AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પીએમ મોદીની સુરક્ષામાં ચૂક થતા 6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા

પીએમ મોદીની બેંગલુરુ મુલાકાત પહેલા જિલેટીન સ્ટિક મળી આવી હતી. સુરક્ષામાં ચૂક થવા બદલ 6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.જાણો શું છે સમગ્ર મામલો

Breaking News : પીએમ મોદીની સુરક્ષામાં ચૂક થતા 6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા
| Updated on: May 25, 2026 | 8:59 AM
Share

વડાપ્રધાન નરેન્દ્રમોદીએ 10 મેના રોજ બેંગ્લુરુનો પ્રવાસ કર્યો હતો. આપ્રવાસ દરમિયાન એક વિસ્તારમાં જિલેટિન સ્ટિક મળવાની ઘટના સામે આવી હતી. આ મામલે બેંગ્લુરુના દક્ષિણ પોલીસ અધિક્ષકના આદેશ પર 6 પોલીસકર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

બેંગ્લુરુ દક્ષિણના પોલીસ અધિક્ષક અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસના આગમન પહેલા સુરક્ષા તપાસ દરમિયાન જિલેટીન સ્ટીક મળવાની ઘટના સામે આવી હતી.બેંગ્લુરુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ પહેલા જિલેટીન સ્ટિક્સની રિકવરીના કેસમાં તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી છ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

3 કિમી દુર મળ્યા હતા જિલેટિન સ્ટિક

બેંગ્લુરુના કેન્દ્રિય રેન્જના ડીઆઈજીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન પહેલા તપાસ દરમિયાન ફુટપાથના કિનારે 2 જિલેટિન સ્ટિક મળી હતી. આ કાર્યક્રમ સ્થળથી અંદાજે 3 કિલોમીટર દુર હતુ. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચવાના હતા. આ મામલે આગળની તપાસ ચાલું છે.

કર્ણાટક ભાજપના પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય બી.વાય. વિજયેન્દ્રએ 10 મેના રોજ વડા પ્રધાનના નિર્ધારિત રૂટ પર જિલેટીન સ્ટીક મળવાનો સખત વિરોધ કર્યો હતો. તેમણે તેને સુરક્ષામાં ગંભીર ભૂલ અને રાજ્યની કોંગ્રેસ સરકારની મોટી નિષ્ફળતા ગણાવી.

10 મેના રોજ ટ્વિટર પર એક પોસ્ટમાં તેમણે કહ્યું, “કોંગ્રેસ સરકાર હેઠળ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અને સુરક્ષા સંપૂર્ણપણે પડી ભાંગી છેતેમણે આગળ કહ્યું દેશના વડાપ્રધાનની સુરક્ષા મામલે નાની ભૂલ પણ થવી જોઈએ નહી,તેમને કોઈપણ કિંમતે મહત્તમ સુરક્ષા પૂરી પાડવી જોઈએ. રાજ્ય સરકારે આવા સંવેદનશીલ અને ગંભીર મામલાને અત્યંત ગંભીરતાથી લેવો જોઈએ અને તાત્કાલિક સંપૂર્ણ તપાસ કરવી જોઈએ.

6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા

પોલીસે આ મામલે વિગતવાર તપાસ શરૂ કરી છે. આ ઘટનાના સંદર્ભમાં 6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓમાં એક સબ-ઇન્સ્પેક્ટર, એક આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર અને ચાર કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, માહિતી મળ્યા બાદ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) પણ તપાસમાં જોડાઈ છે.

આ ઘટના બાદ સુરક્ષા એજન્સીઓને તાત્કાલિક હાઈ એલર્ટ પર રાખવામાં આવી હતી. NIA અને ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) ની ટીમોએ પુરાવા એકત્ર કરવા માટે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તપાસ માટે તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના આસપાસના જિલ્લાઓમાં પણ પોલીસ ટીમો રવાના કરવામાં આવી હતી. જો કે, અત્યાર સુધી આ કેસમાં કોઈ મોટી સફળતા મળી નથી, અને પોલીસ ગુનેગારોને શોધી શકી નથી.

એક ફ્રેમમાં જુઓ મોદી પરિવાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે જુઓપરિવારમાં કેટલા છે સભ્યો? અહી ક્લિક કરો

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
g clip-path="url(#clip0_868_265)">