Ahmedabad: રિવરફ્રન્ટમાં ઉમેરાશે વધુ એક નવલું નજરાણું, જાણો કેવી હશે ક્રુઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ
Ahmedabad: અટલબ્રિજ બાદ રિવરફ્રન્ટ ખાતે લોકોને વધુ એક સુવિધા મળી રહેશે. જેની કામગીરી હાલ પુરજોશ ચાલી રહી છે અને તે છે ક્રુઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ. જે ક્રુઝનું આજે સાબરમતી નદીમાં સફળ લોન્ચિંગ કરી કામ વધુ આગળ ધપાવવામાં આવી રહ્યું છે.
Ahmedabad : રિવરફ્રન્ટ ખાતે દિવસેને દિવસે નવા નજરાણા ઉમેરાઈ રહ્યા છે. તે પછી સી પ્લેન હોય, હેલિપેડ હોય, અટલ બ્રિજ હોય કે અન્ય સુવિધા હોય. અને હવે તેમાં વધુ એક સુવિધા ઉમેરાવા જઈ રહી છે. અને તે છે ક્રુઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ. મળતી માહિતી પ્રમાણે 2011માં આ પ્રોજેકટને લઈને ટેન્ડરિંગ કરાયુ હતું. જોકે તે કેન્સલ થતા બાદમાં પ્રોજેકટ ખોરંભે ચડી ગયો હતો. અમદાવાદના સમાચાર અહીં વાંચો.
પરંતુ, હવે થોડા મહિનાઓ પહેલા તેનું ટેન્ડરિંગ થતા પ્રોજેક્ટની કામગીરી પુરજોશ ચાલી રહી છે. જેમાં વાસણા બેરેજ પાસે રિવર ફ્રન્ટ ખાતે ક્રુઝની બોડી તૈયાર કરાઈ છે. જે બોડી તૈયાર થતા તેને આજે સાબરમતી નદીમાં ઉતારવામાં આવી અને બાદમાં ઇન્ટિરિયર ડિઝાઇન કામ હવે શરૂ કરાશે. જેથી ક્રુઝને નદીમાં લાવવામાં હાલાકી ન પડે.
કેવી હશે ક્રુઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ?
મળતી માહિતી પ્રમાણે ક્રુઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરેન્ટ બે માળની રહેશે. જેમાં પ્રથમ માળ એસી કેબિન અને બીજો માળ ઓપન સ્પેસ રહેશે. જે ક્રુઝમાં એક સાથે 150 લોકો સવાર થઈ શકે તે પ્રકારે તૈયાર કરવામાં આવી રહી છે. જ્યાં મનોરંજનની સુવિધા જેમાં લાઇવ શો, મ્યુઝિકલ પાર્ટી હશે. તેમજ લોકો બર્થ ડે પાર્ટી-ઓફીસ મિટિંગ કે અન્ય ફંક્શન પણ કરી શકશે તેવું પણ આયોજન કરાયું છે. જે ક્રુઝના સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ એક રાઉન્ડ માટે દોઢ કલાક સમય જશે.
જેના માટે આગામી દિવસમાં સરદાર બ્રિજ અને અટલ બ્રિજ વચ્ચે નદીમાં જેટી પણ તૈયાર કરવામાં આવશે. જ્યાંથી લોકો ક્રુઝમાં જઈ શકશે. જેનું કામ અક્ષર ટ્રાવેલ્સને સોંપવામાં આવ્યું છે. જેનો અંદાજ છે કે ક્રુઝના અંદાજે 10 કરોડ જેટલો ખર્ચ થશે. જે ક્રુઝ ચલાવવા કંપની રિવર ફ્રન્ટને વર્ષે 45 લાખ આપશે. જોકે ટિકિટ દર અક્ષર ટ્રાવેલ્સ નક્કી કરશે.
આ પણ વાંચો : Ahmedabad : ઠગ કિરણ પટેલના કોર્ટે 18 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા, ઇવેન્ટ મેનજમેન્ટ માલિક સાથે છેતરપિંડીનો કેસ
ઉલ્લેખનીય છે કે રિવરફ્રન્ટ બન્યો, ત્યારથી રિવરફ્રન્ટ પર બગીચા, ફ્લાવર ગાર્ડન, ઇવેન્ટ સેન્ટર, સાયકલિંગ જેવી સુવિધા ઉભી કરાઈ. બાદમાં સી-પ્લેન, હેલિપેડ અને અટલ બ્રિજ પણ ઉભા કરાયા. જે નવા નજરાણા બન્યા. જોકે તેમાં સી-પ્લેન પ્રોજેકટ સી પ્લેન નહિ હોવાને કારણે ખોરંભે ચડ્યો છે. ત્યારે લોકો પણ આશા રાખી રહ્યા છે કે ક્રુઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરેન્ટ પ્રોજેક્ટ કે જે શરૂ થવામાં 12 વર્ષ લાગ્યા તે પ્રોજકેટ સી-પ્લેનની જેમ ખોરંભે ન ચડે.
આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કેમ કે તંત્ર દ્વારા એપ્રિલ ના પહેલા સપ્તાહમાં ક્રુઝ બોટ શરૂ કરવાની વાત હતી. જોકે હજુ તેનું કામ જ પૂર્ણ થયું નથી. ત્યારે જોવાનું એ રહે છે કે ક્રુઝનું કામ ક્યારે પૂર્ણ થાય છે અને લોકોને નવી સુવિધાનો લાવો લેવાનો મોકો ક્યારે મળે છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…