ભરૂચ : ટોર્ચના અજવાળે હજારોની હાર-જીતનો ખેલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો, 3 ની ધરપકડ કરાઈ
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે મોબાઈલની ટોર્ચની લાઇટમાં હજારોની હારજીતનો જુગાર ચાલતો હોવાની બાતમીના આધારે રેડ કરી ત્રણ લોકોને ઝડપી પડી 47000 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે મોબાઈલની ટોર્ચની લાઇટમાં હજારોની હારજીતનો જુગાર ચાલતો હોવાની બાતમીના આધારે રેડ કરી ત્રણ લોકોને ઝડપી પડી 47000 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદિપ સિંહ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જીલ્લામાં પ્રોહીબિશન સાથે જુગારની અસામાજીક પ્રવૃતિઓ સદંતર બંધ રહે અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે ઉદ્દેશથી આ અસામાજિક પ્રવૃતિ ઉપર સતત વોચ રાખી અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા પોલીસકર્મીઓને સુચના આપવામાં આવી છે.
ભરૂચ એલસીબીના પોલીસ ઇન્સપેક્ટર ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ ઉપરી અધિકારીઓની સુચનાઓ અન્વયે પ્રોહીબિશન અને જુગારના કેશો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ- અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. આ દરમ્યાન પો.સ.ઇ. આર.કે.ટોરાણી ટીમ સાથે અંક્લેશ્વર શહેર વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે “ જીતાલી ગામમાં નવી નગરી પાસે આવેલ દરગાહ ગ્રાઉન્ડમાં પાણીની ટાંકી પાસે મોબાઇલ ટોર્ચના અંજવાળે ખુલ્લી જગ્યામાં પાથરણું પાથરી કેટલાક માણસો ભેગા મળી પોતાના આર્થિક ફાયદા માટે પૈસાથી પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમે છે”
બાતમીના આધારે જીતાલી ગામમાં નવી નગરી પાસે આવેલ દરગાહ ગ્રાઉન્ડમાં પાણીની ટાંકી પાસે ખુલ્લી જગ્યામાં જુગાર અંગે રેડ કરવામાં આવી હતી. પોલીસે કુલ ૪૭,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડી જુગાર ધારાની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી અંક્લેશ્વર રૂરલ પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.
જીતાલી ગામમાંથી જુગાર રમતા યાશીન ગુલામ વશી ઉ.વ.૪૬ રહે, મ.નં. બી/જી/૨ રોયલ રેસીડેન્સી ડેપો સામે અંક્લેશ્વર તા-અંક્લેશ્વર જી-ભરૂચ, અવિનાશ અરવિંદભાઇ વસાવા ઉ.વ.૨૮ રહે, જીતાલી નવી નગરી તા-અંક્લેશ્વર જી-ભરૂચ અને બાબુભાઇ વિશ્વાસભાઇ વસાવા ઉ.વ. ૪૫ રહે, નવી નગરી જીતાલી તા-અંક્લેશ્વર જી-ભરૂચ ને ઝડપી પાડવામાં આવ્યા હતા.
જુગારની બળી અટકાવવામાં પો.સ.ઇ.આર.કે.ટોરાણી સાથે અ.હે.કો. પરેશભાઇ, અ.હે.કો. ધનંજયસિંહ તથા અ.પો.કો. મેહુલભાઇ, અ.પો.કો. મનહરસિંહ એલ.સી.બી. ભરૂચનાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
આ પણ વાંચો : ન્યુઝીલેન્ડ સામે સેમી ફાઈનલમાં ભારતીય ક્રિકેટ ટીમની જીત, અમદાવાદમાં ફટાકડા ફોડી કરાઇ ઉજવણી, જુઓ વીડિયો