શા માટે છુપાવામા આવે છે રેપિસ્ટનો ચહેરો… કોલકાતા રેપ કેસ પર પ્રીતિ ઝિન્ટા થઈ ગુસ્સે, હૃતિક રોશન-જેનેલિયાએ પણ ઉઠાવ્યો અવાજ

કોલકાતાની સરકારી હોસ્પિટલમાં લેડી ડોક્ટર પર રેપ અને હત્યાની ઘટનાને પગલે સમગ્ર દેશમાં ગુસ્સાનું વાતાવરણ છે. જ્યાં એક તરફ ડોક્ટરો વિવિધ જગ્યાએ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તો બીજી તરફ બોલિવૂડ સેલેબ્સે આ મામલાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. આ દરમિયાન તેણે ન્યાય માટે અપીલ કરી છે.

શા માટે છુપાવામા આવે છે રેપિસ્ટનો ચહેરો... કોલકાતા રેપ કેસ પર પ્રીતિ ઝિન્ટા થઈ ગુસ્સે, હૃતિક રોશન-જેનેલિયાએ પણ ઉઠાવ્યો અવાજ
kolkata rg car hospital rape murder case
Follow Us:
| Updated on: Aug 16, 2024 | 6:50 AM

કોલકાતાની સરકારી હોસ્પિટલમાં લેડી ડોક્ટર સાથે થયેલી બર્બરતા બાદ દેશભરમાં આક્રોશનો માહોલ છે. આ દુર્ઘટનાથી સામાન્ય લોકો જ નહીં પરંતુ ફિલ્મ સ્ટાર્સને પણ આંચકો લાગ્યો છે. સેલેબ્સે દેશની મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે. હાલમાં જ આલિયા ભટ્ટે પણ એક પોસ્ટ શેર કરીને આ મામલે પોતાનો અવાજ ઉઠાવ્યો હતો.

બોલિવુડ સેલેબ્સે નિરાશા કરી વ્યક્ત

અભિનેત્રીએ કહ્યું કે, નિર્ભયા કેસ પછી પણ કેવી રીતે મહિલાઓ પર અત્યાચાર ઓછો નથી થઈ રહ્યો. આ સાથે એક ચોંકાવનારો ડેટા પણ શેર કરવામાં આવ્યો હતો. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો રિપોર્ટ 2022ના ડેટામાં છોકરીઓ સામેના ગુનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ પ્રીતિ ઝિન્ટા, સામંથા રૂથ પ્રભુ, જેનેલિયા ડિસોઝા, કૃતિ સેનન અને રિતિક રોશને આ મામલે નિરાશા વ્યક્ત કરી છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

આ રહી બોલિવુડ સેલેબ્સની ટ્વીટ

તાજેતરમાં જેનેલિયા ડિસોઝાએ X પર ટ્વિટ કરીને લખ્યું: રાક્ષસોને ફાંસી આપવી જોઈએ. એ છોકરીએ શું સહન કરવું પડ્યું એ વાંચીને મારું હૃદય કંપી ઊઠ્યું. એક મહિલા, એક જીવન રક્ષક કે જે ફરજ પર હતી. સેમિનાર હોલમાં આનો સામનો કરવો પડ્યો. હું કલ્પના પણ કરી શકતી નથી કે તેણે આનો કેવી રીતે સામનો કર્યો હશે.

(Credit Source : @geneliad)

રિતિક રોશને પણ કોલકાતાની ઘટના અંગે ટ્વિટ કર્યું હતું. તે લખે છે કે: હા, આપણે એવા સમાજમાં વિકાસ કરવાની જરૂર છે જ્યાં દરેક વ્યક્તિ સમાન રીતે સુરક્ષિત અનુભવે. પરંતુ આમાં દાયકાઓ લાગશે. આશા છે કે આપણા પુત્રો અને પુત્રીઓને સશક્ત કરીને જ આ શક્ય બનશે. આવનારી પેઢીઓ સારી રહેશે. આપણે ત્યાં પહોંચી જઈશું. પણ તેની વચ્ચે શું-શું થશે? આને રોકવા માટે સજા આપવી પડશે જે એટલી ગંભીર હોવી જોઈએ કે તે આવા ગુનેગારોમાં ભય પેદા કરે. આ આપણે કરવું જોઈએ. કદાચ?

(Credit Source : @iHrithik)

સ્વતંત્રતા દિવસના અવસર પર પ્રીતિ ઝિન્ટાએ પણ કોલકાતા રેપ વિશે લખ્યું: આપણે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છીએ. આ ચૂંટણીમાં મહિલાઓ અને પુરૂષોએ મળીને 66 ટકા મતદાન કર્યું હતું. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આગામી ચૂંટણીમાં મહિલાઓ મતદાનના મામલે પુરુષોને પાછળ છોડી દેશે.

(Credit Source : @realpreityzinta)

તેણે લખ્યું છે કે: જ્યારે કોઈપણ રેપિસ્ટનો ચહેરો છુપાવવામાં આવે છે અને પછી તેની ધરપકડ કરવામાં આવે છે ત્યારે તે હૃદયને દુઃખ પહોંચાડે છે. જો કોઈએ રેપનો ગુનો કર્યો હોય તો તેનું નામ અને ચહેરો મીડિયાને બતાવવો જોઈએ. જ્યારે સ્ત્રીઓએ તેમનું સન્માન ગુમાવ્યું છે, ત્યારે કોઈએ તેની પરવા કરી નહીં. જ્યાં સુધી તે તમારી સાથે ન થાય ત્યાં સુધી તમને ખબર નહીં પડે..

View this post on Instagram

A post shared by Kriti (@kritisanon)

(Credit Source : Kriti insta page)

કૃતિ સેનને પણ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું અને લખ્યું: આજે શુભેચ્છા આપવાનું મન નથી થયું.

g clip-path="url(#clip0_868_265)">