ગુજરાતના નાગરિકોને રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ અપાવવા સરકાર પ્રતિબધ્ધ: જીતુભાઈ વાઘાણી
ગુજરાતની(Gujarat) 08 મહાનગરપાલિકાઓ અને 156 નગરપાલિકાઓમાં ઢોર વાડા બનાવવામાં આવશે. તે માટે રૂ.10 કરોડની અલગથી જોગવાઈ કરવામાં આવશે અને જરૂર પડે તેમાં વધારો કરવામાં પણ આવશે.
ગુજરાતના(Gujarat) નાગરિકોને રખડતા ઢોરોના ત્રાસથી(Stray Cattle) મુક્તિ અપાવવા માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિર્દેશન હેઠળ રાજ્યના પશુપાલકો, નાગરિકો કે પશુઓ કોઇને તકલીફ ન પડે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરાશે. પશુપાલકો પાસે વ્યવસ્થા ન હોય તો પોતાના પશુ ઢોરવાડામાં મુકી શકશે, જેની સંપૂર્ણ સારસંભાળ રાજ્ય સરકાર રાખશે. એટલુ જ નહિ, ઢોરવાડા સુધી રખડતા ઢોરને પહોંચાડવા માટેના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ રાજ્ય સરકાર ભોગવશે.
08 મહાનગરપાલિકાઓ અને 156 નગરપાલિકાઓમાં ઢોર વાડા બનાવવામાં આવશે
જેમાં મંત્રીએ ઉમેર્યુ કે, રાજયની 08 મહાનગરપાલિકાઓ અને 156 નગરપાલિકાઓમાં ઢોર વાડા બનાવવામાં આવશે. તે માટે રૂ.10 કરોડની અલગથી જોગવાઈ કરવામાં આવશે અને જરૂર પડે તેમાં વધારો કરવામાં પણ આવશે. પકડેલા ઢોર માટે પાણી, શેડ સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ચોમાસા દરમ્યાન પશુપાલકો પાસે પશુઓ રાખવા માટે પુરતી જગ્યા કે અન્ય વ્યવસ્થા ન હોવાને કારણે પશુઓને રોડ ઉપર છોડી દેવામાં આવે છે,જેના પરિણામે પશુઓની સંખ્યા રોડ ઉપર વધુ પ્રમાણમાં જોવા મળે છે. જે બાબત ધ્યાને લઇને જે પશુપાલકો પાસે આવી વ્યવસ્થા ન હોય તે પશુપાલકો સંબંધિત મહાનગરપાલિકા કે નગરપાલિકાના ઢોરવાડામાં પશુઓ મુકી શકે એ માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
ખડતા ઢોરને શહેરી વિસ્તારમાં પકડવા ખાસ ઝૂંબેશ
પ્રવકતા મંત્રીએ વધુમાં ઉમેર્યુ કે, આ માટે સંબંધિત મહાનગરપાલિકા/નગરપાલિકાઓને પશુપાલકો ઢોરને ઢોરવાડામાં મુકવા આવે ત્યારે તેને વિના મૂલ્યે રાખવાની સૂચનાઓ આપી દેવાઈ છે.અને પશુઓને પુરતી સગવડો પણ આપવાની રહેશે. પશુપાલકોને પશુઓ સંબંધિત મહાનગરપાલિકા / નગરપાલિકાના ઢોરવાડામાં મુકવા માટે જે ટ્રાન્સપોર્ટેશન અંગે થનાર ખર્ચ હાલ સંબંધિત મહાનગરપાલિકા / નગરપાલિકાએ ભોગવવશે. રાજયની નગરપાલિકા-મહાનગરપાલિકા વિસ્તારોમાં રખડતા ઢોરને શહેરી વિસ્તારમાં પકડવા ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવી રહી છે.