ગુજરાતની 1128 મદરેસાઓમાં હાથ ધરાયો સર્વે, 11 મુદ્દા દ્વારા સમજો કઈ કઈ બાબતોની થશે ચકાસણી

દિલ્હી ખાતેના રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગને રાજ્યના મદરેસાઓને લઈને ફરિયાદ મળી હતી. જેમાં રાજ્યના મદરેસાઓમાં ભણતા બાળકો સામાન્ય બાળકોની જેમ સ્કૂલનો અભ્યાસ મેળવતા ન હોવાની ફરિયાદના પગલે રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખી મદરેસાઓનો સર્વે કરવા માટે આદેશ અપાયો હતો. જેના પગલે રાજ્ય શિક્ષણ વિભાગે રાજ્યની તમામ 1128 મદરેસાઓમાં સર્વે કરવા DEO અને DPEOને આદેશ કર્યો છે.

ગુજરાતની 1128 મદરેસાઓમાં હાથ ધરાયો સર્વે, 11 મુદ્દા દ્વારા સમજો કઈ કઈ બાબતોની થશે ચકાસણી
Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: May 18, 2024 | 1:20 PM

અમદાવાદ: રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા ગુજરાતના મુખ્ય સચિવને પત્ર લખીને સરકારી અને ગ્રાન્ટેડ કે માન્યતા પ્રાપ્ત મદરેસાઓમાં ભણતા બિન મુસ્લિમ બાળકો અંગે તપાસ કરવા અને અનમેપ્ડ મદરેસાઓનુ મેપિંગ કરવા સૂચના આપવામાં આવી છે. જેના પગલે શિક્ષણ વિભાગે DEO અને DPEOને રાજ્યની તમામ 1128 મદરેસાઓનો સર્વે કરવા આદેશ કર્યો છે.

શિક્ષણ વિભાગ દ્વારા 11 બાબતોની ચકાસણી કરવા આદેશ

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય
  1. મદરેસાનું સંચાલન કરનાર વ્યક્તિનું નામ
  2. મદરેસાનું સંચાલન કરનાર સંસ્થા, ટ્રસ્ટની વિગત, જાણકારી
  3. મદરેસાને કોઈ સરકાર એજન્સી દ્વારા માન્યતા પ્રાપ્ત છે કે કેમ ? એજન્સીનું નામ, મંજૂરી મળ્યાની તારીખ અને મંજૂરી આપતા પત્રની વિગતો
  4. મદરેસાના મકાનની તપાસ, ફાયર NOC, બીયુ, ઓરડાની સંખ્યા
  5. મદરેસામાં અભ્યાસ માટેનો સમય
  6. મદરેસામાં અભ્યાસ કરાવતા શિક્ષકોની સંખ્યા, શિક્ષકોને ચુકવાતા પગારની રકમ
  7. શિક્ષકોને ચુકવાતા પગારના નાણાંનો સ્ત્રોત, દાન- ફન્ડીંગ અને વિદ્યાર્થી પાસેથી વસુલાતી ફીની વિગત
  8. મદરેસામાં અભ્યાસ કરતા 6 થી 14 વર્ષના બાળકો,, છોકરાઓની સંખ્યા, છોકરીઓની સંખ્યા- કુલ સંખ્યા
  9. મદરેસામાં અભ્યાસ કરતા બાળકો અન્ય શાળામાં નિયમિત અભ્યાસ કરતા હોય તો તેની સંખ્યા
  10. મદરેસામાં જતા બાળકો અન્ય શાળામાં અભ્યાસ માટે જતા હોય તે શાળાની વિગત- શાળાનુ નામ, ગ્રાન્ટેડ, નોનગ્રાન્ટેડ, સ્વનિર્ભર
  11. મદરેસામાં જતા બિનમુસ્લિમ બાળકોની વિગતો
  12. રાજ્ય શિક્ષણ વિભાગે ગુજરાતમાં આવેલી તમામ 1128 જેટલી મદરેસાઓનો સર્વે કરવા આદેશ આપ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગને એક પત્ર દ્વારા એવી ફરિયાદ મળી હતી કે મદરેસામાં અભ્યાસ કરતા બાળકોને અન્ય બાળકોની શાળાનો અભ્યાસ નથી મેળવતા. આ ફરિયાદના પગલે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે 7મી મેના રોજ રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખી મદરેસાઓનો સર્વે કરવા આદેશ આપ્યો છે. આ આદેશ બાદ રાજ્ય શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યુ છે અને દરેક જિલ્લા શિક્ષણ અધિકારી અને દરેક પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ટીમ બનાવીને મદરેસાઓનો સર્વે કરવા સૂચના આપી છે.

આ સર્વે અંતર્ગત રાજ્યમાં આવેલી સરકારી, ગ્રાન્ટેડ, માન્યતા પ્રાપ્ત મદરેસામાં ભણતા બિન મુસ્લિમ બાળકો અંગે ભૌતિક ચકાસણી કરવા અને અનમેપ્ડ મદરેસાઓનું મેપિંગ કરવા બાબતે સૂચના આપવામાં આવી છે. શિક્ષણ વિભાગે રાજ્યમાં કાર્યરત મદરેસાઓની યાદી મેળવી સર્વેની કામગીરી હાથ ધરી છે. રાજ્યની તમામ મદરેસાઓનો સર્વે કરી આજ સાંજ સુધીમાં રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે.

ક્યા કારણોસર હાથ ધરાયો સર્વે ?

આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ મદરેસામાં ભણતા બાળકો શાળાનો અભ્યાસ ન મેળવતા હોવાની ફરિયાદ મળી હતી. જે RTE ના 6 થી 14 વર્ષના બાળકોને ફરજિયાત અને મફત શિક્ષણના કાયદાનો ભંગ છે. આવા બાળકો પણ સામાન્ય શાળામાં પ્રવેશ મેળવી અભ્યાસ કરે તે માટે સર્વેની કામગીરી હાથ ધરાઈ હોવાનું શિક્ષણ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યુ છે. તદઉપરાંત મદરેસામાં જતા બિનમુસ્લિમ વિદ્યાર્થીઓની વિગતો પણ સર્વેમાં એકત્ર કરવા માટે આદેશ અપાયો છે. આ કામગીરીને પગલે રાજકીય માહોલ ગરમાય તો નવાઈ નહીં.

આ પણ વાંચો: AMC નો વિચીત્ર નિર્ણય, હવે ચોમાસામાં પાણી ભરાય તો શહેરીજનોએ ગટરના ઢાંકણા જાતે ખોલવા પડશે !- Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
g clip-path="url(#clip0_868_265)">