Ahmedabad: 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની સેવા હવે મોબાઇલ એપ્લિકેશન દ્વારા પણ મળશે

14 વર્ષથી શરુ થયેલી 108 ઇમરજન્સી સેવામાં હાલમાં 800 જેટલી એમ્બ્યુલન્સ રાજ્યવાસીઓને આરોગ્ય સેવા પુરી પાડી રહી છે. આ સેવાને વધુ સારી, પારદર્શક અને ઝડપી બનાવવા હવે 108ની મોબાઇલ એપ્લિકેશન પણ શરુ કરાઇ છે.

Ahmedabad: 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની સેવા હવે મોબાઇલ એપ્લિકેશન દ્વારા પણ મળશે
108 emergency ambulance service
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Dec 24, 2021 | 5:15 PM

જે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ(108 Emergency Ambulance)ની સેવા અત્યાર સુધી માત્ર એક ફોન કોલ કરવાથી મળતી હતી તે જ સેવા હવે ગુજરાતમાં મોબાઇલ એપ્લિકેશન(Mobile application) દ્વારા પણ મળી રહેશે. આરોગ્ય પ્રધાન(Minister of Health) ઋષિકેશ પટેલે 108 સીટીઝન મોબાઇલ એપ્લિકેશનની શરૂઆત કરાવી છે. સાથે જ આરોગ્ય પ્રધાને 15 નવી 108 એમ્બ્યુલન્સને લોક સેવા માટે પણ મુકી છે.

અમદાવાદના નરોડા પાસે આવેલા કઠવાળામાં 108 ઇમરજન્સીની ઓફિસમાં યોજાયેલ એક કાર્યક્રમમાં આરોગ્ય પ્રધાને હાજર રહીને 108 સેવાની એપ્લિકેશન શરૂ કરાવી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં 108 ઇમરજન્સી સેવાના સભ્યો અને અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમ દરમિયાન સફાઈકર્મી પદ્મશ્રી ઈશ્વર પટેલની પુણ્યતિથિએ વૃક્ષારોપણ સાથે કોરોના વોરિયર્સનુ સન્માન કરવામાં આવ્યું હતું.

5 મોડ્યુલ કાર્યરત

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

ગુજરાત 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા થકી તાત્કાલિક આરોગ્ય સારવાર પુરી પાડતુ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ એપ્લિકેશન ડિજીટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરવાના પગલાના ભાગ રૂપે ટેક્નોજીની મદદથી 5 મોડયુલને કાર્યરત કરે છે. આ એપ્લીકેશન દ્વારા સિટીઝન મોડ્યુલ, ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર મોડ્યુલ, પાયલોટ મોડયુલ, ઇમરજન્સી મેડીકલ ટેકનીશીયન મોડ્યુલ અને હોસ્પિટલ મોડ્યુલ કાર્યરત કરાયા છે.

મોબાઇલ એપ્લિકેશનથી શું ફાયદા થશે?

108ની એપ્લીકેશન ઓછા સમયમાં દર્દીને ઝડપથી નજીકની હોસ્પિટલ સુધી પહોંચાડવા અને સારવાર આપવામાં મદદરૂપ બનશે. કોલ સેન્ટરમાં કોલ કર્યા વિના આસપાસના વિસ્તારમાં ઉપલબ્ધ એમ્બ્યુલન્સને પસંદ કરી એપ્લીકેશનથી બોલાવી શકાશે. મોબાઇલ એપ્લીકેશન મારફતે જો કોઇ ઘટના સ્થળેથી કોલ કરે તો કોલ કરનારનુ ચોક્કસ સ્થળ ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર ખાતે તરત જ ગુગલના નકશાના લેટ લોંગ સાથે મળી જશે, જેથી રિસ્પોન્સ સેન્ટરમાં ટેલીફોન ઓપરેટર દ્વારા ઘટના સ્થળ સહિતની માહિતી મેળવવા માટે સમયનો બચાવ થશે.

કોલ કરનાર વ્યક્તિ ઘટના સ્થળે આવી રહેલ 108 એમ્બ્યુલન્સનો પહોંચવાનો અંદાજીત સમય તેમજ ક્યાં પહોંચી છે તેની રીયલ ટાઇમ માહિતી મેળવી શકશે. ઘટનાસ્થળે મદદ માટે આવતી એમ્બ્યુલન્સનું લાઈવ ટ્રેકિંગ કરી શકાશે. 108 મોબાઇલ એપ્લીકેશનના માધ્યમથી કોલ કરનાર વ્યક્તિ ઘટના સ્થળની નજીકમાં આવેલ તમામ સરકારી તેમજ પસંદગીની ખાનગી હોસ્પિટલ અને બ્લડ બેંકની માહિતી મેળવી શકશે, તેમજ ઉપલબ્ધ બ્લડ ગ્રુપની માહિતી પણ જાણી શકશે.

મોટા અકસ્માતોનાં કિસ્સામાં ઘટના સ્થળનાં ફોટોગ્રાફ્સ મોબાઈલ એપ થકી અપલોડ કરી શકાશે, જેથી કમાંડ સેન્ટર પર મોટી ઘટનાની ગંભીરતા અને અસર વિશેની જાણકારી મળી શકશે અને એક કરતા વધુ એમ્બ્યુલન્સની જરૂરીયાત હોય તો તાત્કાલિક વધુ એમ્બ્યુલન્સ મદદ માટે ઘટના સ્થળે મોકલી શકાશે.

14 વર્ષથી પુરી પાડવામાં આવે છે સેવા

14 વર્ષ પહેલા આરોગ્ય લક્ષી સુવિધાને ધ્યાને રાખી સરકારે માનવીય અભિગમ અંતર્ગત 108 સેવા શરૂ કરી હતી. 53 જેટલી એમ્બ્યુલન્સથી શરૂ થયેલી આ સેવા આજે 802 એમ્બ્યુલન્સ થકી આરોગ્ય સેવા પુરી પાડે છે. આ સેવામાં 2 બોટ એમ્બ્યુલન્સનો સમાવેશ થાય છે. સાથે સાથે ‘‘ખિલખિલાટ’’ સેવાથી પ્રસૂતા માતાઓને પણ એમ્બ્યુલન્સ સાથે આ સેવા પુરી પાડવામાં આવી રહી છે.

સેવાનો વ્યાપ અને એમ્બ્યુલન્સના વાહનોની ગુણવતા જળવાઇ રહે તે માટે જુની થયેલ એમ્બ્યુલન્સને બદલવા માટે રાજય સરકાર દ્વારા પ્રતિ વર્ષ 100 નવી એમ્બ્યુલન્સની બજેટમાં જોગવાઇ કરવામાં આવે છે. આ અનુસંધાને જુની થયેલ એમ્બ્યુલન્સને બદલવા માટે તથા નવા એમ્બ્યુલન્સ લોકેશન વધારવા માટે નવી એમ્બ્યુલન્સનુ 108 ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, કઠવાડામાં લોકાર્પણ કરવામાં આવ્યુ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રદાન ઋષિકેશ પટેલે રિપ્લેસ કરવામાં આવનાર 75 એમ્બ્યુલન્સ પૈકીની 15 એમ્બ્યુલન્સને ફ્લેગ ઓફ કર્યુ હતુ.

કાર્યક્રમ પહેલા આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે 108 કેમ્પસ અને ઓફિસની મુલાકાત લઈને બાદમાં 108 ઇમરજન્સી અધિકારીને 108 સેન્ટર પર ટેકનોલોજી પર ભાર મુકવા સૂચન કર્યું હતુ. વર્ષ 2021-22 માટે કાર્યરત કુલ 624 એમ્બ્યુલન્સ સાથે વધારાની નવી 176 એમ્બ્યુલન્સનો ઉમેરો થતાં જુની થયેલી 75 એમ્બ્યુલન્સ બદલવામાં આવશે. હાલ તેમાં 15 એમ્બ્યુલન્સનો ઉમેરો થયો છે. આમ કુલ એમ્બ્યુલન્સની સંખ્યા 800 છે.

રાજ્યના ખૂણે ખૂણે મળી રહી છે સેવા

29 ઓગસ્ટ, ૨૦૦૭થી ૧૦૮નો પ્રારંભ થયો ત્યારે સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય આવી સેવા શરૂ કરનાર બીજું રાજ્ય હતું. અગાઉ માત્ર હોસ્પિટલ કે ટ્રસ્ટની એમ્બ્યુલન્સ દ્વારા જ દર્દીઓને હોસ્પિટલ પહોંચાડતા હતા, પણ આજે રાજ્યના ખૂણે-ખૂણે ગણતરીની મિનિટોમાં જ એમ્બ્યુલન્સ સેવા મળી રહી છે. 108 એમ્બ્યુલન્સમાં અદ્યતન મેડીકલ સાધનો, દવાઓ, વેન્ટીલેટર મશીન અને તેની સાથે ટેકનોલોજીનો સમન્વય કર્યો છે. તેનો સીધો લાભ કટોકટીની પળોમાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને મળે છે.

૧૦૮ સેવાના અસરકારક અમલીકરણ માટે ૧ જુલાઇ ૨૦૧૦ ના રોજ રાજય સરકાર દ્વારા હાઈટેક ટેકનોલોજીથી સુસજજ ૧૫ એકર જેટલા વિશાળ વિસ્તારમાં ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર નરોડા, અમદાવાદ ખાતે કાર્યરત કરવામા આવ્યું. જે રાજય સરકારની ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા દ્વારા દરરોજ સરેરાશ ૩૫૦૦ જેટલા દર્દીઓને કટોકટીના સમયે હોસ્પિટલ સુધી પહોચાડવાની નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે.

૧૦૮ નંબર પર આવેલા ૯૫% જેટલા ફોન કોલને પ્રથમ બે રિંગમાંજ પ્રતિસાદ આપવામાં આવે છે. જે આંતરરાષ્ટ્રીય સ્તર અને ધોરણ કરતાં પણ વધુ સારી ગુણવતા છે. તો દર ૨૪ સેકન્ડે એક ૧૦૮ એમ્બ્યુલન્સ ઇમરજન્સી કેસને પ્રતિસાદ આપવા માટે રવાના થાય છે.

આ પણ વાંચો – Ahmedabad : મેમદપૂરા ક્રોસિંગ બ્રિજ તૂટવાનો કેસ, શહેરી વિકાસ સચિવની અધ્યક્ષતામાં તપાસ સમિતિની રચનાની CMની જાહેરાત

આ પણ વાંચો –Surat: શતાબ્દી ટ્રેનને ગાંધીનગર સુધી લંબાવાઇ, સાંસદ દર્શના જરદોશ અને પાટીલે ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
g clip-path="url(#clip0_868_265)">