AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : યુવરાજ સિંહે 3 IPL ખેલાડીઓને ચપ્પલ મારવાનું કહ્યું , જાણો કેમ ?

યુવરાજ સિંહે હરપ્રીત બ્રારના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર કોમેન્ટ કરતા લખ્યું કે, માથા પર ચપ્પલ મારવાની વાત કરી છે. તેમણે આ વાત શેર કરાયેલા 3 ફોટોમાં જોવા મળતા ખેલાડીઓને લઈ કરી છે. તો ચાલો વિસ્તારથી જાણીએ.

Breaking News : યુવરાજ સિંહે 3 IPL ખેલાડીઓને ચપ્પલ મારવાનું કહ્યું , જાણો કેમ ?
| Updated on: May 25, 2026 | 10:08 AM
Share

આઈપીએલ 2026ના પ્લેઓફની લાઈન-અપ તો નક્કી થઈ ચૂકી છે. પરંતુ આ વચ્ચે યુવરાજ સિંહ અલગ જ મુડમાં જોવા મળી રહ્યા છે. આઈપીએલના 3 ખેલાડીઓ પર ગુસ્સે થયો છે. તેને ચપ્પલ મારવાની વાત કરી છે. મહત્વની વાત એ છે કે, યુવરાજ સિંહે એ ખેલાડીઓને ચપ્પલ મારવાની વાત ખુલ્લેઆમ સોશિયલ મીડિયા પર કરી છે.

યુવરાજ સિંહે જે 3 ખેલાડીઓ પર રૌફ દેખાડ્યો છે. તેની ટીમ પ્લેઓફમાંથી બહાર થઈ ચૂકી છે. તેમાંથી એક તેનો શિષ્ય અને બાકી 2 ટ્રેનિંગ લીધી તો નથી પરંતુ તેનું યુવરાજ સિંહ સાથે પંજાબ વાળું કનેક્શન જરુર છે. યુવરાજ સિંહે પ્રિયાંશ આર્યા, અર્શદીપ સિંહ અને હરપ્રીત બ્રારને ચપ્પલ મારવાની વાત કરી છે.

પંજાબ કિગ્સ પ્લેઓફમાંથી બહાર

પ્રિયાંશ આર્યા, અર્શદીપ સિંહ અને હરપ્રીત બ્રાર આ 3 ખેલાડીઓ આઈપીએલ 2026માં પંજાબ કિંગ્સનો ભાગ હતો. જેને ફરી એક વખત ગ્રુપ સ્ટેજમાંથી બહાર થવું પડ્યું છે. આઈપીએલમાં પંજાબ કિંગ્સ એકમાત્ર એવી ટીમ છે. જેમણે અત્યારસુધી પ્લેઓફમાં સ્થાન બનાવ્યું નથી.

હરપ્રીત બ્રારના ફોટો પર યુવરાજ સિંહ ચપ્પલ મારવાની કોમેન્ટ

હવે સવાલ છે કે, યુવરાજ સિંહે 3 ખેલાડીઓને ચપ્પલ મારવાની વાત કરી. આવું ત્યારે થયું હતુ. જ્યારે હરપ્રીત બ્રારે ફોટો શેર કર્યો છે. જેમાં પ્રિયાંશ આર્યા અને અર્શદીપ સિંહ પણ હતો. હરપ્રીતે ફોટોમાં પ્રિયાંશને સ્લોગર અને અર્શદીપ ને બ્લોગર બતાવ્યો છે. યુવરાજ સિંહે તેના આ ફોટો પર કોમેન્ટ કરતા લખ્યું કે, તમને બધાને ચપ્પલ મારવાનો ટાઈમ આવી ગયો છે.

IPL 2026માં 3 ખેલાડીઓનું પ્રદર્શન

IPL 2026ના પ્લઓફમાં આ 3 ખેલાડીઓની ટીમ પહોંચી શકી નથી. પરંતુ તેનું પ્રદર્શનની વાત કરીએ તો માત્ર પ્રિયાંશ આર્યાનું પ્રદર્શન ઠીક ઠાક લાગ્યું છે. પ્રિયાંશ આર્યાએ આઈપીએલ 2026ની 13 મેચમાં 364 રન 211ની વધારે સ્ટ્રાઈક રેટથી બનાવ્યા છે. અર્શદીપ સિંહે 14 મેચમાં 541 રન આપી 14 વિકેટ લીધી છે. જ્યારે હરપ્રીત બ્રારને 2 મેચ રમવાની તક મળી છે. જેમાં તેમણે 2 વિકેટ લીધી છે.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. અહી ક્લિક કરો

Follow Us
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
g clip-path="url(#clip0_868_265)">