AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : ડૉ. ચગના આપઘાતનું ઘેરાતું રહસ્ય, તપાસનીસ PI સીક લીવ પર ઉતરતા તર્કવિતર્ક

Gujarati Video : ડૉ. ચગના આપઘાતનું ઘેરાતું રહસ્ય, તપાસનીસ PI સીક લીવ પર ઉતરતા તર્કવિતર્ક

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2023 | 11:51 PM
Share

ગીરસોમનાથના વેરાવળના તબીબ અતુલ ચગના આપઘાત કેસમાં હજી સુધી કાર્યવાહી ન થતાં અનેક સવાલ ઉભા થયા છે.આત્મહત્યા કેસના તપાસનીસ PI સીક લીવ પર ઉતરતા અનેક તર્કવિતર્ક થઇ રહ્યાં છે.એક અઠવાડિયા પહેલા ફરિયાદની અરજી આપી હોવા છતાં હજી પોલીસે પરિવારની ફરિયાદ નોંધી નથી

ગીરસોમનાથના વેરાવળના તબીબ અતુલ ચગના આપઘાત કેસમાં હજી સુધી કાર્યવાહી ન થતાં અનેક સવાલ ઉભા થયા છે.આત્મહત્યા કેસના તપાસનીસ PI સીક લીવ પર ઉતરતા અનેક તર્કવિતર્ક થઇ રહ્યાં છે.એક અઠવાડિયા પહેલા ફરિયાદની અરજી આપી હોવા છતાં હજી પોલીસે પરિવારની ફરિયાદ નોંધી નથી.જેને લઇ પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલ થઇ રહ્યાં છે.લોહાણા સમાજે પોલીસની કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યાં છે.લોહાણા સમાજનો આક્ષેપ છે કે પોલીસ રાજકીય દબાણમાં આવીને કાર્યવાહીથી પીછેહઠ કરી રહી છે.

અતુલ ચગને ન્યાય અપાવવાની માગ કરી હતી

સાંસદ સામે આરોપ હોવાથી પોલીસ કાર્યવાહી નથી કરતી.જવાબદારો સામે ત્વરિત અસરથી ફરિયાદ નોંધવાની માગ ઉગ્ર બની છે..એટલું જ નહીં સમગ્ર કેસની તપાસ CIDને સોંપવામાં આવે તેવી પણ માગ કરવામાં આવી છે.તો બીજી તરફ ગીરસોમનાથમાં સર્વ સમાજે શ્રદ્ધાંજલી સભા યોજી હતી અને અતુલ ચગને ન્યાય અપાવવાની માગ કરી હતી.

વેરાવળના પ્રતિષ્ઠિત ડોક્ટર અતુલ ચગની આત્મહત્યા બાદ તેમના પરિવારજનોએ સાંસદ રાજેશ ચુડાસમા પર અનેક ગંભીર આરોપો લગાવ્યા છે.ડો. અતુલ ચગના પુત્ર હિતાર્થે સાંસદ રાજેશ ચુડાસમા વિરૂદ્ધ પોલીસને અરજી આપી તપાસની માગ કરી છે. અતુલ ચગના પરિવારજનોની સાથે લોહાણા સમાજના આગેવાનોએ પણ વેરાવળ પોલીસ સ્ટેશનમાં તપાસનીશ પીઆઇ સાથે મુલાકાત કરી અરજીના આધારે રાજેશ ચુડાસમા વિરૂદ્ધ ફરિયાદ નોંધવાની માગ કરી છે.

આ પણ વાંચો : Gujarati Video : અંકલેશ્વરમાં વીજ ચેકિંગ દરમિયાન DGVCLની ટીમ પર હુમલો, પોલીસે ટોળા વિરૂદ્ધ ગુનો નોંધ્યો

g clip-path="url(#clip0_868_265)">