હૃતિક-દીપિકાની ફિલ્મ ફાઈટરને મોટો ઝટકો ! ગલ્ફ દેશો બાદ હવે અહીં પણ બેન
બોલિવૂડ એક્ટર હ્રતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ફાઈટર સતત ચર્ચામાં છે. ફાઈટરને મોટા પડદા પર રિલીઝ કરવામાં આવી છે. જોકે, ફાઈટરને રિલીઝ પહેલા ગલ્ફ દેશોમાં પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો હતો. હવે રિલીઝ બાદ રિતિક અને દીપિકાની ફાઈટરને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે.
બોલિવૂડ એક્ટર હ્રતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ફાઈટર સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને લઈને ચારે તરફ ચર્ચા ચાલી રહી છે. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત ફાઈટર પાસેથી દરેકને ઘણી અપેક્ષાઓ છે. એવું માનવામાં આવે છે કે આ ફિલ્મ થિયેટરોમાં તેની છાપ છોડવામાં ચોક્કસપણે સફળ થશે. આ દરમિયાન, ફાઈટરની રિલીઝ સાથે, નિર્માતાઓને મોટો આંચકો લાગ્યો છે.
ફાઈટરને મોટો ઝટકો !
હાલમાં જ હ્રતિક-દીપિકાની ફિલ્મ ફાઈટરને લઈને સમાચાર આવ્યા હતા કે ગલ્ફ દેશોમાં એક્શન ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે પ્રાપ્ત માહિતી અનુસાર, યુનાઈટેડ આરબ અમીરાત (UAE)માં પણ ફાઈટર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે મુખ્ય થિયેટર ચેનમાંથી મૂવી ટિકિટ બુક કરવાનો વિકલ્પ દૂર કરવામાં આવ્યો છે. જો આ અહેવાલો સાચા સાબિત થાય છે, તો તે નિર્માતાઓ માટે ચિંતાનો વિષય બની શકે છે.
ફિલ્મ અહીં કેમ બેન ?
વાસ્તવમાં, ફાઇટર પર પ્રતિબંધ મૂકવા પાછળનું એક મહત્વનું કારણ ફિલ્મની સ્ટોરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જે સ્ટોરી પુલવામા આતંકવાદી હુમલા પર ભારતની પ્રતિક્રિયાની આસપાસ ફરતી હોય તેવું લાગે છે. તમને જણાવી દઈએ કે, જ્યારે ફિલ્મનું ટ્રેલર રીલિઝ થયું ત્યારે તેને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. પરંતુ ટ્રેલરમાં પુલવામા હુમલાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ પાકિસ્તાનમાં તેની ટીકા કરવામાં આવી હતી અને ફાઈટરને “પાકિસ્તાન વિરોધી” એજન્ડાને પ્રોત્સાહન આપતી ફિલ્મ કહેવામાં આવી હતી.
નિર્માતાએ શું કહ્યું…
જોકે, ફિલ્મના દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદનું કહેવું છે કે ફિલ્મ અંગે કોઈ પણ અભિપ્રાય બાંધતા પહેલા તેને એકવાર જોઈ લો. તેમણે વધુમાં કહ્યું કે તેની ફિલ્મનો કોઈ હેતુ આતંકવાદ પર સવાલ ઉઠાવવાનો કે કોઈ રાષ્ટ્ર પ્રત્યે દુશ્મનાવટ ઉશ્કેરવાનો નથી. જો કે, યુએઈમાં ફાઇટર પર પ્રતિબંધ હોવા અંગે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.
બોલિવૂડ એક્ટર હ્રતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ફાઈટર સતત ચર્ચામાં રહે છે. ફાઈટરને મોટા પડદા પર રિલીઝ કરવામાં આવી છે. જોકે, ફાઈટરને રિલીઝ પહેલા ગલ્ફ દેશોમાં પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો હતો. હવે રિલીઝ બાદ રિતિક અને દીપિકાની ફાઈટરને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. જે મેકર્સ માટે મુશ્કેલીનું કારણ બની શકે છે