એરબેઝ, એરક્રાફ્ટ, હેલિકોપ્ટર… રિતિક રોશનના ફાઇટરમાં શું નકલી અને શું અસલી છે ? માહિતી આવી સામે

રિતિક રોશનના ફાઈટરમાં ફાઈટર પ્લેન દેખાય છે. એરબેઝની તસવીરો છે. ચોપર દેખાય છે. ઘણા યુવાનો દેખાય છે. શું આ બધું વાસ્તવિક છે કે નિર્માતાઓએ સેટ બનાવીને ફિલ્મનું શૂટિંગ કર્યું છે? આ સવાલનો જવાબ ફાઈટરના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે પોતે આપ્યો છે. ફાઈટર 25મી જાન્યુઆરીએ રિલીઝ થઈ ગઈ છે.

એરબેઝ, એરક્રાફ્ટ, હેલિકોપ્ટર... રિતિક રોશનના ફાઇટરમાં શું નકલી અને શું અસલી છે ? માહિતી આવી સામે
Hrithik Roshans Fighter movie
Follow Us:
| Updated on: Feb 12, 2024 | 2:44 PM

રિતિક રોશન, દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર સ્ટારર ફિલ્મ ફાઈટર આજે મોટા પડદા પર રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી, પરંતુ ટ્રેલર સામે આવ્યા બાદ તેના ફેન્સની ઉત્સુકતા વધુ વધી ગઈ છે. પુલવામા હુમલા અને બાલાકોટ એરસ્ટ્રાઈક પર બનેલી આ એરિયલ એક્શન ફિલ્મ હમણાં ઘણી ચર્ચામાં છે.

વાયુસેનાની પરવાનગી લેવી પડી

નિર્માતાઓનો દાવો છે કે આ ફિલ્મ બનાવતી વખતે નાનામાં નાની વાતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત ફિલ્મના નિર્દેશક સિદ્ધાર્થ આનંદે જણાવ્યું કે, આ ફિલ્મ માટે તેણે લોકેશનથી લઈને એરક્રાફ્ટ સુધીની દરેક વસ્તુનો વાસ્તવિક ઉપયોગ કર્યો છે. TV 9 ડિજિટલ સાથે વાત કરતી વખતે, સિદ્ધાર્થ આનંદ કહે છે કે આ ફિલ્મ શરૂ કરતા પહેલા તેણે ભારતીય વાયુસેનાની પરવાનગી લેવી પડી હતી.

બધું ઓરિઝનલ છે

નિર્માતાઓ ઇચ્છતા હતા કે, ફિલ્મનું શૂટિંગ રિયલ એરબેઝ પર થાય. નિર્માતાઓએ આ માટે એરફોર્સને મનાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. લગભગ બે વર્ષની મહેનત પછી તેને એરબેઝ પર શૂટિંગ કરવાની પરવાનગી મળી હતી. સિદ્ધાર્થ આનંદે જણાવ્યું કે, એરફોર્સે તેમની પાસે ફિલ્મની સ્ક્રિપ્ટ માંગી હતી.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

જ્યારે તેમને સ્ક્રિપ્ટ આપવામાં આવી ત્યારે અધિકારીઓએ તેની વચ્ચે ખૂબ ચર્ચા કરી અને પછી તેના વખાણ પણ કર્યા હતા. સિદ્ધાર્થે જણાવ્યું કે, એરફોર્સે તેને દરેક પ્રકારની મદદ કરી હતી. ફિલ્મનું શૂટિંગ તેજપુરના એરબેઝ પર થયું હતું.

બેઝ પર હાજર લોકો પણ એરફોર્સના જ….

ફિલ્મનું શૂટિંગ વાસ્તવિક એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરથી કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, બેઝ પર હાજર લોકો પણ એરફોર્સના જ હતા. સિદ્ધાર્થે જણાવ્યું કે, ફિલ્મમાં તેણે એરફોર્સના રિયલ બ્રીફિંગ રૂમ અને લોકર રૂમનો ઉપયોગ કર્યો છે. બીટીએસ વીડિયોમાં ફિલ્મના નિર્માતા રૈમન ચિબે જણાવ્યું છે કે, જ્યારે તેમણે એરફોર્સના અધિકારીઓને સ્ક્રિપ્ટ બતાવી તો તેઓએ કહ્યું કે, એવું લાગી રહ્યું હતું કે આ સ્ક્રિપ્ટ કોઈ ફાઈટર પાઈલટે લખી છે.

પુલવામા અને બાલાકોટ એરસ્ટ્રાઈક પર આધારિત ફિલ્મ

વર્ષ 2019માં જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સૈનિકો પર આતંકી હુમલો થયો હતો. આ પછી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને બાલાકોટમાં આતંકવાદી કેમ્પોને નષ્ટ કરી દીધા હતા. આ કાર્યવાહીમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હોવાનું જણાવવામાં આવ્યું હતું. ફિલ્મ ફાઈટર આ સમગ્ર ઘટના પર આધારિત છે.

આ બંને ઘટનાઓ ટ્રેલરમાં પણ બતાવવામાં આવી છે. પાકિસ્તાની કલાકારોએ ફાઈટરને પાકિસ્તાન વિરોધી ફિલ્મ ગણાવી છે. તેના પર મેકર્સનું કહેવું છે કે આ ફિલ્મ કોઈ દેશ વિરુદ્ધ નથી પરંતુ આતંકવાદ વિરુદ્ધ છે.

g clip-path="url(#clip0_868_265)">