AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Assembly Election 2022 : ભાજપની પાટીદાર વોટબેંકને મજબૂત કરવા કવાયત, સીએમ નિવાસે ગુરુવારે પાટીદાર નેતાઓ સાથે મહત્વની બેઠક

Gujarat Assembly Election 2022 : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આંતરરાષ્ટ્રીય પાટીદાર ફેડરેશનના નેજા હેઠળ બેઠક પાટીદારો અગ્રણીઓની બેઠક યોજાવવાની છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને મળનારી આ મહત્વની બેઠકમાં નરેશ પટેલ, બાબુ જમના પટેલ, જયરામ પટેલ, રમેશ દૂધવાળા, સીકે પટેલ, મણીભાઈ મમ્મી હાજર રહેશે.

Gujarat Assembly Election 2022  : ભાજપની પાટીદાર વોટબેંકને મજબૂત કરવા કવાયત, સીએમ નિવાસે ગુરુવારે પાટીદાર નેતાઓ સાથે મહત્વની બેઠક
Gujarat CM Bhupendra PatelImage Credit source: File Image
Kinjal Mishra
| Edited By: | Updated on: Jul 06, 2022 | 7:27 PM
Share

Gujarat Assembly Election 2022 : ગુજરાતમાં(Gujarat)  વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. જેમાં 2022ની ચૂંટણી નજીક આવતા રાજ્યમાં બેઠક પોલિટિક્સનો દોર વધ્યો છે. જેમાં પણ ભાજપ(BJP)  માટે મહત્વની એવી પાટીદાર(Patidar)  વોટબેંકને વધુ મજબૂત કરવા માટે ભાજપ પ્રયાસો હાથ ધર્યા છે. જેના ભાગરૂપે બુધવારે રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આંતરરાષ્ટ્રીય પાટીદાર ફેડરેશનના નેજા હેઠળ બેઠક પાટીદારો અગ્રણીઓની બેઠક યોજાવવાની છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને મળનારી આ મહત્વની બેઠકમાં નરેશ પટેલ, બાબુ જમના પટેલ, જયરામ પટેલ, રમેશ દૂધવાળા, સીકે પટેલ, મણીભાઈ મમ્મી હાજર રહેશે. તેમજ ચૂંટણી પહેલાની આ બેઠક મહત્વની માનવામા આવી રહી છે.

બિન અનામત આયોગ-નિગમ તથા સમાજના પ્રવર્તમાન પ્રશ્નો સહિત મુખ્ય 25 મુદ્દાઓ સાથે 15 જુન 2022ને બુધવારના રોજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન- વિશ્વઉમિયાધામ, જાસપુર અમદાવાદ ખાતે પાટીદાર સમાજની મુખ્ય સંસ્થાઓના અગ્રણીઓની મિટિંગ મળી હતી. આ મિટિંગમાં પાટીદાર અગ્રણીઓની થયેલી ચર્ચા અને પાટીદાર ઓર્ગેનાઈઝેશન કોર્ડિનેશન કમિટીના કન્વીનર આર.પી. પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની રૂબરૂ મુલાકાત માટે લખેલા પત્ર સંદર્ભે આવતી કાલે 07/07/22, ગુરૂવારે મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલના નિવાસસ્થાને સવારે 10 વાગ્યે એક મિટિંગ મળવાની છે. જેમાં પાટીદાર સમાજની મુખ્ય સંસ્થાઓના પ્રમુખ/મંત્રી અને મુખ્ય ટ્રસ્ટીઓ હાજર રહેશે.

મુખ્યમંત્રી સાથે મિટિંગના મહત્વના મુદ્દાઓ

  1.  બિન અનામત આયોગ અને નિગમમાં સવર્ણ સમાજને થઈ રહેલા અન્યાય અંગે ચર્ચા થશે
  2.  બિન અનામત આયોગ અને નિગમની હાલની 500 કરોડની ગ્રાન્ટ વધારવા બાબત
  3.  સવર્ણ સમાજના વિદ્યાર્થીઓને મળતી વિદેશ લોનની રકમ વધારીને 25 લાખ કરવા બાબત
  4.  બિન અનમાત આયોગ અને નિગમને શિક્ષણ વિભાગમાં સમાવેશ કરવા બાબત
  5.  બિન અનામત નિગમની તમામ સહાયમાં સહાયની રકમ 30,000 કરવા બાબત

મુખ્યમંત્રી સાથેની મિટિંગના હાજર રહેનાર સંસ્થાઓ

  1. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, જાસપુર, અમદાવાદ
  2. સમસ્ત પાટીદાર સમાજ, સુરત
  3.  ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ, સિદસર
  4. ખોડલધામ ટ્રસ્ટ, કાગવડ
  5. અન્નપુર્ણાધામ, અડાલજ, ગાંધીનગર
  6.  ઉમિયા માતાજી સંસ્થાન, ઉંઝા
  7. ધરતી વિકાસ મંડળ, નારણપુરા, અમદાવાદ

ઉલ્લેખનીય છે કે આ પૂર્વે અમદાવાદમાં થોડા દિવસ અગાઉ  પાટીદાર   સમાજના અગ્રણીઓ  એક મંચ પર જોવા મળ્યા હતા. અમદાવાદ વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે પ્રમુખ-મંત્રીઓ અને ટ્રસ્ટીઓની બંધબારણે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સમાજને લગતા કેટલાક મહત્ત્વના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. આ અગાઉ 12 જૂન 2021માં ખોડલધામ ખાતે મુખ્ય સંસ્થાઓની બેઠક મળી હતી. ત્યાર બાદ  આ બીજી બેઠક મળી હતી. આ બેઠકમાં યુવતીઓના મરજી મુજબના લગ્નોમાં માતા-પિતાની સંમતિનો મુદ્દો અને તાજેતરમાં PSIની ભરતીમાં સવર્ણ સમાજને થયેલાં અન્યાયનો મુદ્દે મુખ્ય સ્થાને રહ્યો હતો.

પાટીદાર સંસ્થાઓની બેઠકના મહત્વપૂર્ણ મુદ્દાઓ

  1. રાજ્ય સરકારે જે બિન અનામત વર્ગ માટે જે યોજનાઓ જાહેર કરી છે તેમાં આવક અને સહાયના ધોરણો અન્ય પછાત જાતિઓના બોર્ડ/નિગમમાં કરેલ જાેગવાઈઓ સમકક્ષ કરવા જોઈએ.
  2. રાજ્ય સરકારશ્રીની ભરતીમાં અન્ય પછાત જાતિના વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં તેમજ અનુભવના ધોરણોમાં જે છૂટછાટ આપવામાં આવે છે તે જ ધોરણો બિનઅનામત વર્ગ માટે હોવા જોઈએ.
  3. શૈક્ષણિક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેના ધારા-ધોરણ મુજબ અનામત વર્ગમાં આવતા વિદ્યાર્થીઓની ટકાવારીની કટ ઓફ અને બિનઅનામત વર્ગમાં આવતા વિદ્યાર્થીઓની ટકાવારીની કટઓફ વચ્ચે આવતા તમામ બિનઅનામત વર્ગનાં વિદ્યાર્થીઓની
  4. રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ / કોર્પોરેશનમાં અનામત વર્ગના ઉમેદવારોને વયમર્યાદા તેમજ શૈક્ષણિક લાયકાતમાં જે છૂટછાટ આપેલ છે તે મુજબની છૂટછાટ બિનઅનામત વર્ગને લાગુ પડવી જાેઈએ.
  5. સરકારશ્રીના સમરસતા છાત્રાલયોમાં પ૦% જગ્યાઓ માટેનો પ્રવેશ બિન અનામત વર્ગને વહેલા તે પહેલાના ધોરણે આપવો જાેઈએ અથવા બિન અનામત વર્ગ માટે સંપૂર્ણ સગવડો સહિતની નવી સમરસતા છાત્રાલયો દરેક શહેરોમાં બનવી જાેઈએ.
  6. હાલમાં કન્યા કેળવણીનો લાભ માત્ર મેડીક્લ તથા પેરામેડીક્લ અભ્યાસક્રમમાં ચોક્કસ શાખામાં આપવામાં આવે છે તે લાભ પેરામેડીક્લની તમામ શાખાઓમાં પણ મળવો જાેઈએ.
  7. બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટેની સહાયના માપદંડ સરકારશ્રીના અન્ય બોર્ડ/નિગમની જાેગવાઈઓ મુજબ હોવા જોઈએ.
  8. વિદેશ અભ્યાસ લોન યોજનાનો લાભ એક જ પરિવારના એકથી વધુ સભ્યોને મળવો જાેઈએ. કારણ કે એક જ પરિવારમાં બે બાળકો વચ્ચે ભેદભાવ કરી શકાય નહીં.
  9. બિન અનામત નિગમ વિદેશ અભ્યાસ માટે જે લોન આપે છે તેમાં ધોરણ-૧ર કે સ્નાતક બંનેને લક્ષમાં લઈ જેમાં ગુણ વધારે હોય તે ધ્યાને લઈ લોન મંજૂર કરવી જોઈએ.
  10. ગુજરાત બિન અનામતની શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની સ્વરોજગાર લોનની રકમની લઘુત્તમ મર્યાદા ૧૦ લાખની હોવી જાેઈએ.
  11. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે વિદેશ અભ્યાસ લોન અને કોર્મશિયલ પાયલોટની તાલીમ માટેની લોનમાં જે આવક મર્યાદા નિયત કરેલ છે તે જ આવક મર્યાદા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે હોવી જોઈએ.
  12. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ હસ્તક બક્ષીપંચના વિદ્યાર્થીઓ માટે જે યોજનાઓ અમલમાં હોય તે પ્રકારની યોજનાઓ બિન અનામત વર્ગના લોકો માટે હોવી જાેઈએ.
  13. સ્પર્ધાત્મક પરીક્ષામાં કટ ઓફ માર્કસની થિયરી દરેક જાતિમાં એકસમાન હોવી જાેઈએ, જેમાં કોઈ ભેદભાવ રાખી શકાય નહીં.
  14. સરકારશ્રી દ્વારા જે કોઈ ભરતી પરીક્ષાઓ લેવામાં આવે તેનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી એમ બંને માધ્યમમાં રાખવા રજૂઆત છે.
  15. કોચિંગ કલાસીસ માટે આપવામાં આવતી સહાયની રકમ જી.એસ.ટી. સિવાય ઓછામાં ઓછી ૩૦ હજાર હોવી જાેઈએ અને તે પ્રાયવેટ કલાસીસ માટે પણ લાગુ પડવી જાેઈએ.
  16. સરકારી સેવાની ભરતી માટે તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટેના જે ધોરણો એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. વિગેરે માટે નિયત કરવામાં આવેલ છે તે પ્રકારના ધોરણો બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે પણ અમલી કરવા જોઈએ.
  17. બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને નોન ક્રિમીલેયર પ્રમાણપત્ર મેળવવામાં અનેક મુશ્કેલીઓ પડે છે, જે એસ.સી., એસ.ટી., ઓ.બી.સી.ના વિદ્યાર્થીઓને પડતી નથી, જે એકસમાન હોવી જાેઈએ.
  18. સરકાર દ્વારા ચાલતી સૈનિક સ્કૂલોમાં બિન અનામત વર્ગ માટે અનામતની જાેગવાઈ રાખવામાં આવેલ નથી, જે એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. માં અનામતની જે જાેગવાઈ છે તે મુજબ હોવી જાેઈએ.
  19. બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં ધોરણ-૯ થી ૧ર સુધી ભોજન બીલની સહાય ચૂકવવામાં આવે છે તે વધારીને સ્નાતક તેમજ અનુસ્નાતકના વિદ્યાર્થીઓ સુધી કરવી જાેઈએ.
  20. કેન્દ્રીય લેવલે બિન અનામત આર્થિક વિકાસની રચના કરવા અસરકારક રજૂઆત કરવામાં આવે.
  21. બિન અનામત નિગમ દ્વારા મૂકાયેલ યોજનાઓનો લાભ વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન લઈ શકે તે માટે અરજીઓ સ્વીકારવાનું પોર્ટલ આખા વર્ષ દરમિયાન ઓપન રાખવું જાેઈએ.
  22. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન અંતર્ગત વિદ્યાર્થીઓને મળતા લાભ ઉપરાંત બિન અનામત નિગમની શૈક્ષણિક અભ્યાસ લોન યોજનાઓનો લાભ બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને મળવો જાેઈએ.
  23. બિન અનામત આયોગનું વહીવટી માળખું તાલુકા અને જિલ્લા કક્ષાએ પણ હોવું જાેઈએ.
  24. બિન અનામત આયોગને અસરકારક બનાવવા માટે જિલ્લા કક્ષાએ થતી મેનેજરની નિમણૂંક બિન અનામત વર્ગના અધિકારીઓમાંથી જ થવી જોઈએ.
  25. બિન અનામત આયોગ અને નિગમ શિક્ષણ વિભાગ હસ્તક હોવું જાેઈએ, કે જેથી આયોગ અને નિગમની જે તે યોજનાઓનો અસરકારક અમલ થઈ શકે. આ ઉપરાંત અનામત આંદોલનના સમાધાનની ફોમ્ર્યુલા મુજબ નીચેના મુદ્દાઓ ત્વરિત નિર્ણયો થવા નમ્ર વિનંતી છે

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">