Ahmedabad Crime : હત્યા કોની થઈ તે ખબર નથી પડી પરંતુ હત્યા કરનારા આરોપીઓ પોલીસ સકંજામાં, જાણો આવું કેમ બન્યું?

અમદાવાદમાં અત્યાર સુધી અનેક ગુનાઓ બન્યા છે અને પોલીસ તેને ઉકેલ્યા પણ છે. પરંતુ હાલમાં જે ઘટના બની તે જાણી લોકો પણ વિચારમાં પડી ગયા. કારણ કે, હત્યા કોની થઈ તે ખબર નથી પડી અને હત્યા કરનારા પોલીસ સકંજામાં આવી ગયો. એક પાણીની બોટલ પાછળ હત્યા થઈ, જોકે મૃતક કોણ છે તેની ઓળખ ન થાય  તે માટે અનેક રસ્તાઓ અપનાવ્યા.

Ahmedabad Crime : હત્યા કોની થઈ તે ખબર નથી પડી પરંતુ હત્યા કરનારા આરોપીઓ પોલીસ સકંજામાં, જાણો આવું કેમ બન્યું?
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Sep 05, 2024 | 9:05 PM

અત્યાર સુધી આપણે હત્યાના અનેક કિસ્સાઓ સાંભળ્યા હશે પરંતુ એવું કદી સાંભળ્યું નહીં હોય કે કોઈ વ્યક્તિની હત્યા થઈ હોય તેની ઓળખ થઈ ન હોય તે પહેલા જ આરોપીઓ પોલીસ સકંજામાં આવી ગયા હોય.

સાંભળીને નવાઈ લાગશે પરંતુ આવી હકીકત અમદાવાદમાં બની છે. અમદાવાદમાં થયેલી એક વ્યક્તિની હત્યાના આરોપીઓ પોલીસે પકડી પાડ્યા છે પરંતુ જેની હત્યા થઈ છે તે વ્યક્તિ કોણ છે તેની ઓળખ હજી સુધી પોલીસ કરી શકી નથી.

મોઢું છુંદાયેલી હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો

સામાન્ય રીતે કોઈ વ્યક્તિની હત્યા થઈ હોય તો પોલીસ પહેલા મૃતક વ્યક્તિની ઓળખ કરતી હોય છે, જેના આધારે તેના હતીયારાઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરતી હોય છે, પરંતુ અમદાવાદમાં થોડા દિવસ પહેલા નરોડા પાટિયા વિસ્તાર માંથી નગ્ન હાલતમાં અને મોઢું છુંદાયેલી હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો.

ઘરે જલેબી બનાવવા આ સરળ ટીપ્સનો કરો ઉપયોગ
રોજ સવારે ખાલી પેટે એક ચમચી દેશી ઘી ખાવાથી જાણો શું થાય છે?
Skin Care : ક્યાં વિટામીનની ઉણપને કારણે દાદર થાય છે? જાણો એક્સપર્ટ પાસેથી
આજનું રાશિફળ તારીખ 14-09-2024
આ ખેલાડીઓએ સિક્સર ફટકાર્યા વિના ફટકારી ઘણી સદી
કરોડોની કમાણી કરનાર રોહિત શર્માનો ભાઈ આ ખાસ બિઝનેસ ચલાવે છે

સમગ્ર મામલાની પોલીસને જાણ થતાં પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી. જોકે અલગ અલગ રીતે પોલીસ દ્વારા આ મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા પ્રયત્નો શરૂ કર્યા હતા, પરંતુ હજી સુધી પોલીસ મૃતક વ્યક્તિની ઓળખ કરી શકી નથી.

નસો ઉતર્યા બાદ શંકાસ્પદ વ્યક્તિએ સાચી હકીકત કબૂલી

બીજી તરફ પોલીસે આ યુવકની હત્યા થઈ હોવાની પણ માહિતી મળી હતી જેના આધારે પોલીસે અમુક શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી હતી. જોકે એક શંકાસ્પદ વ્યક્તિ ખૂબ જ નશામાં હોવાને કારણે તેણે જ આ વ્યક્તિની હત્યા કરી હોવાનું કબૂલ કર્યું હતું અને મૃતકનો ફોટો પણ પોલીસને બતાવ્યો હતો. જેના આધારે પોલીસે તપાસ કરતા તે વ્યક્તિ જીવતો નીકળ્યો હતો.

આ સમય દરમ્યાન નસો ઉતર્યા બાદ શંકાસ્પદ વ્યક્તિ પણ સાચી હકીકત કબૂલી તેણે હત્યા નહીં કરી હોવાનું કબૂલ કર્યું હતું. જેથી પોલીસ દ્વારા ફરીથી મૃતક વ્યક્તિની ઓળખ માટેની કામગીરી શરૂ કરી હતી. જે બાદ હત્યાની જગ્યાની આસપાસના વિસ્તારમાં પોલીસે વધુ તપાસ કરતા નજરે જોનારા વ્યક્તિઓ મળી આવ્યા હતા અને જેના આધારે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસ આરોપી સુધી કઈ રીતે પહોંચી

હત્યાના બનાવની વાત કરીએ તો 4 સપ્ટેમ્બરના વહેલી સવારે સરદારનગર પોલીસને માહિતી મળી હતી કે નરોડા પાટિયા પાસે નગ્ન હાલતમાં અને મોઢું છુંદાઈ ગયેલી હાલતમાં એક મૃતદેહ મળ્યો છે. જેના આધારે પોલીસે અલગ અલગ સીસીટીવી તેમજ સ્થાનિકોની પૂછપરછ શરૂ કરી હતી.

જોકે પોલીસને તે વિસ્તાર માંથી પાંચ લોકો એવા મળી આવ્યા હતા કે જેણે આ હત્યા થતી નજર સમક્ષ જોઈ હતી. આ પાંચેય સાક્ષીઓની માહિતીના આધારે પોલીસે મહેન્દ્ર પરમાર ઉર્ફે કાળુ તેમજ અન્ય એક સગીર વયના આરોપીની ધરપકડ કરી છે કે જેઓએ સાથે મળી આ યુવકની હત્યા નીપજાવી હતી.

શા માટે થઈ હત્યા ?

સરદારનગર પોલીસ દ્વારા હત્યા કરવાનું કારણ અંગે પૂછપરછ કરવામાં આવતા જાણવા મળ્યું કે બંને આરોપીઓ અપના ઘર વિસ્તારમાં આવેલા ઘુમ્મટમાં બેઠા હતા ત્યારે મૃતક ત્યાં આવી બંનેની પાણી પીવાની બોટલ ફેંકી દીધી હતી, જેને કારણે ત્રણેય વચ્ચે ઝઘડો થયો હતો. જે ઝઘડો ઉગ્ર બનતા બંને આરોપીઓએ ભેગા મળી મૃતકના કપડાં કાઢી મૃતકે પહેરેલા પેન્ટ દ્વારા તેને ગળે ટૂંકો દઈ ત્યાર બાદ પથ્થરથી માથું છૂંદી નાખ્યું હતું. મૃતકની ઓળખ થઈ શકે નહિ તેમજ પોલીસ પણ આરોપીઓ સુધી પહોંચી શકે નહિ તેને માટે આરોપી મહેન્દ્ર ઉર્ફે કાળુ મૃતકનું ટીશર્ટ પણ લઈને જતો રહ્યો હતો.

મૃતકના પરિવારજનોની શોધખોળ

પોલીસ દ્વારા આરોપીઓની વધુ તપાસમાં સામે આવ્યું છે કે હત્યાને અંજામ આપનાર આરોપીમાંથી સગીર વયનો આરોપી અગાઉ પોકસોના કેસમાં પકડાઈ ચૂક્યો છે. જો કે હવે પોલીસ સમગ્ર કેસના આરોપીઓ પકડાઈ જતા જેનું મૃત્યુ નીપજ્યું છે તેના પરિવારજનોની શોધખોળ કરી રહી છે.

પોલીસ દ્વારા આસપાસના વિસ્તારના લોકો કે જેમના પરિવારમાંથી કોઈ સભ્ય ગુમ થયો હોય તેમની પણ પૂછપરછ શરૂ કરી છે અને ડીએનએ ટેસ્ટ કરાવી મૃતકની ઓળખ કરવાના પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">