AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ગુરુ શિષ્યના સંબંધો ફરી થયા શર્મસાર, લંપટ શિક્ષકે 12માં ધોરણની વિદ્યાર્થિની સાથે કરી છેડતી

Ahmedabad: ફરી એકવાર ગુરુ શિષ્યના સંબંધો શર્મસાર થયા છે. ફરી એકવાર લંપટ શિક્ષકની અધમ કરતુત સામે આવી છે. ટ્યુશન ક્લાસિસ ચલાવતા શિક્ષકે 12માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કર્યા હોવાનું સામે આવ્યુ છે. શિક્ષકે વિદ્યાર્થિનીને રેકી આપવાના બહાને છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

Ahmedabad: ગુરુ શિષ્યના સંબંધો ફરી થયા શર્મસાર, લંપટ શિક્ષકે 12માં ધોરણની વિદ્યાર્થિની સાથે કરી છેડતી
Mihir Soni
| Edited By: | Updated on: Sep 09, 2023 | 6:21 PM
Share

Ahmedabad: અમદાવાદમાં વધુ એક લંપટ શિક્ષકની ધરકપકડ કરવામાં આવી છે. ગુરુ શિષ્યના સંબંધને લજવતા લંપટ શિક્ષકે ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે અડપલા કર્યા હતા. વિદ્યાર્થીને રેકી અને હિલિંગ આપવાના બહાને શિક્ષકે છેડતી કરી હોવાનું સામે આવ્યુ છે. વિદ્યાર્થિનીના પરિવારે લંપટ શિક્ષક સામે ફરિયાદ નોંધાવતા ટ્યુશન ક્લાસિસના શિક્ષકની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

લંપટ શિક્ષકે ગુરુ શિષ્યના સંબંધોને લગાવ્યુ લાંછન

આવા લંપટ શિક્ષકો ગુરુ શબ્દને શર્મસાર કરતા રહે છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો ચાંદખેડામાં ટ્યુશન ક્લાસિસ શિક્ષકે વિદ્યાર્થિનીની છેડતી કરી. ચાંદખેડામાં સોના ગૃપ ટ્યુશન ચલાવતા શિક્ષક પ્રકાશ સોલંકીએ ગુરુ શબ્દને લાંછન લગાવે તેવું કૃત્ય કર્યું. પોલીસ કસ્ટડીમાં જોવા મળતા પ્રકાશ સોલંકીએ ધોરણ 12માં અભ્યાસ કરતી યુવતીને રેકી અને હિલિંગ કરવાના બહાને તેની સાથે શારીરિક અડપલાં કર્યા.

યુવતી ધોરણ 12 અર્ટ્સના અભ્યાસ માટે ટ્યુશન કલાસીસમાં જોડાઈ હતી. ટ્યુશનના પ્રથમ દિવસે જ યુવતી સાથે આરોપીએ અશ્લીલ હરકત કરી. જેથી ગભરાઈ ગયેલી યુવતીએ પોતાના પરિવારને જાણ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો. ચાંદખેડા પોલીસે યુવતીની ફરિયાદ લઈને આરોપી શિક્ષકની ધરપકડ કરી.

રેકી અને હિલીંગના બહાને કર્યા શારીરિક અડપલા

પકડાયેલ લંપટ શિક્ષક પ્રકાશ સોલંકી છેલ્લા ઘણા વર્ષોથી ટ્યુશન કલાસીસ ચલાવે છે. યુવતી સોના ગૃપ ટ્યુશન  ક્લાસિસમા ધોરણ -12 આર્ટસના ગૃપ ટ્યુશનમાં એડમિશન લીધુ હતુ. તેમજ ત્રણ વિષયમાં પર્સનલ ટ્યુશન પણ ચાલુ કર્યા હતા. આ ટ્યુશન કલાસમાં ગૃપ ટ્યુશનનો સમય સાંજના છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીનો તેમજ પર્સનલ ટ્યુશનનો સમય સવારના અગિયાર વાગ્યાથી બાર વાગ્યા સુધીનો હતો.

યુવતી ટ્યુશન ક્લાસિસમાં ગઈ ત્યારે આરોપીએ રેકી અને હિલીંગ દ્વારા શરીરના સાત ચર્કો જાગૃત થાય છે તેવું કહીને યુવતીને “તુમ મુજે અપના ફ્રેન્ડ સમજો પર્સનલ સે પર્સનલ બાત શેર કર શકતી હો” તેમ કહીને રેકીના નામે માથા પર હાથ મૂકીને મંત્ર બોલવાના બહાને શરીરિક અડપલાં કર્યા હતા. આરોપીની હરક્તથી ડરીને વિદ્યાર્થિની ટ્યુશનમાંથી ઘરે આવી ગઈ હતી. આ લંપટ શિક્ષકે અનેક વિદ્યાર્થિનીઓ સાથે આ કૃત્ય કર્યું હોવાની આશકાને લઈને પોલીસે તપાસ શરૂ કરી.

આ પણ વાંચો: Gujarati Video: વડોદરા કોર્પોરેશનની ઘોર બેદરકારી, જાહેર માર્ગ પર બનાવી દીધો ડ્રેનેજનો મેઈન હોલ, હંગામો થતા હવે કરશે સમીક્ષા

યુવતી સાથે છેડતી કરનાર શિક્ષક પ્રકાશ સોલંકીની ચાંદખેડા પોલીસે ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી. આરોપીના ટ્યુશન કલાસીસ અને આજુબાજુના CCTV ફૂટેજ મેળવી તેમજ અન્ય વિદ્યાર્થીઓના નિવેદન લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">