Breaking News: બોટાદના બરવાળામાં રોડ પર પાણી ભરેલા ખાડામાં 4 વર્ષીય બાળક ડૂબતાં મોત, પ્રિ-મોન્સૂન કામગીરી સામે ઉઠ્યા સવાલ, જુઓ Video
બોટાદના બરવાળામાં રોડ પર પડેલા ખાડામાં 4 વર્ષીય બાળક ડૂબતાં મોત થયું છે. ચોકડી ગામે રોડ પર પાણી ભરેલા ખાડામાં બાળક ડૂબ્યો અને ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. ઘાટને લઈ બરવાળા મામલતદાર, TDOએ સ્થળની મુલાકાત લીધી.
બોટાદના બરવાળામાં રોડ પર પડેલા ખાડામાં 4 વર્ષીય બાળક ડૂબતાં મોત (Child drowning) થયું છે. ચોકડી ગામે રોડ પર પાણી ભરેલા ખાડામાં બાળક ડૂબ્યો અને ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. ઘાટને લઈ બરવાળા મામલતદાર, TDOએ સ્થળની મુલાકાત લીધી.
સમગ્ર શહેરમાં પ્રથમ વરસાદમાં જ ઠેર ઠેર રસ્તાઓ બિસ્માર બન્યા છે. ત્યારે બોટાદમાં આ રસ્તા પર પડેલા ખાડાને કારણે બનાવ બન્યો છે. ખાડામાં ડૂબી જતા 4 વર્ષીય બાળકનું ઘટનાસ્થળે મોત થયું છે. ખાડામાંથી બાળકને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ બાળકનો જીવા બચી શક્યો નહિ. બરવાળાની સરકારી હોસ્પિટલમાં બાળકનું પોસ્ટમોર્ટમ કરવામાં માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
બોટાદના બરવાળામાં રોડ પર પડેલા ખાડાએ લીધો જીવ; પાણી ભરેલા ખાડામાં ડૂબ્યો બાળક#Botad #Gujarat #TV9News pic.twitter.com/lRdONQwdnQ
— Tv9 Gujarati (@tv9gujarati) July 13, 2023
આ પણ વાંચો : રાણપુર પાંજરાપોળમાં 250 પશુના મોત, સંચાલકોના બેદરકારીથી મોત થયાનો આક્ષેપ, જુઓ Video
ગામના પાદરમાં રોડ પર મોટો ખાડો પડ્યો હતો. પડેલા ખાડાના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે. મૃતક બાળકનું નામ સોહમ ગોરસવા હોવાનું પણ સામે આવ્યું છે. ઘટનાની જાણ તંત્રને થતાં બરવાળા મામલતદાર, TDOએ સ્થળની મુલાકાત લીધી હતી. બનાવને લઈ તાલુકામાં પ્રિ-મોન્સૂન કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા હતા. તંત્રએ પ્રિમોન્સૂન કામગીરી ફક્ત કાગળ પર કરી હોવાના આક્ષેપો ગ્રામ જનો દ્વારા કરવામાં આવી રહ્યા છે.
બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો