Ahmedabad: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બનશે ગુજરાત વિદ્યાપીઠના 12માં કુલપતિ
મહાત્મા ગાંધીજીએ (Mahatma Gandhiji) 1920માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી અને તેઓ આ સંસ્થાના પ્રથમ કુલપતિ હતા. સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ.રાજેન્દ્ર પ્રસાદ આ સંસ્થાના કુલપતિ રહી ચૂક્યા છે. વર્તમાનમાં આ સંસ્થાના કુલપતિ મૅગ્સેસે ઍવૉર્ડ વિજેતા અને સેવા સંસ્થાનાં સ્થાપક ઈલાબહેન ભટ્ટ છે, તેમણે થોડા સમય પહેલાં રાજીનામું આપ્યું હતું.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Governor Acharya Devvrat) અમદાવાદ સ્થિત ગુજરાત વિદ્યાપીઠના (Gujarat Vidyapith ) 12મા કુલપતિ બનશે. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના 1920માં મહાત્મા ગાંધીજીએ કરી હતી. ડીમ્ડ યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠના નીતિ-નિર્માણ એકમે ઇલા ભટ્ટના રાજીનામાને પગલે 4 ઓક્ટોબરે આચાર્ય દેવવ્રતના નામની દરખાસ્ત 12મા કુલપતિ તરીકે કરી હતી. નોંધનીય છે કે વિદ્યાપીઠના કુલપતિ ઇલાબેન ભટ્ટ પોતાની ઉંમરને ધ્યાનમાં રાખતા આ પદ પરથી રાજીનામું આપ્યું હતું. મહાત્મા ગાંધીજીએ (Mahatma Gandhiji) 1920માં ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી અને તેઓ આ સંસ્થાના પ્રથમ કુલપતિ હતા. સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ.રાજેન્દ્ર પ્રસાદ આ સંસ્થાના કુલપતિ રહી ચૂક્યા છે. વર્તમાનમાં આ સંસ્થાના કુલપતિ મૅગ્સેસે ઍવૉર્ડ વિજેતા અને સેવા સંસ્થાનાં સ્થાપક ઈલાબહેન ભટ્ટ છે, તેમણે થોડા સમય પહેલાં રાજીનામું આપ્યું હતું. ઇલાબહેન ભટ્ટની સેવા સંસ્થા દ્વારા મહિલાઓ માટેના વિવિધ કાર્યો કરવામાં આવે છે.
પ્રાકૃતિક ખેતીને મહત્વ આપે છે રાજયપાલ દેવવ્રત આચાર્ય
ગુજરાતમાં વર્તમાન રાજ્યપાલ તરીકેની જવાબદારી સંભાળનારા રાજ્યપાલ(Gujarat Governor) આચાર્ય દેવવ્રતે(Governor Acharya Devvrat) તેમની નિયમિતતા અને શિસ્ત માટે જાણીતા છે તેઓ ગુજરાતના રાજ્યપાલ બન્યા તે અગાઉ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે ફરજ નિભાવી ચૂક્યા છે. તેઓ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે ઝૂંબેશ હાથ ધરી છે. જે હેઠળ ગુજરાતના દોઢ લાખથી વધુ ખેડૂતો ગાય આધારિત ખેતી તરફ વળ્યા છે. તેઓ અગાઉ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે પણ કાર્યરત હતા. હિમાચલ પ્રદેશમાં તેઓ રાજ્યપાલ હતા ત્યારે તેમના પારકૃતિક ખેતી અંગેના પ્રયાસોથી 2 લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાયા હતા.
આચાર્ય દેવવ્રતનો જન્મ 18 જાન્યુઆરી 1959માં પંજાબના સમલ્ખા (હાલના હરિયાણા)માં ખેડૂત પરિવારમાં થયો હતો. નાનપણમાં તેમના માતાપિતાએ તેમનું નામ સુભાષ રાખ્યું હતું. તેઓ શરૂઆતથી જ સ્વામી દયાનંદ સરરસ્વતીના સિદ્ધાંતોથી પ્રભાવિત હતા અને આર્ય સમાજમાં જોડાઈ ગયા હતા. તે તેમના દૈનિક જીવનમાં તેમની પ્રામાણિકતા, શિસ્ત, નિયમિતતા માટે જાણીતા હતા.તેમણે પોતાના અભ્યાસની શરૂઆત બ્રહ્મ મહાવિદ્યાલયના પરિસરથી કરી હતી. આચાર્ય પ્રમોદજી તેમને ગુરુકુળમાં લઈ આવ્યા હતા. આચાર્ય દેવવ્રતે આ પ્રાંગણમાં 16 સંસ્કારોનું શિક્ષણ લીધું હતું.
તેઓએ ઇતિહાસ વિષયની સાથે 1984માં પંજાબ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો. તેઓએ ઇતિહાસ ઉપરાંત તેમણે યોગ વિજ્ઞાન અને નેચરોપેથીમાં ડૉક્ટરેટ કરેલું છે. 1991 માં તેઓ બી.એડ. થયા હતા અને વર્ષ 2000માં ડિપ્લોમા ઇન યોગ તથા 2002માં નેચરોપથી અને યોગ વિજ્ઞાનની ડિગ્રી લીધી હતી.