ઠંડીને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, રાજ્યમાં હજુ 5 દિવસ ભુકા બોલાવશે ઠંડી, કોલ્ડવેવની પણ આગાહી- Video
ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 5 દિવસ સુધી ઠંડીનો પ્રકોપ રહેશે. નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે. કોલ્ડવેવની પણ આગાહી કરાઈ છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.
ન માત્ર ગુજરાતમાં પરંતુ, સમગ્ર દેશમાં શિયાળાએ જમાવટ કરી છે. ગુજરાતમાં તેમજ ઉત્તર ભારતના રાજ્યોમાં લોકો હાડ થીજાવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે અને આ કડકડતી ઠંડી વચ્ચે આગાહી છે કે હજુ પાંચ દિવસ ઠંડીથી કોઈ જ રાહત મળવાના અણસાર દેખાતા નથી. 8 ડિગ્રી તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. રાજકોટમાં 9.8 ડિગ્રી જ્યારે ડીસામાં 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં તાપમાનનો પારો 12 ડિગ્રીએ જ્યારે અમદાવાદમાં 13.3 ડિગ્રીએ પહોંચી ગયો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હજુ 48 કલાક કોલ્ડ વેવ સાથે કાતિલ ઠંડી પડવાની આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં ખાસ કરીને ડિસેમ્બર મહિનામાં કચ્છના નલિયા શહેરના તાપમાનમાં મોટો ઘટાડો નોંધાય છે.
આ તરફ રાજસ્થાનના માઉન્ટ આબુમાં પણ આ વખતે રેકોર્ડ બ્રેક ઠંડી પડી છે. આમ તો માઉન્ટ આબુમાં સરેરાશ તાપમાન 1.4 ડિગ્રી નોંધાયું છે. પરંતુ, તેના કુમ્હારવાડા, ચાચા મ્યુઝિયમ, પોલો ગ્રાઉન્ડ જેવા વિસ્તારોમાં તાપમાનનો પારો માઈનસ ચાર ડિગ્રી રેકોર્ડ થયો છે. વાહનો પર બરફની ચાદર પથરાઈ હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. જો કે આ માહોલને લીધે પ્રવાસીઓમાં ચોક્કસથી આનંદની લહેર ફેલાઈ છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો