10 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : વડોદરાને મળશે નવા મેયર, મેયર પદની રેસમાં કોણ ? મહિલા માટે અનામત મેયર પદ

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2023 | 11:55 PM

Gujarat Live Updates : આજ 10 સપ્ટેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

10 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : વડોદરાને મળશે નવા મેયર, મેયર પદની રેસમાં કોણ ? મહિલા માટે અનામત મેયર પદ
દિવસભરના મોટા અને મહત્વના સમાચાર

આજે 10 સપ્ટેમ્બરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 10 Sep 2023 11:50 PM (IST)

    વડોદરાને મળશે નવા મેયર, મેયર પદની રેસમાં કોણ ?

    • આજે વડોદરાને મળશે નવા મેયર.
    • મેયર પદ મહિલા માટે અનામત.
    • આ રેસમાં નંદા જોષી આગળ.
    • સ્નેહલ પટેલ
    • હેમિષા ઠક્કર
    • તેજલ વ્યાસનું નામ પણ ચર્ચામાં
    • પૂનમ શાહ
    • જ્યોતિ પટેલ
    • વર્ષા વ્યાસ પણ મેયરની રેસમાં
  • 10 Sep 2023 11:47 PM (IST)

    બાંદા જેલના કેદીનું હોસ્પિટલમાં મોત

    યુપીના બાંદાની માંડલ જેલમાં બંધ એક કેદીનું હોસ્પિટલમાં મૃત્યુ થયું. પોસ્કો કેસમાં માર્ચમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. પરિસ્થિતિ અચાનક બગડતી જોઈને જેલ પ્રશાસને તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા. પરિવારે જેલ પ્રશાસન પર હત્યાનો આરોપ લગાવ્યો હતો.

  • 10 Sep 2023 11:45 PM (IST)

    અમીરગઢની એક શાળાના શિક્ષકે સાથે નોકરી કરતા શિક્ષકની પત્ની પર આચર્યું દુષ્કર્મ

    અમીરગઢ તાલુકામાં શિક્ષણ જગતને લાંછન લગાવતી ઘટના સામે આવી છે. જેમાં એક શિક્ષકે (Teacher) પોતાની જ શાળામાં નોકરી કરતા શિક્ષકની પત્ની પર દુષ્કર્મ આચર્યું છે. આ ઘટનામાં પીડિત મહિલાના પતિને દારૂ પીવાની ટેવ હતી. આ ટેવ છોડાવવાની દવા આપવાનું કહીને લંપટ શિક્ષક તેના ઘરે પહોંચ્યો હતો. લંપટ શિક્ષકે દારૂ છોડાવવાની દવાને બદલ પીડિતાના પતિને ઘેનની દવા આપી દીધી હતી.

  • 10 Sep 2023 11:12 PM (IST)

    મહારાષ્ટ્રના હિંગોલીમાં રોડવેઝની બસ સળગાવી

    મહારાષ્ટ્રના હિંગોલીમાં રોડવેઝની બસને આગ ચાંપવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મરાઠા આરક્ષણને લઈને આંદોલનકારીઓએ આગ લગાવી દીધી છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

  • 10 Sep 2023 11:04 PM (IST)

    ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પહોંચ્યા જૂનાગઢ

    નોબલ યુનિવર્સિટી પહોંચ્યા રાજ્યપાલ આનંદીબેન પટેલ

    આનંદીબેન સાથે પુત્રી અનારબેન પટેલ પણ હાજર

    ધારાસભ્ય, મેયર, ડે. મેયર દ્વારા કરાયું સ્વાગત

    સાંજે ડે મેયર ગિરીશ કોટેચાનાં ઘરે ભોજન લેશે

  • 10 Sep 2023 10:26 PM (IST)

    સુરેન્દ્રનગર લોકમેળામાં મોતના કૂવામાં અકસ્માત સર્જાયો

    • સુરેન્દ્રનગરમાં લોકમેળામાં અકસ્માત સર્જાયો
    • લોકમેળામાં મોતના કૂવામાં અકસ્માતની ઘટના બની છે
    • 30 ફૂટ પર સ્ટંટ કરતી કારના ટાયર નીકળી ગયુ
    • સ્ટંટ કરતી વખતે ટાયર નીકળી જતા ચાલુ કાર નીચે પટકાય
  • 10 Sep 2023 09:57 PM (IST)

    કેનેડીયન PMના પ્લેનમાં સર્જાઈ ટેકનિકલ ખામી

    G20 બેઠકમાં ભાગ લેવા ભારત આવેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો આજે સ્વદેશ પરત ફરી શકશે નહીં. પ્લેનમાં કોઈ ખામીના કારણે તેમને આજે રાત્રે દિલ્હીમાં રોકાવું પડશે. મળતી માહિતી મુજબ ટ્રુડો આજે રાત્રે કેનેડા જવા રવાના થવાના હતા, પરંતુ તેઓ ટેક ઓફ કરે તે પહેલા જ તેમના પ્લેનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જે બાદ સમગ્ર કેનેડાનું પ્રતિનિધિમંડળ દિલ્હીમાં રોકાયું છે. જસ્ટિન ટ્રુડો અને તેમનું પ્રતિનિધિમંડળ ત્યાં સુધી ભારતમાં જ રહેશે જ્યાં સુધી એન્જિનિયરોની ટીમ પ્લેનમાં ખામી દૂર નહીં કરે.

  • 10 Sep 2023 08:40 PM (IST)

    થાણે શહેરમાં અંડરગ્રાઉન્ડ લિફ્ટ તૂટી પડી

    મુંબઈને અડીને આવેલા થાણે શહેરમાં મોટો અકસ્માત. હાઇલેન્ડ પાર્ક, બાલ્કમ, થાણે પશ્ચિમમાં એક અંડરગ્રાઉન્ડ લિફ્ટ તૂટી પડી. આ ઘટનામાં 5 લોકોના મોતની પુષ્ટિ કરી છે.

  • 10 Sep 2023 08:10 PM (IST)

    નવસારીના ચીખલી પો.સ્ટેમાં નોંધાઈ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

    • ચીખલી પો.સ્ટેમાં નોંધાઈ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
    • 9 ઈસમોએ મેળાપીપણા જમીન હડપ કરતા ફરિયાદ નોંધાઇ
    • 58 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ઇસપ અબ્રામ મયાતની જમીનનો બનાવટી પાવર દ્વારા દસ્તાવેજ બનાવ્યો
    • મૃતકનું હાલનું સરનામું ઇંગ્લેન્ડ બતાવી બોગસ પાવર ઓફ એટર્ની બનાવી
    • 9 આરોપી પૈકી મો.સુફિયાન નઝીર જિવા અને સાકીબ કાનમીની ધરપકડ કરાઇ
    • 9 આરોપી એક આરોપી મો.અલ્તાફ કાનમી ઇંગ્લેન્ડનો રહેવાસી
    • મૃતકના ભાણિયા ઝુબેર ગુલામ માયત દ્વારા ફરિયાદ આપતા FIR નોંધાય
    • પોલીસે લેન્ડ ગ્રેબિંગ મામલે વધુ તપાસ હાથ ધરી
  • 10 Sep 2023 07:57 PM (IST)

    વાઘોડિયાના ગુતાલ ગામના મગરના હુમલાથી આધેડનું મોત

    વાઘોડિયાના ગુતાલ ગામના મગરના હુમલાથી આધેડનું મોત થયું છે. ગામની સીમમાં આવેલ કોતરમાં હાથ પગ ધોવા ઉતારેલા આધેડ પર હુમલો કર્યો હતો. આધેડનો પગ પકડી મગર ઉંડા પાણીમાં ખેંચી ગયો હતો. આધેડે બૂમાબૂમ કરતા નજીકના ખેતરોમાંથી ખેડૂતો દોડી આવ્યા હતા. મગરના મોંમાંથી આધેડને છોડાવ્યો હતો. આધેડનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. વાઘોડિયા પોલીસને જાણ કરાઈ છે.

  • 10 Sep 2023 07:38 PM (IST)

    મોદીજીના શાસનમાં પાકિસ્તાનમાં પણ હનુમાન ચાલીસાના પાઠ થશે – દેવેન્દ્ર ફડણવીસ

    અમરાવતીમાં હનુમાન ચાલીસાના સામૂહિક પાઠ પછી મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તે દિવસ દૂર નથી જ્યારે આપણે હનુમાન ચાલીસાના પાઠ કરીને પાકિસ્તાન જઈશું અને બતાવીશું કે મોદીજીના શાસનમાં પાકિસ્તાનમાં પણ હનુમાન ચાલીસાના પાઠ થશે.

  • 10 Sep 2023 07:37 PM (IST)

    ઉત્તરાખંડના ચમોલીથી બદ્રીનાથ હાઇવે માર્ગ ઉપર ભૂસ્ખલન થતાં માર્ગ બંધ

    • ઉત્તરાખંડના ચમોલીથી બદ્રીનાથ હાઇવે માર્ગ ઉપર ભૂસ્ખલન થતાં માર્ગ બંધ
    • ત્રણ છેલ્લા કલાકથી માર્ગ બંધ થતાં હજારો યાત્રિકો વાહનોમાં ફસાયા
    • પાગલ નાલા પાસે બની ભૂસ્ખલનની ઘટના
    • પોલીસ અને પ્રશાસન દ્વારા બે મશીન વડે માર્ગ ઉપરથી માટી ખસેડવાની કામગીરી શરૂ કરી
  • 10 Sep 2023 06:55 PM (IST)

    દ્વારકાના ખંભાળિયા પંથકમાં વીજ કરંટ લાગતા બે લોકો દાઝ્યા

    • દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પંથકમાં વીજ કરંટ લાગતા બે લોકો દાઝ્યા
    • સલાયાના જિન વિસ્તારમાં માતા,પુત્રને લાગ્યો વીજ કરંટ
    • ઘરના ધાબા પર બાળક રમી રહ્યો હતો ત્યારે કરંટ લાગ્યો
    • બાળકને બચાવવા જતાં માતાને પણ લાગ્યો વીજ કરંટ
    • બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
    • ખંભાળિયા હોસ્પિટલમાં બંનેને પ્રાથમિક સારવાર અપાઈ
    • માતા, પુત્રને વધુ સારવાર માટે જામનગર રીફર કરાયા
  • 10 Sep 2023 06:33 PM (IST)

    ધારી અમરેલી રોડ પર અકસ્માતમાં 2 ના મોત

    • ધારી અમરેલી રોડ પર અકસ્માતમાં 2 ના મોત
    • દેવરાજિયા ગામ નજીક કાર વૃક્ષ સાથે અથડાઇ
    • કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો ગંભીર અકસ્માત.
    • કારમાં પાંચ લોકો સવાર હતા જેમાં બે મહિલાના મોત થયા
    • ત્રણ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી
    • ઇજાગ્રસ્તોને સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડાયા
    • મળતી માહિતી મુજબ કાર અમરેલીથી દીવ તરફ જઈ રહી હતી
    • ધારી અમરેલી રોડ પર અકસ્માતની આજે બીજી ઘટના
    • સવારે ધારીના છતડીયા પાસે એસ.ટી.બસ ને નડ્યો હતો અકસ્માત
  • 10 Sep 2023 06:08 PM (IST)

    શિક્ષણ પ્રધાન કુબેરસિંહ ડિંડોરે ઉમેદવારોને આપ્યો ઉડાઉ જવાબ

    • TET-TAT ઉમેદવારોએ શિક્ષણમંત્રી કુબેરસિંહ ડિંડોર સમક્ષ કરી રજૂઆત
    • શિક્ષણમંત્રીને મળી કરાર આધારિત ભરતી રદ્દ કરવા કરી માગ
    • શિક્ષણમંત્રીની ઉમેદવારોને વૈકલ્પિક વ્યવસ્થાની હૈયાધારણા
    • વૈકલ્પિક વ્યવસ્થામાં જોડાવું હોય તો જોડાવો નહીં તો ઘરે બેસી રહોનો ઉડાઉ જવાબ
    • ભવિષ્યમાં કાયમી ભરતી લાવવામાં આવશે એવું શિક્ષણમંત્રીનું આશ્વાસન
    • ગ્રાન્ટેડ-સરકારી શાળાઓમાં કરાર આધારિત વિદ્યાસહાયકની ચાલી રહી છે ભરતી
  • 10 Sep 2023 05:50 PM (IST)

    શિક્ષણ પ્રધાનના ઉડાઉ જવાબ મુદ્દે શક્તિસિંહનું નિવેદન

    શિક્ષણપ્રધાને આપેલા ઉડાઉ જવાબને, કોંગ્રેસ નેતા શક્તિસિંહે યુવાનોના અપમાન સાથે સરખાવ્યો. શક્તિસિંહ ગોહીલે આરોપ રાજ્યની ભાજપ સરકાર પર અહંકારમાં જીવવાનો આરોપ લગાવ્યો અને માગ કરી કે સરકાર વહેલીતકે ભરતીનો નિર્ણય કરીને કોન્ટ્રાક્ટ પ્રથા દૂર કરે. અન્યથા ગુજરાતીઓ સરકારનું ઘમંડ તોડશે.

  • 10 Sep 2023 05:35 PM (IST)

    ખેડામાં સિંઘાલી ગામ નજીક કેનાલમાં ભંગાણ કેનાલના પાણી ખેતરોમાં ફરી વળ્યા

    ખેડાના મહુધામાં સિંઘાલી ગામ નજીક પસાર થતી ભ્રષ્ટાચારની કેનાલમાં ગાબડું પડયું છે. કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતા પાકને ભારે નુકસાન થયું છે. તાજેતરમાં રોપવામાં આવેલો તમાકુનો પાક પાણીમાં ડૂબ્યો છે. છેલ્લા એક માસથી વરસાદ ન પડવાના કારણે ખેડૂતોએ મહા મહેનતે પાક ઉગાડયો હતો. પરંતુ તંત્રની નિષ્કાળજીના પગલે ખેડૂતોને હાલ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. જો કે સમગ્ર મામલે કાર્યપાલક ઇજનેર સહિત સિંચાઈ વિભાગના અધિકારીઓએ ભૂલ સ્વીકારવાના બદલે લૂલો બચાવ કર્યો હતો.વારંવાર કેનાલમાં ગાબડા પડવાથી ખેડૂતોએ તંત્ર સામે રોષ વ્યકત કર્યો.

  • 10 Sep 2023 05:17 PM (IST)

    બ્લેકમેલ અને ખંડણીના ગુનામાં સાયબર ક્રાઈમે એકની કરી ધરપકડ

    અમદાવાદ શહેરમાં સાયબર સિક્યોરિટી એક્સપર્ટની (cyber security expert) ઓળખ આપી લોકો પાસે ખંડણી માગતો આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. સાયબર ક્રાઇમે બ્લેકમેલ અને ખંડણીના ગુનામાં નકલી સાયબર એક્સપર્ટની ધરપકડ કરી છે. આરોપી અમિત સિંઘની ધરપકડ કરવામાં આવી છે.

  • 10 Sep 2023 05:13 PM (IST)

    વડાપ્રધાન મોદી કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોને મળ્યા હતા

    PM નરેન્દ્ર મોદીએ G-20 સમિટ દરમિયાન કેનેડાના PM જસ્ટિન ટ્રુડો સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ ટ્વીટ કર્યું, “અમે વિવિધ ક્ષેત્રોમાં ભારત-કેનેડા સંબંધો પર ચર્ચા કરી.”

  • 10 Sep 2023 05:05 PM (IST)

    અમારા સમયમાં સુવિધાઓ નહોતી, હવે સરકાર ખેલાડીઓને સુવિધાઓ આપી રહી છે – પીટી ઉષા

    ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ પી.ટી. ઉષાએ ચંદીગઢમાં કહ્યું કે પહેલા અમારી પાસે અહીં કોઈ સુવિધા નહોતી. મારા સમયમાં પણ સગવડો ન હતી, પરંતુ મહેનત અને માનસિક દૃઢતાથી અમે આગળ વધ્યા. હવે સરકાર અને એથ્લેટિક્સ એસોસિએશન ખેલાડીઓને સુવિધાઓ પુરી પાડી રહી છે.  તેના કારણે જ આપણા પ્રતિભાશાળી નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સમાં મેડલ જીત્યો છે. અમે 400 મીટર રિલેની ફાઇનલમાં પહોંચ્યા. અમે લાંબી કૂદમાં પણ સારું પ્રદર્શન કર્યું.

  • 10 Sep 2023 04:29 PM (IST)

    અમદાવાદ: વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

    • હાલ રાજ્ય પર વરસાદનું જોર ઘટ્યું
    • 10 સપ્ટેમ્બર ચોમાસાની સિસ્ટમ જતી રહેશે
    • જોકે તારીખ 10 થી 14 સપ્ટેમ્બરમા અરબસાગરમા એક સિસ્ટમ બનશે
    • 14 સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરમા એક લો પ્રેસર સિસ્ટમ બનશે
    • સિસ્ટમને લઈને 18 થી 22 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં ફરી વરસાદની શક્યતા
    • મધ્યપ્રદેશના ભાગોમાં અને મહારાસ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદ થતા પૂરની પણ શક્યતા
    • ભારે પવન સાથે વીજળીના કડાકા સાથે વરસાદ પડશે
    • ભારે પવનથી ખેડૂતોએ પાક માટે સાવચેતી લેવા આગાહીકાર અંબાલાલ પટેલની સલાહ
    • વરસાદને પગલે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક થશે
    • તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની કરાઈ છે આગાહી
    • અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
    • ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે નોંધાઇ શકે છે વરસાદ
    • હાલ ભારે વરસાદની નહિવત શકયતા
  • 10 Sep 2023 03:51 PM (IST)

    Gujarat News Live : G-20 સમિટનું થયુ સમાપન, PM મોદીએ કહ્યું- આપણે એક પરિવારની જેમ કામ કરવું પડશે

    જી-20 સમિટનું ત્રીજું સત્ર દિલ્હીમાં પૂર્ણ થયું છે. PM મોદીએ બ્રાઝિલને G-20નું પ્રમુખપદ સોંપ્યું છે. PM મોદીએ બ્રાઝિલને G-20નું પ્રમુખપદ સોંપવા પર ખુશી વ્યક્ત કરી. આગામી વર્ષે બ્રાઝિલમાં G-20 સમિટનું આયોજન કરવામાં આવશે. જેની અધ્યક્ષતા બ્રાઝિલ કરશે. જી-20ના ત્રીજા સત્રમાં પોતાના ભાષણમાં પીએમ મોદીએ કહ્યું કે વૈશ્વિક પરિવારનું સપનું સાકાર થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે અમારો ભાર જીડીપી પર નહીં પણ માનવ કેન્દ્રિત વિઝન પર છે. G-20 સમિટમાં તમામ દેશોના નેતાઓએ ફોરેસ્ટ થીમ પર પરામર્શ પણ કર્યો છે.

  • 10 Sep 2023 02:30 PM (IST)

    Gujarat News Live : પશ્ચિમનો યુક્રેનિયન એજન્ડા રહ્યો નિષ્ફળ, રશિયાએ દિલ્હીથી અમેરિકાને બતાવ્યો અરીસો

    રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે દિલ્હીમાં G20 સમિટમાંથી અમેરિકા પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે પશ્ચિમનો એજન્ડા નિષ્ફળ ગયો છે. પશ્ચિમી દેશોનું વર્ચસ્વ તૂટી ગયું. તેમણે કહ્યું કે G20 કોન્ફરન્સની સફળતાને કારણે અમે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર વધુ કામ કરી શકીશું. સર્ગેઈ લવરોવે કહ્યું કે, G-20 અદ્ભુત રહ્યું, તે ખૂબ જ સફળ થયું.

  • 10 Sep 2023 02:25 PM (IST)

    Gujarat News Live : G-20 અદ્ભુત રહ્યું, તે ખૂબ જ સફળ થયું: રશિયન વિદેશ પ્રધાન

    રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે કહ્યું છે કે, G-20 અદ્ભુત હતું. આ ખૂબ જ સફળ રહ્યું. ભારતના નેતૃત્વમાં ગ્લોબલ સાઉથને મોટી તક મળી છે.

  • 10 Sep 2023 01:59 PM (IST)

    Gujarat News Live : ભારતે G-20નું પ્રમુખપદ બ્રાઝિલને સોંપ્યું

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝિલને G-20નું પ્રમુખપદ સોંપ્યું છે. મોદીએ કહ્યું- નવેમ્બરમાં વર્ચ્યુઅલ સત્ર યોજવું જોઈએ.

  • 10 Sep 2023 01:43 PM (IST)

    IND vs Pak Live Score : સુપર 4માં આજે ભારત-પાકિસ્તાનની મેચ

    એશિયા કપના સુપર-4માં આજે ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે છે. કોલંબોમાં યોજાનારી આ મેચ પર વરસાદનો પડછાયો છે. પરંતુ, સારી વાત એ છે કે આ માટે પણ એક અનામત દિવસ છે. જો ભારત આ મેચ જીતશે તો તેની એશિયા કપની ફાઇનલમાં પહોંચવાની શક્યતા વધી જશે. પાકિસ્તાન પર દબાણ રહેશે. કારણ કે આ હાર બાદ તેમને આગામી મેચ શ્રીલંકા સામે રમવાની છે. પાકિસ્તાન અને શ્રીલંકા બંનેએ સુપર-4ની પોતાની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું છે.

  • 10 Sep 2023 12:43 PM (IST)

    Gujarat News Live : બળાત્કાર અને હત્યા કેસના દોષિત જિતેન્દ્ર શિંદેએ પુણેની યરવડા જેલમાં કરી લીધી આત્મહત્યા

    2016ના સનસનાટીભર્યા કોપર્ડી બળાત્કાર અને હત્યા કેસના દોષિત જિતેન્દ્ર શિંદેએ પુણેની યરવડા જેલમાં આત્મહત્યા કરી છે. દોષિત શિંદેને ટ્રાયલ કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી. જેલ અધિકારીઓના જણાવ્યા અનુસાર, 32 વર્ષીય જિતેન્દ્ર બાબુલાલ શિંદે ઉર્ફે પપ્પુ રવિવારે સવારે લગભગ 6 વાગ્યે બેરેકમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. જેલના કર્મચારીઓ તેને જેલની હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં સવારે લગભગ 6.15 વાગ્યે ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

  • 10 Sep 2023 12:42 PM (IST)

    Gujarat News Live : દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ દિલ્હીથી રવાના થયા

    દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા દિલ્હીથી રવાના થઈ ગયા છે. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા જી 20માં ભાગ લેવા માટે દિલ્હી આવ્યા હતા.

  • 10 Sep 2023 12:02 PM (IST)

    Gujarat News Live : ગોવા પોલીસે વેશ્યાવૃત્તિ માટે ઉપયોગમાં લેવાતા બે રિસોર્ટને સીલ કરવા માટે SDMને લખ્યો પત્ર

    ગોવા પોલીસે, ઉત્તર ગોવા જિલ્લાના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) ને પત્ર લખીને બે રિસોર્ટને સીલ કરવા વિનંતી કરી છે. આ રિસોર્ટમાં કથિત રીતે વેશ્યાવૃત્તિની પ્રવૃત્તિઓ મળી આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક જીવબા દળવીએ શનિવારે પત્રકારોને જણાવ્યું હતું કે, એસડીએમને અનૈતિક ટ્રાફિક (નિવારણ) અધિનિયમની કલમ 18 હેઠળ જગ્યાને સીલ કરવાની સત્તા છે. રાજ્ય પોલીસે શુક્રવારે આંતરરાષ્ટ્રીય વેશ્યાવૃત્તિ રેકેટનો પર્દાફાશ કર્યો હતો અને કેન્યા અને ઇઝરાયેલની બે મહિલાઓની ધરપકડ કરી હતી. આ પછી ઉત્તર ગોવા જિલ્લાના બરદેજ તાલુકાના એસડીએમને પત્ર લખવામાં આવ્યો હતો. દલવીએ કહ્યું કે પોલીસે ઉત્તર ગોવા જિલ્લામાં વેગાટોર અને સિઓલિમ સ્થિત બે રિસોર્ટને સીલ કરવા માટે SDMને પત્ર લખ્યો છે.

  • 10 Sep 2023 11:00 AM (IST)

    Gujarat News Live : જો બાઈડન દિલ્હીથી વિયેતનામ જવા થયા રવાના

    અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન દિલ્હીથી વિયેતનામ જવા રવાના થઈ ગયા છે. G 20 સમિટમાં ભાગ લેવા માટે જો બાઈડન બે દિવસ પૂર્વ ભારત આવ્યા હતા. આજે સવારે જો બાઈડને રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાં સુમન અર્પણ કર્યા હતા.

  • 10 Sep 2023 09:11 AM (IST)

    Gujarat News Live : G-20ના મહેમાનો રાજઘાટ પહોંચ્યા, PM મોદીએ કર્યું સ્વાગત

    G-20 સમિટમાં ભાગ લેવા દિલ્હી આવેલા વિદેશી મહેમાનો રાજઘાટ પહોંચવા લાગ્યા છે. અહીં તેઓએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રાજઘાટ પર હાજર છે. તેઓએ વિદેશી મહેમાનોનું રાજઘાટ ખાતે સ્વાગત કર્યું હતું.

  • 10 Sep 2023 07:50 AM (IST)

    Gujarat News Live : G20 સમિટના તમામ પ્રતિનિધિઓ આજે રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપશે

    આજે G20 સમિટનો બીજો દિવસ છે. G-20ના તમામ પ્રતિનિધિઓ રાજઘાટ જશે. જ્યાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા અને રાજઘાટ પર બનાવેલ પીસ વોલ પર હસ્તાક્ષર કરશે. G20 સમિટમાં નવી દિલ્હી મેનિફેસ્ટો આજે જાહેર કરવામાં આવશે.

  • 10 Sep 2023 07:13 AM (IST)

    Gujarat News Live : બ્રિટનના પીએમ ઋષિ સુનક અક્ષરધામ મંદિર પહોંચ્યા

    બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક દિલ્હીના અક્ષરધામ મંદિર પહોંચ્યા છે. તેઓ મંદિરમાં દર્શન કરીને સુપ્રસિદ્ધ અક્ષરધામ મંદિરની ઐતિહાસિક બાબતોથી વાકેફ થશે.

  • 10 Sep 2023 06:55 AM (IST)

    Gujarat News Live : આદિત્ય L1 એ ત્રીજો અર્થ બાઉન્ડ મેન્યુવર સફળતાપૂર્વક કર્યો પૂર્ણ

    આદિત્ય એલ-1 સૂર્ય તરફ તબક્કાવાર આગળ વધી રહ્યું છે. આદિત્ય એલ-1 એ ત્રીજો અર્થ બાઉન્ડ મેન્યુવર સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. હવે આદિત્ય L-1 296 km x 71767 km ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે. ઈસરોએ આજે મધ્યરાત્રીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી.

  • 10 Sep 2023 06:53 AM (IST)

    Gujarat News Live : મોરોક્કોમાં ધરતીકંપથી તબાહી, મૃત્યુઆંક 2000ને પાર

    મોરોક્કોમાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક 2000ને વટાવી ગયો છે. આનાથી પણ વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘણી ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ છે. બચાવ અને રાહત કામગીરી હજુ પણ ચાલુ છે. હજુ પણ લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી સહિત અનેક દેશોના નેતાઓએ મોરોક્કોને મદદની ઓફર કરી છે.

Published On - Sep 10,2023 6:53 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">