વિક્રાંત મેસ્સીએ મંગેતર શીતલ સાથે ફોટો શેર કર્યો તો ફેન્સે પાઠવી દીધી લગ્નની શુભેચ્છા
વેબ સિરીઝ મીરઝાપુરમાં બબલુ પંડિતની ભૂમિકા નિભાવનારા અભિનેતા વિક્રાંત મેસ્સીએ, પોતાની મંગેતર શીતલનો ફોટો શેર કરતા ફેન્સે લગ્નની શુભેચ્છાઓ પાઠવી દીધી.
વેબ સિરીઝ મીરઝાપુરમાં બબલુ પંડિતની ભૂમિકા નિભાવનારા અભિનેતા વિક્રાંત મેસ્સીએ શીતલ ઠાકુર સાથે સગાઇ અગાઉ થઇ ચુકી છે. તાજેતરમાં તેણે મંગેતર શીતલ સાથે પૂજાની એક તસવીર શેર કરી છે. આ બાદ ફેન્સ લગ્નની શુભેચ્છાઓ પાઠવવા લાગ્યા હતા. ત્યારે વિક્રાંતે લખ્યું કે અત્યારે વિશ ના કરશો. વિક્રાંતના મિત્રોની કોમેન્ટથી જાણવા માળ્યું છે કે તસ્વીરો વિક્રાંતના ગ્રહ પ્રવેશની છે.
View this post on Instagram
ગુરુવારે વિક્રાંતે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં તે મંગેતર શીતલ ઠાકુર સાથે પૂજા કરતા જોવા મળી રહ્યો છે. બંને પરંપરાગત રીતે પૂજા કરી રહ્યા છે. તસ્વીર સાથે મેસ્સીએ લખ્યું – તેના મનપસંદ મોદક અને અર્ધનગિની સાથે. આ સાથે તેને ખાસ નોંધમાં લખ્યું – હજી સુધી લગ્ન નથી કર્યા. કૃપા કરીને તમારી શુભેચ્છાઓ બચાવીને રાખો. ઘણા સેલેબ્સે આ ફોટા પર પ્રતિક્રિયા આપી છે. કૃતિ ખરબંદાએ લખ્યું ‘અભિનંદન. તમારા બંનેને ઘણો પ્રેમ અને સકારાત્મક એનર્જી મોકલી રહી છું.’ વિક્રાંત કૃતિ સાથે 14 ફેરે ફિલ્મમાં કામ કરી રહ્યો છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે વિક્રાંતે નવું ઘર લેવા વિષે જણાવ્યું હતું. તેણે શીતલ સાથે નવા ફ્લેટમાં તસવીર પોસ્ટ કરીને લખ્યું હતું- મારું ઘર. તે સમયે આ ફ્લેટનું નિર્માણ ચાલી રહ્યું હતું. વિક્રાંત 14 ફેરે સંતોષ શિવાનની ફિલ્મ મુંબઇકરમાં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તે વિજય સેતુપતિ, રણવીર શોરી, સંજય મિશ્રા, સચિન ખડેકર જેવા કલાકારો સાથે સ્ક્રીન પર જોવા મળશે.