સ્વરા ભાસ્કરે જન્મદિવસ પર પતિ ફહદને ફરીથી કહ્યું ભાઈ, લખ્યું – ખુશી છે કે…
સ્વરા ભાસ્કરે તેના પતિ ફહદ અહમદ માટે જન્મદિવસનો સુંદર મેસેજ આપ્યો છે. પરંતુ તેમાં કંઈક એવું લખ્યું છે કે લોકોને તેનું જૂનું ટ્વિટ યાદ આવી ગયું. સ્વરાએ એક સુંદર મોન્ટેજ પણ પોસ્ટ કર્યો છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ તે આ કરવાથી તે ટ્રોલ થઈ ચુકી છે.
સ્વરા ભાસ્કરના લગ્નને એક વર્ષ થવા જઈ રહ્યું છે. હાલમાં તે મધરહુડ એન્જોય કરી રહી છે. આજે તેના પતિ ફહદ અહમદનો જન્મદિવસ છે અને સ્વરાએ તેને વિશ કર્યું છે. સ્વરાએ ફહદને પ્રેમભર્યા મેસેજ સાથે શુભેચ્છા પાઠવી છે. લાસ્ટમાં કંઈક લખ્યું છે જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે. તેણે મેસેજની શરૂઆત ‘જાન’થી કરી છે અને અંતે તેણે ‘ભાઈ’ લખ્યું છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ તે આ કરવાથી તે ટ્રોલ થઈ ચુકી છે.
સ્વરા થઈ ટ્રોલ
સ્વરાએ ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર ફહદનું મોન્ટેજ અપલોડ કર્યું છે. આમાં તે પતિ સાથે રોમેન્ટિક મોમેન્ટમાં જોવા મળી રહી છે. સ્વરાએ મેસેજ લખ્યો છે, હેપ્પી બર્થડે જાન. હું બહુ ખુશ છું કે તું મારી છે અને રાબુ તારી છે. ભગવાન કરે તમને હંમેશા હસવાનું કારણ મળે, એ સ્માઈલ મારો દિવસ બનાવે છે. તમારો કોન્ફિડેન્સ હંમેશા સાચો સાબિત થાય. અને હા, ભાઈનો સ્વેગ આવો જ રહે.
જુઓ સ્વરા ભાસ્કરની ટ્વીટ
Happy happy birthday @FahadZirarAhmad ! I’m so glad you are mine and Raabu is ours! May you always have reason to smile that smile which brightens my day and may your confidence always be proved right. ❣️ Aur haan, Bhai ka swag barkaraar rahey pic.twitter.com/HLoO5k0jWL
— Swara Bhasker (@ReallySwara) February 1, 2024
લગ્ન પછી વાયરલ થઈ જૂની ટ્વિટ
તમને જણાવી દઈએ કે સ્વરા ભાસ્કરે લગ્ન પહેલા ફહદને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, ભાઈનો સ્વેગ આવો જ રહે. જ્યારે તેઓના લગ્ન થયા ત્યારે ઘણા લોકોએ આ સ્ક્રીનશોટ વાયરલ કરીને તેને ટ્રોલ કરી હતી. ફહદનો જન્મદિવસ 2 ફેબ્રુઆરીએ છે અને તેના લગ્નના સમાચાર 16 ફેબ્રુઆરીએ આવ્યા હતા. આ પછી જ સ્વરા ટ્રોલ થઈ હતી.
ફહદે પણ લખ્યું છે ભાઈ
તમને જણાવી દઈએ કે આ પછી જ્યારે ફહદ અહમદે સ્વરાને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી ત્યારે તેણે તેમાં ભાઈ લખ્યું હતું. આ સાથે એક ડિસ્ક્લેમર પણ આપવામાં આવ્યું હતું કે ભાઈ જેન્ડર ન્યુટ્રલ છે.
આ પણ વાંચો: ‘કબીર સિંહ’ અને ‘એનિમલ’નો રણવિજય સાથે મળશે જોવા? જાણો શાહિદ કપૂરે શું કહ્યું
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો