Ahmedabad Rathyatra 2021: ભગવાનના જગન્નાથના રથના 71 વર્ષની કથા, જાણો અત્યાર સુધી રથમાં કેવા પ્રકારનાં ફેરફાર આવ્યા

અમદાવાદની ઐતિહાસિક 144મી જગન્નાથની રથયાત્રા(144 Rathayatra)ને મંજૂરી આપવામાં આવી છે. પરંતુ અત્યાર સુધી રથમાં ઘણા ફેરફાર આવ્યા છે.

Ahmedabad Rathyatra 2021: ભગવાનના જગન્નાથના રથના 71 વર્ષની કથા, જાણો અત્યાર સુધી રથમાં કેવા પ્રકારનાં ફેરફાર આવ્યા
Rathyatra 2021
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jul 10, 2021 | 9:33 AM

Ahmedabad Rathyatra 2021: અમદાવાદની ઐતિહાસિક 144મી જગન્નાથની(144 Rathayatra) રથયાત્રા કોરોના ગાઈડ લાઇનને ધ્યાને રાખી નીકળશે. પણ તમને જણાવીએ કે જ્યારે રથયાત્રા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી રથમાં કેવા ફેરફાર આવ્યા અને ક્યારે રથનું નિર્માણ થયું.

રથયાત્રાની દરેક બાબતોથી લોકો અવગત થવા માંગતા હોય છે. ત્યારે અમે તમને રથની બાબતથી અવગત કરાવીશું. રથ ક્યારે બન્યા અને ત્યાર બાદ અત્યાર સુધી કેટલા ફેરફાર થયા. આવો જાણીએ ભગવાન જગન્નાથ. બલભદ્ર અને સુભદ્રા માટે તૈયાર કરાયેલા રથની શુ છે કથા.

ચહલ બાદ આ સ્ટાર ક્રિકેટર પણ લેશે છૂટાછેડા?
કેનેડામાં આ ધર્મના લોકો છે સૌથી વધુ, અહીં જુઓ આખું List
Elaichi Benefits : રાત્રે સૂતા પહેલા 2 ઈલાયચી ચાવો, ફાયદા જાણીને તમે ચોંકી જશો.
દુનિયાના 8 દેશો જ્યાં કોઈ Income Tax નથી લાગતો
ઉંમર પ્રમાણે દરરોજ કેટલી બદામ ખાવી જોઈએ? જાણી લો
Phone Tips: ફોનમાં 1.5GB ડેટા પણ ચાલશે આખો દિવસ ! બસ કરી લો આ સેટિંગ

રથયાત્રા એ એક આસ્થાનું કેન્દ્ર છે. જેમાં દર વર્ષે કઈંક નવું જોવા મળતું હોય છે. તે પછી ભગવાનનું રૂપ હોય, વાઘા હોય, રથ હોય કે રથયાત્રામાં જોડાનાર ભક્ત, ભક્ત મંડળી કે ટેબળો કે અખાડા હોય. ત્યારે અમે તમને જણાવીએ કે રથયાત્રામાં રથનો ઇતિહાસ શું છે.

રથયાત્રામાં રથનો ઇતિહાસ 

1878માં રથયાત્રાની શરૂઆત થઈ ત્યારે ભગવાને નારીયેળીના થડમાંથી બનાવેલ નાના રથમાં લઈ જવાતા હતા. જે રથ ખલાસીઓએ તૈયાર કર્યા હતા. જોકે રથયાત્રામાં સામાન્ય હાલાકી પડતી હોવાથી અને રથ નવા મળે તે આશયથી 1950માં નવા રથ બનાવવામાં આવ્યા. તે રથ પણ ખલાસીઓએ બનાવ્યા હતા. જોકે તે સમયે ખલાસીઓ પાસે તેટલું બજેટ ન હતું પણ ભગવાન જગન્નાથના આશીર્વાદથી તે કાર્ય સફળ રહ્યું અને 1950 માં ભગવાનને નવા રથમાં લઇ જઇ રથયાત્રા કાઢવામાં આવી.

1950માં તૈયાર કરવામાં આવેલા રથ ભરૂચના કારીગરો દ્વારા સાગના લાકડા માંથી તૈયાર કરવામાં આવ્યા હતા. ત્યારે ભગવાન બળદેવના રથમાં 16 પૈડા હતા જ્યારે જગન્નાથ અને સુભદ્રાના રથમાં 12 – 12 પૈડા હતા. જે રથ પહેલા ધક્કા મારીને ખલાસીઓ ખેંચતા હતા. જોકે રથયાત્રા દરમિયાન ખલાસીઓને રથ ખેંચવામાં હાલાકી પડતી હતી. જેને ધ્યાને રાખી 1975 આસપાસમાં રથમાં સ્ટેરિંગ નાખવામાં આવ્યા. જેથી રથ યોગ્ય રીતે મુવ કરી શકાય.

આટલા ફેરકાર કર્યા બાદ પણ કંઈક  અજોગતું લાગતું. કેમ કે લાકડાના પૈડા હોવાથી પૈડા તૂટતા રહેતા કે નુકશાન થતું. જેને ધ્યાને રાખી 1992માં રથના સ્ટેરિંગ સાથે જોડાયેલા આગળના બે પૈડામાં લોખંડની પ્લેટ નાખી ફરતે લાકડાના બ્લોક મૂકી પૈડા તૈયાર કરાયા. જેથી રથના પૈડાને જલ્દી નુકશાન ન થાય અને રથયાત્રા વગર અડચને પૂર્ણ કરી શકાય.

આ તમામ પ્રક્રિયા બાદ 1992 આસપાસ સૌથી મોટો ફેરફાર રથમાં કરવાના આવ્યો. જેમાં બળદેવના રથમાં 16 જ્યારે જગન્નાથના અને સુભદ્રાના રથમાં 12 – 12 પૈડા હતા તેમજ લોખંડની પ્લેટ સાથે પૈડા તૈયાર કરાયા જોકે હાલાકી યથાવત રહી. જેના પર ખલાસીઓએ ફેર વિચારણા કરી 1992 પહેલા ખલાસીઓએ રથમાં મોટો ફેરફાર કર્યો હતો.

તમામ રથમાં પાછળ 4 જ્યારે આગળ 2 પૈડા કરવામાં આવ્યા. જેથી રથનો વજન હલકો થતા રથ ખેંચવામાં સરળતા રહે. અત્યાર સુધી તેજ 6 પૈડા સાથે રથ ખેંચવામાં આવે છે. જોકે પૈડાને મેઈન્ટેઈન કરવા દર વર્ષે પૈડાના લાકડા બદલાય છે. જેથી રથયાત્રા કોઈ પણ અડચણ વગર પૂર્ણ થાય. તો સાથે જ સ્ટેરિંગની પણ હાઈટ ઊંચી કરવામાં આવી જેથી ખલાસીઓને રથ ખેંચવામાં વધુ સરળતા રહે.

આ બાદ સમય આવ્યો 2013 કે 14 કે જ્યારે રથની ડિઝાઇન બદલવામાં આવી. જેમાં જે ત્રણે રથની 15 ફૂટ હાઈટ હતી જે 16 ફૂટ હાઈટ કરી રથને નવો લુક આપવામાં આવ્યો.

આમ 1878 થી શરૂ થયેલ રથયાત્રામાં ત્યારથી લઈને અત્યાર સુધી રથમાં અનેક ફેરફાર કરાયા. જે તમામ ફેરફાર ખલાસીઓ દવારા કરવામાં આવ્યા. અને આજે પણ તે 1950 માં બનાવેલા રથ અડીખમ જોવા મળી રહ્યા છે. જે ખલાસીઓની મહેનત અને શ્રદ્ધાનું કેન્દ્ર પણ  બન્યું છે.

ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના
ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના
કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ
કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ
અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર
અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર
એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?
એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?
ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video
ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video
DCC કંપનીની દાદાગીરી, 9 દિવસથી ખેડૂતો ઉપવાસ આંદોલન પર - Video
DCC કંપનીની દાદાગીરી, 9 દિવસથી ખેડૂતો ઉપવાસ આંદોલન પર - Video
પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણીએ રાજકમલ ચોકમાં શરૂ કર્યા ધરણા
પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણીએ રાજકમલ ચોકમાં શરૂ કર્યા ધરણા
ધોબીઘાટથી મોતી તળાવ સુધી રોડ ખુલ્લો કરવા કરાશે ડિમોલિશન
ધોબીઘાટથી મોતી તળાવ સુધી રોડ ખુલ્લો કરવા કરાશે ડિમોલિશન
પતંગ ઉડાવતા બાળકની દોરી હાઈટેન્શન લાઈનને અડતા કરંટથી મોત
પતંગ ઉડાવતા બાળકની દોરી હાઈટેન્શન લાઈનને અડતા કરંટથી મોત
રાજકોટમાંથી ઝડપાયો MD ડ્રગ્સનો જથ્થો, એકની ધરપકડ
રાજકોટમાંથી ઝડપાયો MD ડ્રગ્સનો જથ્થો, એકની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">