AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોના સામે લડત આપવા ભાવનગરનું આરોગ્ય તંત્ર સજ્જ, સર ટી હોસ્પિટલમાં 800 તો, ખાનગી હોસ્પિટલોમાં 1 હજાર બેડની વ્યવસ્થા

Bhavnagar news : કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં સર્જાયેલી દવાની અછત પરથી કેમિસ્ટ એસોસિએશને પણ બોધપાઠ લીધો છે અને સંભવિત ખતરાને પહોંચી વળતા દવાના જથ્થાનો અત્યારથી જ સ્ટોક કરી દીધો છે.

કોરોના સામે લડત આપવા ભાવનગરનું આરોગ્ય તંત્ર સજ્જ, સર ટી હોસ્પિટલમાં 800 તો, ખાનગી હોસ્પિટલોમાં 1 હજાર બેડની વ્યવસ્થા
ભાવનગરમાં કોરોના સામે લડવા તંત્ર સજ્જ
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2022 | 12:07 PM
Share

ફરી એકવાર કોરોનાનો કેર વિશ્વને ડરાવી રહ્યો છે. નવા અવતાર સાથે નવા વેરિઅન્ટે દેશમાં દસ્તક દઇ દીધી છે. જેના પગલે સરકારો સતર્ક બની છે. થોડા દિવસ અગાઉ ભાવનગરમાં પણ ચીનથી આવેલા બે લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચ્યો હતો. ત્યારે વહીવટી તંત્રએ સંભવિત સંકટને પહોંચી વળવા કમર કસી છે. ભાવનગર આરોગ્ય વિભાગે રાજ્ય સરકારની સૂચનાનો સીધો અમલ શરૂ કર્યો છે અને સરકારી હોસ્પિટલમાં કોરોના વોર્ડ, ઓક્સિજન પ્લાન્ટ, ICU અને ઓક્સિજન બેડની વ્યવસ્થા કરી છે. અધિકારીઓ તૈયારીઓના દાવા સાથે લોકોને સતર્ક રહેવાની અપીલ કરી રહ્યા છે.

ICU અને ઓક્સિજન બેડની પૂરતી વ્યવસ્થા

તો કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં સર્જાયેલી દવાની અછત પરથી કેમિસ્ટ એસોસિએશને પણ બોધપાઠ લીધો છે અને સંભવિત ખતરાને પહોંચી વળતા દવાના જથ્થાનો અત્યારથી જ સ્ટોક કરી દીધો છે. રેમડેસિવિર ઇન્જેકશનથી માંડીને કોવિડની સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવાઓનો પૂરતો સ્ટોક હોવાનો દાવો મેડિકલ સ્ટોરના સંચાલકો કરી રહ્યા છે. એક તરફ સરકાર સતર્ક છે, તો બીજી તરફ સ્થાનિક વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે. ભાવનગરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં પૂરતા બેડ અને આરોગ્યલક્ષી વ્યવસ્થાઓ હોવાનો દાવો મ્યુનિસિપલ કમિશનરે કર્યો હતો અને હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવ્યું હતું.

મહત્વનું છે કે, ગઇકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં એક ઉચ્ચસ્તરિય બેઠક યોજીને રાજ્યમાં કોરોના વાયરસના સંભવિત નવા વેરિઅન્ટની સ્થિતિ અને તે માટે આરોગ્યતંત્રની સજ્જ્તાની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી.આ બેઠક પૂર્વે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ રાજ્યના આરોગ્ય મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને સમગ્ર દેશની સ્થિતિનો તાગ મેળવવાની સાથે આરોગ્ય મંત્રીઓના સુઝાવ પણ સાંભળ્યા હતા.

આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યોને પત્ર લખીને કોરોનાનો સામનો કરવા માટે મેડિકલ ઓક્સિજનનો નિયમિત પુરવઠો સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. આ સાથે એવું કહેવામાં આવ્યું છે કે પીએસએ પ્લાન્ટને સંપૂર્ણ રીતે કાર્યરત રાખવા જોઈએ અને તેની તપાસ માટે નિયમિત મોક ડ્રીલનું આયોજન કરવું જોઈએ. આરોગ્ય મંત્રાલયે લખ્યું છે કે આરોગ્ય સુવિધાઓમાં લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) ની ઉપલબ્ધતા અને તેના રિફિલિંગ માટે સપ્લાય ચેઇન કોઈપણ વિક્ષેપ વિના સુનિશ્ચિત કરવી જોઈએ. બેકઅપ સ્ટોક અને મજબૂત રિફિલિંગ સિસ્ટમ સાથે ઓક્સિજન સિલિન્ડરોની પૂરતી ઇન્વેન્ટરી જાળવવામાં આવશે. જીવન સહાયક સાધનો જેમ કે વેન્ટિલેટર, BIPAP અને SpO2 સિસ્ટમ્સ જેવા સાધન વસ્તુઓની ઉપલબ્ધ રાખો.

Follow Us
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">