ભાવનગરમાં બોર તળાવની મેગા ડિમોલિશન કામગીરી શરૂ, રસ્તા પરના 4 મંદિર અને એક મસ્જિદને તોડી પડાઇ- Video

|

May 21, 2024 | 6:26 PM

ભાવનગરમાં પ્રશાસન દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું. આ ડિમોલિશન અંતર્ગત 85 એકમોને દૂર કરાયા જેમાં 4 મંદિર અને 1 મસ્જિદનો પણ સમાવેશ થાય છે. હાઇકોર્ટના ચુકાદા બાદ ચુસ્ત સુરક્ષા વચ્ચે દબાણ હટાવ કામગીરી હાથ ધરાઈ હતી. લાંબી કાયદાકીય પ્રક્રિયા બાદ મનપા અને પોલીસ પ્રશાસન દ્વારા બોરતળાવનું મેગા ડિમોલિશન હાથ ધરાયું.

સરકારની સ્પષ્ટ નિર્દેશ છે કે જે કોઈ જગ્યાએ ગેરકાદે બાંધકામ થયું હશે તેને હટાવવામા આવશે અને તેમાં કોઈપણ જાતનું જાતિ કે ધર્મનો ભેદ નહી થાય. ચાહે કોઈપણ દ્વારા ગેરકાયદે બાંધકામ થયુ હશે તો તેને દૂર કરવામાં આવશે અને તેનાથી સ્થાનિકોની સુવિધાઓમાં જ વધારો થશે કારણ કે બાંધકામ દૂર કરીને જગ્યાનો ઉપયોગ રોજિંદા જીવનમાં થઈ શકે. આજે ભાવનગરમાં બોરતળાવનું મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ હતી. હાઈકોર્ટના ચુકાદા બાદ ચુસ્ત સુરક્ષા વચ્ચે દબાણ હટાવની કામગીરી હાથ ધરાઈ છે.

ભાવનગરના બોરતળાવવિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરાયુ. ખાસ કરીને ધોબી સોસાયટીથી બેંક કોલોની જતા રસ્તા પર મેગા ડિમોલિશન હાથ ધરાયુ હતુ. આ ડિમોલિશનમાં કુલ 85 જેટલા એકમોને જમીનદોસ્ત કરાયા જેમાં 4 મંદિર અને 1 મસ્જિદનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં છેલ્લા 30 વર્ષોથી દબાણ કરાયા હતા. જે મુદે હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરાઈ હતી. લાંબા સમય બાદ મનપાની તરફેણમાં ચુકાદો આવતા દબાણો હટાવાયા હતા.

દબાણો દૂર કરવાની કાર્યવાહી દરમિયાન એ પણ ધ્યાન રખાયુ હતુ કે કોઈ અનચ્છિનિય બનાવ ન બને, જ્યારે ધાર્મિક સ્થળો પણ દબાણ અંતર્ગત આવતા હતા અને એટલે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ડિમોલિશન દરમિયાન જો પોલીસના અધિકારીઓથી કર્મચારીઓની વાત કરવામાં આવે તો PI, PSI, મહિલા પોલીસકર્મીઓ સહિત FIR વિભાગની ટીમ પણ ઉપસ્થિત રહી હતી. સૌથી મહત્વની વાત એ છે કે દબાણોમાં જે 85 એકમો સામેલ છે તેમાં જ્યારે ચાર મંદિર અને 1 મસ્જિદ હતા ત્યાં મંદિરને તોડવામાં હિન્દુ અને મસ્ઝિદ તોડવામાં મુ્સ્લિમ લોકો જોડાયા હતા અને તંત્રને પુરેપુરો સહયોગ આપવામાં આવ્યો હતો

IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos
ખાલી પેટ ખીરા કાકડીનું જ્યુસ પીવાથી જાણો શું થાય છે?

મહત્વની બાબત એ છે કે આ દબાણ કોઈ રાતોરાત તોડવામાં નથી આવ્યું. અનેકવાર સ્થાનિકોને નોટીસ પણ પાઠવવામાં આવી હતી. બાદમાં મામલો કોર્ટમાં ગયો હતો પરંતુ મનપાની જીત થતા દબાણો દૂર કરાયા હતા. જો સ્થાનિકોએ પહેલા જ સહયોગ આપ્યો હોત તો આટલા વર્ષો સુધી મેટર ખેંચાઈ ના હોત. લાંબા સમય બાદ હવે દબાણો દૂર થયા છે જ્યારે લોકોને અવરજવર માટે મોટો રસ્તો ખુલ્લો મુકાશે

આ પણ વાંચો: જુનાગઢમાં 200 જેટલા પક્ષીઓને હિટસ્ટ્રોક લાગી જતા કરાઈ સારવાર, ચેરીટેબલ ટ્રસ્ટે તૈયાર કર્યુ ખાસ ICU- Video

Next Article