Ahmedabad: એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ પર મુસાફરી કરતો યુવક ઝડપાયો, 4 વર્ષ બાદ લંડનથી પરત આવતા ઇમિગ્રેશને ઝડપી પાડ્યો

અમદાવાદ એરપોર્ટ પરથી ફરી એક વખત મુસાફર નકલી પાસપોર્ટના આધારે મુસાફરી કરતા ઝડપાયો છે. મુસાફર યુવાન નકલી પાસપોર્ટના આધારે લંડન પહોંચી ગયો હતો. ચાર વર્ષ બાદ અમદાવાદ પરત આવતા ઇમિગ્રેશન વિભાગને શંકા ગઈ હોવાથી તપાસ કરતા ભાંડો ફૂટ્યો.

Ahmedabad: એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ પર મુસાફરી કરતો યુવક ઝડપાયો, 4 વર્ષ બાદ  લંડનથી પરત આવતા ઇમિગ્રેશને ઝડપી પાડ્યો
ફોટો - આરોપી
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Nov 02, 2022 | 5:29 PM

Ahmedabad: અમદાવાદ એરપોર્ટ પરથી ફરી એક વખત મુસાફર નકલી પાસપોર્ટના આધારે મુસાફરી કરતા ઝડપાયો છે. મુસાફર યુવાન નકલી પાસપોર્ટના આધારે લંડન પહોંચી ગયો હતો. ચાર વર્ષ બાદ અમદાવાદ પરત આવતા ઇમિગ્રેશન વિભાગને શંકા ગઈ હોવાથી તપાસ કરતા ભાંડો ફૂટ્યો અને પોરબંદરના યુવાનની નકલી પાસપોર્ટ સાથે ધરપકડ કરી.

ક્રાઇમ એસ.ઓ.જીની ગિરફતમાં રહેલ લખનસી કેશવાલા નામના યુવાનની નકલી પાસપોર્ટ પર મુસાફરી કરતા એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. ધટના કઈક એવી છે કે, મંગળવારે વહેલી સવારે યુ.કેથી અમદાવાદ આવેલી ફ્લાઈટમાંથી એક મુસાફર નીકળી રહ્યો હતો ત્યારે ઈમીગ્રેશન વિભાગે તેનો પાસપોર્ટ ચકાસતા તેના પોર્ટુગીઝ પાસપોર્ટમાં જન્મ સ્થળ ભારતનો હોવાથી ઈમીગ્રેશન અધિકારીને શંકા જતા તેને પુછપરછ કરી હતી. જેમાં તેણે યોગ્ય જવાબ ન આપતા તેની ઉંડી પુછપરછ કરવામાં આવતા પોરબંદરના વતની લાખનસી કેશવાલા નકલી પોર્ટુગીઝ પાસપોર્ટ બનાવ્યો હતો જેમાં ખોટું નામ લકમાને મહેન્દ્ર કુમાર રાખ્યું હતું અને પોર્ટુગીઝ તરીકે સેનેગલ સાઉથ આફ્રિકામાંથી પાસપોર્ટ બનાવ્યો હતો.

પકડાયેલ મુસાફર લખનશી કેશવાલાની પૂછપરછ કરતા કરતા સામે આવ્યું કે, વર્ષ 2018માં ભારતથી સાઉથ આફ્રિકા ગયો હતો. જ્યાં લખનસીએ 18 લાખ રૂપિયામાં સાઉથ આફ્રિકામાં વિપુલ નામનાં ગુજરાતી એજન્ટ પાસે પોર્ટુગીઝ પાસપોર્ટ બનાવ્યો હોવાની કબૂલાત કરી હતી. જે બાદ આરોપી લખનસી નકલી પાસપોર્ટના આધારે સાઉથ આફ્રિકાથી લંડન ગયો. જ્યાં બહેન-બનેવીના ઘરે રોકાઈને ઇંગ્લેન્ડ ખાતે રહેવા ગયો અને ત્યાં ખાનગી કંપનીમાં ડ્રાઇવિંગની નોકરી કરતો હતો. જે પછી વર્ષ 2021માં લખનસીએ પત્ની મનીષા તથા બન્ને બાળકોને ઇન્ડિયન પાસપોર્ટના આધારે લંડન બોલાવ્યા હતા.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આરોપી લખનસીના ઘરમાં પ્રસંગ હોવાથી ભારત આવ્યો હતો. જે અમદાવાદ એરપોર્ટ પર આવતા જ નકલી પાસપોર્ટ સાથે પકડાયો. જેમાં એરપોર્ટ પોલીસમાં ગુનો નોંધી આરોપીને ઝડપી ક્રાઇમ SOG ને સોંપ્યો હતો. જેમાં આરોપીની ધરપકડ કરી વધુ પુછપરછની કાર્યવાહી હાથ ધરી છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">