Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pravasi Gujarati Parv 2024 :  ગુજરાતમાં જે પણ કામ થશે તે વર્લ્ડ ક્લાસ જ થશે : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ

Pravasi Gujarati Parv 2024 : ગુજરાતમાં જે પણ કામ થશે તે વર્લ્ડ ક્લાસ જ થશે : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ

| Updated on: Feb 10, 2024 | 12:14 PM

અમદાવાદ ખાતે પ્રવાસી ગુજરાતી પર્વ 2.0નું આયોજન કરવામાં આવ્યું. જેમાં પ્રવાસી ગુજરાતી પર્વ માટે મહેમાનોનું આગમન થયુ. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પ્રવાસી ગુજરાતી પર્વમાં પહોંચ્યા. ટીવી9 ગુજરાતી આયોજિત પ્રવાસી ગુજરાતી પર્વમાં મુખ્યપ્રધાન સતત બીજી આવૃતિમાં પણ હાજર રહ્યા.

 TV9 નેટવર્ક અને એસોસિએશન ઑફ ઇન્ડિયન અમેરિકન્સ ઇન નોર્થ અમેરિકા (AIANA) દ્વારા આયોજિત પ્રવાસી ગુજરાતી પર્વમાં દેશ અને દુનિયાની અનેક નામાંકિત હસ્તીઓ ભાગ લઈ રહી છે. આજે વિશ્વભરમાં ફેલાયેલા દિગ્ગજ ગુજરાતીઓ એક જ છત નીચે એક મંચ પર જોવા મળ્યા છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે દીપ પ્રાગટ્ય બાદ પ્રવાસી ગુજરાતી પર્વ કાર્યક્રમમાં સ્પીચ આપી હતી. તેમણે ટીવી9ના આ અદ્દભુત પ્રયાસની પ્રશંસા પણ કરી હતી.

કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય સમયે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ફિજીના નાયબ વડાપ્રધાન બિમન પ્રસાદ, ટીવી9ના ચેનલ હેડ કલ્પક કેકરે, ટીવી9 નેટવર્કના ચીફ ગ્રોથ ઓફિસર રક્તિમ દાસ, હિન્દુ ધર્મ આચાર્ય સભાના સંયોજક સ્વામી પરમાતાનંદજી અને યુએસએ મિઝોરી સ્ટેટના ટ્રેઝરર વિવેક મલેક મંચ પર હાજર રહ્યા હતા.

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રવાસી ગુજરાતી પર્વમાં કહી આ મહત્વની વાતો

  • સ્વરાજમાં બે ગુજરાતી સરદાર પટેલ અને મહાત્મા ગાંધીએ ગૌરવ અપાવ્યુ છે. એવી જ રીતે સ્વરાજમાંથી સુરાજ તરફ લઈ જવાનું કામ કરી અમિત શાહ અને નરેન્દ્ર મોદી ગુજરાતી તરીકે ગૌરવ અપાવી રહ્યા છે. આ બધુ એક મહેનતનું પરિણામ છે. પહેલા એવુ લાગતુ કે ભારતમાં સુધારો લાવવો અઘરુ કામ છે.જો કે એક વ્યક્તિત્વએ એક તાકાતથી માત્ર 10 વર્ષમાં ગૌરવ અપાવે તેવો ચેન્જ આપ્યો છે. અત્યારે જો વિદેશ જવાનું થાય અને વિઝા ઓફિસે પાસપોર્ટ મુકીએ તો પહેલા કરતા અત્યારે વધુ ગર્વની લાગણી થાય છે. આજે ભારત દેશનું ગૌરવ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સાથે વધ્યુ છે.
  • આપણે G20માં વસુધૈવ કુટુંમ્બકમની સંસ્કૃતિ વિશ્વ સ્તરે પ્રસ્થાપિત કરી શક્યા છીએ. કોરોનાકાળમાં પણ ભારતે બતાવ્યુ કે આપણે કોઇની રાહ જોવાની જરુર નથી, આપણે આપણી કોરોના વિરોધી રસી જાતે શોધી છે. આપણું ભારત આત્મનિર્ભર બન્યુ છે.
  • પહેલા જ્યારે રામ ભગવાન શ્રીલંકા ગયા ત્યારે તેઓ જે રીતે ભારત આવવા આતુર હતા. આજે પણ વિદેશથી પોતાની ધરતી પર આવનારા વ્યક્તિઓમાં પણ આવી લાગણી જોવા મળી રહી છે. આપણી જન્મભૂમિ, માતૃભૂમિનો પ્રેમ અહીં વિદેશથી પધારેલા મહેમાનોમાં પણ જોવા મળી રહ્યા છે.
  • ગુજરાતમાં જે પણ થશે વર્લડ ક્લાસ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન સ્પષ્ટ હોય છે. આજે દેશ અને દુનિયાના લોકો રણોત્સવ જોવા આવે છે. 2006માં વડાપ્રધાને કચ્છના રણોત્સવને જોવા લોકો દેશ-વિદેશથી આવશે તેવું કહ્યુ હતુ, અત્યારે ધોરડોને નવી ઓળખ મળી છે.જેમાં નરેન્દ્ર મોદીનું વિઝન જોવા મળી રહ્યુ છે.
  • હું પહેલા પણ આ પ્રવાસી ગુજરાતી પર્વમાં આવ્યો હતો. આ બીજી વખત આવ્યો છું. આ ઉજવણી સારી રીતે સફળ થાય અને આપણે સૌ સાથે મળી ગુજરાતને વડાપ્રધાન મોદીની લીડરશીપ સાથે આગળ વધારીએ તેવુ ઇચ્છુ છું.

પ્રવાસી ગુજરાતી પર્વ એ દેશ અને વિશ્વના મહાન ગુજરાતીઓની મોટી ઉજવણી માટેનું એક વિશાળ પ્લેટફોર્મ છે. પ્રવાસી ગુજરાતી પર્વમાં દેશ અને દુનિયાની અનેક નામાંકિત હસ્તીઓ ભાગ લઈ રહી છે. આજે વિશ્વભરમાં ફેલાયેલા દિગ્ગજ ગુજરાતીઓ એક જ છત નીચે એક મંચ પર જોવા મળશે. આ કાર્યક્રમથી ગુજરાતના ગૌરવનો પડઘો દેશ અને સમગ્ર વિશ્વમાં સંભળાશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Feb 10, 2024 11:26 AM
g clip-path="url(#clip0_868_265)">