‘બડે મિયાં છોટે મિયાં’ ના ફેન્સ માટે એક નહીં પરંતુ બે મોટા સમાચાર, રિલીઝના 18 દિવસ પહેલા અક્ષય કુમારની મોટી જાહેરાત

|

Mar 23, 2024 | 2:49 PM

અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં' આવતા મહિને રિલીઝ થઈ રહી છે. હવે રિલીઝને થોડાં જ દિવસો બાકી છે. હવે અક્ષયે તેની ફિલ્મને લઈને બે મોટી જાહેરાત કરી છે. તેણે સોશિયલ મીડિયા પર ફિલ્મ સાથે સંબંધિત એક નવું પોસ્ટર પણ શેર કર્યું છે.

બડે મિયાં છોટે મિયાં ના ફેન્સ માટે એક નહીં પરંતુ બે મોટા સમાચાર, રિલીઝના 18 દિવસ પહેલા અક્ષય કુમારની મોટી જાહેરાત
trailer of Bade Mian Chhote Mian

Follow us on

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર તેની આગામી ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેની સાથે ટાઈગર શ્રોફ પણ જોવા મળશે. બંને સોશિયલ મીડિયા દ્વારા પોતાની ફિલ્મનું ખૂબ પ્રમોશન કરતા જોવા મળે છે. બંનેના ફેન્સ પણ આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. હવે સોશિયલ મીડિયા પર ફિલ્મ સાથે સંબંધિત એક નવું પોસ્ટર શેર કરતી વખતે અક્ષયે આ મુવી સાથે જોડાયેલી કેટલીક માહિતી ફેન્સ સાથે શેર કરી છે.

રિલીઝ ડેટ આવી સામે

વાસ્તવમાં મેકર્સ દ્વારા ઘણા સમયથી કહેવામાં આવી રહ્યું હતું કે, ‘બડે મિયાં છોટે મિયાં’ ઈદ પર રિલીઝ થશે, પરંતુ અંતિમ તારીખ આપવામાં આવી ન હતી. જો કે હવે તારીખ પણ બહાર પડી ગઈ છે. આ ફિલ્મ કઈ તારીખે સિનેમાઘરોમાં આવશે તે ખબર પડી ગઈ છે. અક્ષયે કહ્યું છે કે, તેની ફિલ્મ 10 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

ફિલ્મનું નવું પોસ્ટર અહીં જુઓ

અક્ષયે સોશિયલ મીડિયા પર શેર કરેલા પોસ્ટરમાં તેની સાથે ટાઈગર શ્રોફ પણ જોવા મળશે. નોંધનીય છે કે અભિનેત્રી માનુષી છિલ્લર અને અલાયા એફ પણ આ મુવીમાં ખાસ ભૂમિકામાં જોવા મળશે. જે પોસ્ટર સામે આવ્યું છે તેમાં આ બંને અભિનેત્રીઓ પણ જોવા મળી રહી છે. એટલે કે હવે આ ચારેય ઈદના અવસર પર લોકોનું મનોરંજન કરતા જોવા મળશે. આ સાથે જ મેકર્સ આ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરવા જઈ રહ્યા છે. ફેન્સને આ મુવીના ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે જે 26 માર્ચે પૂર્ણ થઈ જશે.

જો કે અક્ષય અને ટાઈગર બંનેને ‘બડે મિયાં છોટે મિયાં’ પાસેથી ઘણી આશાઓ છે. કારણ કે બંનેની છેલ્લી કેટલીક ફિલ્મો કંઈ ખાસ બતાવી શકી નથી. તમને જણાવી દઈએ કે આ ફિલ્મનો થિયેટરોમાં અજય દેવગનની ફિલ્મ ‘મેદાન’ સાથે ટક્કર કરશે. ‘મેદાન’ પણ ઈદ પર જ રિલીઝ થઈ રહી છે. જો કે મેકર્સે હજુ સુધી કોઈ ફિક્સ ડેટ જાહેર કરી નથી.

Next Article