5 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : સુરતના વરિયાવ વિસ્તારમાં ખુલ્લી ગટરમાં અઢી વર્ષનું બાળક ગરકાવ, 2 કલાકથી શોધખોળ છતા કોઈ પત્તો નહીં
આજે 05 ફેબુઆરીને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 05 ફેબુઆરીને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ધમધમતુ કોલ સેન્ટર ઝડપાયું
અમદાવાદના વેજલપુર વિસ્તારમાંથી કોલ સેન્ટર ઝડપાયું છે. કેશ આવેગના અમેરિકા નામની કંપનીના અધિકારી તરીકે ઓળખ આપવામાં આવતી હતી. વિદેશી નાગરિકોને લોન અપાવવાની લાલચ આપી છેતરપિંડી કરવામાં આવતી હતી. લોન પ્રોસેસ ફી માટે ગિફ્ટ કાર્ડની ખરીદી કરાવતા હતા. 10 મોબાઈલ, 3 લેપટોપ સાથે 5 આરોપીની ધરપકડ કરાઈ છે. છેલ્લા પંદર દિવસમાં આશરે 300 થી 400 ડોલરની છેતરપિંડી કરાઈ છે. માસ્ટર માઈન્ડ સહેજાદ પોતાના ઘરમાં જ ભાગીદારીમાં માણસો રાખી કોલ સેન્ટર શરૂ કર્તું હતું. આરોપી સહેજાદ અગાઉ રાજસ્થાનમાં કોલ સેન્ટર ચલાવતો હતો. સહેજાદ અગાઉ મુંબઈમાં કોલ સેન્ટરમાં કામ કરતો હતો.
-
સુરતના વરિયાવ વિસ્તારમાં ખુલ્લી ગટરમાં અઢી વર્ષનું બાળક ગરકાવ, 2 કલાકથી શોધખોળ છતા કોઈ પત્તો નહીં
સુરતના વરિયાવ વિસ્તારમાં અઢી વર્ષનું બાળક ગટરમાં ગરકાવ થયુ છે. માતા સાથે બુધવારી બજાર ગયેલો બાળક ગટરમાં ગરકાવ થયુ છે. ગટરનું ઢાંકણુ ખુલ્લું રહેતા બાળક ગટરમાં ગરકાવ થતા અરેરાટી વ્યાપી જવા પામી છે. સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. ફાયર અને પોલીસ વિભાગ ઘટના સ્થળે પહોચ્યું છે. ફાયર દ્વારા બાળકની શોધખોળ ચાલુ છે. છેલ્લા 2 કલાકથી શોધખોળ ચાલી રહી હોવા છતા બાળકનો કોઈ પત્તો નથી.
-
-
જામનગર પડાણા પાટીયા પાસે ટ્રક, કાર તથા રીક્ષા વચ્ચે અક્સ્માતમાં 2 ના મોત
જામનગરના પડાણા પાટીયા પાસે થયેલા ત્રિપલ અક્સ્માતમાં 2 ના મોત થયા છે. જામનગર ખંભાળિયા માર્ગ પર અકસ્માત થયો છે. ટ્રક, કાર તથા રીક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. રીક્ષામાં સવાર 2 લોકોના મોત થયા છે.અકસ્માતમાં જામનગરના પટણીવાડના 30 વર્ષીય સાહિલ વલીભાઈ શેખ અને 25 વર્ષીય હાજી કાસમભાઈ ફરાશના કરુણ મૃત્યુ થયું છે.
-
છત્રાલ GIDCમાં ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ, વીજ પુરવઠો બંધ કરાયો
ગાંધીનગર છત્રાલ GIDCમાં ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ આગી છે. કલોલ, કડી, માણસા ફાયર બ્રિગેડની ટિમો સ્થળ પર પહોંચીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. ગાંધીનગરથી ફાયર બ્રિગેડની ટિમને પણ બોલાવવાની ફરજ પડી છે. GIDCનો પાવર સપ્લાય બંધ કરવામાં આવ્યો છે. કલોલ તાલુકા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. સાવચેતીના ભાગરૂપે વાહનોની અવરજવરના રસ્તા પણ બંધ કરાયા છે.
-
પોરબંદર બરડા ડુંગરના સાતવિરડા નેશમાં સિંહની પજવણી કરતો વીડિયો થયો વાયરલ
પોરબંદર બરડા ડુંગરના સાતવિરડા નેશમાં સિંહની પજવણી કરતો વીડિયો વાયરલ થયો છે. બરડા ડુંગરના સાત વિરડા નેશ જીનપુલ તરીકે વનવિભગ હસ્તકનો છે. જિનપુલમાં વનવિભાગના અધિકારીઓ સિવાય અન્ય કોઈને જવા પર પ્રતિબંધ છે. જિનપુલમાં હાલમાં સિંહ દીપડાનો વસવાટ છે. વનવિભાગ સિવાય કોઈ જઇ શકતું નથી તેવામાં સોશિયલ મીડિયામાં વીડિયો કેવી રીતે વાયરલ થયો તે એક મોટો સવાલ છે. હાલમાં જે જિનપુલ છે ત્યાં કલર કામ પણ ચાલી રહેલ છે તેવા સમયે વીડિઓ વાયરલ થતા અનેક સવાલો ઊભા થયા છે. પોરબંદર વન વિભાગના ડીએફઓ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હાલ ત્યાં રીપેરીંગ કામ ચાલુ છે. સિંહની પજવણીનો વીડિયો વાયરલ થયો તે અંગે આરએફઓને તપાસ આદેશ આપ્યા છે.
-
-
અંબાજીમાં આગામી 9 થી 11 ફેબ્રુઆરીએ યોજાશે ગબ્બર પરિક્રમા મહોત્સવ
અંબાજી ખાતે ગબ્બરગઢ ખાતે ગબ્બર પરિક્રમાપથ પર 51 શક્તિપીઠ મંદિરોનો વિશેષ પરિક્રમા મહોત્સવને લઇ મંદિર ટ્રસ્ટ તેમજ યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ગબ્બર પરિક્રમા મહોત્સવ આગામી 9 થી 11 ફેબ્રુઆરીના ત્રિદિવસીય કાર્યક્ર્મ યોજાશે. પ્રથમ દિવસે પાલખી યાત્રા, ઘંટી યાત્રા અને ધજા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. બીજાં દિવસે પાલખી યાત્રા, પાદુકા યાત્રા અને ચમાર યાત્રા યોજાશે. જ્યારે મહોત્સવના છેલ્લા ત્રીજા દિવસે, મશાલ યાત્રા, જ્યોત યાત્રા અને ત્રિશૂળ યાત્રા યોજાશે. 51 શક્તિપીઠના મંદિરને હાલ તબક્કે તૈયારીના ભાગરૂપે વિવિધ શણગાર શરુ કર્યો છે. આ પરિક્રમા મહોત્સવમાં આવનાર લાખોની સંખ્યામાં માઈ ભક્તો માટે નિશુલ્ક ભોજન વ્યવસ્થાનું આયોજન કરાયું છે. અનેક સુવિધા માટે 20 જેટલી સમિતિઓ પણ બનાવવામાં આવી છે. બનાસકાંઠા સહિત આસપાસના જિલ્લાઓમાંથી 500 જેટલી એસ ટી બસની વ્યવસ્થા કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 3 DySP, 10 PI,30 PSI સાથે 750 જેટલા પોલીસ કર્મીઓ ફરજ બજાવશે.
-
ટ્રેનમાં દારુનો જથ્થો લાવનાર બુટલેગરને લોકોએ પકડીને પોલીસને સોંપ્યો
નવસારી રેલવે સ્ટેશને લોકોએ જનતા રેડ કરીને બુટલેગરને ઝડપી પાડ્યો છે. સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં વિદેશી દારૂનું વહન કરવામાં આવતા, લોકોએ જનતા રેડ કરી હતી. સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનમાં લોકોએ વિદેશી દારૂ વહન કરતા બુટલેગરને પકડી પાડ્યો છે. લોકોએ નવસારી રેલવે સ્ટેશન પર દારૂની 11 બેગ ફેંકી દીધી. પ્રવાસી સાથે માથાકૂટ કરતા બુટલેગરને લોકોએ મારવા લીધો હતો. બૂટલેગરને નવસારી રેલવે સ્ટેશને ઉતારી રેલવે પોલીસને સોંપ્યો છે.
-
અમેરિકાથી પરત ફરેલા ગુજરાતીઓ આવતીકાલે અમદાવાદ એરપોર્ટ આવશે
અમેરિકાથી પરત ફરેલા ગુજરાતીઓ આવતીકાલ ગુરુવારે અમદાવાદ એરપોર્ટ પર આવશે. અમેરિકામાં ગેરકાયદે પ્રવેશેલા ભારતીયોને લઈને યુએસ એરફોર્સનું વિમાન અમૃતસર ઉપર ઉતર્યું હતું. જ્યા ઈમિગ્રેશન વિભાગ દ્વારા તમામે તમામની પુછપરછ કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર અમેરિકાથી પરત આવનારા ગુજરાતીઓની પોલીસ દ્વારા નોંધણી કરવામાં આવશે. આગામી દિવસોમાં આ પ્રવાસીઓની વધુ પુછપરછ હાથ ધરવામાં આવશે. પોલીસને પૂછપરછમાં ગુનાહિત પ્રવૃત્તિ જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
-
બેટ દ્વારકાને સંપૂર્ણપણે દબાણ મુક્ત કરાયુ, રહેણાંક-વ્યવસાયિક 467 દબાણો દૂર કરાયા
બેટ દ્વારકાને ગેરકાયદેસર બાંધકામથી સંપૂર્ણ પણે દબાણમુક્ત કરવામાં આવ્યું હોવાનુ રાજકોટ રેન્જ આઈજી અશોક યાદવે જણાવ્યું હતું. છેલ્લા બે વર્ષથી બેટ દ્વારકામાં ક્રમશ: દબાણ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 414 રહેણાંક બાંધકામો, 33 અન્ય બાંધકામો, 20 કોમર્શિયલ બાંધકામો દૂર કરવામાં આવ્યા છે. પોલીસ દ્રારા ભવિષ્યમાં પણ આ સ્થળ પર બાંધકામો ઉભા ના થાય તે માટે સઘન તપાસ હાથ ધરાશે. બેટ દ્વારકા અને દ્વારકા જિલ્લાના તમામ ટાપુઓ હવે દબાણમુક્ત છે. પોલીસ આ સ્થળો પર સઘન ચેકિંગ હાથ ધરશે. જો કોઇ વ્યક્તિની શંકાસ્પદ ગતિવિધીઓ જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે.
-
કોંગ્રેસના ઉમેદવારોને ભાજપ રૂપિયાની લાલચ આપે છે- કોંગ્રેસે જાહેર કર્યો સ્ટિગ ઓપરેશનનો વીડિયો
કચ્છમાં કોંગ્રેસે સ્ટિંગ ઓપરેશન બહાર પાડ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દ્વારા પૈસાની લાલચ આપતો વીડિયો જાહેર કર્યો છે. લેખિત રજૂઆતમાં નારણ કાના સાખરા તથા ભાજપના માણેક રામ ગઢવી પર આરોપ લગાવાયા છે. મુન્દ્રા તાલુકા પંચાયતની ભુજપુર સીટ પર કોંગ્રેસના ઉમેદવારને ફોડવા માટે અપાઈ લાલચ. કોંગ્રેસે ચૂંટણી પંચ તથા કલેકટરને આ અંગે તપાસ માટે રજુઆત કરશે. 3.51 લાખ રૂપિયા આપવાની ભાજપના ઉમેદવાર અને આગેવાને ઑફર કર્યોનો આરોપ લગાવ્યો છે. કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ચૂંટણી વચ્ચે ગંભીર આરોપ કરાતા રાજકારણ ગરમાયુ છે. વીડિયો પુરાવા સાથે સમગ્ર બનાવ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે, તપાસ કાર્યવાહી અંગે માંગ કરવામાં આવી છે.
-
લાંચ માંગવાની વાત માત્ર આક્ષેપઃ વડોદરા ટ્રાફિક એસીપી
ટ્રાફિક એસીપીએ તમામ આક્ષેપોને ફગાવી દીધા છે. વેપારીને લેવા માટે આવેલો ડ્રાઈવર કાર લઈને ઊભો રહ્યો હતો. ટ્રાફિક એ.સી.પી.એ કાર કબજે કરવાની વાત કરી હતી. વેપારીએ ટ્રાફિક એ.સી. પી. સામે વિજિલન્સ તપાસની માગણી કરી છે. ટ્રાફિક એસીપીએ તમામ આક્ષેપોને ફગાવી દીધા છે. ખોટી રીતે અરજી કરાઈ હોવાનું પણ એસીપીએ નિવેદન કર્યું છે. વેપારીએ વાહન હટાવવાની વાતને ઇગો પર લીધી હોવાનું વડોદરા ટ્રાફિક એસીપીએ જણાવ્યું હતું.
-
ગાંધીનગરઃ મગફળીની ખરીદી મામલે કૃષિપ્રધાનનું નિવેદન
ગાંધીનગરઃ મગફળીની ખરીદી મામલે કૃષિપ્રધાને નિવેદન આપ્યુ છે કે રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની રેકોર્ડબ્રેક ખરીદી થઇ છે. 3 લાખ 73 હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. 3.5 લાખ ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવી છે. ટેકાના ભાવે 10 લાખ મેટ્રિક ટનની મગફળીની ખરીદી કરાઈ.
-
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો ભારત પહોંચ્યા
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો ભારત પહોંચ્યા છે. અમૃતસરમાં ગેરકાયદે પ્રવાસીઓને લઈને આવેલું પ્લેન પહોંચ્યું છે. પરત ફરેલા 104 ભારતીયોમાં 33 ગુજરાતીઓનો સમાવેશ થાય છે. ઈમિગ્રેશન વિભાગ દ્વારા અમૃતસરમાં જ ગુજરાતી પ્રવાસીઓની તપાસ થશે. ગેરકાયદે ગયેલા પ્રવાસીઓની પૂછપરછની પણ શક્યતા છે. પૂછપરછ બાદ ગુજરાતીઓને અમદાવાદ એરપોર્ટ રવાના કરાશે. પરત ફરેલા પ્રવાસીઓ ગુરુવારે ગુજરાત પરત ફરશે.
-
આગામી 7 દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે -હવામાન વિભાગ
રાજ્યના હવામાનને લઇ નિષ્ણાતે આગામી 7 દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે તેવી આગાહી કરી છે. સાથે જ જણાવ્યુ છે કે આગામી દિવસોમાં ઠંડીનું જોર થોડું ઘટશે. લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે. હાલ પવનની દિશા ઉત્તર-પૂર્વ તરફની છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 9.5 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 11.4 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગરમાં 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
-
પ્રયાગરાજ મહાકુંભમાં PM નરેન્દ્ર મોદીએ લગાવી ડુબકી
પ્રયાગરાજ મહાકુંભમાં PM નરેન્દ્ર મોદીએ ત્રિવેણી સંગમમાં ડુબકી લગાવી. ધર્મ નગરી પ્રયાગરાજમાં આયોજીત મહાકુંભમાં સામેલ થયા. તેમની આ યાત્રા દરમિયાન CM યોગી આદિત્યનાથ પણ તેમની સાથે હતા. બોટના માધ્યમથી PM મોદી VIP લોકો માટે બનેલા અરેલ ઘાટ પર પહોંચ્યા હતા.
-
વડોદારમાં પોલીસ પર હુમલો કરનાર ઝુબેર મેમણ ઝડપાયો
વડોદારમાં પોલીસ પર હુમલો કરનાર ઝુબેર મેમણ ઝડપાઇ ગયો છે. બુટલેગર ઝુબેર મેમણ પર SMCની ટીમ પર હુમલો કરવાનો તેના પર આરોપ છે. પોલીસથી બચવા તે સતત સુરક્ષા વચ્ચે રહેતો હતો. ઝુબેર વિરુદ્ધ રાજ્યભરમાં છે 66થી વધુ ગુના દાખલ થયેલા છે.
-
Delhi Voting: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મતદાન કર્યું
દિલ્હીમાં મતદાન ચાલુ છે. દરમિયાન, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ સમાધ્યા સ્થિત ડૉ. રાજેન્દ્ર પ્રસાદ કેન્દ્રીય વિદ્યાલયમાં મતદાન કર્યું.
#WATCH | Delhi: Earlier visual of President Droupadi Murmu arriving at Dr. Rajendra Prasad Kendriya Vidyalaya, President’s Estate to cast her vote for #DelhiElection2025. pic.twitter.com/FP2Rm6PXrG
— ANI (@ANI) February 5, 2025
-
Delhi Voting: સીએમ આતિશીએ મતદાન કર્યું
દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ મતદાન કર્યું છે. આ દરમિયાન તેમણે કહ્યું, ‘સત્ય વિરુદ્ધ અસત્યની આ લડાઈમાં, મને આશા છે કે દિલ્હીના લોકો સત્યની સાથે ઉભા રહેશે, કામ કરશે અને ગુંડાગીરીને હરાવશે.’
-
અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયો ફરશે પરત
અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયો પરત ફરશે. જેમાં 33 ગુજરાતીઓ પણ અમેરિકાથી પરત ફરશે. આજે બપોરે 1 ક્લાકે ભારતીયો અમૃતસર પહોંચશે. પરત આવનારમાં મહેસાણા અને ગાંધીનગરના સૌથી વધુ લોકો છે. મહેસાણા અને ગાંધીનગરમાંથી 12 લોકો પરત આવશે. સુરતમાંથી 4, અમદાવાદમાંથી 2 લોકો ગુજરાત પરત ફરશે. વડોદરા, ખેડા અને પાટણમાંથી એક-એક વ્યક્તિ પરત ફરશે.
-
Delhi Voting : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મતદાન કર્યું
દિલ્હી ચૂંટણી 2025 માટે મતદાન કર્યા પછી લોકસભાના વિપક્ષી નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી નિર્માણ ભવનમાંથી બહાર આવ્યા.
#WATCH | Lok Sabha LoP and Congress MP Rahul Gandhi leaves from Nirman Bhawan after casting his vote for #DelhiElections2025 https://t.co/NySApvSKSf pic.twitter.com/F6xRDJiPRF
— ANI (@ANI) February 5, 2025
-
PM મોદી આજે મહાકુંભમાં સંગમમાં આસ્થાની ડૂબકી લગાવશે
હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે પવિત્ર ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવશે. પીએમ મોદી બુધવારે માઘ માસની અષ્ટમી તિથિએ પવિત્ર ત્રિવેણીમાં સ્નાન કરશે. જે બાદ તેઓ સંગમના કિનારે જ ગંગાની પૂજા કરશે. પીએમ મોદી સવારે 10 વાગે મહાકુંભમાં પહોંચશે. અહીં તેઓ અરેલ ઘાટથી બોટ મારફતે સંગમ જશે. પીએમ મોદી પ્રયાગરાજમાં લગભગ એક કલાક રોકાણ કરશે. આ સમય દરમિયાન તેઓ સ્નાન અને ગંગા પૂજા કરીને પરત ફરશે.
-
દિલ્હીમાં આજે વિધાનસભાની ચૂંટણી
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય મુકાબલો જોવા મળી રહ્યો છે. ચૂંટણી માટે મતદાન આજે સવારે 7 વાગ્યે શરૂ થયું હતું અને ચાલુ છે. ચૂંટણીના પરિણામો 8 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. આ વખતે દિલ્હી ચૂંટણીમાં 699 ઉમેદવારો મેદાનમાં છે. તે જ સમયે, દિલ્હીમાં 13 હજાર 766 મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે, જ્યારે ૧.૫૬ કરોડ મતદાતાઓ તેમના મતદાન અધિકારનો ઉપયોગ કરશે. દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન થશે.
Published On - Feb 05,2025 7:39 AM





