અનુષ્કા શર્માએ પહેલા ઓડિશનનો વીડિયો થયો વાયરલ, જુઓ કેટલી બદલાય ગઈ છે અભિનેત્રી

વામિકા અને અકાયની મમ્મી બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા આજે પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહી છે. અભિનેત્રીએ 2008માં ફિલ્મ રબને બના દી જોડીથી બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતુ. આજે તેના પહેલા ઓડિશનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અનુષ્કા શર્માએ પહેલા ઓડિશનનો વીડિયો થયો વાયરલ, જુઓ કેટલી બદલાય ગઈ છે અભિનેત્રી
Follow Us:
| Updated on: May 01, 2024 | 12:12 PM

બોલિવુડની ફેમસ અભિનેત્રી અનુષ્કા શર્માનો આજે 36મો જન્મદિવસ છે. અભિનેત્રી માતા બન્યા બાદ ગ્લેમર્સની દુનિયાથી દુર છે પરંતુ તે અભિનેત્રી તરીકે તેના કામમાં પરત આવી ચુકી છે. હાલમાં અભિનેત્રીના દિકરા અકાયના જન્મદિવસ બાદ ભારત આવી છે. ત્યારબાદ અભિનેત્રીએ એક મોબાઈલ કંપનીની જાહેરાતમાં કામ કર્યું છે.

અનુષ્કા શર્માએ ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક ટીવી જાહેરાતનો વીડિયો ચાહકો સાથે શેર કર્યો છે. જેમાં તે ખુબ સુંદર લાગી રહી છે. અભિનેત્રીની આ પોસ્ટ જોઈ ચાહકો ખુબ ખુશ છે.

Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો
1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ
શું છે બ્લેક નાઝારેન, જેને ચુંબન કરવા માટે ઉમટી ભીડ, જુઓ Photos

ચાહકો કોમેન્ટ પણ કરી રહ્યા છે કે, ક્વિન ઈઝ બેક, કોઈએ કહ્યું અકાયની મમ્મીનું સ્વાગત છે. આ વચ્ચે અનુષ્કા શર્માનો એક જૂનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ તેના પહેલા ઓડિશનનો વીડિયો હોય તેવું કેહવામાં આવી રહ્યું છે.

અનુષ્કા શર્માએ 18 વર્ષની ઉંમરે આપ્યું હતુ ઓડિશન

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, અનુષ્કા શર્મા ખુબ જ સિમ્પલ લુકમાં જોવા મળી રહી છે. આ વીડિયોમાં તે ઓડિશન પ્લેટ પકડી ઉભી છે અને પોઝ આપી રહી છે. જેના પર તેમનું નામ, જન્મદિવસ અને હઈટ લખેલી છે. આ દરમિયાન અનુષ્કા કહે છે તે બેગ્લુરુંથી આવે છે. હવે ફરી એક વખત તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ત્યારે અભિનેત્રી માત્ર 18 વર્ષની હતી હવે તે ખુબ જ બદલાઈ ગઈ છે.

તમને જણાવી દઈએ કે, અનુષ્કા શર્માએ 2008માં બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. તેમણે આદિત્ય ચોપરાની ફિલ્મ ‘રબ ને બના દી જોડી’થી એક્ટિંગમાં ડેબ્યુ કર્યું હતુ.

આ પણ વાંચો : તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો અભિનેતા સોઢી 50 વર્ષની ઉંમરે પણ છે કુંવારો, આવો છે પરિવાર

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">