અભિનેત્રી જાન્હવી કપૂરે અમીરપેટના અંજનેયા સ્વામી મંદિરની મુલાકાત લીધી, જુઓ વીડિયો

અવારનવાર તિરુપતિ મંદિરમાં દર્શન માટે જતી બોલવિુડ અભિનેત્રી જાહ્નવી કપૂર ઉજ્જૈન મહાકાળ અને કેદારનાથ મહાદેવના પણ દર્શન કરવા જોવા મળે છે. આ વખતે અભિનેત્રી હનુમાન મંદિરે પૂજા કરી હતી.

અભિનેત્રી જાન્હવી કપૂરે અમીરપેટના અંજનેયા સ્વામી મંદિરની મુલાકાત લીધી, જુઓ વીડિયો
Follow Us:
| Updated on: Nov 07, 2024 | 3:29 PM

હંમેશા તિરુપતિ મંદિરમાં દર્શન કરવા જતી બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર હૈદરાબાદના હનુમાન મંદિરની પૂજા કરી હતી. બોલિવુડ અભિનેત્રી આરઆરઆર સ્ટાર રામ ચરણ સાથે એક ફિલ્મના શૂટિંગ માટે હૈદરાબાદ આવી હતી. અને તેમણે હનુમાન મંદિરમાં પૂજા કરી હતી, અમીરપેટના અંજનેયા સ્વામી મંદિરની મુલાકાત લીધી,પુજારીએ અભિનેત્રીને વિશેષ પૂજા કરાવી હતી અને આશીર્વાદ પણ આપ્યા હતા. જાહ્નવી કપૂર ખુબ જ ધાર્મિક છે. તે અવારનવાર મંદિરોમાં દર્શન કરતી જોવા મળે છે.

જાહ્નવી કપૂરે દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દિકરી છે,ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનેક હિટ ફિલ્મો આપી ચૂકી છે. ખૂબ જ ઓછા સમયમાં તેણે પોતાની એક ખાસ ઓળખ મેળવી લીધી. એક તરફ ગ્લેમરસ ભૂમિકાઓ ભજવતી અભિનેત્રી ખુબ ધાર્મિક પણ છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

જાહ્નવી કપૂરે પૂજા પાઠ કર્યા

એવી પણ ચર્ચા થઈ રહી છે કે,જાન્હવી નાની અને નાગા ચૈતન્યના આગામી પ્રોજેક્ટમાં કામ કરશે. ફિલ્મો સિવાય જાહ્નવીમાં ઘણી ભક્તિમય છે. તેથી જ તેની માતાના જન્મ દિવસે પણ મંદિરની મુલાકાત લીધી હતી. અભિનેત્રી તેલુગુ ફિલ્મ દેવરા પાર્ટ 1માં કામ કર્યું છે અને તેલુગુ ચાહકોમાં ખુબ લોકપ્રિય પણ બની છે. જાહ્નવી કપૂર પૂજા પાઠમાં પણ ખુબ વિશ્વાસ રાખે છે. તે વરુણ ધવનની સાથે ધર્મા પ્રોડક્શનની સની સંસ્કારીની તુલસી કુમારીમાં પણ જોવા મળશે.

જાહ્નવી કપૂર હૈદરાબાદ પહોંચી

જાહ્નવી કપૂરની માતા શ્રીદેવીની માતૃભાષા તેલુગુ છે. જેના કારણે તેમને તેલુગુ સાથે થોડો લગાવ વધારે છે. તમને જણાવી દઈએ કે, દિવગંત અભિનેત્રી જાહ્નવી કપૂરે પોતાના કરિયરની શરુઆત તેલુગુ ફિલ્મથી કરી હતી. જાહ્નવી હાલ પોતાની માતાના રસ્તા પર ચાલી રહી છે. અભિનેત્રીની સુંદરતાના વખાણ પણ તેની માતા સાથે કરવામાં આવે છે.બી ટાઉનથી હવે ટોલીવુડ અભિનેત્રી જાહ્નવી કૂપર હૈદરાબાદમાં છએ. તેમણે હનુમાન મંદિરમાં દર્શન કર્યા હતા. આ સિવાય તેમણે ખાસ પૂજા પણ કરી હતી. તે પોતાની અપકમિંગ ફિલ્મને લઈ હૈદરાબાદ પહોંચી હતી.

તમને જણાવી દઈએ કે, બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરના ચાહકો મોટી સંખ્યામાં છે.

g clip-path="url(#clip0_868_265)">