Yummy Recipes : જુઓ કઇ રીતે બને છે સુરતની ખાસ ચટાકેદાર Aloo puri

વિવિધ ચટણીઓનો ઉપયોગ કરાયેલ હોવાથી તેનો ટેસ્ટ વધુ સ્વાદિષ્ટ અને મજેદાર લાગશે. ખાસ કરીને બાળકોને આ સુરતી આલું પૂરી બહુ જ પસંદ પડશે.

Yummy Recipes : જુઓ કઇ રીતે બને છે સુરતની ખાસ ચટાકેદાર Aloo puri
સુરતી આલુ પુરી
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Apr 24, 2021 | 6:24 PM

હાલમાં કોરોનાને કારણે લૉકડાઉન જેવી સ્થિતી છે. આવી મહામારીના સમયે બહારનું ખાવુ તમારા સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી તેવામાં તમે ઘરે જ સારા સારા વ્યંજન બનાવીને તામારા પરિવારને પિરસી શકો છો. તો આવો આજે જોઇએ સુરતની પ્રખ્યાત ચટાકેદાર આલુ પૂરી કઇ રીતે તમે ઘરે બનાવી શકો છો.

સુરતી આલું પૂરી (Surti Aloo Puri) એ સુરતની પ્રખ્યાત ફાસ્ટ ફૂડ વાનગી છે. આ વાનગી બનાવવાની રીત ખુબ જ સરળ ઉપરાંત ઝડપી છે. આપ સુરતની આ પ્રખ્યાત વાનગી ઘર પર ખુબ જ સરળતાથી અને ઝડપથી બનાવી શકો છો. સુરતી આલું પૂરી આપ નાસ્તા સમયે આપના પરિવારજનો અને બાળકોને સર્વ કરી શકો છો. આ વાનગીમાં અલગ અલગ ચટણીઓનો ઉપયોગ કરાયેલ હોવાથી તેનો ટેસ્ટ વધુ સ્વાદિષ્ટ અને મજેદાર લાગશે. ખાસ કરીને બાળકોને આ સુરતી આલું પૂરી બહુ જ પસંદ પડશે. આપ તેઓને કોઈ પણ સમયે આ વાનગી બનાવીને ઝડપથી સર્વ કરી શકો છો.

સુરતી આલું પૂરી ( Aloo Puri) બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ

૫૦ ગ્રામ બાફેલ વટાણા (green peas)

શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ

૨ ચમચી સમારેલ ડુંગળી (onion)

૨ ચમચી સમારેલ ટામેટા (tomatoes)

૧ ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ (ginger-garlic-chili paste)

૧/૪ ચમચી હળદર પાવડર (turmeric powder)

૧/૪ ચમચી લાલ મરચું પાવડર (red chili powder)

૧/૮ ચમચી ગરમ મસાલો (garam masala)

નમક સ્વાદ અનુસાર (salt)

૧ ચમચી તેલ (oil)

પૂરી માટેની સામગ્રીઓ:

૧/૨ કપ મેંદાનો લોટ (all purpose flour)

૧/૨ કપ ઘઉંનો લોટ (wheat flour)

નમક સ્વાદ અનુસાર (salt)

૧ ચમચી તેલ (oil)

તળવા માટે તેલ (oil)

કોકમ ચટની માટેની સામગ્રીઓ:

૩ ચમચી કોકમ (kokum)

૨ ચમચી ગોળ (jiggery)

નમક સ્વાદ અનુસાર (salt)

લીલી ચટની માટેની સામગ્રીઓ:

૫-૬ લીલી મરચી (green chilies)

નમક સ્વાદ અનુસાર (salt)

૧/૨ ચમચી લીંબુનો રસ (lemon juice)

અન્ય સામગ્રીઓ:

થોડી ઝીણી સમારેલ ડુંગળી (onion)

થોડી બેસન સેવ (besan sev)

ચાટ મસાલો (chaat masala)

સુરતી આલું પૂરી (Quick Surti Aloo Puri) બનાવવાની રીત:

  • કોકમ ચટની બનાવવા માટે સૌ પ્રથમ કોકમને નવશેકા પાણીમાં ૫ મિનીટ સુધી પલાળો. ૫ મિનીટ બાદ તેને મિક્ષરના જારમાં નાંખી, તેમાં ૨-૩ ચમચી જેટલો ગોળ અને મીઠું ઉમેરી, સરખી રીતે બ્લેન્ડ કરી લો. આ રીતે કોકમ ચટની તૈયાર થઇ જશે.
  • હવે લીલી ચટની બનાવવા માટે સૌ પ્રથમ લીલા મરચા, ધાણા, લીંબુનો રસ, નમક, ૧ ચમચી જેટલું પાણી મિક્ષરના જારમાં નાંખી બ્લેન્ડ કરી લો.
  • હવે પૂરી બનાવવા માટે મેંદાના લોટને એક બાઉલમાં લઇ તેમાં ઘઉંનો લોટ, નમક અને તેલ ઉમેરી મિક્ષ કરી લો. હવે તેમાં જરૂર અનુસાર પાણી ઉમેરી લોટ બાંધી લો અને તેને ૫ મિનીટ માટે એકબાજુ મૂકી દો.
  • હવે કડાઈમાં તેલ ગરમ કરી, બાંધેલા લોટમાંથી પૂરી વણી લો. આ પૂરી ને ગરમ તેલમાં તળી લો. ત્યારબાદ રગડો બનાવવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરી, જયારે તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં ડુંગળી નાંખી તે સોફ્ટ બને ત્યાં સુધી પકાવો. હવે તેમાં ટામેટા નાંખી તે સોફ્ટ બને ત્યાં સુધી પકાવો. હવે તેમાં આદું-લસણ-મરચાંની પેસ્ટ નાંખી થોડી વાર સાંતળો. હવે તેમાં નમક, હળદર પાવડર, લાલ મરચું પાવડર, બાફેલા લીલા વટાણા, થોડું પાણી ઉમેરી બધાજ મસાલાઓ મિક્ષ કરી લો.
  • લીલા વટાણાને સ્મેશરની મદદથી સ્મેશ કરી તેને ૫ મિનીટ સુધી પકાઓ. ૫ મિનીટ બાદ ગેસ બંધ કરી દો. હવે રગડો પણ તૈયાર છે.
  • હવે સૌ પ્રથમ પ્લેટમાં પૂરી લઇ, દરેક પુર પર રગડો નાખો. ત્યારબાદ તેના પર કોકમ ચટની અને લીલી ચટની નાખો. હવે તેના પર થોડો ચાટ મસાલો છાંટો. અને તેના પર ડુંગળી અને સેવ મૂકી સુરતી આલું પૂરી સર્વ કરો.

PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
g clip-path="url(#clip0_868_265)">