અમદાવાદ: વટવામાં અસામાજિક તત્વોએ માઝા મુકી

    વટવા વિસ્તારમાં આવેલા ચાર માળિયામાં ગઈકાલે રાત્રે તલવારોથી આતંક મચાવ્યો હતો. આ અસામાજિક તત્વો જાહેર રોડ પર ગાડી પાર્ક કરી, હાથમાં ખુલ્લી તલવારો લઈ સામાન્ય નાગરિકો અને ફરિયાદીના પરિવારને ધમકાવ્યો. જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપ્યો હતો જો કે ઘટનાની જાણ થતા જ વટવા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી આદિલ શેખ તેના સાથીદારો ફારૂક ગરદન, મોઇન ઉર્ફે લંગડો અને હુસૈન ઉર્ફે ભૈયા ને ઝડપી હથિયાર કબજે કર્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ વિવાદના મૂળ 5 વર્ષ જૂના છે. આરોપી આદિલ શેખના ભાઈની 5 વર્ષ પહેલા હત્યા કરવામાં આવી હતી, જેમાં આસિફનો ભાઈ આરોપી હતો. આ જૂની દુશ્મનીના કારણે બંને જૂથો વચ્ચે સતત ઘર્ષણ ચાલતું હતું. થોડા દિવસો પહેલા આસિફે આદિલના માણસને ધમકી આપી હતી, જેનો બદલો લેવા માટે આદિલ શેખ તેના સાથીદારો ફારૂક ગરદન, મોઇન ઉર્ફે લંગડો અને હુસૈન ઉર્ફે ભૈયો સાથે આસિફના ઘરે તલવારો લઈને આસિફના ઘરે ગયો હતો. હાલ વટવા પોલીસે વધુ તપાસ શરૂ કરી.

  • 12 Apr 2026 06:09 PM (IST)

    વડોદરાઃ MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ભાન ભૂલ્યા

    વડોદરાઃ MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ભાન ભૂલ્યા. સંસ્કાર સંગમ કાર્યક્રમમાં વાંધાજનક ડાન્સથી વિવાદ થયો છે. વિદ્યાર્થિનીના ડાન્સનો વીડિયો વાયરલ થયો. સંસ્કારી નગરીમાં વાંધાજનક ડાન્સ કર્યાનો આરોપ લાગ્યો. આર્ટ્સ ફેકલ્ટી ખાતે આ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.  ABVPએ આયોજિત કર્યો હતો કાર્યક્રમ.

  • 12 Apr 2026 06:07 PM (IST)

    જસદણ-ખાનપર રોડની નબળી કામગીરી મુદ્દે સ્થાનિકોનો વિરોધ

    જસદણ-ખાનપર રોડની નબળી કામગીરી મુદ્દે સ્થાનિકોનો વિરોધ જોવા મળ્યો. નવો બનાવેલો રોડ હાથથી ઉખડી જતા ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે. 1 કિમીના રોડમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાયાના આક્ષેપ કરાયા છે. નવા બનાવેલા રસ્તા પર 5 દિવસથી પાણી ન છાંટતા લોકોમાં રોષ ફેલાયો છે. ડાયવર્ઝન વગર કામ શરૂ કરાતાં લોકોને 4 કિમી સુધી ફરવાનો વારો આવ્યો છે. સ્થાનિકોએ તંત્રને સારી ગુણવત્તાનો રોડ બનાવવા માટે માંગણી કરી છે.

  • 12 Apr 2026 06:06 PM (IST)

    ભરૂચઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 2 ભાઈ સામ-સામે

    ભરૂચઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 2 ભાઈ સામ-સામે આવ્યા છે. રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલે ભાઈ વલ્લભ પટેલ આકરા પ્રહાર કર્યા. વલ્લભ પટેલના પરિવારના 5 સભ્યોએ કોંગ્રેસમાંથીઉમેદવારી નોંધાવી. પરિવારના તમામ સભ્યોની ઉમેદવારી પર ઇશ્વરસિંહ પટેલે સાધ્યું નિશાન. કહ્યુ વલ્લભ પટેલે હાંસોટના રાજા હોય તેમ ફોર્મ ભરાવ્યા. વલ્લભ પટેલે હાંસોટમાં કામ કર્યું હોય તો હું રાજનીતિ છોડી દઈશ. લાલસાના કારણે વલ્લભ પટેલ ભાજપમાં જોડાઈ ન શક્યા.

  • 12 Apr 2026 02:37 PM (IST)

    કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીએ લગાવ્યો સુરત પોલીસ પર આક્ષેપ, ધાકધમકીથી ઉમેદવારી પાછી ખેંચાવે છે

    સુરતમાં પોલીસ પર કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટીનો મોટો આક્ષેપ. આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ પોલીસ પર કર્યા આકરા પ્રહાર. પોલીસ આપના ઉમેદવારોને ધમકાવી રહી છે. આપના કાર્યકર્તાઓને પણ ડરાવવાનો પ્રયાસ કરી રહી છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારો ફોર્મ પાછું ખેંચે તે માટે પોલીસ હવે મેદાનમાં. પોલીસ કાર્યકર્તાઓ તેમજ ઉમેદવારોને ડરાવી ફોર્મ પાછું ખેંચવા દબાણ કરી રહી હોવાના આક્ષેપ. કોંગ્રેસે ગુજરાતમાં 200 સીટ પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે અને એ પણ ભાજપના કહેવાથી. આ ઉમેદવાર જીતવાના તો નથી પરંતુ મત તોડે તે હેતુથી ભાજપે ઉભા રખાવ્યા છે.

  • 12 Apr 2026 02:27 PM (IST)

    સ્ટેડિયમ વોર્ડમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરે પક્ષ સામે બાય ચડાવી !

    અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરે પક્ષ સામે બાય ચડાવી છે. પોતાની ટિકિટ કપાવાથી નારાજ કોર્પોરેટરે ખાનગી રાહે મ્યુ. બગીચામાં બેઠક બોલાવી હતી. આ બેઠકમાં મોટી સંખ્યામાં ટેકેદારો ઉપસ્થિત રહ્યાં હોવાના અહેવાલ છે. ભાજપના પૂર્વ કોર્પોરેટરે યોજેલી ખાનગી રાહેની બેઠકમાં ભાજપ માટે ચૂંટણીમાં કામ ન કરવાનું સર્વનામતે નક્કી કરવામાં આવ્યું છે. ભાજપનો પ્રચાર ન કરીને બીજા પક્ષને ખાનગી રાહે ફાયદો કરવાનું આયોજન. સ્ટેડિયમ વોર્ડના પૂર્વ કોર્પોરેટર અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ કરી બેઠક. બગીચામાં બેઠકના વીડિયો પણ  વાયરલ થયા છે. મીડિયા સામે વિરોધ ન કરવો પરંતુ ચૂંટણીના પરિણામોમાં વિરોધ દેખાય તે પ્રકારનું આયોજન કરાયું છે.

  • 12 Apr 2026 02:24 PM (IST)

    નવસારીમાં ડ્રોન કેમેરાની મદદથી ગાંજાની ખેતીનો કરાયો પર્દાફાશ, 1ની ધરપકડ

    નવસારીમાં ડ્રોન કેમેરાની મદદથી ગાંજાની ખેતીનો પર્દાફાશ કરાયો છે. નવસારી જિલ્લામાં નશીલા પદાર્થો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી સામે આવી. વાંસદાના અંતરિયાળ વિસ્તારમાં ડ્રોન કેમેરાની મદદથી બાજ નજર રાખી રહેલી એસ.ઓ.જી. ટીમે ખેતરમાં ઉગાડવામાં આવેલા ગાંજાના છોડ સાથે એક શખ્સની ધરપકડ કરી છે.  મહારાષ્ટ્ર બોર્ડર પર પેટ્રોલિંગમાં દરમિયાન ડ્રોન કેમેરા દ્વારા તપાસ કરતા ઘોડમાળ ગામના એક ખેતરમાં શંકાસ્પદ છોડ દેખાયા. વાંસદાનું ઘોડમાળ ગામ પોલીસના રડારમાં, પોલીસ દ્વારા 94 નંગ ગાંજાના છોડ જપ્ત. પોલીસ દ્વારા કુલ રૂ. 1,81 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.  પોલીસે ઓઝરપાડા ફળીયાના રહેવાસી મનીષ શંકરભાઇ ભગરીયા (ઉ.વ. 26) ને રંગેહાથ ઝડપી પાડ્યો. આ ગુનામાં અન્ય એક શખ્સ જયકુમાર રાજુભાઇ પંડિત (રહે. વાંસદા) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

  • 12 Apr 2026 11:05 AM (IST)

    હોમ લોન- કાર લોનનો હપ્તો ના ભરતા રિકવરી એજન્ટોના ત્રાસથી 25 વર્ષની યુવતીએ કરી આત્મહત્યા

    સુરતમાં બેંક લોનના રિકવરી એજન્ટોઓના ત્રાસ થી 25 વર્ષની સંજનાએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ડીંડોલી વિસ્તારમાં આવેલ શ્રીકૃષ્ણ હેરિટેજ પરથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું. હોમ લોન, બે કાર લોન ચાલી રહી હતી. રિકવરી એજન્ટો અવારનવાર ઘરે આવતા હતા. રિકવરી એજન્ટોથી કંટાળીને સંજનાએ આ પગલું ભર્યું. પરિવારમાં માતા-પિતા, એક મોટોભાઈ અને મોટીબહેન છે.

  • 12 Apr 2026 11:04 AM (IST)

    સુરતમાં મોડેન ટાઉન રેસીડેન્સીના પાર્કિગમાં આગ, 18 વાહનો બળીને ખાક થયા

    સુરતના સારોલીના મોડેન ટાઉન રેસીડેન્સીની ઘટના ઘટી છે. પાર્કિંગમાં આગ લાગતા 17 થી 18 વાહનો બળીને ખાક થઈ ગયા છે. મોડી રાતે 01:23 વાગે લાગી હતી આગ. આગ લાગતા રેસીડેન્સીમાં રહેતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. બનાવની જાણ થતાં જ ડુંબાલ, ડિંડોલી અને પૂર્ણા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. જ્યાં ફાયરના જવાનોએ પાણીનો મારો ચાલવી પોણા કલાકના ભારે જમાત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. આગ લાગવાનું કારણ અકબંધ.

  • 12 Apr 2026 10:26 AM (IST)

    મહીસાગર કોંગ્રેસમાં ભડકો : લંગડા ઘોડા સમાન નેતાઓને દૂર કરી નિષ્ઠાવાન કાર્યકરોને તક આપવા માંગ

    મહીસાગર કોંગ્રેસમાં ભડકો થયો છે. મહીસાગર કોંગ્રેસના પીઢ કાર્યકર ભરત પટેલનો પક્ષ સામે ગંભીર આક્ષેપ. ટિકિટ વિતરણમાં ગેરરીતિ અને પાયાના કાર્યકરોની અવગણનાનો લગાવ્યો આરોપ. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રજૂઆત છતાં પરિણામ શૂન્ય. મહીસાગરમાં કોંગ્રેસના સફાયાની ભીતિ. નિષ્ઠાવાન કાર્યકરની વ્યથા સામે આવી છે. છેલ્લા 17 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા અને બાકોર પંચાયત સંયોજક રહી ચૂકેલા ભરત પટેલે સોશિયલ મીડિયા સમક્ષ ઠાલવ્યો રોષ. મૂળ કોંગ્રેસીઓને સાઈડલાઈન કરી ભાજપ પ્રેરિત અને નવા ઉમેદવારોને ટિકિટો અપાઈ હોવાનો સળગતો આક્ષેપ. જિલ્લા નેતૃત્વ પર કર્યો પ્રહાર. જિલ્લા પ્રમુખ અને સ્થાનિક નેતાઓની રાજકીય કિન્નાખોરીને કારણે જીતી શકે તેવા ઉમેદવારોને બાકાત રાખવામાં આવ્યા હોવાનો દાવો. જો યોગ્ય માણસોને સ્થાન નહીં મળે તો 2027માં સરકાર બનાવવાનું સપનું અધૂરું રહેશે. 28 તારીખે પરિણામ જોઈ લઈને, પક્ષના હિતમાં લંગડા ઘોડા સમાન નેતાઓને દૂર કરી નિષ્ઠાવાન કાર્યકરોની કદર કરવાની માંગ. ભરત પટેલે કોંગ્રેસના ગ્રૂપોમાં જેમ શીર્ષ નેતૃત્વ છે તેમાં પોસ્ટ કરી દુઃખ વ્યક્ત કર્યું.

  • 12 Apr 2026 10:22 AM (IST)

    રાજકોટની ગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો ના મળતા ભાજપની બે મહિલા ઉમેદવાર બિનહરીફ વિજેતા

    રાજકોટની ગોંડલ નગરપાલિકાની ચૂંટણીના શ્રીગણેશમાં જ ભાજપે જીતનું ખાતું ખોલાવ્યું છે. વોર્ડ નં – 7માં ​ભાજપના બે મહિલા ઉમેદવાર, પાયલબેન પીપળીયા અને મનિષાબેન ગોવાણી બિનહરીફ બન્યા છે. ​કોંગ્રેસને તમામ બેઠકો પર ઉમેદવાર ના મળતા 44 માંથી માત્ર 40 બેઠકો પર જ ઉમેદવારી નોંધાવી છે. ​વોર્ડ – 7માં કોંગ્રેસે કોઈ મહિલા ઉમેદવાર ન ઉતારતા ભાજપને સીધો ફાયદો થયો છે ભાજપ દ્વારા શહેરના તમામ 11 વોર્ડની તમામ 44 બેઠકો પર ઉમેદવારી ફોર્મ ભરાયા છે. આમ આદમી પાર્ટીએ નગરપાલિકામાં માત્ર બે ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. ​તાલુકા પંચાયતની 22 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને ‘આપ’ વચ્ચે ત્રિપાંખિયો જંગ થશે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 15મી એપ્રિલ છે, ત્યારબાદ જ ચૂંટણીનું અંતિમ અને સ્પષ્ટ ચિત્ર સામે આવશે.

  • 12 Apr 2026 10:21 AM (IST)

    15 મહાનગરપાલિકામાં “જન સંકલ્પ” કાર્યક્રમથી ભાજપના ઉમેદવારો કરશે પ્રચારની શરૂઆત

    ગુજરાતની 15 મહાનગરપાલિકામાં, ભાજપના ઉમેદવારો સમુહમાં જન સેવા સંકલ્પ લઈને ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે. ભાજપના ઉમેદવારો પક્ષના વિવિધ મોવડીઓની હાજરીમાં યોજાનારા “જન સંકલ્પ” કાર્યક્રમમાં જન સેવા સંકલ્પ લેશે. એક સાથે એક સમયે જન સેવાનો સંકલ્પ લેશે તમામ ઉમેદવારો. એક જ સમયે 15 મહાનગરપાલિકાઓમાં જન સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરાયું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ મહાનગર, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા રાજકોટ ખાતે રહેશે ઉપસ્થિત. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર વડોદરા મહાનગર ખાતે રહેશે ઉપસ્થિત. તમામ 15  મહાનગરપાલિકાઓમાં સંગઠનની યોજના મુજબ ભાજપાના સિનિયર આગેવાનો રહેશે ઉપસ્થિત. કાંકરિયા ખાતે પંડિત દીનદયાલ ઉપાધ્યાય સ્ટેચ્યુ પાસે જન સેવા સંકલ્પ કાર્યક્રમનું આયોજન. અમદાવાદના તમામ 192 ઉમેદવારો લેશે જન સંકલ્પ. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં જન સંકલ્પ લઈને પ્રચારના શ્રી ગણેશ

  • 12 Apr 2026 09:09 AM (IST)

    પંચમહાલના કાલોલની ચલાલી બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા

    પંચમહાલ કાલોલમાં ચૂંટણી પહેલા જ ભાજપનું ખાતું ખુલ્યું છે. કાલોલની ચલાલી બેઠક પર ભાજપ ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે. ભાજપ ઉમેદવાર મીનાક્ષી રાજેન્દ્રસિંહ ચૌહાણ બિનહરીફ ચૂંટાયા છે. સાંસદ રાજપાલસિંહ જાદવની હાજરીમાં તાલુકા પંચાયત ખાતે વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. અંતિમ દિવસે કોંગ્રેસ કે અપક્ષમાંથી કોઇપણ ઉમેદવારે ફોર્મ ના ભરતા ભાજપ ઉમેદવાર બન્યા બિનહરીફ.

  • 12 Apr 2026 08:14 AM (IST)

    નડિયાદના પીપલગમાં દીપડો દેખાતા ફફડાટ વ્યાપ્યો

    ખેડાના નડિયાદના પીપલગમાં દીપડો દેખાતા ફફડાટ વ્યાપી ગયો છે. નડિયાદ શહેરના પીપલગ વિસ્તારમાં આવેલી વસંત વિહાર સોસાયટીમાં દીપડાએ દેખા દેતા ફફડાટ વ્યાપ્યો છે.  વન વિભાગે ત્વરિત કાર્યવાહી કરતા દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મેળવી છે. ​સ્થાનિક રહીશો દ્વારા જાણ કરવામાં આવતા વન વિભાગે ઝાડીઓમાં પાંજરું ગોઠવ્યું હતું, જેમાં દીપડો આખરે આબાદ ઝડપાઈ ગયો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં હજુ પણ અન્ય એક દીપડો હોવાની પ્રબળ આશંકા છે. સાવચેતીના ભાગરૂપે વન વિભાગે નાગરિકોને રાત્રીના સમયે ઘરની બહાર એકલા ન નીકળવા અપીલ કરી છે. ​સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જ્યાંથી દીપડો પકડાયો છે, ત્યાંથી માત્ર અડધો કિલોમીટર દૂર જ IPL ફેનપાર્ક આવેલો છે. આજે મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ મેચ જોવા ઉમટી પડ્યા હોવાથી તંત્રના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે, દીપડો પકડાઈ જતાં તંત્રએ હાશકારો અનુભવ્યો છે. નડિયાદ જેવા ભરચક શહેરી વિસ્તારમાં દીપડો ક્યાંથી અને કેવી રીતે ઘૂસ્યો, તે હાલ તપાસનો વિષય

  • 12 Apr 2026 08:08 AM (IST)

    જામનગરમાં કેશુભાઈએ, રિવાબા સહીત ભાજપના નેતાઓને કરી મન કી બાત

    જામનગરમહાનગરપાલિકાની ચૂંટણીમાં પક્ષ તરફથી ટિકિટ નહીં મળતા કેશુભાઈ નામના ઉમેદવારી, ભાજપને બદલે બસપામાંથી ઉમેદવારી નોંધાવી છે. કેશુભાઈએ ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે ભાજપના નેતાઓને કરી મનની વાત. વોર્ડ નંબર 4 માં ચૂંટણીનો જંગ હવે વધુ રોમાંચક બન્યો છે. ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ ન મળતા, જનતાના નેતા કેશુભાઈ માડમ હવે બહુજન સમાજ પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ઉમેરવાનીપત્ર ભર્યા આવ્યા ત્યારે તેઓનો રાજ્યમંત્રી રિવાબા જાડેજાને પોતાના અનોખા અંદાજમા કીધુ કે, ‘જીતીએ તો રંગમા, હારીએ તો નિરાંત છે…નિરાંત’

  • 12 Apr 2026 07:34 AM (IST)

    ઇસ્લામાબાદમાં અમેરિકા-ઈરાન વાટાઘાટો નિષ્ફળ ગઈ

    પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ગઈકાલ શનિવારે યોજાયેલ શાંતિ મંત્રણા નિષ્ફળ ગઈ છે. ઈરાન અને અમેરિકાના પ્રતિનિધિ મંડળ વચ્ચે વાતચીત થઈ હતી પરંતુ તેને હકારાત્મક પરિણામ સુધી પહોચાડવામાં બન્ને દેશના પ્રતિનિધિમંડળ નિષ્ફળ રહ્યાં હતા.

  • 12 Apr 2026 07:24 AM (IST)

    સાવરકુંડલા નગરપાલિકાની ચૂંટણીમાં AAPમાંથી ફોર્મ ભર્યા બાદ ,ઉમેદવારે ફોર્મ ફાડીને કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી, ચૂંટણી અધિકારીઓ નોંધાવી FIR

    સાવરકુંડલા પાલિકા AAPમાંથી ફોર્મ ભર્યા બાદ ઉમેદવારે ફોર્મ ફાડી નાખતા FIR દાખલ થઈ છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા નગરપાલિકામાં AAPમાંથી અમીનાબેન અલીભાઈ ચૌહાણે ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ, અમીનાબેન ચૌહાણે ચૂંટણી અધિકારી પાસે ઉમેદવારી પત્રમાં કેટલીક વિગતો બાકી છે, તેમ કહી ઉમેદવારીપત્ર પરત મેળવી ઈરાદાપુર્વક ઉમેદવારીપત્ર ફાડી નાખી નુકસાન કર્યું હતું. જો કે, વોર્ડ નંબર 9 માંથી અમીનાબેન અલીભાઈ ચૌહાણે તાત્કાલિક ફરીવાર કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું  હતું. ફોર્મ ફાડવા બાબતે એવી વિગતો સામે આવી હતી કે, અમીના ચૌહાણને સાવકુંડલા વોર્ડ નંબર 9માં કોંગ્રેસના ઉમેદવાર તીરેક ટિકિટ મળી હતી. આ અંગે સાવરકુંડલા નગરપાલિકામાં ચૂંટણી અધિકારી શૈલેષ બલદાણીયાએ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, કોંગ્રેસ પક્ષમાં ફોર્મ ભરવા માટે AAPનું ફોર્મ ફાડી નાખ્યું હતું. ચૂંટણી અધિકારીની હાજરીમાં ઘટના સામે બનતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

  • 12 Apr 2026 07:18 AM (IST)

    અરવલ્લીના બાયડ નગરપાલિકામાં ભાજપની 9 બેઠકો બિન હરીફ

    બાયડ નગરપાલિકામાં ભાજપની 9 બેઠકો બિન હરીફ જાહેર થઈ છે. નગરપાલિકાની કુલ 24 માંથી 9 બેઠકો બિન હરીફ જાહેર થઈ છે. 9 બેઠકો પર કોંગ્રેસને ના મળ્યા કોઈ ઉમેદવાર. કુલ 6 વોર્ડની24 બેઠકો પર હતી ચૂંટણી. આખુ ચિત્ર ફોર્મ પાછા ખેચાવાના દિવસે સ્પષ્ટ થશે

Published On - Apr 12,2026 7:17 AM

Follow Us
અમદાવાદમા બ્રાન્ડેડ વસ્તુઓના નામે નકલી પ્રોડક્ટ્સ બનાવતુ ગોડાઉન ઝડપાયુ
અમદાવાદમા બ્રાન્ડેડ વસ્તુઓના નામે નકલી પ્રોડક્ટ્સ બનાવતુ ગોડાઉન ઝડપાયુ
ગુજરાતમાં હજુ એક સપ્તાહ સુધી ગરમીમાંથી નહીં મળે રાહત
ગુજરાતમાં હજુ એક સપ્તાહ સુધી ગરમીમાંથી નહીં મળે રાહત
ભાલ પંથકમાં બે- બે મહિનાથી પાણી નથી આવતુ , છતા તંત્ર નીંદ્રાધીન- Video
ભાલ પંથકમાં બે- બે મહિનાથી પાણી નથી આવતુ , છતા તંત્ર નીંદ્રાધીન- Video
મુંબઈમાં વરસાદનું આગમન, ગુજરાતમાં ક્યારે મળશે ગરમીથી રાહત!
મુંબઈમાં વરસાદનું આગમન, ગુજરાતમાં ક્યારે મળશે ગરમીથી રાહત!
મહિલા ખેલાડીઓ સાથે કબડ્ડી રમતા દેખાયા મંત્રી 'મનસુખ માંડવિયા'
મહિલા ખેલાડીઓ સાથે કબડ્ડી રમતા દેખાયા મંત્રી 'મનસુખ માંડવિયા'
અમદાવાદનો મેડિકલનો વિદ્યાર્થી જ્યોર્જિયામાં ગુમ થતા પરિવાર ચિંતિત
અમદાવાદનો મેડિકલનો વિદ્યાર્થી જ્યોર્જિયામાં ગુમ થતા પરિવાર ચિંતિત
છોટાઉદેપુર તાલુકા પંચાયતની જીતમાં ભાન ભૂલ્યા સાંસદ ?
છોટાઉદેપુર તાલુકા પંચાયતની જીતમાં ભાન ભૂલ્યા સાંસદ ?
દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદે ડીઝલનો મોટો જથ્થો જપ્ત! જુઓ Video
દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદે ડીઝલનો મોટો જથ્થો જપ્ત! જુઓ Video
CNG, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સ્કૂલ વર્ધીની રિક્ષા, વાન થશે મોંઘી ?
CNG, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સ્કૂલ વર્ધીની રિક્ષા, વાન થશે મોંઘી ?
વાલીઓને મોટો ઝટકો! સ્કૂલ વાન અને રિક્ષા ભાડા વધવાની શક્યતા-Video
વાલીઓને મોટો ઝટકો! સ્કૂલ વાન અને રિક્ષા ભાડા વધવાની શક્યતા-Video
g clip-path="url(#clip0_868_265)">