Gujarat Monsoon 2022 Latest Update:  ક્યાં જળબંબાકાર, કયા શહેરોમાં વહી નદીઓ, ગુજરાતમાં મેઘ મહેરના 30 સમાચારોનો જુઓ Video

Gujarat Monsoon 2022 Latest Update: ક્યાં જળબંબાકાર, કયા શહેરોમાં વહી નદીઓ, ગુજરાતમાં મેઘ મહેરના 30 સમાચારોનો જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2022 | 3:08 PM

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ (Rain) છે. જેને લઇને ક્યાંક ખુશનુમા વાતાવરણ જોવા મળી રહ્યુ છે. તો ક્યાંક તારાજીના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે.

સમગ્ર રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી ચોમાસુ (Monsoon 2022) બરાબર જામ્યુ છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ (Rain) નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના થોડા વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ છે. જેને લઇને ક્યાંક ખુશનુમા વાતાવરણ જોવા મળી રહ્યુ છે. તો ક્યાંક તારાજીના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. રાજ્યમાં ઠેર-ઠેર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ક્યાંક બ્રિજનો ભાગ તૂટી ગયો છે, તો ક્યાંક તો હાઇવે જ ધોવાઇ ગયો છે. તો ક્યાંક મકાનના પતરાં ઉડી ગયા છે. તમે ગુજરાતના (Gujarat) અલગ અલગ વિસ્તારની વરસાદની આ 30 દ્રશ્યો જોઇ શકો છો.

વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી ચાર દિવસ ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. જેના પગલે માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવાની હવામાન વિભાગે સૂચના આપી છે.

હાઇવે ધોવાયા

વરસાદના કારણે ભારે નુકસાન થઇ રહ્યુ છે. દેવભૂમિદ્વારકામાં બ્રિજ લીકેજ થઇ ગયો. જેના કારણે પાણી ટપકી રહ્યું છે. તો ગીરસોમનાથમાં હાઇવે ધોવાઇ ગયો હોવાથી વાહનવ્યવહારને ભારે હાલાકી થઇ રહી છે. તો વેરાવળમાં ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. સાબરકાંઠામાં પણ બ્રિજનો ભાગ તૂટી જતા હાલાકી થઇ રહી છે. ત્યારે બનાસકાંઠાના એક ગામમાં મકાનોના પતરાં પણ ઉડી ગયા. વાત કરીએ સુરતની તો, અહીં ઓલપાડમાં ઘરોમાં પાણી ભરાઇ ગયા હતા.

ખેતરો બેટમાં ફેરવાઈ ગયા

ગીરસોમનાથના કોડીનારમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. ગત રાતના 10થી સવારના 6 વાગ્યા સુધીમાં 10 ઈંચ વરસાદ ખાબકતાં સમગ્ર જળબંબાકારની સ્થિતિ છે.. કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 8થી 10 ઈંચ વરસાદ વરસતાં ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં ગત મોડી રાત્રે ધોધમાર 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ભારે વરસાદને પગલે કડાણાના કેટલાક ગામોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

દેવભૂમિદ્વારકા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. કલ્યાણપુર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ યથાવત્ છે. માગરિયા, ગઢકા, હરિપર, સહિત ગામોમાં વરસાદ વરસ્યો છે.. બે દિવસથી અતિભારે વરસાદને પગલે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે.

જૂનાગઢના માંગરોળમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદને પગલે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સુરતના ઓલપાડમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાડી પૂરની સમસ્યા યથાવત્ છે. ઓલપાડ વિસ્તારમાં ખાડી ઓવરફ્લો થતાં આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">