KBCમાં અભિષેક બચ્ચનને જોઈને અમિતાભ બચ્ચને કહ્યું, આને બોલાવીને મેં ભૂલ કરી છે

અભિષેક બચ્ચન હાલમાં કૌન બનેગા કરોડપતિમાં સામેલ થયો હતો. આ દરમિયાન અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન ખુબ મજેદાર અંદાજમાં જોવા મળ્યા હતા. શોમાં અભિનેતા પોતાની અપકમિંગ ફિલ્મ આઈ વોન્ટ ટુ ટોકને પ્રમોટ કરવા આવ્યો હતો.

KBCમાં અભિષેક બચ્ચનને જોઈને અમિતાભ બચ્ચને કહ્યું, આને બોલાવીને મેં ભૂલ કરી છે
Follow Us:
| Updated on: Nov 15, 2024 | 4:15 PM

બોલિવુડનો મહાનાયક અમિતાભ બચ્ચન હાલમાં પોતાના રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિની સીઝન 16ને હોસ્ટ કરી રહ્યા છે. આ શોમાં અનેક મોટા સેલિબ્રિટી સામેલ થઈ ચૂક્યા છે. હાલમાં તેના શો પર એક મહેમાન આવ્યા હતા. તે બીજું કોઈ નહિ પરંતુ અભિષેક બચ્ચન છે. કૌન બનેગા કરોડપતિમાં અભિષેક બચ્ચન પોતાની અપકમિંગ ફિલ્મ આઈ વોન્ટ ટુ ટોકને પ્રમોટ કરવા માટે આવ્યો હતો. આ એપિસોડનો પ્રોમો હાલમાં રિલીઝ કરવામાં આવ્યો છે.

અપકમિંગ એપિસોડનો પ્રોમો શેર કર્યો

ચેનલે પોતાના અપકમિંગ એપિસોડનો પ્રોમો શેર કર્યો છે. આ વીડિયોમાં અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન વચ્ચે મસ્તી મજાક જોવા મળ્યો હતો. જેમાં અમિતાભ બચ્ચને મજાકના અંદાજમાં કહ્યું અભિષેકને શોમાં બોલાવી ભૂલ કરી દીધી છે. પ્રોમોમાં અભિષેક અનેક વખત પિતાની લાઈને વારંવાર બોલે છે. પોતાની સીટ પર બેસી વારંવાર અભિષેક કરોડ બોલે છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

ભૂલ કરી તને અહિ બોલાવીને

અભિષેક બચ્ચને શો દરમિયાન એક કિસ્સો શેર કર્યો હતો. તેમણે કહ્યું અમે બધા જ્યારે ડિનરના સમયે સાથે બેઠા હોય છે અને કોઈ સવાલ જવાબ પુછતા હોય તો.બધા સાથે બોલીને કહે છે 7 કરોડ, અભિષેકના તમામ કિસ્સા સાંભળ્યા બાદ અમિતાભ બચ્ચન કહે છે. ભૂલ કરી દીધી તને અહિ બોલાવીને.ઉપરાંત, અભિષેક સેટ પર હાજર લોકો સાથે એમ કહેતો જોવા મળે છે કે જ્યાં સુધી આપણે બધા સાત કરોડ જીતી નહીં લઈએ ત્યાં સુધી તે છોડશે નહીં.

અભિષેક બચ્ચનની ફિલ્મની વાત કરીએ તો આઈ વોન્ટ ટુ ટોક આ ફિલ્મ શૂઝિત સરકારની ડાયરેક્ટ કરેલી ફિલ્મ છે. અભિષેક બચ્ચન અને શૂઝિત સરકારની સાથે આ પહેલી ફિલ્મ છે. જે 22 નવેમ્બરના રોજ રિલીઝ થશે. સાથે અભિષેક બચ્ચન બી હેપ્પી, હાઉસફુલ 5 અને કિંગમાં પણ જોવા મળશે.

g clip-path="url(#clip0_868_265)">