AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : મેમદપૂરા ક્રોસિંગ બ્રિજ તૂટવાનો કેસ, શહેરી વિકાસ સચિવની અધ્યક્ષતામાં તપાસ સમિતિની રચનાની CMની જાહેરાત

આ તપાસ સમિતી દુર્ઘટના થવાના કારણો, નુકશાનીની વિગતો તથા નિર્માણ કાર્યને લગતી કામગીરીની ક્ષતિ-બેદરકારીની તપાસ કરશે.એટલું જ નહિ, ભવિષ્યમાં આવા બનાવો ના બને તે માટેના સુધારાત્મક પગલાંઓ સૂચવશે. તપાસ સમિતિએ પોતાનો પ્રાથમિક અહેવાલ ૩૦ દિવસમાં રાજ્ય સરકારને સુપરત કરવાનો રહેશે.

Ahmedabad : મેમદપૂરા ક્રોસિંગ બ્રિજ તૂટવાનો કેસ, શહેરી વિકાસ સચિવની અધ્યક્ષતામાં તપાસ સમિતિની રચનાની CMની જાહેરાત
Bridge collapse case (ફાઇલ ફોટો)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 3:13 PM
Share

Ahmedabad : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સરદાર પટેલ રીંગ રોડ ઉપર મેમદપૂરા રોડ ક્રોસીંગ પરના બ્રીજના બોપલ સનાથલ તરફ જતા એક બોક્ષ ગર્ડરના અચાનક તૂટી પડવા અંગેની દુર્ઘટનાની ગંભીરતા ધ્યાને લઇ ઘટનાની તપાસ માટે ઉચ્ચ કક્ષાની તપાસ સમિતીની રચનાની જાહેરાત કરી છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ સચિવ  લોચન સહેરાની અધ્યક્ષતામાં આ તપાસ સમિતીમાં અન્ય ૪ સભ્યોની પણ સેવાઓ જરૂરીયાત મુજબ લઇ શકાશે.

આ તપાસ સમિતી દુર્ઘટના થવાના કારણો, નુકશાનીની વિગતો તથા નિર્માણ કાર્યને લગતી કામગીરીની ક્ષતિ-બેદરકારીની તપાસ કરશે.એટલું જ નહિ, ભવિષ્યમાં આવા બનાવો ના બને તે માટેના સુધારાત્મક પગલાંઓ સૂચવશે. તપાસ સમિતિએ પોતાનો પ્રાથમિક અહેવાલ ૩૦ દિવસમાં રાજ્ય સરકારને સુપરત કરવાનો રહેશે.

આ તપાસ સમિતિમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મુખ્ય ઇજનેર, માર્ગ અને મકાન વિભાગના ડિઝાઇન સર્કલના મુખ્ય અથવા અધિક્ષક ઇજનેર, GERI વડોદરાના એક પ્રતિનિધિ તેમજ ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીના એક પ્રતિનિધિની સેવાઓ જરૂર જણાયે લેવામાં આવશે તેમ પણ ઠરાવવામાં આવ્યું છે.

શું છે સમગ્ર ઘટના ?

બુધવારે અમદાવાદમાં(Ahmedabad) સરદાર પટેલ રિંગ રોડ (SP Ring road) પર નવા બની રહેલા બ્રિજનો વચ્ચેનો ભાગ તૂટી પડ્યો હતો . જેને પગલે કોંગ્રેસ (Congress) નેતા અર્જુન મોઢવાડિયાએ (Arjun Modhwadia) તંત્ર પર આક્ષેપ કર્યા છે. તેમજ કહ્યું કે આ અંગે કાયદેસરની પોલીસ ફરિયાદ કરીને તપાસ હાથ ધરવી જોઇએ . તેમજ આ નબળા કામ માટે જવાબદાર એવા લોકો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવી જોઇએ. તેમજ આવા કેસમાં સંડોવાયેલા લોકોને સખત સજા કરી શકાય તેવો કાયદો વિધાનસભામાં લાવવો જોઇએ.

તો આ બ્રિજને લઈને ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. મળેલી માહિતી અનુસાર મહત્વનું છે કે ઔડા દ્વારા રણજિત બિલ્ડકોનને (Ranjit Buildcon) બ્રિજનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જ્યારે DELF કન્સલ્ટીંગ એન્જિનિયર્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમીટેડ કંપની બ્રિજની ડિઝાઈન તૈયાર કરી હતી.

જ્યારે કોન્ટ્રાક્ટ અપાયો ત્યારે 30 મહિનામાં જ બ્રિજનું કામ પૂર્ણ કરી આપવાની જવાબદારી નિર્ધારિત કરાઈ હતી. જે મુજબ આ કામ 4 સપ્ટેમ્બર 2021 સુધીમાં પૂર્ણ થઈ જવું જોઈતું હતું. પરંતુ કામ હજુ ચાલું હતું અને ફેબ્રુઆરીમાં તેનું લોકાર્પણ થવાનું હતું. ટેન્ડર મુજબ બ્રિજ બનાવવાનો ખર્ચ 78.48 કરોડ નિર્ધારિત કરાયો હતો. જ્યારે બ્રિજ બનાવવાની અંદાજિત કિંમત રૂપિયા 66.79 કરોડથી વધુ નિર્ધારિત કરાઈ હતી.

Follow Us
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video
સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન
વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો
વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો
ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં
ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં
અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, વનવિભાગે શરૂ કરી ઊંડી તપાસ
અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, વનવિભાગે શરૂ કરી ઊંડી તપાસ
આગામી 8થી 10 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત
આગામી 8થી 10 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત
g clip-path="url(#clip0_868_265)">