સુનીલ શેટ્ટીએ જમાઈ કે.એલ રાહુલને જન્મદિવસની પાઠવી શુભકામના, જુઓ ફોટો
સુનીલ શેટ્ટીના જમાઈ કે.એલ રાહુલ 18 એપ્રિલના રોજ પોતાનો 32મો જન્મદિવસ મનાવી રહ્યો છે. આ વચ્ચે સુનીલ શેટ્ટીએ પોતાની દિકરી આથિયા શેટ્ટીના પતિ કે.એલ રાહુલનો ફોટો શેર કર્યો છે.
કે.એલ રાહુલ આજે 18 એપ્રિલના રોજ 32મો જન્મદિવસ મનાવી રહ્યો છે. આ તકે તેના સસરા અને અભિનેતા સુનીલ શેટ્ટીએ તેના ખાસ અંદાજમાં જન્મદિવસની શુભકામના પાઠવી છે. સુનીલ શેટ્ટીએ એક ફોટો શેર કર્યો છે. જેમાં તે પોતાના દિકરા અને જમાઈ કે.એલ રાહુલની સાથે જોવા મળી રહ્યો છે. આ પોસ્ટને શેર કરતા અભિનેતાએ જમાઈ કે.એલ રાહુલ સાથેના પોતાના સંબંધને લઈને પણ વાત કરી છે. તો લખનૌ સુપર જાયન્ટસના કેપ્ટન કે.એલ રાહુલની પત્ની આથિયા શેટ્ટીએ પણ રોમેન્ટિક અંદાજમાં પતિને બર્થ ડે પર શુભકામના પાઠવી છે.
જમાઈ માટે એક લાઈન લખી
સુનીલ શેટ્ટીએ સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કર્યો છે. જેમાં જમાઈ માટે એક લાઈન પણ લખી છે અને ફિલ્મી સ્ટાઈલમાં વિશ કર્યું છે. આ ફોટોમાં સુનીલ શેટ્ટી ,અહાન શેટ્ટી અને કે.એલ રાહુલ સોફા પર આરામ કરતા જોવા મળી રહ્યા છે. ત્રણેય કેઝુઅલ લુકમાં જોવા મળી રહ્યા છે. પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા લખ્યું એ જરુરી નથી કે, આપણી લાઈફમાં શું થઈ રહ્યું છે પરંતુ એ જરુરી છે કે, આપણી લાઈફમાં કોણ છે. હું ખુશનસીબ છું કે તમે મારા જમાઈ છો. મારી પાસે કોઈ એવા શબ્દો નથી, જેનાથી હું એ કહી શકું કે, આપણા બંન્નેનું કનેક્શ શું છે જન્મદિવસની શુભકામના રાહુલ…. લવ યુ બેટા.
View this post on Instagram
કેએલ રાહુલનું પૂરું નામ કન્નૌર લોકેશ રાહુલ
તમને જણાવી દઈએ કે, કેએલ રાહુલનું પૂરું નામ કન્નૌર લોકેશ રાહુલ છે. ભારત માટે, કેએલ રાહુલે 2014માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ક્રિકેટમાં અને 2016માં ઝિમ્બાબ્વે સામે ODI અને T20 ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. જો આપણે સુનીલ શેટ્ટીના જમાઈ કેએલ રાહુલ વિશે વાત કરીએ તો તે હાલમાં આઈપીએલ 2024માં લખનૌ સુપર જાયન્ટ્સ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે.
આ પણ વાંચો : IPLની વચ્ચે CSKને લાગ્યો ઝટકો, આ ખેલાડીઓ આખી સિઝનમાંથી બહાર જુઓ ફોટો