Gujarati News » Entertainment » Birthday Special: Know how 'Bigg Boss' changed his fate on the birthday of Bollywood actor Gautam Gulati
Birthday Special : ગૌતમ ગુલાટીના જન્મ દિવસ પર જાણો બીગ બોસે તેની જીંદગી કઇ રીતે બદલી
બોલિવૂડ એક્ટર ગૌતમ ગુલાટીનો આજે જન્મદિવસ છે. ગૌતમે બીગ બોસ શોમાં રહીને લોકોના દિલોમાં એક ખાસ જગ્યા બનાવી છે. તેના જન્મ દિવસ પર જાણીએ તેના વિશે કેટલીક રોચક વાતો
આજે બોલિવૂડ એક્ટર ગૌતમ ગુલાટીનો જન્મદિવસ છે. અભિનેતા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ગૌતમના કામને 'પ્યાર કી એક કહાની' અને 'દિયા ઔર બાતી હમ' સિરિયલોથી ઓળખ મળી.
1 / 6
ગૌતમ દિલ્હીનો રહેવાસી છે. તેણે પોતાના કરિયરની શરૂઆત 2008માં 'કહાની હમારે મહાભારત કી'થી કરી હતી.
2 / 6
તેણે આ શોમાં દુર્યોધનનું પાત્ર ભજવ્યું હતું. આ પછી તે 'કસમ સે' અને 'તુજ સંગ પ્રીત લગાઈ સજના' જેવા શોમાં જોવા મળ્યો હતો.
3 / 6
ગૌતમની સોશિયલ મીડિયા પર સારી ફેન ફોલોઈંગ છે. એક્ટર્સ પોતાની ફિટનેસનું ખાસ ધ્યાન રાખે છે.
4 / 6
ભલે ગૌતમના કામને 'પ્યાર કી કહાની', 'ઔર દિયા ઔર બાતી હમ'થી ઓળખ મળી. પરંતુ લોકોએ તેને 'બિગ બોસ' સીઝન 8માં ઓળખી લીધો. ગૌતમ શોનો વિનર હતો. આ શોમાં તેનો અને ડિયાન્ડર સોરેસનો લવ એંગલ પણ દર્શકોને ખૂબ પસંદ આવ્યો હતો.
5 / 6
આ શો સાથે, તે એક અલગ ફેન બેઝ બનાવી ગયો. ગૌતમ 'અઝહર', 'બહેન હોગી તેરી', 'વર્જિન ભાનુપ્રિયા' અને સલમાન ખાનની 'રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં ગૌતમે વિલનની ભૂમિકા ભજવી હતી.