AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EDIIએ ઉદ્યોગસાહસિકતા પર 15મી દ્વિવાર્ષિક કોન્ફરન્સનું કર્યું આયોજન, 10થી વધુ દેશના વિદ્વાનોએ 125 રિસર્ચ પેપર રજુ કર્યા

કોન્ફરન્સનું ઉદ્ઘાટન હૈદરાબાદના ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસના (આઇએસબી)આંતરપ્રિન્યોરશિપના (પ્રેક્ટિસ) પ્રોફેસર ડો. કવિલ રામચંદ્ર દ્વારા કરવામાં આવ્યું હતું.

EDIIએ ઉદ્યોગસાહસિકતા પર 15મી દ્વિવાર્ષિક કોન્ફરન્સનું કર્યું આયોજન, 10થી વધુ દેશના  વિદ્વાનોએ 125 રિસર્ચ પેપર રજુ કર્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2023 | 6:49 AM
Share

આંતરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઇઆઈ)ની 15મી દ્વિવાર્ષિક કોન્ફરન્સ બુધવારે સંસ્થાના કેમ્પસમાં શરૂ થઈ હતી. ‘ઉદ્યોગસાહસિકતા’ પર આયોજિત આ ત્રણ-દિવસીય કોન્ફરન્સ 24 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થશે. કોન્ફરન્સ ઉદ્યોગસાહસિકતાના વિકાસના વિવિધ ક્ષેત્રોમાં સંશોધકો, શિક્ષાવિદો અને પ્રેક્ટિશનર્સ માટે તેમના સંશોધન અભ્યાસો અને તારણોથી એકબીજાને અવગત કરશે.

આ કોન્ફરન્સમાં 10થી વધારે દેશોના વિદ્વાનોએ સામાજિક, પર્યાવરણન, મહિલા, કૃષિ, ડિજિટલ, એમએસએમઇ અને સર્વસમાવેશક ઉદ્યોગસાહસિકતા જેવા વિષયો પર 125થી વધારે પેપર અને અભ્યાસો રજૂ કર્યા હતા.

આ પણ વાંચો : Gujarati Video : ડૉ. ચગના આપઘાતનું ઘેરાતું રહસ્ય, તપાસનીસ PI સીક લીવ પર ઉતરતા તર્કવિતર્ક

કોન્ફરન્સનું ઉદ્ઘાટન હૈદરાબાદના ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસના (આઇએસબી)આંતરપ્રિન્યોરશિપના (પ્રેક્ટિસ) પ્રોફેસર ડો. કવિલ રામચંદ્રને કર્યું હતું. આ કોન્ફરન્સમા પ્રોફેસર ડો. ગેબ્રિયલ દવોમોહ, પ્રો-વાઇસ ચાન્સેલર, કુમાસી ટેકનિકલ યુનિવર્સિટીના ડો. અજિત કે મોહન્તી, એમિરટસ ફેલો, ઉત્કલ યુનિવર્સિટી, ભુવનેશ્વરની મહિન્દ્રા યુનિવર્સિટી, હૈદરાબાદની સ્કૂલ ઓફ મેનેજમેન્ટના આંતરપ્રિન્યોરશિપના ડીન અને પ્રોફેસર, ડો. રામક્રિષ્ના વેલામુરી અને ઇડીઆઇઆઈના ડિરેક્ટર જનરલ ડો. સુનિલ શુક્લાએ હાજરી આપી હતી.

ડો. કવિલ રામચંદ્રને કહ્યું હતું કે, “ઉદ્યોગસાહસિકતા અત્યારના સમયે સંશોધન અને નીતિનિર્માણનું હાર્દ છે. ઉદ્યોગસાહસિકતાનો વિચાર દુનિયાભરમાં લોકો વચ્ચે વધુને વધુ સ્વીકાર્યતા મેળવી રહ્યો છે. અત્યારે સમગ્ર દેશમાં ઉદ્યોગસાહસિકતા માટે વાતાવરણ સાનુકૂળ બન્યું છે.

વ્યવસાયની સફળતાનો આધાર ઉપલબ્ધ સંસાધનો પર છે. જેમાં માલિકોની ક્ષમતા અને લાયકાત તથા વ્યવસાયમાં સંકળાયેલા અન્ય લોકો પણ સામેલ છે. પારિવારિક વ્યવસાય એક એવું ક્ષેત્ર છે. જેનું સંચાલન એક પછી એક પેઢી સફળતાપૂર્વક કરે એ માટે ગતિશીલતા જાળવવા વધારે સંશોધનની જરૂર છે.”

આ કોન્ફરન્સના ભાગરૂપે, વાઇસ ચાન્સેલર્સ અને ડિરેક્ટર્સ કોન્ક્લેવનું આયોજન પણ થયું હતું. તેમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઇપી) 2020ના સંદર્ભમાં ઉદ્યોગસાહસિકતાના શિક્ષણના મહત્વ પર પણ ચર્ચા થઈ હતી. આ કોન્ક્લેવમાં દેશની બધી યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ સામેલ થયા હતા.

આ કોન્ફરન્સનો અન્ય એક મહત્વપૂર્ણ કાર્યક્રમ ડોક્ટરસ કોલોક્વિયમ હતો. તેમાં સમગ્ર દેશના પીએચડી વિદ્વાનો અને એફપીએમ વિદ્યાર્થીઓને તેમના સંશોધન કાર્ય પર માર્ગદર્શન અને સલાહ આપવામાં આવી હતી.

Follow Us
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો
g clip-path="url(#clip0_868_265)">