AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

25 મેના મહત્વના સમાચાર : ઇબોલા વાયરસને લઈને કેન્દ્ર સરકારની એડવાઈઝરી, વિદેશથી આવતા મુસાફરો માટે ફરજિયાત SDF ફોર્મ ભરાવવા સૂચના

TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2026 | 9:02 PM
Share

આજે 25 મેને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

25 મેના મહત્વના સમાચાર : ઇબોલા વાયરસને લઈને કેન્દ્ર સરકારની એડવાઈઝરી, વિદેશથી આવતા મુસાફરો માટે ફરજિયાત SDF ફોર્મ ભરાવવા સૂચના

આજે 25 મેને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 25 May 2026 09:01 PM (IST)

    ઇબોલા વાયરસને લઈને કેન્દ્ર સરકારની એડવાઈઝરી, વિદેશથી આવતા મુસાફરો માટે ફરજિયાત SDF ફોર્મ ભરાવવા સૂચના

    ઇબોલા વાયરસને લઈને કેન્દ્ર સરકાર દ્વારા એડવાઇઝરી જાહેર કરાઈ છે. એરપોર્ટ અને તમામ એરલાઈન્સ માટે જાહેર કરાઈ એડવાઇઝરી. રાષ્ટ્રીય સલામતી માટે DGCA ના તમામ નિયમોનું પાલન કરવા સૂચના. તમામ રૂટથી આવતા મુસાફરો માટે ફરજિયાત SDF ફોર્મ ભરાવવા સૂચના. ફ્લાઇટની અંદર પણ સ્વાસ્થ્ય વર્ધક જાહેરાતો કરવા તમામ એરલાઈન્સને આદેશ. ઇબોલા વાયરસના સંક્રમણ અટકાવવા ભીડ થતી અટકાવવા પણ નિર્દેશ. આગામી દિવસોમાં AIR SUVIDHA યોજના પણ શરૂ કરવા વિચારણા, આગમન વિસ્તારમાં 24 કલાક સ્વાસ્થ્ય કર્મીઓ તૈનાત કરવા પણ આદેશ.

  • 25 May 2026 08:40 PM (IST)

    દારૂના કેસમાં ધરપકડ થયેલા વડોદરાના મ્યુ. કાઉન્સિલર આશિષ જોશીના જામીન મંજૂર

    વડોદરામાં દારૂના કેસમાં ધરપકડ થયેલા કાઉન્સિલર આશિષ જોશીને મળ્યા જામીન. વડોદરા કોંગ્રેસના કોર્પોરેટર આશિષ જોષીના બોડેલી કોર્ટે જામીન મંજૂર. 10 દિવસના જેલવાસ બાદ મુક્ત કરાયા. દારૂના કેસમાં ધરપકડ કરાઈ હતી. ચૂંટણીના માહોલ વચ્ચે જ કાયદાકીય ગૂંચવણ ઊભી થઈ હતી.

  • 25 May 2026 08:38 PM (IST)

    ગુજરાતના ત્રણ IAS અધિકારીઓને સોંપ્યો વધારાનો ચાર્જ

    રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગે ત્રણ IAS અધિકારીઓ ને સોંપ્યો વધારાનો ચાર્જ. IAS સુથાર રાજ રમેશચંદ્ર ને સુડા ની સાથે હવે DGVCLના MD તરીકે ની વધારાની જવાબદારી આપી. IAS કે પી જોશી PGVCL ના એમ ડી સહિત રાજકોટ મનપામાં રિઝનલ કમિશનર તરીકે વધારાની જવાબદારી આપી.  IAS કે પી જોશી ને pgvcl ના એમ ડી સહિત ડેપ્યુટી કમિશનર મનપા રાજકોટની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.

  • 25 May 2026 06:39 PM (IST)

    સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ગરમી અમદાવાદમાં, 43 ડિગ્રીએ પહોચ્યું તાપમાન

    સમગ્ર ગુજરાતમાં આજે સોમવારને 25મી મેના રોજ, સૌથી વઘુ ગરમી અમદાવાદ શહેરમાં નોંધાઈ છે. અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોચ્યો હતો. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ગરમીનો પારો 42.5 ડિગ્રીએ આંબ્યો હતો. જ્યારે સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. અમદાવાદ શહેરમાં રવિ-સોમની રાત્રીએ લધુત્તમ તાપમાન 28.4 ડિગ્રી રહ્યું હતું. વડોદરામાં મહત્તમ તાપમાન 40.4 ડિગ્રી, ભાવનગરમાં 41.7 ડિગ્રી, ડીસામાં 41 ડિગ્રી, રાજકોટમાં 42.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

  • 25 May 2026 06:18 PM (IST)

    સાબરકાંઠાની પ્રાંતિજ નગરપાલિકાનો એન્જિનિયર 45,000ની લાંચ લેતા ઝડપાયો

    સાબરકાંઠાની પ્રાંતિજ નગરપાલિકાનો એન્જિનિયર લાંચ લેતા ઝડપાયો. વોટર એટીએમ મશીનના ટેન્ડરનું બીલ પેટે લાંચ માંગતા એસીબીએ છટકું ગોઠવ્યું હતું. આસીસ્ટન્ટ ઈજનેર રાજદીપસિંહ ચાવડાએ 45,000 રૂપિયાની લાંચ લીધી. લાંચની રકમ સ્વિકારતા એસીબીએ રંગેહાથ ઝડપ્યા હતા. પ્રાંતિજ નગરપાલિકાના ઈજનેરે લાંચ માટે ગાંધીનગર બોલાવ્યો હતો ફરીયાદીને. ગાંધીનગર એસીબીએ છટકું ગોઠવતા રંગેહાથ ઝડપાયા.

  • 25 May 2026 05:56 PM (IST)

    રાજકોટથી દિલ્હી અને મુંબઈની ફ્લાઈટ બંધ કરતુ એર ઈન્ડિયા

    પેટ્રોલની અછતની અસર હવે એરલાઈન્સ કંપની પર જોવા મળી રહી છે. 1 જૂનથી 31 જુલાઈ સુધી એર ઇન્ડિયા દ્વારા બે ફ્લાઇટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સવારે 10 વાગ્યાની રાજકોટથી દિલ્હી જ્યારે સાંજે 6 વાગ્યાની રાજકોટથી મુંબઈની ફ્લાઇટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. હાલ રાજકોટમાં દૈનિક 14 ફ્લાઇટ ઉડાન ભરે છે. ફ્લાઇટ ફરી શરૂ કરવા માટે રાજકોટ ચેમ્બર ઑફ કોમર્સ દ્વારા રજૂઆત. ફ્લાઇટ બંધ થતા MSME ઉદ્યોગને અસર પહોંચતી હોય કેન્દ્રીય નાગરિક ઉડયન મંત્રી અને એર ઇન્ડિયા ચેરમેનને રજૂઆત કરવામાં આવી છે.

  • 25 May 2026 05:53 PM (IST)

    કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે

    વતનની મુલાકાતે આવશે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ. ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવશે શાહ. 27, 28 અને 29 મે ના રોજ વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી. 28 તારીખે અમદાવાદ શહેરના વિકાસકાર્યોની કરશે સમીક્ષા. સર્કિટ હાઉસ ખાતે વિકાસકાર્યોની કરશે સમીક્ષા. નવા નિમાયેલા પદાધિકારીઓ સાથે પણ કરી શકે છે બેઠક. 29 મે ના રોજ ભુજ પહોંચશે શાહ. આંતરરાષ્ટ્રીય સરહદની સમીક્ષા કરશે શાહ. સંવેદનશીલ હરામીનાળાની પણ મુલાકાત લઈ સમીક્ષા કરશે શાહ.

  • 25 May 2026 05:25 PM (IST)

    અમદાવાદના મેયર તરીકે ચર્ચાઈ રહ્યાં છે આટલા નામ

    અમદાવાદ મહાનગરપાલિકાના મેયર તરીકે ભાજપના કેટલાક  વરિષ્ઠ નેતાઓના નામ ચર્ચાઈ રહ્યાં છે. જેમાં સૌથી મોખરે અમિત શાહના ખાસ વિશ્વાસું એવા હિતેશ બારોટનુ નામ ચાલી રહ્યું છે. જ્યારે બીજા નંબરે જશુભાઈ ઠાકોર તેમજ રાજુભાઈ ઠાકોરના નામ પણ બોલાઈ રહ્યાં છે. ં અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પૂર્વ અમદાવાદના કોર્પોરેટરોના નામ ચર્ચાઈ રહ્યાં છે. જેમાં કમલેશ પટેલ ખોખરાનું નામ પણ મોખરે છે. સતત બીજી ટર્મ માટે ચૂંટાયેલ ગોતાના કેતન પટેલ, ઘાટલોડિયાના પ્રવીણ પટેલનુ નામ ચર્ચાઈ રહ્યું છે. આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મેયર ના પદ પર કોણ રહેશે તે સ્પષ્ટ થઈ જશે

  • 25 May 2026 05:21 PM (IST)

    બેચરાજી તાલુકા પંચાયત પ્રમુખ કોંગ્રેસના પણ સત્તા ભાજપની

    બેચરાજી તાલુકા પંચાયત પ્રમુખ કોંગ્રેસના પણ સત્તા ભાજપની !? બેચરાજીમાં ભાજપના ઉપપ્રમુખ બિનહરીફ વિજયી બન્યા. ભાજપ જિલ્લા પ્રમુખ ગિરીશ રાજગોરનું મહત્ત્વનું નિવેદન. કોંગ્રેસના SC કેટેગરીના ઉમેદવારની જીત છતાં સત્તા ભાજપ પાસે. બેચરાજીમાં 13 સીટો જીતીને ભાજપે જાળવી રાખી છે પોતાની સત્તા. ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહિતની તમામ સત્તા ભાજપના હાથમાં. બહુમતીના આધારે બેચરાજીમાં ભાજપનું જ રહેશે વર્ચસ્વ.

  • 25 May 2026 04:15 PM (IST)

    ભાજપના ધારાસભ્ય સી જે ચાવડાની વાયરલ થયેલ ઓડિયો ક્લિપમાં અનેક રહસ્યસ્ફોટ !

    મહેસાણા ભાજપના વધુ એક નેતાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, રાજ્યસભાના સાંસદ મયંક નાયકને સાંકળતી ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ હવે ધારાસભ્ય સી જે ચાવડાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડાની કથિત ઓડિયો ક્લિપ થઈ વાયરલ. વિજાપુર ધારાસભ્યની ખાનગી વાતચીત થઈ ગઈ લીક. ચૂંટણી ફંડિંગ, ખર્ચ અને દારૂની વહેંચણી અંગેની ચોંકાવનારી વાતચીત છે આ વાયરલ ઓડિયોો ક્લિપમાં. ઉમેદવારોને અપાતા ફંડ અને બે નંબરના ધંધા અંગે ઓડિયોમાં મોટો ખુલાસો. કોંગ્રેસમાંથી આવ્યા બાદ 2 કરોડ રૂપિયા મળ્યા હોવાનો કથિત ઉલ્લેખ કરાયો છે. ટિકિટ ફાળવણી અને હપ્તાખોરી અંગેની વાતો પણ ઓડિયોમાં કેદ થઈ છે. વાયરલ ઓડિયો ક્લિપને લઈને રાજકીય મોરચે ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

  • 25 May 2026 03:04 PM (IST)

    નીતિન પટેલનું રાજકારણ પુરુ થઈ ગયું કહેનાર કોર્પોરેટરને ભાજપે ફટકારી શો-કોઝ નોટિસ

    મહેસાણા ભાજપના કોર્પોરેટર ચંદ્રકાન્ત પટેલને ફટકારાઈ કારણદર્શક નોટિસ. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિશે અભદ્ર ભાષા વાપરવા બદલ નોટિસ અપાઈ. મહેસાણા જિલ્લા ભાજપ અધ્યક્ષ ગીરીશભાઈ રાજગોરે પાઠવી નોટિસ. ચૂંટણી પરિણામ બાદ નીતિન પટેલનું અપમાન કરતો ઓડિયો થયો હતો વાયરલ. પક્ષના અગ્રણી માટે બીભત્સ શબ્દોના પ્રયોગની પાર્ટીએ લીધી ગંભીર નોંધ. ચંદ્રકાન્ત પટેલ પાસે 3 દિવસમાં લેખિત ખુલાસો માંગવામાં આવ્યો. સમયમર્યાદામાં ખુલાસો ન કરવા પર પાર્ટી દ્વારા આગળની કાર્યવાહીની ચીમકી અપાઈ.

  • 25 May 2026 02:35 PM (IST)

    અરવલ્લી: મેઘરજ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને ફટકો

    અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને મોટો રાજકીય ફટકો લાગ્યો છે. ચૂંટણીમાં કોંગ્રેસે સૌથી વધુ 11 બેઠકો જીત્યા બાદ સત્તા મેળવવાની નજીક હતી, પરંતુ સત્તા સંભાળતા પહેલા જ કોંગ્રેસે બહુમતી ગુમાવી દીધી. કોંગ્રેસના બે સભ્યોએ બળવો કરીને ભાજપમાં જોડાતા રાજકીય સમીકરણો બદલાઈ ગયા અને ભાજપે તાલુકા પંચાયતમાં બહુમતી હાંસલ કરી લીધી. પરિણામે તાલુકા પંચાયત પ્રમુખ તરીકે ભાજપના ભરત ખાંટ 13 મતથી વિજયી બન્યા, જ્યારે ઉપપ્રમુખ પદે અરવિંદ ખરાડી 13 મત સાથે ચૂંટાયા હતા. નોંધનીય છે કે 22 બેઠકોમાંથી કોંગ્રેસે 11, ભાજપે 10 અને એક બેઠક અપક્ષ ઉમેદવારે જીતી હતી, પરંતુ કોંગ્રેસના બે બળવાખોર સભ્યોના પગલે આખરે ભાજપે સત્તા કબજે કરી છે.

  • 25 May 2026 02:30 PM (IST)

    સુરતઃ માર્કેટના પાર્કિંગમાં માસૂમ બાળક પર શ્વાનો તૂટી પડ્યા

    સુરતમાં રખડતા શ્વાનોના આતંકનો વધુ એક હચમચાવી દેનારો વીડિયો સામે આવ્યો છે. શહેરના રીંગરોડ વિસ્તારમાં આવેલી બેગમવાડીની તિરૂપતિ માર્કેટના પાર્કિંગમાં માસૂમ બાળક પર અચાનક શ્વાનો તૂટી પડ્યા હતા. બાળકને નિશાન બનાવતાં આસપાસ હાજર લોકો તરત જ દોડી આવ્યા હતા અને શ્વાનોને ભગાવી બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનામાં બાળક ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાનો વીડિયો સામે આવતા વિસ્તારમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે રખડતા શ્વાનોના વધતા આતંક સામે તંત્રની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે.

  • 25 May 2026 02:20 PM (IST)

    જૂનાગઢ: ડીઝલ અછત મુદ્દે કોંગ્રેસ આક્રમક મૂડમાં

    જૂનાગઢ જિલ્લામાં ડીઝલની અછતના મુદ્દે કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ ગાડા પર સવાર થઈ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું હતું. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે જિલ્લામાં ડીઝલની ભયંકર તંગી સર્જાઈ છે, જેના કારણે ખેડૂતો અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. કોંગ્રેસે ખેડૂતોને પ્રતિ વીઘા 10 લીટર ડીઝલ ફાળવવાની માંગ સાથે ટ્રેક્ટર અને કોમર્શિયલ વાહનોના હપ્તામાં 6 મહિનાની મુક્તિ આપવાની પણ માંગણી કરી છે. પક્ષનો આક્ષેપ છે કે કેન્દ્ર સરકારની નીતિઓના કારણે ડીઝલ સંકટ ઊભું થયું છે અને હાલ વાહનચાલકોને ડીઝલ મેળવવા માટે બે-બે દિવસ લાંબી કતારોમાં ઊભા રહેવું પડી રહ્યું છે. સમગ્ર મામલે કોંગ્રેસે તાત્કાલિક યોગ્ય પગલાં લેવા સરકારને અપીલ કરી છે.

  • 25 May 2026 02:09 PM (IST)

    દાહોદઃ હાઈવોલ્ટેજ ડ્રામા બાદ ધાનપુર તાલુકા પંચાયતનું ચિત્ર સ્પષ્ટ

    દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા પંચાયતમાં હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા બાદ આખરે પ્રમુખ અને ઉપપ્રમુખ પદનું ચિત્ર સ્પષ્ટ થયું છે. ભાજપ અને AAP બંને પક્ષોને સરખા મત મળતા પરિસ્થિતિ ગુંચવાઈ ગઈ હતી, જેના કારણે અંતે ચિઠ્ઠી ઉછાળીને નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રમુખ પદ માટે થયેલી ચિઠ્ઠીમાં AAPના સોનલ ભુરીયાનું નામ નીકળતા તેમની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. જ્યારે ઉપપ્રમુખ પદ માટેની ચિઠ્ઠીમાં ભાજપના નયન બારીઆનું નામ ખુલતાં તેઓ ઉપપ્રમુખ બન્યા હતા. આ રીતે ધાનપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ AAPને અને ઉપપ્રમુખ પદ ભાજપને મળતાં રાજકીય સમીકરણોમાં રસપ્રદ સ્થિતિ સર્જાઈ છે.

  • 25 May 2026 01:20 PM (IST)

    વાવ થરાદઃ દિયોદર તાલુકા પંચાયતમાં હોબાળો

    વાવ-થરાદ વિસ્તારમાં આવેલી દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન ભારે હોબાળો સર્જાયો હતો. ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે ભાજપના કાર્યકરો અને સભ્યો વચ્ચે સભાખંડમાં જોરદાર બોલાચાલી થઈ હતી. વાત એટલી વધતી ગઈ કે સમગ્ર સભાખંડમાં ગેરવ્યવસ્થા ફેલાઈ ગઈ હતી. ભાજપના સભ્યોના હોબાળા અને તંગદિલીભર્યા માહોલને પગલે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઘટનાને કારણે તાલુકા પંચાયતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

  • 25 May 2026 01:07 PM (IST)

    બનાસકાંઠાઃ દાંતા તાલુકા પંચાયતમાં 31 વર્ષ બાદ ભાજપની સત્તા

    બનાસકાંઠાના દાંતા તાલુકા પંચાયતમાં 31 વર્ષ બાદ ભાજપે ઐતિહાસિક જીત મેળવી સત્તા કબજે કરી છે. તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના 10-10 સભ્યો જીતતા ટાઈની સ્થિતિ સર્જાઈ હતી. જોકે કોંગ્રેસના એક સભ્ય ગેરહાજર રહેતા ભાજપને સત્તાનો લાભ મળ્યો હતો. પરિણામે ભાજપે ત્રણ દાયકાથી વધુ સમય બાદ દાંતા તાલુકા પંચાયતમાં પોતાની સત્તા સ્થાપિત કરી છે. કોંગ્રેસે આ મામલે ભાજપ સામે તેમના સભ્યને ઉઠાવી જવાનો ગંભીર આરોપ પણ લગાવ્યો છે. પ્રમુખ પદ માટે ભાજપના પિન્કી ચૌધરી વિજેતા જાહેર થયા છે, જ્યારે ઉપપ્રમુખ પદે ભાજપના ભરતકુમાર રાણાની વરણી કરવામાં આવી છે. સમગ્ર ઘટનાક્રમે સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો લાવ્યો છે.

  • 25 May 2026 11:40 AM (IST)

    જૂનાગઢ તાલુકા પંચાયતમાં હાઈવોલ્ટેજ ડ્રામા બાદ ભાજપની સત્તા

    જૂનાગઢ તાલુકા પંચાયતમાં હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા બાદ આખરે ભાજપે સત્તા હાંસલ કરી છે. ચૂંટણીમાં ભાજપ અને AAP બંને પક્ષના 9-9 સભ્યો જીતતા શરૂઆતમાં ટાઈની સ્થિતિ સર્જાઈ હતી. જોકે AAPના 3 સભ્યો હાજર ન રહેતા ભાજપને સત્તાનો લાભ મળ્યો હતો. ગતરોજ AAPના સભ્ય સંજય પાઘડારની ધરપકડ બાદ રાજકીય સમીકરણોમાં વધુ ઉથલપાથલ જોવા મળી હતી. AAP પાસે 9 સભ્યો હોવા છતાં પ્રમુખ કે ઉપપ્રમુખ પદ હાંસલ કરી શક્યા ન હતા. અંતે ભાજપના ઈન્દુબેન ભોજક 9 મતો સાથે પ્રમુખ તરીકે ચૂંટાયા હતા, જ્યારે વિપક્ષના સમર્થન સાથે અંજના મારૂએ 14 મતો મેળવી ઉપપ્રમુખ પદ જીત્યું હતું. સમગ્ર ઘટનાક્રમને કારણે જૂનાગઢની રાજનીતિમાં ભારે ચર્ચા જાગી છે.

  • 25 May 2026 10:43 AM (IST)

    અમદાવાદ: ઠંડા પીણા કે કોલ્ડ ડ્રીંક્સ પીતા પહેલા ચેતજો

    અમદાવાદમાં ઠંડા પીણા અને કોલ્ડ ડ્રીંક્સ પીતા પહેલા સાવચેત રહેવાની જરૂરિયાત ઉભી થઈ છે. શહેરની જાણીતી ‘છાશવાલા’ દુકાનના અંજીર મિલ્ક શેકમાંથી વંદો નીકળ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. ગ્રાહકે આરોપ લગાવ્યો છે કે મિલ્ક શેક હલકી ગુણવત્તાનો હતો અને એક્સપાયરી ડેટ પહેલા જ બગડી ગયો હતો. મળતી માહિતી મુજબ આ વીડિયો પોલિટેકનિક ચાર રસ્તા અને IIM નજીકની બ્રાન્ચનો હોવાનું કહેવાઈ રહ્યું છે. ઘટના સામે આવતા લોકોમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ચિંતા વધી છે. જોકે આ મામલે સત્તાવાર તપાસ બાદ જ સમગ્ર હકીકત સામે આવશે.

  • 25 May 2026 10:26 AM (IST)

    સુરતઃ પેટ્રોલ અને ડીઝલના ભાવ 10 દિવસમાં ચોથી વખત વધ્યા

    સુરતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થતા સામાન્ય લોકો પર મોંઘવારીનો વધુ બોજો વધ્યો છે. છેલ્લા 10 દિવસમાં ચોથી વખત ઈંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. તાજા વધારા મુજબ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2.61 જ્યારે ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2.79નો વધારો નોંધાયો છે. 15 મેથી 25 મે દરમિયાન વારંવાર ભાવ વધારો થતા વાહનચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે. અગાઉ 15 મેના રોજ પેટ્રોલ-ડીઝલમાં રૂ. 3નો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે 19 મેના રોજ પ્રતિ લિટર 90 પૈસા અને 23 મેના રોજ પેટ્રોલના ભાવમાં 87 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. સતત વધી રહેલા ઈંધણના ભાવને કારણે લોકોના ખિસ્સા પર સીધી અસર પડી રહી છે અને પરિવહન ખર્ચ પણ વધવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

  • 25 May 2026 09:48 AM (IST)

    સુરત: DRB કોલેજ નજીક કારમાં આગ

    સુરત શહેરમાં DRB કોલેજ નજીક મોડી રાત્રે એક કારમાં અચાનક આગ લાગી હતી, જેના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો એકત્રિત થયા હતા અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આગ લાગવાના કારણે કારને ભારે નુકસાન પહોંચ્યું હતું, જોકે સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઈ નથી. ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવી વધુ નુકસાન અટકાવ્યું હતું.

  • 25 May 2026 08:28 AM (IST)

    ઈરાન-અમેરિકા ડીલના આશાવાદે ક્રુડ ઓઈલના ભાવમાં કડાકો

    ઈરાન અને અમેરિકા વચ્ચે સંભવિત ડીલ અંગેના આશાવાદી સંકેતો વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં મોટો કડાકો નોંધાયો છે. ક્રુડના ભાવમાં આશરે 5 ટકા સુધીનો ઘટાડો થતા બ્રેન્ટ ક્રુડ 4.51 ડોલર ઘટીને પ્રતિ બેરલ 98 ડોલર સુધી પહોંચ્યું છે, જે છેલ્લા બે અઠવાડિયાના સૌથી નીચલા સ્તર તરીકે નોંધાયું છે. ગત અઠવાડિયે પણ ક્રુડના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. નોંધનીય છે કે યુદ્ધ શરૂ થયા બાદ એક સમયે ક્રુડના ભાવ 111 ડોલર સુધી પહોંચી ગયા હતા અને અત્યાર સુધીમાં કુલ 30 ટકા જેટલો વધારો નોંધાયો હતો. જોકે હવે અમેરિકા-ઈરાન વચ્ચે સમજૂતીની શક્યતાઓ વધતા વૈશ્વિક સપ્લાય સુધરવાની આશાએ બજારમાં ભાવ દબાણ હેઠળ આવ્યા છે.

  • 25 May 2026 07:34 AM (IST)

    મેટ્રો શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ

    દેશભરમાં ફરી એકવાર તેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પરિણામે, દિલ્હીમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ ₹100 ને વટાવી ગયો છે. ડીઝલ પણ ₹95 ને વટાવી ગયું છે.

  • 25 May 2026 07:32 AM (IST)

    અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો આજે આગ્રા અને જયપુરની મુલાકાતે

    અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો આજે આગ્રા અને જયપુરની મુલાકાતે છે. તેઓ સવારે 9:00 વાગ્યે આગ્રા પહોંચશે અને તેમની પત્ની સાથે તાજમહેલની મુલાકાત લેશે. તેઓ બપોરે 1:00 વાગ્યે જયપુર જવા રવાના થશે અને આમેર કિલ્લાની મુલાકાત લેશે.

  • 25 May 2026 07:31 AM (IST)

    મહિલા અને બાળ સુરક્ષામાં ગુજરાત દેશભરમાં અગ્રેસર

    NCRB રિપોર્ટ 2024 અનુસાર ગુજરાત દેશના સૌથી સુરક્ષિત રાજ્યોમાં અગ્રેસર તરીકે ઉભર્યું છે. રાજ્યમાં કુલ ગુનાખોરીનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણો ઓછો નોંધાયો છે, જે કાયદો-વ્યવસ્થા અને પોલીસ તંત્રની અસરકારક કામગીરી દર્શાવે છે. ખાસ કરીને મહિલા અને બાળ સુરક્ષા મામલે ગુજરાતે દેશભરમાં આગવું સ્થાન મેળવ્યું છે. મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ, મિલકત સંબંધિત ગુનાઓ, ખૂન અને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓમાં પણ ગુજરાતનો ક્રાઈમ રેટ રાષ્ટ્રીય સરેરાશથી ઓછો રહ્યો છે. ઉપરાંત અપહરણના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. દારૂબંધી હેઠળ કેસ નોંધાતા હોવા છતાં રાજ્યનો કુલ ક્રાઈમ રેટ નિયંત્રણમાં રહેવું ગુજરાત પોલીસની સક્રિય અને કડક કામગીરીનો પુરાવો છે. સુરક્ષા અને શાંતિપૂર્ણ વાતાવરણના કારણે ગુજરાત દેશના ટોચના સુરક્ષિત રાજ્યોમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યું છે.

Published On - May 25,2026 7:30 AM

Follow Us
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, તમે સહેલાઈથી બધાનું ધ્યાન ખેંચી શકશો
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, તમે સહેલાઈથી બધાનું ધ્યાન ખેંચી શકશો
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી
આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી
ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
g clip-path="url(#clip0_868_265)">