સેનાના ‘અપમાન’ પર હંગામો, Richa Chadhaએ ગલવાનના નિવેદન માટે માંગી માફી, FIRની ઉઠી માગ

Richa Chadha Tweet On Galwan : બોલિવૂડ અભિનેત્રી રિચા ચઢ્ઢાના એક ટ્વિટની ભારે ટીકા થઈ રહી છે. રિચા પર સેનાનું અપમાન કરવાનો આરોપ છે.

સેનાના 'અપમાન' પર હંગામો, Richa Chadhaએ ગલવાનના નિવેદન માટે માંગી માફી, FIRની ઉઠી માગ
Richa Chaddha
TV9 GUJARATI

| Edited By: Meera Kansagara

Nov 24, 2022 | 1:00 PM

Richa Chadha Tweet On Galwan : અભિનેત્રી રિચા ચઢ્ઢા તેના એક ટ્વિટથી વિવાદોમાં ફસાઈ ગઈ છે. અભિનેત્રીએ પાકિસ્તાન હેઢળના કાશ્મીર (Pok) વિશે એક ટ્વીટ કર્યું, જેણે હંગામો મચાવ્યો છે. રિચાએ સૈન્ય અધિકારીના નિવેદનવાળી ટ્વીટને રીટ્વીટ કરી અને લખ્યું ‘ગલવાન સેઝ HI’. હવે રિચા ચઢ્ઢાના આ ટ્વિટની સોશિયલ મીડિયા પર જોરદાર ટીકા થઈ રહી છે. ભાજપના નેતાઓએ તેને શરમજનક ગણાવી કાર્યવાહીની માંગ કરી છે.

મનજિન્દર સિંહ સિરસાએ આ ટ્વિટને ગણાવી છે શરમજનક

બીજેપી નેતા મનજિન્દર સિંહ સિરસાએ રિચા ચઢ્ઢાના ટ્વિટને શરમજનક ગણાવ્યું છે. તેમણે કહ્યું છે કે, શક્ય તેટલી વહેલી તકે તેને પાછી ખેંચી લેવી જોઈએ. આ અમારી સેનાનું અપમાન છે, જે યોગ્ય નથી.

રિચા ચઢ્ઢાને ગણાવી ત્રીજા દરજ્જાની અભિનેત્રી

મનજિંદર સિંહે એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તેણે રિચા ચઢ્ઢાને 3જી ગ્રેડની અભિનેત્રી ગણાવી છે. તેણે કહ્યું છે કે, રિચા ચઢ્ઢા જેવી થર્ડ ગ્રેડની અભિનેત્રી પબ્લિસિટી સ્ટંટ માટે ભારતીય સેનાનું અપમાન કરી રહી છે. રિચા ચઢ્ઢા રાહુલ ગાંધી અને કોંગ્રેસની પૂજારી છે. તેથી જ આ ટ્વીટમાં તેમની ભારત વિરોધી વિચારસરણી સ્પષ્ટપણે દેખાઈ રહી છે. રિચા ચઢ્ઢાની સોશિયલ મીડિયા પર ટીકા થઈ રહી છે.

રિચા ચઢ્ઢાના આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર ઘણી ટીકા થઈ રહી છે. ઘણા યુઝર્સે કહ્યું છે કે, તે ભારતીય સેના અને ગલવાન સંઘર્ષમાં શહીદ થયેલા જવાનોના બલિદાનની મજાક ઉડાવી રહી છે.

દિલ્હી પોલીસમાં કરવામાં આવી ફરિયાદ

સેના પર કથિત વિવાદાસ્પદ ટિપ્પણીના મામલામાં રિચા ચઢ્ઢાનો વિરોધ વધી રહ્યો છે. સુપ્રીમ કોર્ટના વકીલ વિનીત જિંદાલે અભિનેત્રી વિરુદ્ધ દિલ્હી પોલીસમાં ફરિયાદ કરી છે. તેણે અભિનેત્રી વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માંગ કરી છે.

શું છે સમગ્ર મામલો?

સેનાના ઉત્તરી કમાન્ડના વડા લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ તાજેતરમાં જ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)ને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, સેના પીઓકેને પરત લેવા માટે તૈયાર છે. માત્ર સરકારના આદેશની રાહ જોવાઈ રહી છે. રિચાએ આ નિવેદનવાળી ટ્વીટ પર જવાબ આપ્યો છે, જેણે હંગામો મચાવ્યો છે. જોકે તેણે પોતાનું ટ્વિટ ડિલીટ કરી દીધું છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati